આજે તો પંદર દિવસ થઈ ગયાં છે...લીપી એકદમ નોર્મલ છે...એટલે બધાં ચિંતામુક્ત બની ગયાં છે. અન્વય પણ પોતાના લગ્નજીવનમાં બહું ખુશ છે. બધાં એ ઘટનાને એક ખરાબ સપનું સમજીને ભુલી ગયાં છે. એક દિવસ બપોરનાં સમયે અન્વય ઘરે આવ્યો એવો જ બુમો પાડવા લાગ્યો, લીપી ક્યાં ગઈ ?? આજે તો બહુ ખુશ છું...
ઘર ખુલ્લું છે પણ લીપી બહાર આવી નહીં...અન્વયને થયું રસોડામાં હશે એટલે ત્યાં ગયો પણ ત્યાં તો માસી કંઈ ફરસાણ બનાવી રહ્યાં છે. અન્વયને જોઈને માસી હસવા લાગ્યાં...ને બોલ્યાં, અનુભાઈ આજે બહુ ખુશ છો ને કાંઈ ??
લો એની ખુશીમાં તમારી મનગમતી મસાલાપુરી બનાવી છે ખાઈને જાઓ.
અન્વય બોલ્યો, માસી પછી ખાઈ લઈશ...
માસીએ પરાણે તેને આપ્યું ને કહ્યું, લે એક તો ખાઈને જાઉં જ પડે... આટલાં વર્ષોથી તમારાં ઘરે રસોઈ બનાવું છું...તમે આ પુરી ખાવા તો સ્કુલમાં જવાનું મોડું થાય તો પણ ચલાવી લેતાં...પછી નહીં તો એમ કહીશ કે લગ્ન થયાં એટલે તમે બદલાઈ ગયાં...
અન્વય એચ્યુલીમાં એ બહુ નાનો હતો ત્યારથી એમનાં ઘરે આવે છે. દીપાબેનનો સ્વભાવ પહેલેથી નરમ, પ્રેમાળ અને મળતાવડો છે...એટલે એમનાં ત્યાં જે કામ માટે આવે એ ક્યારેય જલ્દી છોડીને ન જાય.અને વળી અંજનાબેન વિધવા હોવાથી દીપાબેન એમને બહું મદદ કરતાં..અન્વયને એમનાં હાથનું જમવાનું પણ એટલું જ ભાવે....એ પણ અન્વય અને અપુર્વને પોતાનાં દીકરાઓથી પણ વધારે રાખે છે.
અંજનાબેન બોલ્યાં, મોટાબેન બહાર ગયાં છે. ભાભી રૂમમાં હશે એમ કહીને પરાણે કહેતાં અન્વય એક કચોરી લઈને ખાતો ખાતો રૂમ તરફ ગયો...
રૂમમાં પહોંચતા જ જોયું કે લીપી પોતાનાં ફેશન ડિઝાઈનીગ માટેનાં આવેલાં ઓડર્સ માટે કંઈક કામ કરી રહી છે... એનું સંપૂર્ણ ધ્યાન એમાં જ છે. એટલે અન્વય પાછળથી જઈને એને પકડી લે છે...
લીપી એકદમ પાછળ ફરીને જુએ છે તો અન્વયને જોતાં જ કહે છે, અનુ તું ?? અત્યારે કેમ ઓફિસથી વહેલાં આવી ગયો ?? તારે તો મિટીંગ હતી ને ??
અન્વય : બસ બસ...કોઈ પતિદેવને આમ વહેલાં આવેલાં જોઈને ખુશ થાય કે આટલાં બધાં સવાલો કરે ?? અમારે ઓફિસમાં તો બધાં જેન્ટસ એવું વાતો કરતાં જ સાંભળ્યા છે કે તેમની પત્નીઓ એવું કહે છે તમને તો તમારી જોબ સિવાય અમારા માટે સમય જ નથી.
લીપી હસતાં હસતાં બોલી, ઓહો મારાં સીઈઓ પતિદેવ એમની કંપનીમાં સામાન્ય કર્મચારીઓ પર પણ નજર રાખે છે એમ ને !!
અન્વય : હમમમ... સ્ટાફથી જ તો ઓફિસ ચાલે છે...અને પ્રોગ્રેસ થાય છે...કોઈ પણ કંપનીની પ્રગતિ એમ્પ્લોયનાં સાથ વિના ક્યારેય ન થાય... હું અને અપુર્વ બંને સ્ટાફને એક પરિવારની જ રાખીએ છીએ.
લીપી : હમમમ..ગુડ...હવે કહો મારા પતિદેવ કેમ આટલાં ખુશ છે ?? શું થયું કંપનીમાં આજે ??
અન્વયે એકદમ ખુશ થઈને લીપીને ઉંચકી લીધી અને ગોળ ગોળ ફરવા લાગ્યો ને બોલ્યો, લીપી હું કહેતો હતો ને બિરવા ઈન્ટરનેશનલ કંપનીનો ઓર્ડર આપણને મળી ગયો...અને એ આપણી સાથે કાયમી ધોરણે બિઝનેસ કરવા પણ રેડી છે... જેનાં માટે હું શરૂઆતથી મહેનત કરતો હતો એ મારૂં સપનું આજે પુરૂં થયું....લવ યુ માય જાન..આજે હું બહું ખુશ છું એમ કહીને તે લીપીને બેડ પર સુવાડવા ગયો ત્યાં જ તેની નજર સામે રહેલાં ડ્રેસિંગટેબલના અરીસામાં ગઈ.... તેમાં તેને ઉચકેલી લીપી દેખાતી જ નથી. ફક્ત એક કાળો પડછાયો દેખાય છે... જ્યારે અન્વયને પોતાનું પ્રતિબિંબ એકદમ સ્પષ્ટ અને નોર્મલ દેખાય છે.એ દશ્ય જોઈને જ અન્વય એકદમ ગભરાઈ ગયો ને અનાયાસે તેનો હાથની પકડ ઢીલી પડી ગઈ અને લીપી ત્યાં રહેલાં બેડ પર જ ફસડાઈ પડી.....
*. *. *. *. *.
અપુર્વ અને આરાધ્યા છ વાગ્યાનાં શોમાં મુવી જોઈને બહાર નીકળે છે. આમ તો એ લોકો બહાર જાય તો અપુર્વ ગાડી લઈને જ જાય પણ આજે આરાધ્યાને બાઈક પર ઈચ્છા હતી એટલે ઓફિસમાંથી મિટીંગ પુરી થતાં અન્વયની સાથે એ પણ વહેલો નીકળી ગયો.
આરાધ્યા સાથે વાત કરીને બંનેએ મુવી જોવા જવાનો પ્લાન બનાવી દીધો. અપુર્વ અને આરાધ્યા બે વર્ષથી એકબીજાને પ્રેમ કરે છે...અને સદનસીબે એ લીપીની ફ્રેન્ડ જ નીકળી...પણ આ સંબંધને મંજૂરીની મહોર મારવાની આરાધ્યા નાં પપ્પાની સ્પષ્ટ ના છે એનું કારણ માત્ર તેમને એમની દીકરીને અમીર ઘરમાં પરણાવવાનો વિરોધ.....
આરાધ્યા મધ્યમ પરિવારની દીકરી છે. પરંતુ શુશીલ, શાંત, સમજું અને ભણેલી છે...તે અને અપુર્વ કોલેજમાં ભણતાં હતાં ત્યારથી સાથે એકબીજાને પ્રેમ કરે છે...પણ તેનાં પપ્પા કદાચ તેમની સાથે થયેલા અમુક અનુભવોને કારણે અમીર લોકોથી નફરત કરે છે. અને અપુર્વ એ લોકોનો પરિવાર અમીર છે.... બંનેનાં ઘરે ખબર છે. અપુર્વના ઘરે તો બધાં આ સંબંધ માટે તૈયાર છે પણ આરાધ્યા નાં પપ્પાની ના હોવાથી હજું સગાઈ થઈ શકી નથી. તેના મમ્મી અને તેની એક મોટીબેન છે એ બંનેને અપુર્વ પસંદ છે... એટલાં માટે જ અપુર્વ આરાધ્યા નાં પપ્પા જોબ પર હોય ત્યારે ઘણીવાર એનાં ઘરે પહોંચી જાય.
એમ આજે પણ અપુર્વ આરાધ્યાને ઘરેથી લઈ ગયો મુવી જોવા માટે...મુવી પતી ગયાં બાદ બંને થોડો નાસ્તો કરવા ગયાં... બંનેને બસ એકબીજા સાથે સમય પસાર કરવો છે એટલે કલાક સુધી બેસી રહે છે અને વાતો કરતાં રહે છે...
આરાધ્યા એકદમ જ અપુર્વને કહે છે, અપ્પુ આપણે લગ્ન કરી લઈએ તો ??
અપુર્વ : હા તો કરશું જ ને બકા...આપણો સંબંધ ટાઈમપાસ માટે થોડો છે...પણ એકવાર તારાં પપ્પા તૈયાર થાય તો કંઈક આગળ વિચારીએ ને.
આરાધ્યા અપુર્વનો હાથ પકડીને દુઃખી થતાં બોલી, અપ્પુ તને ખબર છે પપ્પા અમને બંને બહેનોને બહું પ્રેમ કરે છે...પણ એમનાં ખાસ ફ્રેન્ડ જે એમનાં બિઝનેસ પાર્ટનર હતાં...એ બહું અમીર છે. પણ આખો બિઝનેસ ધમધમતો પપ્પા એ તેમની મહેનત અને બુદ્ધિથી ઉભો કર્યો હતો. એમણે બિઝનેસમાં પૈસાનાં જોરે બધું પોતાનાં નામે કરીને દગો કર્યો એટલે જ આ પછી પપ્પા એકદમ ડિપ્રેશન માં જતાં રહ્યાં હતાં. એ પછી એમણે જોબ શરૂં કરવી પડી હતી...એટલે જ એમને હવે મનમાં થઈ ગયું છે કે બધાં અમીર લોકો આવાં જ હોય....
આ બધું જોતાં મને અત્યારે કોઈપણ સંજોગોમાં એવું નથી લાગતું કે એ ક્યારેય આપણાં સંબંધ માટે હા પાડે...એટલે જ કહું આપણે કોઈને કહ્યાં વિના લગ્ન કરી લઈએ.
અપુર્વ : બકા...થોડી રાહ જોઈએ. હું વિચારૂં છું હું એકવાર તારા પપ્પા સાથે શાંતિથી વાત કરૂં તો ?? હું આવી રીતે મેરેજ કરીને એમને દુઃખી કરવાં નથી ઈચ્છતો. વળી એમનો આધાર તમે બે બહેનો જ છો... એવું મમ્મીપપ્પાને દુઃખી કરીને કરીએ તો આપણે કેમ સુખી થઈએ.
આરાધ્યા : ના બકા..કદાચ પપ્પા તારા પર ગુસ્સો કરે કે તારી ઈન્સલ્ટ કરે તો ??
અપુર્વ : નહીં કરે અને કરશે તો પણ હું એ માટે તૈયાર છું. મને લાગે છે કે હું વાત કરીશ તો કંઈક પોઝિટિવ રિઝલ્ટ આવશે....કાલે હું વાત કરીશ એમની સાથે....એમ કહીને અપુર્વ ઉભો થયો...ને કહ્યું, ચાલ હવે તને મુકીને હું પણ ઘરે જાઉં....
બંને જણાં બાઈક પર આરાધ્યાનાં ઘરે ગયાં...તેની મમ્મીએ ઘરે આવવા કહ્યું પણ અપુર્વ પછી આવીશ આન્ટી એમ કહીને બાઈક લઈને ફટાફટ નીકળી ગયો....
અપુર્વ બાઈક લઈને જઈ રહ્યો છે ત્યાં રસ્તામાં જ એકાએક એક ગાડી આવીને અપુર્વના બાઈકને ટકરાઈને નીકળીને એ સાથે જ અપુર્વ ઉછળીને જોરથી રસ્તાની સાઈડમાં જઈને પડ્યો.......
શું થયું અપુર્વ સાથે ?? કેવી સ્થિતિ થશે આ એક્સિડન્ટથી એની સાથે ?? અન્વયની શું સ્થિતિ હશે લીપીને આ રીતે ફરી જોઈને ?? લીપીમાં ખરેખર કોઈ આત્મા હજું પણ છે ?? તો એ કેમ કોઈને હેરાન નથી કરતી ?? લીપી આટલી નોર્મલ કેમ છે ??
અવનવાં રહસ્યો અને રોમાંચથી ભરપુર સ્ટોરીને વાંચતા ને માણતાં રહો, પ્રિત એક પડછાયાની -૧૯ સાથે....
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે...........