Saanj - 1 in Gujarati Fiction Stories by AJ Maker books and stories PDF | સાંજ - ૧

Featured Books
Categories
Share

સાંજ - ૧

સાંજ
ભાગ - ૧

“એ હતી એક સાંજ, ખૂબજ સુંદર સાંજ, મનોરંજક સાંજ
તું હતી સાથે, વર્ષા વર્ષી હતી સાથે, પણ અધૂરાશ પણ રહી સંગાથે,
હું ઈચ્છું છું માંગું છું યાચું છું હજી એક સાંજ, એવી જ મનોરંજક સાંજ, એક સંપૂર્ણ સાંજ” પોતાની આગવી કાવ્ય શૈલીમાં અરમાને કહ્યું અને અચનાક એક નાના બાળકની જેમ રડતા રડતા આજીજી કરતાં કહ્યું “શા માટે તું મને આમ ધુત્કારે છે? શું ખોટ છે મારા માં? હું વધુ કઈ નથી માંગી રહ્યો બસ એક સુંદર સંપૂર્ણ સાંજ માંગુ છું તારી પાસે, પણ...પણ તું એ પણ દેવા તૈયાર નથી?” રડતાં રડતાં એ મોઢું નીચું કરીને ઘુટણપર બેસી ગયો. એની સામે એક ખુરશી પર બંધાયેલી હાલતમાં ગુસ્સા અને ઘૃણા સાથે જીયા બેઠી હતી. એ જાણતી હતી કે અરમાનની વાતોમાં પ્રેમની સુવાસ નહિ પણ સહવાસ ભોગવવાની ગંધ છે. કદાચ એના હાથ ખુલ્લા હોત તો હમણાં જ આ હવસ ખોરને સારો એવો મેથી પાક ખવડાવત. જીયાને વિશ્વાસ નહોતો આવતો કે આટલી મોટી નામના ધરાવનારો લેખક અંદરથી આટલો ખોખલો પણ હોઈ શકે? કાશ કે પંદર દિવસ પહેલાં અચાનક પડેલા વરસાદનાં કારણે તે અરમાનને મળીજ ન હોત. તો આજે પણ એ અરમાન ને એક સારો વ્યક્તિત્ત્વ ધરાવનાર લેખક જ માનતી હોત.
પંદર દિવસ પહેલા
“હા મમ્મા, વરસાદ પડવાથી પહેલા હું આવી જઈશ ઘરે...” ઓફીસમાંથી ઉતાવળે નીકળતા જીયા એ ફોન પર તેની મમ્મી ને કહ્યું. ફટાફટ પોતાનો સમાન લઈને તે બસ સ્ટોપ પર પહોચી પણ વરસાદ જાણે તેની બહાર નીકળવાની રાહ જોતો હોય તેમ તરત જ વરસવા લાગ્યો. જીયા તરત જ વરસાદથી બચવા બાજુના કેફેમાં પહોચી ગઈ. બહાર વરસાદે ધોધમાર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કેફેનાં દરવાજા પાસે ઊભીને એક ઊંડો શ્વાસ લઈને વરસાદની સુવાસ માણતા જીયા એક ટેબલ પર બેસી ગઈ. પોતાની ફેવરેટ ચોકલેટ કોફીનો ઓર્ડર આપીને પર્સમાંથી આશિષ તોગડિયા ઉર્ફે “અરમાન” ની સ્ટોરી બૂક કાઢીને આગલી રાતે અધૂરી મુકેલી સ્ટોરી વાંચવા લાગી. વેઈટરે આપેલી કોફીના નાના નાના શીપ લેતાં એ વાંચવામાં મશગૂલ થઇ ગઈ.
“બુક્સ વાંચવાની ચોઈસ થોડી અજીબ છે તમારી...” અચાનક જીયાના કાને અવાજ પડ્યો, તેણે ઝબકીને સામે જોયું તો અરમાન તેની સામે ઊભો હતો. જીયા એ આશ્ચર્ય સાથે ખુશ થતાં કહ્યું
“અરમાન સર તમે...? આઈ એમ સો ગ્લેડ ટુ સી યુ...”
“થેન્ક્સ, પ્લીઝ સીટ.” કહી ને અરમાન જીયાની સામેની ખુર્શી પર બેઠો. કેફેમાં જેટલા લોકો હતાં એ બધા અરમાન પાસે ઓટોગ્રાફ લેવા આવ્યા. અરમાને બધાને ઓટોગ્રાફ આપ્યા, બધા ખુરશીઓ લઇ ને અરમાનની આજુબાજુ ગોઠવાઈ ગયા. અરમાનની કાર કેફેની સામે જ બંધ પડી ગઈ હતી ડ્રાઈવરને મેકેનિકને બોલાવવા માટે મોકલીને પોતે કેફેમાં આવીને બેઠો હતો.
“આવા વરસાદી માહોલમાં લોકો મારી કવિતાઓ વાંચવાનું પસંદ કરે અને તમે સ્ટોરી લઈને બેઠાં છો..?” અરમાને બધાની વચ્ચે બેઠેલી જીયા ને કહ્યું.
“સોરી અર, બટ મને કવિતાઓ કરતા સ્ટોરીસ વધુ ગમે છે...સો આઈ હેવ સ્ટોરી બૂક ઓનલી....”
“વોટ? યુ ડોન્ટ લાઈક માય પોઈટ્રીઝ...?”
“નો...નો...નોટ લાઈક ધેટ, બટ, આ લાઈક સ્ટોરીસ ઓનલી, મને કવિતાઓ વાંચવામાં બહુ રસ નથી અને શરૂઆતથી જ હું કવિતાઓ કરતાં સ્ટોરીસ વાંચતી આવી છું, સો કોઈપણ રાઈટરની કવિતાઓ નથી વાંચતી.”
“હમમમ, ઓકે બટ આજે આ વરસાદી માહોલમાં તમને મારી પોએમના ફેન બનાવીનેજ જંપીશ...” કહીને અરમાને એક પછી એક પોતાની બેસ્ટ કવિતાઓ કહેવાનું શરુ કર્યું. વરસાદ બંધ થતા સુધી અરમાને કવિતાઓ સંભળાવી, છાંદસ, અછાંદસ, વર્ષાનું વર્ણન, વરસાદમાં વિરહમાં તડપતા યુગલની મનોદશાનું વર્ણન જેવી કવિતાઓ સંભળાવી. કેફેમાં બેઠેલાં બધા જ અરમાનની કવિતાઓ પર આફરીન પોકારી જતા, પણ જીયા માત્ર આછું સ્માઈલ કરતી. વરસાદ બંધ થતાં જ અરમાનનો ડ્રાઈવર તેને લેવા આવ્યો.
“સો, કેવી લાગી મારી કવિતાઓ...?” અરમાને ગર્વભેર જીયા સામે જોતા કહ્યું.
“નોટ બેડ, પણ આઈ એમ સ્ટીલ ફેન ઓફ યોર સ્ટોરીસ. પણ પ્રયત્ન કરીશ કે તમારી કવિતાઓ પણ વાંચું.” જીયા એ ચોખ્ખા શબ્દોમાં પોતાનો મંતવ્ય આપ્યો.
એ રાત્રે જ જીયાને ફેસબુક પર એક રીક્વેસ્ટ આવી, તેને જોયું તે એ અરમાનની આઈડી હતી, જીયા એ ખુશ થઈને રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી અને તરત જ અરમાનનો થેંક્યું લખેલો મેસેજ આવ્યો. જીયાને વિશ્વાસ ન’તો આવતો કે અરમાન સામેથી તેને રીક્વેસ્ટ મોકલી શકે, પોતાના ફેન માટે આટલું વિચારવા અને કોઈ શરમ કે સંકોચ રાખ્યા વગર સામેથી રીક્વેસ્ટ મોકલવા માટે તેને અરમાન માટે માન થયું. ધીરે ધીરે મેસેન્જર પરથી વોટ્સએપ પર ચેટીંગ શરુ થઇ, અરમાન દરરોજ પોતાની ગૂડમોર્નિંગ પોયમ મોકલતો દિવસ દરમિયાન જ્યારે ફરી થતો ત્યારે જીયાને મેસેજ કરતો. શરૂઆતમાં જીયાને થોડું અજીબ લાગતું, પણ તેને થયું કદાચ અરમાન બ્રોડ થીંકીંગ વાળો રીતર હશે માટે તે પણ સામે રિપ્લે આપતી. અચાનક એક દિવસ અરમાનનો મેસેજ આવ્યો-
“ગેટીંગ બોર, ઘરેથી બધા બહાર ગયા છે, અને મને એક સ્ટોરી માટે ડીશકશન કરવું છે સો કેન વી મીટ?”
જીયાની ખુશી તો સાતમાં આસમાને પહોચી ગઈ કે અરમાન તેને સામેથી મળવા માંગે છે, આજે એની સાથે સેલ્ફીસ લઈને પોતાના એફ.બી. એન્ડ ઇન્સ્ટા ફ્રેન્ડસને બળતરા આપવાનો સરસ મોકો મળ્યો છે. દિવસ દરમિયાન બોર થયેલી જીયા એ માન્યું કે આજે સાંજ ખૂબ જ સરસ જવાની છે, એ તૈયાર થઈને અરમાનનાં ફ્લેટ પર પહોચી. ત્યાંથી બાજુના રેસ્ટોરેન્ટમાં ડીનર લેતાં લેતાં સ્ટોરી માટે ડીશકશન કરવાનું નક્કી કર્યું હતું. પણ ફ્લેટ પર પહોચતા જે થયું એ જીયાની કલ્પના બહારનું હતું.
* * * * * *

To be continue, Keep Reading
By – A.J.Maker