Bhagwan ae aapeli amuly bhet mummy pappa in Gujarati Motivational Stories by megha sheth books and stories PDF | ભગવાન એ આપેલી અમૂલ્ય ભેટ મમ્મી પપ્પા.

Featured Books
Categories
Share

ભગવાન એ આપેલી અમૂલ્ય ભેટ મમ્મી પપ્પા.

માં તે માં બીજા બધા વન વગડાના વાં.
માં એટલે આપણી મમ્મી અને પિતા એટલે કે આપણા પપ્પા.દુનિયા માં સૌથી પહેલી વંદન ભગવાન ને કરું છું અને ભગવાન પછી જેમને વંદન કરું છું એ મારા મમ્મી પપ્પા છે.જીવતી જાગતી આ દુનિયા માં ભગવાનના રૂપે બિરાજમાન છે તો એ બીજું કોઈ નહિ આપણા મમ્મી અને પપ્પા છે.ભગવાન શ્રીગણેશજી પણ કહે છે કે માતા અને પિતા એક ભગવાન છે.જે લોકો માતા અને પિતા ની પૂજા કરે છે એમને ભગવાન ની પૂજા કરી બરાબર ક કહેવાય છે.
માં એટલે કે બધા દુઃખ સહન કરી ને આપણેને સુખ આપે એ આપણી મમ્મી અને પિતા એટલે કે આપણા શોક પૂરા કરવા આખો દિવસ મહેનત કરી ને પણ પોતાના ચહેરા પર થાક નો ભાવ ન આવવા દે એ આપણા પપ્પા.
માં શબ્દ સાંભળતાજ આપનું દિલ કાપી ઉઠે છે.મમ્મી નવ મહિના સુધી પોતાના ના બાળક ને પોતાના ની કોખ માં રાખી ને ફરે છે એ આપણી મમ્મી.મમ્મી ખુબ દર્દ સહન કરી ને આપણે જન્મ આપે છે એ આપણી મમ્મી.તો એક વાર વિચારો કે જેને નવ મહિના સુધી કોખ માં રાખી ને ખૂબ દર્દ સહન કરી ને જન્મ આપી.આપણ ને લાડ કોર થી ઉછેરી. આપણા બધા મોજ શોક પૂરા કરી.દુનિયા માં બધા જોડે લડી ને પણ આપણી બાજુ રહી.સારું શિક્ષણ આપી મોટા કરે છે.અને એજ દીકરો કે દીકરી મોટા થીઈ ને માતા પિતા ને કે છે છે મમ્મી તમને નહિ ખબર પડે.પપ્પા તમને નહિ ખબર પડે પણ તમે એ તો જોવો કે તમે આજે જ્યાં છો એ તમને કોને બનાવ્યા છે.તો પણ મમ્મી અને પપ્પા કહે છે હા બેટા તું જે કે એ સાચું પણ મિત્રો આપને એ નથી જોતા એ આપને ગલત છીએ.આજે આપણે જે કઈ પણ છીએ એ આપણા મમ્મી પપ્પા ના લીધે જ છીએ.
પપ્પા એટલે કે બધું જ દુઃખ સહન કરશે અને આપણા બધા જ શોક પૂરા કરે છે એ આપણા પપ્પા છે.પપ્પા જોડે નહિ હોય ને તોય આપને કંઈસુ કે પપ્પા મારે આ જોઈએ છે તો એજ ટાઈમ પર હાજર કરી દે એ આપણા પપ્પા.જ્યારે આપણે કંઈ સારું કામ કર્યું હોય કે ના કર્યું હોય તો પણ બધા ને ખુબ ગર્વ થી કહેશે કે મારો દીકરો આમ છે મારી દીકરી આમ છે.એજ દીકરો અને દીકરી મોટા થઈ ખરાબ સંગત માં લગી ને માતા પિતા ને બધા ના વચ્ચે નીચું બતાવે એ સારું નથી. આપણે આપણા માતા પિતા ને ગર્વ કરવું જોઈએ કે ના આમની છોકરી આમનો છોકરો એટલે તો ભાઈ કેવું પડે.ખરાબ સંગત માં લાગવું જ ના જોઈએ આપણા મમ્મી પપ્પા ખુબ દર્દ,દુઃખ સહન કરી ને આપને એક ઉંચાઈ પર પહોંચાડે છે.
કહેવાય છે ને...
ગોળ વિના મળો કંસાર
માં વિના સુનો સંસાર.
જેમ જીવન જીવવા માટે પાણી અને હવા ની જરૂરત પડે છે.એમ જ એ નહિ મળે તો ચાલશે પણ જીવન માં મમ્મી નો પ્રેમ મળશે તો જીવન એક સુંદર વન બની જશે.
એમ જ મીઠાઈ માં ખાંડ ન હોય તો મીઠી નથી લાગતી એટલા માટે એના માં ખાંડ ઉમેરી ને મીઠી બનવા માં આવે છે પણ એના માં મીઠાસ નહિ હોય તો કંઈ નહિ પણ જીવન માં સ્નેહ રૂપી પિતા નો પ્રેમ હસે ને જીવન જીવવું ખુબ જ મીઠું લાગશે.