koron virus in Gujarati Health by Sachin Patel books and stories PDF | કોરોના વાયરસ

Featured Books
Categories
Share

કોરોના વાયરસ

આજે વાત કરવી છે કોરોના વાયરસની .ચીનના વુહાન પ્રાંતથી ફેલાયેલ આ વાયરસે આખી દુનિયાને ભયભીત કરી નાખી છે .કેટલો ખતરનાક છે આ કોરોના વાયરસ?શુ ખરેખર ડરવાની જરૂર છે ? કેટલી ઝડપથી ફેલાય છે?તેનાથી બચવા શુ પગલાં લેવા જોઈએ વગેરે પ્રશ્નો ઉપર આજે આપણે ચર્ચા કરીશું .

8th ફેબ્રુઆરી 2020 સુધીમાં 34000 જેટલા કેસ નોંધાયા છે તેમાંથી લગભગ 700 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે .સૌપ્રથમ આપણે સમજીએ કે કોરોના વાયરસ શુ છે .કોરોના વાયરસ એ કોઈ સિંગલ વાયરસ નથી પરંતુ વાયરસની ફેમેલી છે .સામાન્ય શરદી-ઉધરસ પણ એક પ્રકારનો કોરોના વાયરસ જ છે.હાલનો કોરોના વાયરસ જેનાથી દુનિયા આખી ભયભીત છે એ ચીનના વુહનમાં 31st ડિસેમ્બર 2019 ના દિવસે સૌપ્રથમવાર જોવા મળ્યો હતો .જેનું નામ n COV છે.જેનું ઉદગમસ્થાન કોઈ પ્રાણી જ હોય શકે .પછી મેન ટુ મેન સંપર્કથી ફેલાય છે.

નવા પ્રકારના કોરોના વાયરસના લક્ષણોમાં શરદી,ઉધરસ,હલકું માથું દુખવું,તાવ,ઠંડી લાગવી,ગળામાં તકલીફ વગેરે જોઈ શકાય.સામાન્ય તાવ કે કોરોના વાયરસને ઓળખવો મુશ્કેલ બને છે . આ કોરોના વાયરસમાં ન્યુમોનિયા જેવા પણ લક્ષણો જોવા મળે છે .પરંતુ લેબોરેટરી ટેસ્ટ કરવાથી જ જાણકારી મળી શકે કે નોર્મલ તાવ છે કે કોરોના વાયરસ.

હવે આપણે જોઈએ કે વાયરસ કેટલો ખતરનાક અને જાનલેવા છે .આગળ જણાવ્યા મુજબ કુલ 34000 કેસ નોંધાયા જેમાંથી 700 લોકોના મૃત્યુ થયા .અને લગભગ દોઢ હજાર જેટલા લોકો રિકવર કરી ગયા .એટલે કે કોરોના વાયરસનો મોરટાલિટી રેટ બે ટકા છે.મોરટાલિટી રેટ એટલે રોગની અસર થઈ ગયા પછી કેટલા ટકા ચાન્સ છેકે મુત્યુ થઈ શકે .100માંથી લગભગ 98 લોકો રિકવર કરી જાય છે .એક અભ્યાસ પરથી સામે આવ્યું છે,કે જે બે ટકા લોકોના મૃત્યુ થયા એમની રોગપ્રતિકારક શક્તિ પહેલેથી જ કોઈ અન્ય રોગને લીધે નબળી હતી જેમાં મોટા ભાગના વૃદ્ધ લોકોનો સમાવેશ થાય છે .જે વાયરસનો મોરટાલિટી રેટ વધારે હોય તે ઓછો ફેલાય છે.અને જે વાયરસ વધારે ફેલાય છે તેનો મોરટાલિટી રેટ ઓછો હોય છે .જેમકે ઇબોલા વાયરસનો મોરટાલિટી રેટ 70 ટકા હતો અને 3400 જેટલા કેસ નોંધાયા હતા.જેની સામે કોરોના વાયરસનો મોરટાલિટી રેટ 2 ટકા અને 34000 કેસ નોંધાયા છે.તેવી જ રીતે સામાન્ય તાવ કે શરદીના વાયરસ ઘણી ઝડપથી ફેલાય છે.તેમનો મોરટાલિટી રેટ 0.01 ટકા જ હોય છે.

કોરોના વાયરસ છીંક અને ઉધરસથી જ ફેલાય છે.WHO ભલામણ કરે છે કે દિવસ દરમિયાન યોગ્ય રીતે હેન્ડવોશ કરવાનું વધારવું,ઉધરસ કે છીંક વખતે રૂમલનો ઉપયોગ કરવો.માસ્ક એટલા બધા ફાયદાકારક નથી.પરંતુ જેને વાયરસની અસર થઈ ચૂકી છે તેને માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.

કોરોના વાયરસના ઈલાજ તરીકે ઘણા બધા નુસખા સોશ્યિલ મીડિયામાં જોવા મળશે. ગાર્લીક વોટર પીવથી, બ્લીચિંગ વોટર પીવાથી,ઓર્ગેનિક ઓઇલ પીવાથી,ગૌ મૂત્ર કે ગોબર ખાવાથી વાયરસ મટાડી શકાય. હકીકત એ છે કે અત્યાર સુધી કોરોના વાયરસની કોઈ અસરકારક વેકસીન કે ટ્રીટમેન્ટ કઈ શોધાયું જ નથી.બધું જુઠાણું ફેલાવામાં આવી રહ્યું છે.જો રોગપ્રતિકારક શક્તિ સારી હશે તો તે વાયરસ સામે લડી શકશે અને દર્દી રિકવર થઈ જશે.

દુનિયાભરના દેશો કોરોના વાયરસને ફેલાતો રોકવા પ્રયત્ન કરી રહ્યા છે.99 ટકા કેસ એકલા વુહનમાં જ નોંધાયા છે.ઑસ્ટ્રેલિયા-સિંગાપોરે ચીન પ્રવાસ પર પ્રતિબંધ લાદી દીધો છે.રશિયા, માંગોલીયા, નેપાળે ચીન સાથેની બોર્ડર ક્લોઝ કરી દીધી છે .ચીનથી બહારના લોકોને ગભરાવાની જરૂર નથી .મીડિયા અને અખબાર દ્વારા ખોટો ભયજનક માહોલ ઉભો કરવામાં આવ્યો છે ત્યારે થોડી સાવધાની રાખવાની જરૂર છે ,બાકી બધો ડર ચીન પૂરતો જ સીમિત છે.