Horror Highway - 2 in Gujarati Horror Stories by Ritik barot books and stories PDF | હોરર હાઈવે - 2

Featured Books
Categories
Share

હોરર હાઈવે - 2

અંશ આ ઘટના બાદ ખૂબ જ દુઃખી રહેવા લાગ્યો હતો. કોઈ સાથે વાતચીત પણ ના કરતો અને એકલો બેઠો બેઠો વિચારો માં ખોવાયેલો રહેતો. અંશ ને બગીચામાં એકલો બેઠેલો જોઈ ને ઇન્સ્પેક્ટર હર્ષ ત્યાં તેની પાસે જઈ ને બેઠા.

"અંશ ! આ ઘટનમાં તારી કોઈ જ ભૂલ નથી ભૂલ તારા મિત્રો ની હતી , જેમણે તને ત્યાં જવા માટે ઉકસાવ્યો." ઇન્સ્પેક્ટર હર્ષ એ કહ્યું.

"આમા મારી જ ભૂલ છે ઇન્સ્પેક્ટર સર , મેજ ત્યાં કાર ના રોકી અને હું જ ત્યાં થી ડરી અને ચાલ્યો ગયો હતો. કદાચ તેઓ પરત ફરત." અંશે કહ્યું.

"અંશ! આતું શું બોલી રહ્યો છે? આ ઘટના બની એમા તારો કોઈ જ વાંક નથી. કારણ કે ગામ વાસીઓ નો પણ કહેવો છે કે , ખરેખર આ બસ ભૂતિયા છે અને આવા કેટલાક બનાવો બન્યા છે."

"હા ઇન્સ્પેક્ટર સર! તમે સાચા છો , કે આ બસ ભૂતિયા છે. અને હવે રાત્રે હું આ બસ માં જવા માટે તૈયાર છું. કોઈ પણ કિંમતે હું મારા મિત્રો ને શોધીશ."

"જો અંશ! તારે ત્યાં જવાની જરૂરત નથી , અમે છીએ ને અમે બધું જ મેનેજ કરી લઈશું."

આમ, ઇન્સ્પેક્ટર હર્ષ ના સમજાવ્યા બાદ અંશ થોડો શાંત થયો. પરંતુ ઇન્સ્પેક્ટર હર્ષ એ આ બસ ભૂતિયા છે એવું જાણી જોઈને કહેલું જેથી , અંશ ત્યાં જાય નહીં. આ શાંતિ અંશ માટે થોડા સમય ની જ હતી.આ વાત ની જાણ થતાં જય અને તેની સાથે ગુમ થયેલા મિત્રો ના માત-પિતા ત્યાં આવી પહોંરયા. બધાય અંશ ને સંભળાવવા લાગ્યા. અંશ ફરીવાર દુઃખી થઈ ગયો હતો. અંશ નો કોઈ સાથ આપી રહ્યો નહોતો. તેના મિત્રો પણ તેના થી દુર રહેવા લાગ્યા હતા.આમ , અંશે એ બસ માં જવાનો નીર્ણય કરી લીધો હતો.

અંશ રાત્રે કોઈ જુએ નહીં એ રીતે હોરર હાઈવે પર જવા માટે નીકળે છે. ત્યાં પહોંરયા બાદ લઘભઘ પંદર મિનિટમાં જ એ બસ ઢોલ અને નગાળા ના અવાજ સાથે ત્યાં આવી પહોરચે છે. અંશ પાસે બસ આવી ને ઉભી રહે છે. બસ ના દરવાજા પાસે જય ઉભો હતો. જય અંશ ને અંદર આવવાનું આમંત્રણ આપી રહ્યો હતો. અંશ બસ માં ચડવા જતો હતો ત્યારે જ , ઇન્સ્પેક્ટર હર્ષ ત્યાં આવી ને અંશ ને બસ માં જવાથી રોકી લે છે, અને ફેશ પર એક થપ્પડ મારે છે.

"અંશ! તને મેં ના પાડી હતી ને અહીં આવવાની? અમે પૂરતી કોશિશ કરી રહ્યા છીએ તારા મિત્રો ને શોધવા માટે , પરંતુ તારે અમારો સાથ આપવા નો છે. તુ આમ કરીશ તોહ અમારો સાથ કોણ આપશે?". ઇન્સ્પેક્ટર હર્ષ એ પ્રશ્ન કર્યો.

"પણ એ લોકો પરત નહીં ફરે તો? એ લોકો બસ માં જ હતા. તેઓ તેમની સાથે હતા." અંશે કહયું.

"આ કઈ રીતે શકાય હોય? મેં તો કોઈ ને ન જોયો બસ માં ! અને તું તારા મિત્રો ના વિચારોમાં છે માટે તને એવું લાગ્યું હશે. આ તારો વહેમ હતો. અને તને અમારા પર વિશ્વાસ છે ને? હશે તો એ જરૂર પરત ફરશે".

"વિશ્વાશ તો છે".

"હા તો ઓહકે ! આ કેશ માં અમારો સાથ આપીશ ને?"

"હા! કેમ નહીં? જરૂર આપીશ".

આમ, અંશ ને સમજાવ્યા બાદ ઇન્સ્પેક્ટર વિધિ ત્યાં આવી પહોરચે છે. ઇન્સ્પેક્ટર વિધિ અંશ ને મજાકમાં કહે છે. " અમે કેટલાક કેશ જોયા એમા કેટલાય વ્યકતિઓ ને મળ્યા પરંતુ , તારા જેવો એન્ટિકપીશ મને હવે જોવા મળ્યો".

આમ, ત્રણેય સાથે હસવા લાગ્યા. આમ , અંશ આ કેશ ને સોલ્વ થતો જોવા માટે ખૂબ ઉત્સાહિત હતો.

અંશ ને ઘેર મૂકી ઇન્સ્પેક્ટર હર્ષ અને ઇન્સ્પેક્ટર વિધિ બહાર ગાર્ડન માં આ બસ અંગે ચર્ચા કરી રહ્યા હતા.

"તમે બસ ને પાસે થી જોઈ તમને લાગ્યું કે આ બસ એક ભૂતિયા બસ છે?" ઇન્સ્પેક્ટર વિધિ એ પ્રશ્ન કર્યો.

"મને તો એવું કંઈ જ નહોતું લાગી રહયું. અને અંદર જવા નો ખતરો પણ ના લેવાય કદાચ આમાં આપડા જીવ નો જોખમ હોય. પરંતુ અંશ કઈ રહ્યો હતો મેં , બસ માં જય અને તેના અન્ય મિત્રો ને જોયો". ઇન્સ્પેક્ટર હર્ષ એ જવાબ આપ્યો.

" એ તેનો વહેમ હશે. એ આ કેશ ની શરૂઆત થી જ દુઃખી છે. તેના મિત્રો ને ફરીવાર જોવા માંગે છે. કદાચ એ જ કારણ છે કે , તેને તેના મિત્રો દેખાય બસ માં . અને હા સૌ પ્રથમ તોહ આપડે એ જાણવા નો છે કે , આ બસ ખરેખર ભૂતિયા છે કે નહીં? ત્યારબાદ જ આ કેશ માં આગળ વધિશું."
આમ , આ ચર્ચા ના પછી ના દિવસે ઇન્સ્પેક્ટર વિધિ બસ ના મલિક પાસે થી ભંગાળ વાળા નો એડ્રેસ મેળવી લે છે , જેને બસ વેંહચી હતી. ત્યાં જઈને જોતા ત્યાં કોઈ ગેરેજ નહોતી. આસપાસ ના લોકો ને પૂછતાછ કરતા જાણવા મળ્યું કે , ગેરેજ તો ત્રણ વર્ષ પહેલાં જ અહીં થી પાસે ની બજાર માં શીફ્ટ કરી નાખી છે. આમ , ગેરેજ ના માલિક નો એડ્રેસ મળતા ઇન્સ્પેક્ટર વિધિ ત્યાં પહોરચે છે. બસ ના મલિક ના જણાવ્યા મુજબ તેનું નામ પ્રફુલ હતું.

"પ્રફુલ તમારું જ નામ છે?" ઇન્સ્પેક્ટર વિધિ એ પ્રશ્ન કર્યો.

"હા, પણ તમે કોણ?" પ્રફુલ એ જવાબ આપ્યો.

"મારુ નામ વિધિ છે અને હું એક પુલિશ ઓફિસર છું. તમને યાદ હોય તોહ આજ થી પાંચ વર્ષ પહેલાં , કોઈ અશોક ભાઈ એ તમને એક ભંગાડ બસ વેંચેલી જેનો અકસ્માત થયો હતો?"

"હા ! યાદ તોહ છે, ત્યારે અમારી ગેરેજ પાસે ના બજારમાં હતી. અશોક ભાઈ પાસે થી મેં બસ ખરીદેલી અને એ બસ મેં તેના ત્રણ મહિના બાદ જ મારા ઓળખીતા હરીશ ભાઈ ને વેંચી નાખી હતી".

"હા તોહ હરીશ ભાઈ નો અડ્રેસ હશે તમારી પાસે? "

"હા તેમની ટ્રાવેલ એજન્સી અહીં પાસે જ છે. ટ્રાવેલ એજન્સી નું નામ હરીશ ટુરિસમ છે".

આમ, એ બસ કોની પાસે છે ? એ જાણવા થી એ વાત ની જાણ તો થઈ જવાની છે કે , આ રાત્રે નીકળતી બસ ભૂતિયા છે કે પછી?

હરીશ ભાઈ ની ટ્રાવેલ એજેન્સી શોધ્યા બાદ તેમને આ બસ અંગે થોડી પૂછતાછ કરતા તેમણે જણાવ્યું કે , આ બસ તેમની પાસે જ છે. અને આ બસ અત્યારે તેમની એજન્સી ની બીજી બ્રાન્ચ એટલેકે અંજાર અને મુન્દ્રા હાઈવે પર ચાલે છે. આ સાંભળી ને ઇન્સ્પેક્ટર વિધિ ને એ વાત ની જાણ તો થઈ ગઈ હતી કે , નક્કી કંઈક તો દાળ માં કાળું છે.

ઇન્સ્પેક્ટર વિધિ એ આ વાત ઇન્સ્પેક્ટર હર્ષ ને જણાવી.

"એનો મતલબ એવો છે કે , કા તોહ આ બસ ભૂતિયા છે અથવા આ ઘટના પાછળ કોઈની સાજીશ છે". ઇન્સ્પેક્ટર હર્ષ એ કહ્યું.

"પરંતુ સર! એવું પણ હોઈ શકે ને કે એ ટ્રાવેલ એજન્સી વાળો ખોટું બોલી રહ્યો હોય?" ઇન્સ્પેક્ટર વિધિ એ પ્રશ્ન કર્યો.

"હોઈ શકે કેમ, ન હોઈ શકે? એના પર નજર રાખવી જ પડશે ".

******
રાત્રી સમયે એક વ્યક્તિ એજ હાઈવે પર થી શહેર તરફ જઈ રહ્યો હતો. એ વ્યક્તિ આ રસ્તા થી અજાણ હતો. પુરપાટ ભાગતી તેની ફોર વિલર અચાનક આ શુમસાન હાઈવે પર આવી ને ઉભી રહી ગઈ. વ્યક્તિ એ તેની કારની તપાસ કરી તો જાણવા મળ્યું કે , કાર ના એન્જીન માં કંઈક પ્રોબેલ્મ છે.રાત્રી ના બે વાગ્યા હતા. આ સમયે મેકેનિક પણ ના મળે , માટે તે રસ્તા પર કોઈ આવે તેની રાહ જોઈ રહ્યો હતો. આ વખતે ફરી એજ બસ ઢોલ અને નગાળા વગાડતી ને પહોંચી આવી. આ બસ તે વ્યક્તિ માટે ઉભી રહી.વ્યક્તિ બસ ની અંદર બેસી ગયો. આગળ ની તરફ જતા એ વ્યક્તિ ના અલગ-અલગ ટુકડા કરી નાખવામાં આવ્યા. માનો આ એક ચેતવણી હતી બધાય માટે, જે વ્યક્તિ વરચે આવ્યો એ ગયો.

વહેલી સવારે ગામના એક વ્યક્તિ એ આ વિખરાયેલા શરીર ના અંગો ને જોયો. પેહલા તો તે ડર્યો પરંતુ ત્યારબાદ , તેણે હિંમત કરી ને પુલિશ ને ફોન કર્યો. ઇન્સ્પેક્ટર હર્ષ તેમની ટીમ સાથે ત્યાં પહોંચી ગયા. ઇન્સ્પેક્ટર હર્ષ જાણતા હતા કે , આ એજ બસ કરી રહી છે. આ બસ પાછળ જેની પણ સાજીષ છે, તે બચવા નો નથી. ઇન્સ્પેક્ટર હર્ષ એ તેમની ટીમ ના બે મેમ્બર ને આગળ જઈ ને આજુબાજુ કોઈ સીસીટીવી છે , કે નહીં? એ અંગે જાણકારી મેળવવા નો હુકમ કર્યો.

થોડા સમય બાદ તેમના બે ટીમ મેમ્બર ત્યાં આવી પહોંચ્યાં. તેમના એક ટીમ મેમ્બરે જણાવ્યું કે, અહીં આગળ ની તરફ લઘભઘ પાંચ થી છ કિમી આગળ કેટલાક કેમેરા લાગેલા છે.આમ , ઇન્સ્પેક્ટર હર્ષ આ કેમેરા ના સીસીટીવી રૂમમાં કાલ રાત્રીની ફૂટેજ ચેક કરે છે. પરંતુ તેમને એ હત્યા થયેલા વ્યક્તિ ની કાર ત્યાં થી પસાર થઈ તેના સિવાય કંઈ પણ મળ્યું નહીં.

આગળ હોરર હાઈવે પર જતાં એક વ્યક્તિ ને અહીં કોઈ શોર્ટકટ છે, કે નહીં? એ અંગે જાણકારી મેળવી. ઇન્સ્પેક્ટર હર્ષ નું માનવું હતું કે , જો એ બસ મેન હાઈવે પર થી પસાર જ નથી થઈ તો કદાચ , શોર્ટકટ રસ્તા પર થી ગઈ હોય.

આગળ એ શોર્ટકટ પર જતાં ત્યાં ફાર્મ હાઉસ સિવાય કંઈ જ નહોતું. ફાર્મ હાઉસ તરફ નજર કરતા ત્યાં , કેટલાક સીસીટીવી કેમેરા નજરે ચડ્યા. ઇન્સ્પેક્ટર હર્ષ ત્યાં બેઠેલા વોચમેન પાસે જઈ ને આ ઘટના અંગે જાણ કરી. ત્યારબાદ ઇન્સ્પેક્ટર હર્ષ એ સીસીટીવી કેમેરા ચેક કર્યા. આ કેમેરા ચેક કર્યા બાદ પણ કંઈ નજરે ન ચડ્યું.

"એક વાત કહો આ ફાર્મ હાઉસ અહીં કેટલા સમય થી છે?" ઇન્સ્પેક્ટર હર્ષ એ પ્રશ્ન કર્યો.

"આ ફાર્મ હાઉસ અહીં આઠ વર્ષ થી છે". વોચમેન એ જવાબ આપ્યો.

"અને આ સીસીટીવી કેટલા સમય થી અહીં લાગેલા છે?"

"આ સીસીટીવી પણ શરૂઆત માં જ લગાવ્યા હતા".

"તો તમારી પાસે આઠ વર્ષ પહેલાં ની પણ ફૂટેજ હશે ને?"

"હા સાહેબ અમારી પાસે આઠ વર્ષ પહેલાં ની પણ ફૂટેજ છે".
આમ , ઇન્સ્પેક્ટર હર્ષ પાંચ વર્ષ પહેલાં ની ફૂટેજ ચેક કરે છે. પાંચ વર્ષ પહેલાં જ્યારે એ બસ અને ટ્રક નો અકસ્માત થયો હતો ત્યારે એ ટ્રક ડ્રાઈવર નાશી છૂટ્યો હતો. આમ, ઇન્સ્પેક્ટર હર્ષ જાણતા હતા કે , આ બધું રોકવું છે તો એ ટ્રક ના ડ્રાઇવર ને શોધવું જ પડશે. ઇન્સ્પેક્ટર હર્ષ નું માનવું હતું કે , એ ડ્રાઈવર જાણતો હશે કે , આગળ સીસીટીવી કેમેરા છે માટે , તે આ શોર્ટકટ રસ્તા પર થી જ ગયો હશે. આમ, કદાચ એ ટ્રક ના નંબર પ્લેટ અંગે જાણકારી મળી જાય. હવે આગળ કઈ ઘટનાઓ ઘટવા ની છે ? એ જાણવા માટે આપડે થોડી રાહ તો જોવી જ પડશે.


સીસીટીવી ફૂટેજ ની તપાસ કરતા આ ટ્રક નજરે ચડી. ટ્રક ના નંબર પ્લેટ પર જૂમ કરતા ટ્રક નો નંબર જ દેખાયો નહીં. આ ટ્રક ના નંબર પ્લેટ થોડા જાંખા પડી ગયા હતા. ઇન્સ્પેક્ટર હર્ષ આ ફૂટેજ જોઈ અને નિરાશ થઈ ગયા. તેમના મનમાં કેટલાક વિચારો આવવા લાગ્યા. તેમણે આ કેશ જલ્દી થી જલ્દી સોલ્વ કરવા નો છે. આ કેશ નો અંત ક્યારે આવશે? આ બધું શા માટે થઈ રહ્યું છે? આવા કેટલાક પ્રશ્નો ના જવાબ ઇન્સ્પેક્ટર હર્ષ ને શોધવા ના હતા.

ટ્રક ના નંબર ની સાથે સાથે ટ્રક ડ્રાઈવર નો ફેશ પણ દેખાયો નહીં. કારણ કે, ટ્રક ડ્રાઈવર એ ફેશ પર રૂમાલ બાંધેલો હતો.આમ, ના તો ડ્રાઈવર નો ફેશ અને ના તો ટ્રક નો નંબર પ્લેટ હાથે ચડ્યો. અને ટ્રક પર કંઈ જ લખેલું નહોતું જેથી આ ટ્રક કોનું અને કયાનું છે? એ અંગે પણ જાણકારી મળી નહીં.

ત્યારબાદ ઇન્સ્પેક્ટર હર્ષ વોચમેન સાથે આ અંગે થોડી ચર્ચા કરે છે.

"તમે અહીં કેટલા વર્ષો થી કામ કરો છો?" ઇન્સ્પેક્ટર હર્ષ એ પ્રશ્ન કર્યો.

"સાહેબ! મને અહીં કામ કરતા ત્રણ વર્ષ થયાં છે". વોચમેન એ જવાબ આપતા કહ્યું.

"તોહ , તમે આ જગ્યા વિષે આવળું બધું કઈ રીતે જાણો છો?"

"આ તોહ , માલિક સાથે ક્યારેક ચર્ચા કરું ત્યારે આ જગ્યા વિષે થોડી જાણકારી મેળવી લઉ છું".

"તમારી પેહલા જે વોચમેન હતો એને શા માટે કાઢી મુક્યો?"

"સાહેબ એના વિષે તોહ કોઈ ખબર નથી મને".

"આ ફાર્મ નો માલિક કોણ છે? અને ક્યાં રહે છે?"

"આ ફાર્મ ના માલિક નું નામ અજય છે. અને તેઓ અહીં અમદાવાદમાં જ રહે છે".

આમ, આ ફાર્મ ના માલિક નું એડ્રેસ મેળવ્યા બાદ ઇન્સ્પેક્ટર હર્ષ ઇન્સ્પેક્ટર વિધિ સાથે ફાર્મ માલિક ના ઘેર જવા માટે નીકળે છે.

"સર! ડ્રાઈવર નો ફેશ દેખાયો નહીં અને નંબર પ્લેટ પણ જાંખા પડી ગયા હતા. એનો મતલબ એવો તો નથી ને કે , આ ડ્રાઈવર સાથે એ જૂનો વોચમેન પણ આ ઘટનામાં સામેલ છે?" ઇન્સ્પેકટર વિધિ એ પ્રશ્ન કર્યો.

"હોઈ શકે, આ વોચમેન મડી જાય તો કદાચ આ કેશ માં કેટલાક ખુલાશાઓ થાય". ઇન્સ્પેક્ટર હર્ષ એ જવાબ આપતા કહ્યું.

આમ , ઇન્સ્પેક્ટર હર્ષ ની ટીમ અમદાવાદ અજય ના ઘેર પહોરચે છે. ઇન્સ્પેક્ટર હર્ષ અજય સાથે થોડી પુછતાછ કરે છે.

"તોહ , અજય! તે ફાર્મ ના જુના વોચમેન ને કાઢી મુક્યો એનું કારણ શું?" ઇન્સ્પેક્ટર હર્ષ એ પ્રશ્ન કર્યો.

"સર! એ વોચમેન રોજ રાત્રે દારૂ ના નશા માં ત્યાં ડ્યૂટી પર આવતો અને તેના કેટલાક મિત્રો ને પણ સાથે લાવતો. ફાર્મ હાઉસ પર મિત્રો સાથે દારૂ પીતો અને ગંદગી કરતો.માટે , મેં તેને કાઢી મુકેલો". અજય એ જવાબ આપતા કહ્યું.

"તોહ! એ વોચમેન એ કેટલા સમય તારે અહીં કામ કરેલું?"

"ફાર્મ બન્યો તેની શરૂઆત થી જ તે અહીં કાર્ય કરતો.શરૂઆત ના સમય માં બધું બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ તેના કામેં લાગ્યા ના પાંચમા વર્ષે અચાનક થી તે બગડી ગયો. તેના પાસે અચાનક પૈસો વધી ગયો. તેના સ્વભાવમાં અચાનક પરિવર્તન અને ઘમંડ આવી ગયો. દારૂ વાળી ઘટનાઓ ની સાથે જ આ ઘટના ઓ ના કારણે મેં તેને કાઢી મુક્યો હતો".

"તમારી પાસે એ વોચમેન નું એડ્રેસ તો હશે જ ને?"

"હા! એ વોચમેન ત્યાં પાસેજ કામધેનુ નગર માં રહેતો હતો. પરંતુ હવે ત્યાં જ રહે છે કે, નહીં તે અંગે જાણકારી મારી પાસે નથી".

આમ, એ વોચમેન કામધેનુ નગર નો છે , એ વાત સાંભળી ઇન્સ્પેક્ટર હર્ષ થોડા આશ્ચર્યમાં પડ્યા. અને તેમના મનમાં કેટલાક વિચારો પણ આવવા લાગ્યા. આગળ આ કેશ માં શું થવાનું છે? એ વોચમેન મળશે? એ વોચમેન આ ઘટનામાં સામેલ છે કે નહીં? આ પ્રશ્નો ના જવાબ તો આપણે આગળ આવનાર સમયમાં જ મળવા ના છે.


ઇન્સ્પેક્ટર હર્ષ તેમની ટીમ સાથે જુના વોચમેન ના ઘેર પહોંચે છે. કામધેનુ નગર બે ના મકાન નંબર એક સો ને ત્રીસ માં રહેતા ખીમજીલાલ જ એ જુના વોચમેન હતા. પરંતુ તેમની ઉંમર પર થી લાગી નહોતું રહ્યું કે , તેઓ આ સાજીશ માં સામેલ હોય. વાળ ધોળા, મઢળાતી તેમની ચાલ , અવાજ બેસી ગયેલો આ પર થી તેમની ઉંમર નો અંદાજો લઘભઘ સિત્તેર એક વર્ષ નો આવતો હતો.

"ખીમજી ભાઈ તમે જ ને?" ઇન્સ્પેકટર હર્ષ એ પ્રશ્ન કર્યો.

"હા દીકરા! પણ તમે કોણ?" ખીમજીલાલ એ જવાબ ની સાથે પ્રશ્ન મુક્યો.

"ખીમજી ભાઈ! હું , પુલિશ ઇન્સ્પેક્ટર છું. તમારી સાથે થોડી પૂછતાછ કરવાની છે".

"દીકરા! મારી સાથે શું પૂછતાછ કરવી છે?" ખીમજીલાલ એ પ્રશ્ન કર્યો.

"ખીમજી ભાઈ! તમે પેહલા અહીં બાજુ ના હાઈવે પર આવેલા ફાર્મ પર વોચમેન હતા ને?"

"હા, પરંતુ એ નોકરી માંથી નીકળ્યો તેને ત્રણ ચાર વર્ષ જેવા થઈ ગયા છે".

"પરંતુ ફાર્મ નો માલિક તો કહેતો હતો કે , તમને એણે કાઢી મુક્યા હતા".

"ના દીકરા હવે ઉંમર થઈ ચૂકી છે મારી , એમ વિચારી ને હું ત્યાં નોકરી પર થી નીકળી ગયો હતો".

આ જવાબો સાંભળી ને ઇન્સ્પેક્ટર હર્ષ આશ્ચર્યચકીત થઈ ગયા. અને બહાર જઈ અને ઇન્સ્પેક્ટર વિધિ સાથે થોડી ચર્ચા કરવા લાગ્યા.

" સર! આ ખીમજીલાલ ની ઉંમર પર થી એવું લાગતું નથી કે , તેઓ ખોટું બોલતા હોય". ઇન્સ્પેક્ટર વિધિ એ કહ્યું.

"તોહ! ખોટું બોલી કોણ રહ્યું છે? અજય કે પછી ખીમજીલાલ? ખીમજીલાલ નું કહેવું છે કે , તે પોતાની જાતે જ નોકરી પર થી નીકળી ગયો હતો. પરંતુ અજય કહે છે કે, મેં તેને કાઢી મુક્યો હતો".

"સર! પરંતુ હું ખોટી પણ હોઈ શકું ને? આઈ મીન કે , આ ખીમજીલાલ ખોટું પણ બોલતો હોય".

"આ ખીમજીલાલ ને તોહ સાચું બોલવું જ પડશે હવે".

આમ, ઇન્સ્પેક્ટર હર્ષ ફરી ખીમજીલાલ પાસે જઈ પૂછતાછ કરે છે.

"જુઓ , તમે ઉંમર માં મોટા છો એનો મતલબ એ નથી કે , તમે બચી જશો. મને અંદર થી વિશ્વાસ છે કે , તમે ખોટું બોલી રહ્યા છો".

"દીકરા! તું તારી જગ્યા એ સાચો છે. પરંતુ, આ ડોશો તેની જિંદગી આખી એકલો જીવ્યો છે. ખોટું બોલતા પણ શીખ્યો નથી હું તોહ". ખીમજીલાલ એ પ્રશ્ન કર્યો.

" પરંતુ ફાર્મ નો માલિક કહે છે કે , તમે રોજ દારૂ પીતાં, જુગાર રમતા એવું બધું કરતા".

"એતો કહેવાનો જ ને, મારા દીકરા ને હું સારી રીતે ઓળખું છું. જીવનભર મને સતાવ્યો છે".

"શું? એ તમારો દીકરો છે?"

"હા , એ મારો જ દીકરો છે. અને હા એ ફાર્મ નો માલિક પણ નથી".

"શું?તમારો પુત્ર ફાર્મ નો માલિક જ નથી? તોહ! આ ફાર્મ નો માલિક છે કોણ?"

"એ તોહ હું પણ નથી જાણતો. આ ફાર્મ મારા દીકરા ને સોંપ્યો ત્યારે હું ત્યાં જ હતો. પરંતુ એ કોણ હતો? એ કેવો દેખાતો હતો?એ હું પણ નથી જાણતો".

"પરંતુ તમારો પુત્ર ફાર્મ નો માલિક કઈ રીતે બન્યો?"

"હું ત્યાં ફાર્મ પર વોચમેન તરીકે કાર્ય કરતો હતો. મારો પુત્ર ત્યારે મારી સાથે જ રહેતો. મેં જ મોટો કર્યો છે તેને. માં તો જન્મ આપ્યા ના બે વર્ષ બાદ માંદગી ના કારણે ગુજરી ગઈ હતી. આ ફાર્મ ના માલિક નો નોકર મને જોબ આપવા માટે આવેલો. જોબ ના ત્રણ વર્ષ બાદ જ આ ફાર્મ ના માલિક નો નોકર ત્યાં આવી અને આ , ફાર્મ મારા પુત્ર ના નામે કરી ગયેલો. અને ત્યાર થી મારા પુત્ર નો સ્વભાવ મારા પ્રત્યે બદલાયો. મને ફાર્મ પર નોકર તરીકે રાખેલો હોય તેવું વર્તન કરતો. આજે તે બંગલામાં રહે છે અને હું અહીંયા પડ્યો છું".

"પરંતુ તમારા પુત્ર એ એવું શા માટે કહ્યું કે એણે તમને નોકરી પર થી કાઢી મુક્યા છે?"

"એ તો હું નથી જાણતો પરંતુ હું મારી જાતે જ ત્યાં થી નીકળી ગયો હતો".

આમ , આ કેશ મા એક પછી એક નવા વળાંકો આવી રહ્યા હતા. આગળ શું થવાનું છે? એ જાણવા માટે થોડી રાહ જોવી જ પડશે.

ક્રમશઃ