aghor kukram - 1 in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | અઘોર કુકર્મ - 1

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અઘોર કુકર્મ - 1

*અઘોર કુકર્મ ભાગ:- ૧* વાર્તા...

મારી એક ફ્રેન્ડ ની નાની બહેન....એની નાની દિકરી ની વાત છે.... રોજ વોટ્સએપ પર મારી ફ્રેન્ડ હું ગુડ મોર્નિંગ લખું કે ના લખું એનો રોજ મેસેજ હોય ગુડ મોર્નિંગ માય ડિયર..... છેલ્લા દશેક દિવસથી એના કોઈ મેસેજ ન હતાં.... મને ચિંતા થઈ કે આ ગઈ ક્યાં???? એની તબિયત તો સારી હશે ને??? મેં કાલે જ ફોન કર્યો ..... એણે ફોન ઉપાડયો.... મેં પુછ્યું મીતા તારી તબિયત તો સારી છે ને ??? એણે કહ્યું કે હા... તો મેં કહ્યું કે તો શું વાત છે તારા કોઈ મેસેજ નથી??? મારાથી નારાજ છે??? એ ફોનમાં જ રડી પડી.... પછી મને કહે હું થોડીવાર પછી તને ફોન કરું છું.... મેં કહ્યું સારું... હું રાહ જોવું છું.... પછી મોડેથી એનો ફોન આવ્યો.... એણે જે વાત કહી એ સાંભળીને હજુ હું દુખી છું અને મને ખુબ ગુસ્સો આવે છે કે કાશ હું કંઈક કરી શકું ???
મીતા એ જે કહ્યું એમાં હું નામ, સ્થળ, બદલીને લખું છું....
મીતા સૌથી મોટી એના પછી બીજી બે બહેનો.... ટોટલ ત્રણ બહેનો જ ભાઈ નથી.... મીતા ના માતા પિતા હાલ હયાત નથી... અને મીતા ને પણ જીવનમાં બહુ દુઃખ છે એનો એકનો એક દીકરો... રાહુલ એને તાવ આવતાં દવાખાને લઈ ગયા અને ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું અને કમર નીચેના ભાગમાં લકવો થઈ ગયો અને પછી બીજા ડોક્ટરને બતાવ્યું અને પછી થોડા જ દિવસોમાં કોમામાં જતો રહ્યો અને પછી છ મહિના પછી ઈશ્વર ધામમાં ચાલ્યો ગયો અને એ આઘાત માં મીતા ના પતિદેવ નું બીપી હાઈ થઈ જતા અડધું અંગ લકવાગ્રસ્ત થઈ ગયું... મીતા નોકરી કરી ઘર ચલાવે છે... મીતા થી નાની બહેન પણ મધ્યમ વર્ગના સાસરે છે અને એ લોકો બહુ જ જૂનવાણી વિચારના છે.... અને એમનું જ માંડ પૂરું કરે છે... હવે ત્રીજા નંબરે મનીષા.... મનીષા નું સાસરું રાધનપુરના બાજુનાં ગામમાં છે... મનીષા ને એક જેઠ છે અને સાસુ છે. .... બાકી ગામમાં ઘર છે... મનીષા ના જેઠ ગાંધીનગર માં સરકારી ઓફિસર છે અને એમનું મોટું નામ છે અને બધે એમની ઓળખાણ અને લાગવગ છે... મનીષા ના જેઠે પોતાનાં નાના ભાઈ એટલે મનીષા ના પતિ રજની ને ફેમિલી સાથે ગાંધીનગર બોલાવી ને એક કંપનીમાં લાગવગથી નોકરી અપાવી દીધી... અને પોતાના જ સરકારી ક્વાર્ટરના આઉટ હાઉસમાં રહેવાની સગવડ કરી આપી એ બદલામાં મનીષા એ એમના ઘરનાં નાનાં મોટાં કામ કરવાના અને રજની એ ધકકા ફેરા ખાવાનાં નોકરી એ થી આવ્યા પછી... ઘરમાં મા હતી પણ એ મોટા નો જ પક્ષ લેતી... મનીષા ને બે દિકરીઓ એક તેર વર્ષની અને એક નવ વર્ષની ધારા... મનીષા ના જેઠ ને એક દિકરો હતો સોળ વર્ષનો... એનું નામ કેતન... ધારા ને કેતન જોડે સારું ફાવતું એ આખો દિવસ મોટા ભાઈ... મોટા ભાઈ કહેતી રહેતી... એક દિવસ મનીષા ના સાસુ ની તબિયત બગડતાં એમને હોસ્પિટલમાં લઈ ગયાં જોડે મનીષા અને જેઠાણી અને રજની હતાં.... જેઠ ને તો આજે ગાંધીનગર સચિવાલયમાં એક મીટીંગ હતી તો એ ત્યાં હતાં.... છોકરાઓ ઘરે એકલાં હતાં ... ધરા એની બહેન સારા ને કહીને કેતન જોડે રમવા ગઈ.... કેતન એના રૂમમાં લેપટોપ પર ગેમ રમતો હતો એણે ધારાને જોઈ અને નજીક બોલાવી ચોકલેટ આપી અને રૂમનો દરવાજો બંધ કરી દીધો અને રૂમમાં રહેલું ટીવી ચાલુ કરી અવાજ વધારી દીધો અને ધારા ને પકડી ને એનાં મો પર રૂમાલ બાંધી અને અમાનવીય અઘોર કુકર્મ કર્યું.... ધારા તો છટપટાતી રહી... એ તો નવ વર્ષની હતી એની તાકાત પણ શું???
એક કલાક ઉપર થયો ધારા પાછી ના આવી એટલે સારા શોધતી આવી અને દરવાજો ખખડાવ્યો..... કેતને દરવાજો ખોલી ધમકી આપી જો કોઈ ને કહીશ તો તારી પણ આનાથી ખરાબ હાલત કરીશ અને પપ્પા ને કહી તમને જેલમાં મોકલી દઈશ....
વધુ આગળ વાંચો આવતાં અંકમાં...
ભાવના ભટ્ટ અમદાવાદ...