સ્વપનિલ
૨૧૦૦ વર્ષ ! આભાસી દુનિયા હશે. ભવિષ્યની દુનિયામાં વૈજ્ઞાનિક રીતે તો ખરા જ, સામાજિક રીતે, રાજકીય રીતે, વ્યક્તિગત રીતે અને અન્ય દરેક ક્ષેત્રે કેવા બદલાવ આવ્યા હશે. કલ્પનિક દુનિયા હશે. લોકો સ્વપનિલ હશે. ટેકનોલોજી ક્ષેત્રે ગજબ ની ક્રાંતિ જોવા મળશે. ૨૧૦૦ વર્ષે માણસ પાસે એશો આરામ ની બધી જ વસ્તુઓ હશે. પણ માણસ એકલો હશે.
કુટુબ પ્રથા, લગ્ન પ્રથા એક દિવા સ્વપ્ન સમાન થઇ જશે. માણસ રોબોટ બની જશે. લાગણી, પ્રેમ અને ભાવના ભૂખ્યો થઇ માનસિક રીતે ભાંગી જશે. એક્લો અટૂલો ભટકયાં કરશે. દુનિયાની વસ્તી ના ૯૦% લોકો એક યા બીજી રીતે માનસિક અને ૧૦૦ % શારિરીક બીમાર હશે. રોગો નું પ્રમાણ વધશે. અવનવા રોગો વધશે. જેમ આપણે સવાર અને સાંજ ભોજન કરીએ છે તેમ તેમની થાળીમાં દવાઓ નું પ્રમાણ વધુ અને ખોરાક ૧૦% રહેશે. લોકોનો ખોરાફ ઘટ્શે એટલે ખાધા ખોરાકી નું જે ઉત્પાદન થશે તેનો નાશ કરવો પડશે અને અમુક ધાન નું ઉત્પાદન બંધ થતા તે લુપ્ત થઇ જશે. લોકો ના ઘરે રસોડા જ નહિ હોય. એક મેસેજ કે કોલ થી ખાધા ખોરાકી હાજર હશે.
લોકો સ્વપ્નની દુનિયામાં રાચશે. તેમનું આયુષ્ય ખાસુ ઓછું થશે. જન્મ કરતાં મરણ નું પ્રમાણ ૧૦૦૦% વધી જશે. રોબોટ જ બધાં કામ કરતું હોવાથી માણસ કામકાજ વિહોણો બનશે અને માણસે રોબોટ બનાવી જે ભૂલ કરી તે ભૂલ સમજાશે. દુનિયા પર રોબોટ નું રાજ હશે. મનુષ્ય અને રોબોટ ના સંબંધ થી બાળક નો જન્મ થશે. માણસ લાશ બનશે. મનુષ્ય સંપૂર્ણપણે ટેકનોલોજીને આધીન થશે. તેની વિચારશક્તિ શિથિલ બનશે. તે બોલચાલ ની ભાષા ભૂલશે રેહેશે ટેકનોલોજી ની ભાષા- કોડ ભાષા. તે કાગળ અને કલમ નો ઉપયોગ ભૂલશે. તેને વિકાસ માટે જે ટેકનોલોજી ની શોધ કરી તે જ તેના વિનાશ નું કારણ બનશે. તે ધરતી પર નહી રહે , હવામાં જ રહેશે અને હવામાં જ લુપ્ત થશે. શાળા, મંદિર અને સામાજીક સંસ્થાઓ નહી હોય, માત્ર અધતન હોસ્પિટલો જેનું સંચાલન માણસ ના સ્થાને રોબટો કામ કરશે. લોકો ભગવાન અને ધર્મ થી વિમુખ થશે. તેની સર્જનાત્મકતા ઘટશે. આર્ટ, સંગીત, કલા-કૄતિ અને ફેશન માં પોતાના દિમાગ નો ઓ્છામાં ઓછો ઉપયોગ કરશે.
બાળક સંપૂર્ણપણે ટેકનોલોજી નો ઉપયોગ કરશે જેથી તે હિંસક બની જશે કારણકે ઓનલાઇન ગેમમાં રચ્યો-પચ્યો રહેશે. તેથી તે વાસ્તવિક જીવન અને આભાસી જીવન વચ્ચે નો ભેદ ન સમજતા ગુનેગાર બની જશે. તેનું આયુષ્ય જોખમાશેઅને તેનું આઇ ક્યુ લેવલ ઘટી જશે. તેને સારા નરસા નો ભેદ ખબર નહી પડે. કુટુબ પ્રથા ના હોવાથી તેને સાચી સમજ આપનાર કોઇ હશે નહી. તે પ્રકૄતિ થી વિમુખ થઇ જશે. તેની ભૂખ મરી જશે તેથી ખોરાક ની જરૂર નહી પડે. તેનું શરીર રોગોનું ઘર બનશૅ. બધી જ આઉટ ડોર રમતો ઓનલાઇન રમાશે તેથી તેનામાં ખેલદોલી નહી હોય. તે ખાલી જીત ની લાલસા રહેશે. તે પોતે પોતાનો ગુનેગાર બનશે.
મનુષ્ય પ્રગતિ કરશે તેનો વિકાસ થશે પરંતુ તે સફળ મનુષ્ય નહી બની શકે, કારણકે તેનામાં સંતોષ નામનો પણ નહી હોય. તેને બસ પોતાની જ જરૂરિયાત દેખાશે તેને કોઇને કશું આપવું નહી હોય અને તે કાયમ પ્રેમ, લાગણી અને ભાવના ભૂખ્યો રહેશે. દુઃખ તો એ વાતનું છે કે તેને એ પણ ખબર નહી પડે કે તેના જીવનમાં શુમ જોઇએ છે. સ્વપ્ન ની દુનિયામા રચ્યો પચ્યો રહેવાથી પોતાનો અંત નોતરશે.
આભાસી દુનિયાનો મનુષ્ય શિકાર બનશે. રોબોટિક દુનિયા રહેશે.
***