Sambandho ni aarpaar - 51 in Gujarati Love Stories by PANKAJ books and stories PDF | સંબંધો ની આરપાર.. પેજ - ૫૧

The Author
Featured Books
Categories
Share

સંબંધો ની આરપાર.. પેજ - ૫૧

અનુરાગ તથા અંજલિ યુ.એસ.પહોંચી ગયા છે. અમેરિકા નાં બર્ફીલા વાતાવરણમાં આજે હવા તથા તોફાન પણ હતું.પ્રયાગ,અંજલિ તથા અદિતી ને લઈને જઈ રહેલી તે કાર ને પાછળ થી આવી રહી હતી તે કાર ના ડ્રાઈવર ની ભુલ નાં કારણે અકસ્માત થયો છે, શ્લોક આ દુર્ઘટના ને મીરર માં થી જોઈ લે છે,એટલે તરતજ પોતાની કાર ને સાઈડમાં પાર્ક કરાવી ને પ્રયાગ ની કાર તરફ દોડી જાય છે.અનુરાગ સર તથા સ્વરા અને તેમની કાર નો ડ્રાઈવર પણ કાર ની બહાર નીકળી ને પ્રયાગ ની કાર તરફ ધસી જાય છે.

************ હવેેઆગળ *********

મમ્મી........પ્રયાગ નાં મ્હોં માંથી એક કારમી ચિસ સંભળાય છે.અમેરિકા નાં શિકાગો શહેરના એરપોર્ટ થી અનુરાગ હાઉસ તરફ જતી તે સડક પર ખુબજ બરફ નાં થર વચ્ચે અટવાયેલી કાર જેને પાછળ થી કોઈ બીજી કાર નાં ડ્રાઈવર થી થયેલી ભુલ ને લીધે પ્રયાગ ની કાર ની પાછળ નાં ભાગે માર વાગ્યો હતો જેને લીધે કાર નો બેક સાઈડ ડેમેજ થયો હતો.
પ્રયાગ ની કાર નાં ડ્રાઈવર ની સમજ અને સમયસૂચકતા ને લીધે કાર ને નુકશાન તો થયુ હતું, પરંતુ અંદર બેઠેલા બધાજ સભ્યો સહીસલામત હતા. કાર નાં હાઈ સીક્યોરીટી ફીચર્સ ને કારણે બધીજ એર બેગસ ખુલી ગઈ હતી. ડ્રાઈવર સહિત કોઈને પણ નાની મોટી ઈજા પણ ન્હોતી થઈ. દરેક ને એરબેગ એકદમ ખુલી ને સામે આવી તથા ચહેરા ને અથડાઈ તેથી સામાન્ય ઇજા થઇ હતી.
શ્લોક સૌથી પહેલા પહોંચી ગયો હતો એટલે તેણે જઈને તરતજ કાર ને ખોલી અને બધાય સહીસલામત છે તે જોઈ ને તપાસી લીધું...એટલે તેને હાંશ થઈ. એટલી વાર માં જ અનુરાગ સર,સ્વરા તથા તેમનો ડ્રાઈવર પણ આવી પહોંચ્યા..અનુરાગ સરે પણ બધાય ને સહીસલામત જોયા એટલે તેમને પણ રાહત થઈ.પ્રયાગ પોતે જ ધીરે થી બહાર નીકળી ગયો અને શ્લોકે તથા અનુરાગ સરે અંજલિ તથા અદિતી ને ધીરે થી બહાર નીકળવા માં મદદ કરી.
ઘોર અંધારી રાત અને બરફ નું તોફાન,એક દુર્ઘટના ઘટિત થઈ હતી,પરંતુ ઈશ્વર ની અપાર દયા નાં લીધે સાવ સામાન્ય કહી શકાય તેવી ઈજા પ્રયાગ ને થઈ હતી. અનુરાગ સરે તરતજ પરિસ્થિતિ ને સમજીને શ્લોક ને જરુરી સુચના આપી દીધી. એક્સીડન્ટ વાળી કાર ને ત્યાં પોલીસ નાં આવે ત્યાં સુધી મુવ કરવું તે યોગ્ય ના કહેવાય, એટલે શ્લોક વાળી કાર માં અંજલિ,અદિતી,સ્વરા અને પ્રયાગ ને થોડુંક કહેવાય તેવી ઈજા થઈ હતી એટલે તેને પણ તે કાર નાં ડ્રાઈવર ને લઈને ઘરે મોકલી દીધાં તથા અનુરાગ સર જાતે પોતે તથા શ્લોક અને તેમની કાર નો ડ્રાઈવર ત્યાં આગળ બાકીની વિધિ પુરી કરવા રોકાયા.
પ્રયાગે ઘણુ સમજાવ્યું અનુરાગ સર ને કે આપ બધા ની સાથે ઘરે જાવ હું તથા ભાઈ થોડીકવાર માં જ આવીએ છીએ, પરંતુ અનુરાગ સર જાણતાં હતા કે આખી દુર્ઘટના માં બધા બચી તો ગયા છે પણ અત્યારે અંજલિ ની મનોદશા શું હશે...!!
કાંટાડા જીવનમાં કેટલી બધી તકલીફ વેઠી ને અંજલિ એ તેનાં એકમાત્ર દિકદા પ્રયાગ નું મ્હોં જોયું હતું, એ પ્રયાગ ને કંઈપણ થાય તો અજલિ કેટલી પીડાતી હતી તે અનુરાગ સરે પ્રત્યક્ષ જોયેલું તથા અનુભવેલુ જ હતું. પ્રયાગ નાનો હતો ત્યારે પણ નાની અમથી વાતમાં પણ અંજુ નો જીવ તાળવે ચોંટી જતો હતો. એટલે અનુરાગ સરે પોતે જ ત્યાં હાજર રહીને પિતા તરીકેની પોતની ફરજ અદા કરવા શ્લોક ની સાથેજ ખભેખભો મિલાવીને ઉભા રહ્યા.
અંજલિ ઘરે પહોંચે તે પહેલા જ ઘરે ડોક્ટર પહોંચી જાય તેની વ્યવસ્થા પણ અનુરાગ સર ની સુચના થી શ્લોકે કરી દીધી. ખુબજ ચીવટ થી અને ગંભીરતાથી કાર ના ડ્રાઈવરે કાર ડ્રાઈવ કરી અને પ્રયાગ તથા અંજલિ,સ્વરા અને અદિતી ને ઘરે લઇ ને આવી ગયો, ત્યારે તરતજ ડોક્ટર આવી પહોંચ્યા અને બધાયને ચેક કર્યા અને પ્રાથમિક સારવાર આપી,કશુંજ ચિંતા જનક નહોતું એટલે પ્રયાગે અનુરાગસર અને શ્લોક ને ફોન કરીને જાણ કરી દીધી.
પ્રયાગ વાળી કાર નો ડ્રાઈવર બધાય ને ડ્રોપ કરીને ફરીથી અનુરાગ સર તથા પ્રયાગ ને લેવા માટે ગયો,જ્યાં શ્લોકે બાકીની વિધિ પતાવી દીધી હતી એટલે થોડીકવાર માં જ બીજી કાર અનુરાગ સર અને શ્લોક તથા ડ્રાઈવર ને લઈને પરત આવી.
ઘરે પરત આવેલા બધાજ પરિવાર જનો ને અનુરાગ સરે શાંતવન આપ્યું તથા સમજાવ્યા કે આખો પ્રસંગ એક દુઃખ દાયક ઘટના હતી અને ભગવાન ની ખુબજ કૃપા રહી કે બધાય હેમખેમ છે.
ઘરે પહોંચી ગયેલા પરિવાર જન રાત્રે ખુબ થાક્યા હતા એટલે, ચ્હા નાસ્તો કરીને બધાય આરામ કરવા પોતાનાં રૂમ માં ગયા.
સવારે એનાં રૂટીન સમયે અદિતી એ મોરચો સંભાળ્યો,સૌથી પહેલા તે જ રેડી થઈને આવી ગઈ. સ્વરા પણ ત્યારે રેડી ન્હોતી થઈ એટલે અદિતી ને મહારાજ સાથે કિચનમાં આજનાં દિવસ ના મેનું મુજબનું જમવાનું બને તેમાં સાથે રહીને કાળજી લેવા જણાવીને પોતે ફ્રેસ થવા ગઈ.
આજે પહેલીવાર અંજલિ આન્ટી પોતાના ઘરે આવ્યા હતા અને સ્વરા નાં સસરાજી અનુરાગસર પણ ક્યારેક જ આમ ઘરે આવતા હતા એટલે આ બંન્ને મહાનુભાવો નાં આગતા સ્વાગતા માં તથા તેમના રહેવા માં,જમવામાં સ્વરા કોઈપણ જાતની કસર છોડવા ન્હોતી માંગતી. સ્વરા તેનાં રૂમમાં ગઈ ત્યારે શ્લોક રેડી થઇ ગયો હતો,અને આ બધા થી પહેલા જ અનુરાગ સર તો ક્યારનાય તૈયાર થઈ અને ભગવાનની પુજા કરીને બહાર ગાર્ડન માં રાખેલા સોફા પર બેસીને ન્યુઝ પેપર વાંચતા હતા.
અંજલિ પણ ક્યારે જાગી હશે તે ઘર માં કોઈને ખ્યાલ નહોતો...અંજુ પણ રેડી થઇ ને ભગવાનની પુજા કરીને ફરીથી તેને ફાળવેલા રૂમમાં ગઈ હતી.અંજુ એ હવે રાત્રે થયેલા અકસ્માત ને મન પર થી ખંખેરી નાંખ્યો હતો અને ફરીથી પૉતે સ્વસ્થ થઈ ગઈ હતી. સવારનો સમય એટલે અંજુને બધા કામો પતાવવાનો સમય,પરંતુ અંહિ અમેરિકા માં તો તેની કોઈ ઓફીસ ન્હોતી કે તે ઓફીસે જાય અને વર્ક કરે, એટલે જ્યાં કામ ત્યાં જ ઓફીસ એમ ગણીને પોતાનું લેપટોપ રેડી કરી રાખ્યું હતું. ઓફીસે થી તેના માટે આવેલા તથા બીજા ઈમેઈલ ચેક કર્યાં અને બધાજ ઈમેઈલ નાં રીપ્લાય કર્યા,અને પછીથી નીચે ડ્રોઈંગરૂમમાં આવીને બેઠી. ત્યારે અદિતી કીચન માં જ હતી, અંજુ ને અચાનક એક વિચાર આવ્યો, કે જીવનનો આ એવો પહેલો જ દિવસ હતો કે આમ અનુરાગ સર નાં ઘર ની મહેમાન બની ને તે રાત્રે ત્યાં રોકાઈ હોય, ઈન્ડીયા માં હતી ત્યારે પણ એક વખત નિશી મેડમ પોતે જ અંજલિ ને તેમની સાથે તેમના ઘરે લઈ ગયા હતા તેનાં સિવાયનો કોઈ પ્રસંગ અંજુ ને યાદ ન્હોતો. એક અનોખો અહેસાસ અને કોઈ અલગ પ્રકારની લાગણી અંજુ ને તે સમયે મહેસૂસ થઇ. ક્યારેય નાં અનુભવી હોય તેવી અલગ જ પ્રકારની લાગણી હતી.અંજુ એ સ્હેજ વાર માટે આંખો બંધ કરી દીધી,પલક ઝપકતા જ છેક અનુરાગ સર ને ત્યાં જોબ કરતી હતી ત્યાર થી હાલ છેક અમેરિકા માં અનુરાગ સર નાં ઘરે તેના દિકરા પ્રયાગ નું રહેવું અને અમેરિકા ની ફી પણ અનુરાગ સરે જ ભરી દીધી હતી. અને સાથેસાથે અદિતી ની ફી પણ તેમણેજ...
અંજુને ફરી ફરીને અનુરાગ સર પ્રત્યે માન ની લાગણી થઈ આવતી હતી.
આગલી રાત્રે જે દુર્ઘટના ઘટિત થઈ હતી તેમાં આમતો કોઈને દેખીતો ઘાવ ન્હોતો પડ્યો, પરંતુ કોણજાણે આજે સવારે અંજુ જ્યારે ઉઠી ત્યારે તેને થોડા થોડા ચક્કર આવી ગયા હતા, પરંતુ અંજુ એ તે બાબાત ને બહુ સિરીયસ ન્હોતી લીધી.ત્યારે તેને એવુ હતુ કે સફર માં બરાબર ઉંઘી ન્હોતી શકી એટલે આમ થયું હશે એટલે તેણે તે વાત ને કોઈને કહી પણ નહોતી. ડ્રોઈંગરૂમમાં બેઠેલી અંજુને મઝા નહોતી આવી રહી એટલે ત્યાં થી ઉભી થઈ અને બહાર ગાર્ડન માં રાખેલા સોફા પાસે ગઈ જ્યાં અનુરાગ સર પહેલે થી બેઠેલા હતા અને ન્યુઝ પેપર વાંચી રહ્યા હતા.અનુરાગ સર અમેરિકા માં પણ તેમનું મનગમતું ન્યુઝ પેપર મંગાવતા હતાં. ન્યુઝ પેપર વાંચી રહેલા અનુરાગ સર નું ધ્યાન તરત જ ત્યાં આવેલી અંજુ પર પડ્યું.
ઓહહ...ગુડ મોર્નિંગ અંજુ.. આવ બેસ, કેવી તબિયત છે ? કોઈ નાની મોટી ઈન્જરી જેવું તો નથી થયું ને ? મેં જોયેલું છે કે ઘણીવખત અમુક ઈન્જરી માં પાછળથી ખબર પડે છે, જે દેખાતુ નાં હોય પરંતુ બેઠો માર કે શરીર ની અંદર કોઈ ઈન્જરી થઈ હોય તો તે પાછળ થી ખબર પડે છે...એટલે થોડું તારી રીતે ધ્યાન રાખજે.
યસ...સર, ગુડ મોર્નિંગ..આમ તો એવુ કશુ લાગતુતો નથી પણ આજે સવાર થી થોડાક ચક્કર આવતા હોય તેવું લાગે છે, પણ એતો ઠીક થઈ જશે, શક્ય છે કે લાંબી મુસાફરી માં થોડોક થાક હોય અને ગઈકાલે ઉજાગરો પણ થયો છે.. તો કદાચ તેના લીધે જ હશે.
અંજલિ ની વાત સાંભળી ને તરજ અનુરાગ સર નાં કપાળ પર ચિંતા ની લાંબી રેખા ખેંચાઇ ગઈ, ચહેરો પણ અતી ગંભીર થઈ ગયો.
અંજુ...પ્લીઝ ટેક ઈટ સિરીયસલી, હું પણ તને આટલા વર્ષો થી ઓળખું છું અને મને ખ્યાલ છેકે તે ક્યારે પણ માથું દુઃખે છે તેવી કંપલેન પણ નથી કરી. અને ભુલીશ નહીં કે ગઈ કાલે રાત્રે તારી કાર નો એકસીડન્ટ થયો હતો, અને ભલે દેખાય નહીં પણ જો માથા માં અંદર કોઈ જગ્યાએ વાગ્યુ હશે તો બાબત બહુ ગંભીર જ કહેવાય.
સર...આપની વાત સાચી છે, હું સમજુ છું, પણ આપણે થોડીકવાર રાહ પણ જોવી જોઈએ ને ? આઈ થીન્ક જો સાંજ સુધીમાં સારું નહી થાય તો હું ચોક્કસ ડોક્ટર ની સલાહ લઇશ.
અંજુ શક્ય હોય તો સાંજ સુધી પણ રાહ નથી જોવી, એક કામ કર હું શ્લોક ને કહું છું તે ડોક્ટર ને કહી ને તને ફરીથી ચેક કરવા ઘરે વીઝીટ પર આવી જાય.
સ્હેજ રોકાઈ ને ફરીથી બોલ્યા....નો આઈ થીંક આપણે જ તેમની હોસ્પિટલ માં જવું જોઇએ, અને તારુ સીટી સ્કેન કરાવી લઈએ જેથી બધું ખબર પડે.
ઓહહ...નો સર..હાલ એવુ નથી લાગતું કે એટલું ગંભીર હોય..
અંજુ...નો...આપણે આજે ડોકટર પાસે જઈને બતાવી દઈએ.
અનુરાગ સર તથા અંજલિ વાતો કરતા હતા ત્યાં જ અદિતી
આવી....જયશ્રી કૃષ્ણ મમ્મીજી...જય શ્રી કૃષ્ણ સર...કહીને અદિતી અનુરાગ સર તથા અંજુ ને પગે લાગી.
અંજલિ તથા અનુરાગ સરે અદિતી ને ખુશ રહો બેટા કહીને આશીર્વાદ આપ્યા.
મમ્મીજી ..સર આપ આવી રહ્યા છો ને ? બ્રેકફાસ્ટ,ચ્હા, કોફી અને હા સર..આપનું ફેવરેટ બૉર્નવીટા બધુ રેડી છે. અને મમ્મીજી લંચમાં આપને શુ ફાવશે ?? આપ કહો તે મુજબનું જમવાનું બનાવડાવુ.
બેટા..અદિતી બધા રેડી થઇ ને આવી ગયા છે ? અંજુ બોલી તો ખરી પણ તેનાં ચહેરા પર માથું દુઃખી રહ્યું હતું તે સ્પષ્ટ વર્તાતુ હતું.
જી મમ્મીજી...શ્લોક ભાઈ,ભાભી અને પ્રયાગ બધા રેડી છે અને આપની તથા સર ની રાહ જોવાય છે. પણ...મમ્મીજી આપની તબિયત તો સારી છે ને ? આપનાં ચહેરા પર થી એવુ લાગે છે કે આપને ઠીક નથી.
અરે..નાં નાં બેટા...એતો અમસ્તું થોડું માથુ દુખે છે બસ...પણ એતો હમણાં ચ્હા પીસ એટલે દુખાવો બંધ થઈ જશે.
ઓ.કે.મમ્મીજી દવા લઈ લો નહી તો આપણે ડૉક્ટર પાસે જતા આવીએ.
હાલ નથી જવું બેટા...કદાચ મોડા જરૂર લાગશે તો જઈશું. આ વહુ અને સાસુ ની વાતો અનુરાગ સર સાંભળતા હતા..એટલે બન્ને ની વાત પુરી થયા પછી બોલ્યા..
અદિતી બેટા તમે સાચાજ છો, મને પણ એવુ લાગ્યુ જ હતું કે અંજુ ને ઠીક નથી. હું હમણાં જ શ્લોક ને કહી ને ડોકટર ની આજ ની જ એપોઈન્ટમેન્ટ લેવડાવુ છું.
અંજલિ હસતા હસતા ઉભી થઈ અને બોલી..લો હવે અંદર ચાલો સર...હવે...મને હમણાં સારું થઈ જશે.
અંજલિ અને અનુરાગ સર બન્ને અમેરિકા ની તાજગી સભર સવાર માં અનુરાગ હાઉસ નાં વિશાળ ગાર્ડન ની લોન માં થી તેમનાં પરિવાર સાથે બ્રેકફાસ્ટ લેવા માટે અદિતી ની આગેવાની માં ચાલતા ચાલતા ઘર માં ગયા.
અંજલિ એ ડાઈનીંગ ચેર પર તેમની રાહ જોતા પરિવાર જનો ને જોયાં એટલે મન નાં કોઈ ખૂણામાં આનંદ થયો, એક ગજબ ની હાશ અને મીઠાશ થઈ. વાહ...હે માં અંબા તમારો ખુબ ખુબ આભાર... આ પરિવાર ને આમજ જોડેલો તથા ખુશ રાખજો. એક જ ટેબલ પર ટેબલ ની સામ સામે બે ચેર ગોઠવવામાં આવી હતી તેમાં એક મા ઘરનાં વડીલ તથા મુખ્ય વ્યક્તિ તરીકે અનુરાગ સર બેઠા અને સામે ની બીજી ચેર ખાલી હતી. જ્યારે એક સાઈડ માં તેમની બાજુ ની ચેર માં અંજલિ, પ્રયાગ તથા અદિતી બેઠા અને સામેની બે ચેર માં શ્લોક તથા સ્વરા બેઠા.
તરતજ કિચન માં થી મહારાજે આવી અને બધા માટે ચ્હા તથા અનુરાગ સર માટે બોર્નવીટા રેડી કરીને તેમના ટેબલ પર ગોઠવી દીધું. નાસ્તામાં ગરમાગરમ પરોઠા, અને બટેટા પૌંઆ આપ્યા. અને અંતે ફ્રૂટ.
અંજલિ તથા અનુરાગ સર નાં જીવનનો આ પહેલો જ પ્રસંગ હતો કે જ્યારે આમ સવાર સવારમાં એક સાથે અને એકજ ટેબલ પર સહ પરિવાર ચ્હા નાસ્તો કરવા બેઠાં હતાં. જોકે હાલ જ્યાં સુધી અંજુ તથા અનુરાગ સર અંહી યુ.એસ માં રહેવાના હતા ત્યાં સુધી તો આ સિલસિલો કાયમ જ રહેવાનો હતો.બધાયે ખુબ વાતો કરી અને અનુરાગ સરે શ્લોક ને અંજુ માટે ડોકટર ની એપોઈન્ટમેન્ટ લેવડાવી લીધી.
જ્યારે જ્યારે અનુરાગ સર યુ.એસ આવતા ત્યારે તે પણ શ્લોક ની સાથેજ ઓફીસે જતા હતા જેથી પોતાની દેખરેખ રહે અને સ્ટાફ નો પણ ઉત્સાહ જળવાયેલો રહે.
જ્યારે અદિતી અને પ્રયાગ પણ ઓફીસે જ જતા હતા પરંતુ અદિતી પોતાની સાસુ તથા તેના આઈડલ અંજલિ ને વધારે સમય આપવા માંગતી હતી એટલે તેણે ઓફીસમાં જ્યાં સુધી અંજુ અમેરિકા થી પાછી નાં જાય ત્યાં સુધી ને લીવ લીધેલી હતી.એટલે તે પણ ઘરે રહી.અનુરાગ સર ,શ્લોક તથા પ્રયાગ બધા એક જ કાર માં ઓફીસે ગયા જ્યારે અંજલિ,સ્વરા તથા અદિતી માટે બીજી કાર અને ડ્રાઈવર ઘરે રોકાઈ રહ્યા.
આજે સ્વરા નાં ઘરે અંજલિઆન્ટી આવ્યા હતાં, એટલે સ્વરા એ અંજુ ને કીધું...
આન્ટીજી આપને શું જમવું છે ?? આપ કહો તે જમવાનું બનાવડાવુ.
બેટા...મને તો બધુંજ ફાવસે અને ચાલશે, પરંતુ સર પણ જમવાના છે તો મને યાદ છે કે તેમને દૂધપાક ભાવે છે, તો તે જ બનાવડાવીશું ??
હા...આન્ટી રાઈટ...બટ...એકચ્યુઅલી જો આપ બનાવો તો વધારે મઝા આવે. મહારાજ ને એટલું નહી ફાવે, અને મને કે અદિતી ને પણ કદાચ નહીં જ ફાવે.
અરે...નેકી ઔર પુછ પુછ ?? મારા સર જમવાના હોય અને હું રસોઇ બનાવુ તે તો મારૂં અહોભાગ્ય કહેવાય...હું ચોક્કસ બનાવીશ..કહી ને અંજુ પોતે કીચન માં પહોચી ગઈ અને મહારાજ ની સાથે પોતે પણ રસોઈ બનાવડાવવા લાગી.
આજે પહેલીવાર જ આમ અંજુ તેનાં સર માટે જમવાનું બનાવતી હતી, એટલે એને મન તો અનેરો ઉત્સાહ હતો.આટલા વર્ષો થી અનુરાગ સર ની સાથે કામ કરતી અંજલિ, પરંતુ ક્યારેય અનુરાગ સર અંજુ નાં ઘરે કે અંજુ અનુરાગ સર નાં ઘરે જમવા ગયા હોય તેવો પ્રસંગ જ નહોતો બન્યો, અંજુ એ ખુબ પ્રેમ થી બધાય માટે ગરમાગરમ રસોઈ બનાવી, બદામ પિસ્તા વાળો ગરમ દૂધપાક,ટીંડોડા અને બટાકા નું શાક, પૂરી ,કચુંબર,પાપડ,આચાર...
રસોઈ બનતી હતી તેમ અંજુને હવે માથા નો દુખાવો પણ થોડો વધતો હતો, પણ જાણી ને અજાણ બની ને અંજુ રસોઈ બનાવતી રહી.તેને તો આજે ઘણા વર્ષો જુનું તેનું સ્વપ્નું હતું કે એક વખત સર ને મારા હાથે જમવાનું બનાવીને ખવડાવીશ તે પરુ થતું નજર આવતું હતું. એટલે ઉત્સાહ માં જ હતી...બહાર સ્વરા તથા અદિતી અંજુ તથા અનુરાગ સર ને વીક એન્ડ માં ક્યાં ફેરવવા લઈ જઈશું તેની મથામણ કરતા હતાં.
એકાદ કલાક નાં સમય પછી અંજુ કીચનમાં થી બહાર આવીને સ્વરા તથા અદિતી ની સાથે બેઠી, તેને કશુંક યાદ આવ્યું એટલે ઉપર નાં માળે તેનાં રૂમમાં ગઈ અને બેગ માંથી બધાય ના માટે લાવેલી ગીફટ લઈને આવી ગઈ. અનુરાગ સર આવવાના છે તે તો અંજુ ને ખ્યાલ જ ન્હોતો એટલે તેમનાં માટે કોઈ ગીફ્ટ નહોતી લાવી, પરંતુ તેનાં દિકરા પ્રયાગ માટે લાવેલી ટી.શર્ટસ માંથી અનુરાગ સર ને શોભે તેવી બે ટી.શર્ટસ અંજુ એ અનુરાગ સર માટે અલગ કાઢી લીધી.
અદિતી અને સ્વરા ની પાસે આવીને અંજુ એ સૌથી પહેલાં સ્વરા માટે લાવેલી ગીફ્ટ તેને આપી, ઘર માં શોભે તેવા શો પીસ, અને સ્વરા તથા શ્લોક બન્ને ની ગીફ્ટ તેણે સ્વરા ને જ આપી...બેટા સ્વરા આ લે...આ સર માટે છે...કહી અંજુ એ ટી.શર્ટસ ની થેલી તેને આપી.
ઓહહહહ....આન્ટી થેન્કયુ સો મચ...પણ આટલું બધુ ના લાવતા તો પણ ચાલતું ને...!! અને આ તો પપ્પાજી નું છે તો આપ જાતે આપનાં હાથે જ તેમને આપજો ને..એમને પણ ગમશે...કહી સ્વરા એ તે બેગ અંજુ ને પરત આપી.
અંજલિ એ બાજુમાં બેઠેલી અદિતી ને તેનાં માટે લાવેલી ગીફ્ટ આપી અને પોતાનાં લાડકા પ્રયાગ માટે લાવેલી વોચ,પરફયુમ અને ટી.શર્ટસ ની એક બેગ પણ અદિતી ને હાથ માં આપી...આ લો બેટા...આ મારા આશીર્વાદ સમજીને સ્વીકાર કરો.
અદિતી મનોમન ખુશ હતી,હરખાતી હતી,અને પહેલી વાર જ પોતાના માટે આટલી કીંમતી ભેટો જોઈને થોડી સંકોચ પણ કરતી હતી.
મમ્મીજી....આટલી કીંમતી ભેટ....મેં ક્યારેય...અટકી ગઈ અદિતી.
બેટા...અદિતી...કોઈ ની પણ લાવેલી ગીફ્ટ ની કિંમત નાં જોવાય,આપવા વાળા નાં દિલ ના ભાવ જોવાય...અને રહી વાત તારા માટે લાવવાની તો મારા જીવનમાં પ્રયાગ અને હવે તુ....આનાથી વધારે શું છે
??? આ બધુંજ જે મેં મેળવેલું છે તે બધુ જ તમારા બન્ને નું તો છે.
અદિતી મૌન થઈ ગઈ...કશું જ ના બોલી શકી...બસ હરખ ના આંસુ થી આંખો છલકાઈ ગઈ...તેની.
લંચ નાં સમયે અનુરાગ સર, શ્લોક તથા પ્રયાગ બધા સાથેજ ઘરે આવ્યા અને બધાય અંજલિ નાં હાથ ની રસોઈ જમ્યા.અંજુ મનથી બહુ રાજી હતી આજે.
સ્વરા એ શ્લોક ને અંજલિ જે ગીફટ લાવી હતી તે આપી તથા અદિતી એ પણ ભાવવિભોર થઈ ને પ્રયાગ ને બધી જ ગીફ્ટ બતાવી તથા આપી. ગીફ્ટ જોઈને પ્રયાગ પણ ખુશ થઈ ગયો...અને બોલી ઉઠ્યો....વાઉ...આ બધુ મમ્મી જ લાવી શકે.
અંજલિ એ અનુરાગ સર ને તેનાં માટે અલગ કાઢેલી ટી.શર્ટસ ભેટ કરી...ત્યારે અનુરાગ સર પણ મન થી ખુશ થઈ ગયા...ક્યારેય કોઈની પણ ગીફ્ટ નહીં સ્વીકારુ તે વચન અનુરાગ સરે પોતાની જાત ને જ આપ્યું હતું...અંજુ એ લાવેલી ગીફ્ટ ની કિંમત ગમે તે હોઈ શકે, પરંતુ તેનું મુલ્ય અનુરાગ સર માટે બહુ મોટું હતુ. સ્હેજ વાર તે ગીફ્ટ ને તેમની પાસે રાખીને પછી અનુરાગ સરે પ્રયાગ ને બોલાવ્યો...આ લે બેટા..આ અંજુ એ મને આપ્યું છે, જીવનપર્યંત આ પહેલો પ્રસંગ છે કે મેં કોઈ વ્યક્તિ એ આપેલી ગીફ્ટ ને સ્વીકારી છે...હું જાણું છુ કે કદાચ મારો આ નિર્ણય અંજુ ને નાં પણ ગમે...પરંતુ તેમ છતાં પણ જણાવું કે હું મારી જાત સાથે વચન બદ્ધ છું...હું આ અંજુ ને કારણે સ્વીકાર કરુ છું...પરંતુ હું આ ગીફટ તને આપુ છું.
અંજલિ ની આંખો ભરાઈ ગઈ...સૉરી સર મને યાદ ના રહ્યું કે આપ નહીં સ્વીકારી શકો, નાહક નું જ આપને...
અરે...ના ના ઈટ્સ ઓ.કે....અંજુ...મેં સ્વીકારી ને ?? પણ ફરી થી તેને પ્રયાગ ને જ આપુ છુ.
અંજુ એ હમમમ...કહી ને જવાબ તો આપ્યો..પણ મન માં તે સમજતી હતી કે મને યાદ રહેવું જોઈતું હતું..
સાંજે અંજુ ની એપોઈન્ટમેન્ટ હતી, ડોક્ટર ને મળીને તેનાં માથા ના દુખાવા માટે શુ કારણ હોઈ શકે તે જાણવાનું હતું. અંજુ નું ચેકઅપ કરાવવા પ્રયાગ,અદિતી, સ્વરા તથા અનુરાગ સર ગયા, જ્યારે શ્લોક ઓફીસે ગયો.
ડોકટર ની એપોઈન્ટમેન્ટ લીધેલી હતી એટલે તરતજ અંજલિ ને તપાસવા તેમની કેબીનમાં બોલાવી લીધી. પ્રાથમિક પૂછતાછ પછી ડોક્ટર ને એવું લાગ્યું કે આ દુઃખાવો મગજ ના આંતરીક ભાગ માં કોઈ ડેમેજ થયું હોય તોજ શક્ય બને. તરત જ ડોકટરે અંજલિ ને સીટી સ્કેન કરવા માટે તૈયારીઓ કરી.સાથે આવેલા પરિવાર નાં સભ્યો ને ડોકટરે વાત સમજાવી અને અંજલિ ને સીટી સ્કેન કરવા માટે સ્ટેચર પર સુવડાવી ને સ્કેનર મશીનમાં મોકલી.

**********( ક્રમશ:)**********