'' અરે ! જોગિદાસજી સવાર સવારમાં કઇ બાજુ ? "ગામની પાદરે બેઠેલા ભીખાજી ઍ હળવેક થી પુછ્યું.
" એલા ભીખા આ સામેના મંદિરે જાઉ છું; અને હા ગઢપણ આવે છે મંદિર ની ટેવ તો પાડવી પડશે ને " જોગિદાસજી ઍ ચાલતા ચાલતા જવાબ આપ્યો .
રાંમપુરા ગામ ની પાદરે શિવજી નું રમણીય મંદિર આવેલુ અને તેની આજુબાજુમાં આહલદક વાતાવરણ છવાયેલું રહેતું. ગામ ના ડોસા-ડોશી રોજ મંદિરે આવતા અને ભજન કિર્તન થી વાતાવરણ ને એથી ય વધારે સુંદર બનાવી દેતા .
પછી તો જોગિદાસજી મંંદિરમા જઈને પ્રભુુ ના દર્શન કર્યા અને પંડિતજી પાસેેથી પ્રસાદ લઈને ઘર તરફ રવાના થયા .
ઘરે જઈને જોગિદાસજી ઍ પ્રસાદ પ્રિય પત્નિ સવિતાબેન આપ્યો અને પુછ્યું "લાલો ક્યાં" ?
" ઍ તો હજી ક્યાં જાગ્યો જ છે. " સવિતાબેને લાલા ના ખાટલા તરફ મોં ફેરવીને કહ્યું .
જોગિદાસજી થોડા ગુસ્સામાં " અરેરે.. આ આળસુ ને તો કઈ કામ કરવું નથી ને આખો દિવસ પડી રેવુ છે ."
" લાલા.... ઍ લાલા... ઊઠ આ સૂરો માથે આયો " ઉંચે અવાજે જોગિદાસજી બોલ્યા .
" અરે બાપુ ! ઘડીક ઊંઘવા દો ને " લાલો બબડ્યો .
" અરે ઘડીક વાળી, ઉભિનો થા ." જોગિદાસજીએ લાલાને હાથ પકડીને ઉભો કાર્યો .
" હાલ હવે નાઇ-ધોઇને દુકાને જાતો રેજે, હું વાડીએ જાઉ છું "
" હા બાપુ "
સવિતાબેને ફટોફટ લાલા માટે ચા ને ભાખરી બનાવી દીધી અને જોગિદાસજી માટે ભાથું ભરી દીધુ .
પછી તો જોગિદાસજી ભાથું લઈને ચાલતા થયા ને લાલો પણ ચા-ભાખરી ખાઇને દુકાને રવાના થયો ; અને સવિતાબેન ઘરમાં કામે લાગી ગયા .
રામપુરા ગામમાં માત્ર બે જ દુકાનો હતી એમાંથી ઍક લાલાની અને બીજી નથુરામની. નથુરામની દુકાન મંદિર ની બે શેરી પાછળ અને લાલા ની દુકાન ગામ ની પાદર નજીક જ હતી તેથી મોટેભાગે લોકો લાલાની દુકને જ આવતા .
લાલો રોજ સવારે દુકાને જાતો પછી બપોરે ઘડીક ઘરે આટો મારી આવતો ને પાછો દુકને આવી કામે લાગી જાતો, પછી દહાડો આથમે એટલે સાત ને ટકોરે દુકાન બંધ કરી ઘરે પાછો વળતો ; જોગિદાસજી પણ છ વાગ્યે ગાડું લઈ વાડીએથી પાછા વળતા.
આમ બાપ-દિકરાની આવક સારી એવી થતી ને ઘર પણ શાંતિથી ચાલતું. જોગિદાસજી ને એકનો એક દિકરો હતો તેથી તે પૈસા ની બચત કરતા જેથી ધુમ ધામ થી લાલા નું લગ્ન કરી શકાય .
એક દિ લાલો દુકાને બેઠો હતો ને બપોર નો સમય હતો , સવારથી છાપું વાંચી ને કંટાળેલો લાલો ઘરે આંટો મરવા જાતો જ હતો ત્યા ઍક તીણો , મધુર અને દર્દ ભર્યો અવાજ લાલા ના કાને અથડાયો " ઓ ભાઈસાબ મને પણી પીવડાવો ને બઉ તરસ લાઇગી સૅ ." લાલાની દુકાને આવેલી યુવતી ઍ કહ્યું .
" ઉભાર્યો લાવું. " એટલુ કઈ લાલો દુકાનમાં જઇ ફટોફટ
ગોળા માથી ગિલાસ ભરીને પેલી યુવતી ને આપ્યો .
પેલી યુવતી તો ઘટઘટ પાણી પી ગઈ ને કહ્યું " હજી ઍક ગિલાસ પઇ દ્યો ને. "
લાલા ને લાગ્યુ કે આમને બઉ ભુખ લગી લાગે છે એટલે એણે પૂછી નાખ્યું " તમને ભુખ લાગી હોય તો ચલો મારા ઘેર જમાડી દઉ તમને "
પહેલા તો પેલી યુવતી અચકાઇ પણ ભુખ ને કારણે એનાથી " ના " ના કહેવાયું .
પછી તો લાલા એ દુકાન ને તાળું લગાડયું ને લાલો આગળ ને પેલી યુવતી તેની પાછળ-પાછળ ઘર તરફ રવાના થયા .
બંન્ને ઘરે પહોચ્યા એટલે સવિતાબેને તેમણે આવકાર્યા,
પછી લાલાએ ઓસરીમાં ખટલો પાથર્યો અને પેલી યુવતીને કહ્યું " તમે ઘડીક બેસો, હું હમણા જમવાનું લઈ આવું ."
લાલો અને સવિતાબેન રસોડામાં ગયા ત્યા તરત જ સવિતાબેને પુછ્યું કે " કોણ છે આ બેન ? "
" અરે મા હું પણ નથી જાણતો , આ તો એ મારી દુકને પણી પીવા આવ્યા તા અને મને ચહેરા પરથી થાકેલા અને ભુખ્યા લાગ્યા એટલે હું ઘરે લઈ આવ્યો "
" કશો વાંધો નઈ , હું ફટોફટ ગરમ-ગરમ રોટલા કરી દઉ "
પછી તો સવિતાબેને બે થાળી માં શાક,રોટલી,દાળ-ભાત, ચટણી અને છાશ નો પ્યાલો તૈયાર કરી પિર્સ્યો .
લાલો અને પેલી યુવતી બંન્ને જમતા હતા ત્યા બાજુમાં બેઠેલા સવિતાબેને પુછ્યું " બેટા, તારુ નામ શું છે ? "
યુવતી એ છાશ નો ઍક ઘુંટડો ભરી બોલી " સુધા "
સવિતાબેને ફરીથી પુછ્યું " સુધા બેટા ક્યા થી આવે છે ? "
" માડી હું જુનાગઢ ના મખીયાળા ગામ ની છું "
" આહિયા એકલી જ આવી છો ? "
આટલું જ સાંભરી સુધા ઢીલી પડી ગઈ અને જીવ કઠણ કરી એણે કહ્યું " ના માડી , હું તો મારા બાપુ , મા , અને મારા ભાઇલા હારે આઇવી તી "
" ઍ બધા ક્યાં છે ? "
એટલામાં તો સુધા ના આંખ માંથી આંસુ ટપકવા મંડ્યુ .
સવિતાબેને કીધું " ના બેટા રડીશ નઈ તું શાંતિ થી જમી લે"
જમીને લાલા એ એક ખાટલામાં ગોડદી પાથરી અને રજાઈ અને ઓશિકું સુધા ને આપી આરામ કરવા કીધું.
સુધા પણ થાકેલી હોવાથી આડી પડતા જ તેની આંખ લાગી ગઈ .
સવિતાબેન પોતાના કામે લગી ગયા અને લાલો પણ દુકાને ચાલ્યો ગયો.
લાલો દુકાને બેઠો હતો પણ તેનુ મન તો ઘરે પેલી સુધા મા જ હતું . રોંઢૅ પણ લાલો વહેલા દુકાન બંધ કરી ઘરે ચાલ્યો ગયો અને જોગિદાસજી પણ ઘરે આવેલા હતા.
સવિતાબેને જોગિદાસજી ને સુધા વિષે થોડુ ઘણુ કીધું અને વધારે તો જાણતા ન હતા.
પછી તો બધાએ સાંજ નું વાળુ કરી બેઠા હતા . એમા સુધા બોલી " આપ બધાઇનો ખુબ ખુબ આભાર "
સવિતાબેને કીધું " કઈ વાંધો નઈ " ત્યા જોગિદાસજી ઍ પણ સાથે જોડાઈ ને કહ્યું " આ તો આમારી ફરજ માં આવે દિકરી "
સવિતાબેન થી રહેવાયું નહિ એટલે ફરીથી પુછ્યુ " બેટા તારા પરીવાર ને શું થયું છે ? "
સુધાઍ પોતાની સાથે બનેલી ઘટના કહેવાનું ચાલુ કર્યુ "માડી અમે હંધાય અહિયા ઉત્તર ગુજરાત ફરવા આઇવા તા , ત્યા વચ્ચે બહારવટિયા ઍ અમને ઘેરી લીધા અને આમારુ ગાડું પણ એમણે ઝુંટવી લીધુ ; મારા બાપુ એ મને કહ્યું ' સુધા તું અહિયા થી વઈજા હું આમને રોઇકી રાખુ છુ અને તું હવે તારુ ઘર હોધી લેજે . ' હું તો બઉ બી ગઈ તી એથી દોઈડી અને મારા બાપુ એ બહારવટિયા હારે હાથો હાથ કર્યો , મારી મા અને ભાઈલો પણ એમની હાથ મા આવી ગયા હતા , અને ઇ વાત ને આજે ત્રણ દિ થઈ ગ્યા ત્યારની હું ભટકું સુ. "
સુધા ની વાત સાંભરી બધા અચંબામાં પડી ગ્યા અને કહ્યું ચિંતા ના કરીશ દિકરી અમે તને ઘર સુધી પોહચાડી દાઈસુ.
લાલા ને તો સુધાને પહેલી વાર જોઇ ત્યારથી જ એનુ મન મોહિ ગયુ હતું .
બીજા દિવસે સવારે લાલો વહેલા જાગી ગયો ને સવિતાબેન ને માથાનો દર્દ છે એમ બાનુ કાઢી ઘરે જ રોકાયો . આખો દિ ઘરના ફળિયા મા ખાટલો ઢાળી ને બેઠો રહ્યો ને સુધા ને જોતો રેતો . પછીના દિવસે પણ એણે કંઈક બાનુ કાઢી ઘરે રોકાયો . એણે સવિતાબેન ને કહ્યું " હું શુ કઉ છુ મા કે સુધા આખો દિ ઘરે બેઠાં-બેઠાં કંટાળી હશે, લાવ એણે આપણી વાડી બતાઇ આવું "
" હા વાત તો સાચી છે લાલા " સવિતાબેને સુધા તરફ મોં ફેરવી કહ્યું.
સુધા ઍ પણ ધીમેથી ડોકું હલાવી હા પડી .
લાલા ના રાજીપા નો તો પાર ન રહ્યો , ને બંને ચાલતા થયા .