Adhuro Prem - 13 in Gujarati Love Stories by Anjali Bidiwala books and stories PDF | અધૂરો પ્રેમ - ૧૩

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

અધૂરો પ્રેમ - ૧૩

આગળ જોયું કે જય અને ખુશી જીયાના સાથે કાયરાને મળવા જાય છે. કાયરા પલંગ પર સુતેલી હોય છે.જીયાના જણાવે છે કે એ સાત વર્ષ પહેલા કોમા માં જતી રહી હતી. અત્યારે એ માત્ર જોઈ અને સાંભળી જ શકે છે અને જીયાના સિવાય બીજા કોઈ ને ઓળખતી નથી. જીયાના જણાવે છે કે એની આવી હાલત નું કારણ ઇન્ડિયા થી આવેલો ફોન હતો.

જય : " ઇન્ડિયા થી ફોન.....પણ કોણે કર્યો.?

જીયાના : "એ મને નથી ખબર....."

જય : " તે કહ્યું કાયરા જોઈ અને સાંભળી શકે છે તો એ આમ સૂતેલી જ કેમ છે....?"

જીયાના : " એમને દવા આપી છે એટલે થોડી વાર માં ઉઠશે..."

જય : "કેવી હાલત થઈ ગઈ છે એની....."

જીયાના : "હા.."

તેઓ થોડી વાર ત્યાં બેઠા....એક કલાક જેવા સમય બાદ કાયરા એ ધીમે ધીમે આંખો ખોલી.પ્રકાશ ને લીધે તેને ધૂંધળું દેખાતું હતું. સંપૂર્ણ દ્રષ્ટિ આવ્યા બાદ તેણે સામે ઊભેલી જીયાના તરફ જોયું.

તેમાં અચાનક તેના હાથ પર એક સ્પર્શ એ તેના હૃદય માં ખલબલી મચાવી દીધી.તેણે તેની દ્રષ્ટિ થોડી ત્રાસી કરી જોયું.તે જય નો હાથ હતો.એક પણ પલકારો માર્યા વિના તે જયની આંખો માં જોઈ રહી.શરીર વૃદ્ધ થાય પણ આંખો માં પ્રેમ અને લાગણી વૃદ્ધ નથી થતી.

એ જ પ્રેમ કાયરાને જયની આંખો માં દેખાય ગયો. તેની આંખોમાંથી અશ્રું ઝરી પડ્યા.જયના હાથ નાં સ્પર્શ થી કાયરા નાં હાથ માં જાન આવી હોય તેમ કાયરાએ તેનો હાથ હળવેથી ઉંચક્યો.પણ કમજોરી ને લીધે તેનો હાથ નીચે પડતો જ હતો કે જય એ તેનો હાથ પકડી લીધો.

જીયાના તરત જ બોલી ઉઠી...."જે આજ સુધી બન્યું ન હતું તે આમ અચાનક કેવી રીતે થઈ ગયું....આ તો મિરેકલ છે...!"

ખુશી પાછળ થી બધું જોઈ રહી હતી. તે જયની બાજુ માં આવી તેનો હાથ પકડી બોલી, "દાદુ...."

એટલું સાંભળતાં જ જય એ તરત જ કાયરાનો હાથ છોડી દીધો...અને તેના માનસપટ પર નિશા ની યાદો છવાય ગઈ.

"હું મારી નિશા નો વિશ્વાસ ન તોડી શકું.....આ ખોટું છે...નિશા મને જોતી હશે તો શું વિચારશે.." જય મન માં વિચાર કરતો હતો.

ખુશી ફરી બોલી, "દાદુ....."

"હા...બેટા..."જય એ લાગણી થી એની સામે જોઈ ને કહ્યું.

ખુશી એ પોતાની તરફ આંગળી કરી કાયરા સામે આંગળી ચીંધી ઈશારા થી કહ્યું કે એના વિશે કાયરાને જણાવો...

જય એ કાયરાને કહ્યું....," આ મારા છોકરા ની છોકરી છે....મારી નિશા ની પડછાય....."

આ જાણ્યા પછી પણ કાયરાનાં મુખ પર કોઈ પરિવર્તન ન આવ્યું પણ તેણે જીયાના તરફ જોયું....જાણે એને કંઈ કહેવું હોય..

"શું કહે છે દાદી.....જીયાના આંટી...?" ખુશી એ જીજ્ઞાશા વશ થઇ પૂછ્યું.

"કઈ નહિ....." જીયાના એ કહ્યું.

તેમાં અચાનક જય ની નજર બારીની બહાર આભમાં સૂર્ય પર પડી.આદિત્ય સાગર માં પોઢવાની તૈયારી જ કરતો હતો.

જય : " ખુશી...,કાયરાને મળવું હતું ને તારે...હવે મળી લીધું હોય તો આપને જઈએ... તારા મમ્મી ડેડી શોપિંગ કરી ને આવી ગયા હશે...આપને હવે જવું જોઈએ..."

ખુશી : " હા....દાદુ..."

જય એ કહી તો દીધું પણ તેના મન માં તો યુદ્ધ ચાલતું હતું. યુદ્ધ..... કાયરા પ્રત્યેની લાગણી અને નિશા પ્રત્યેના પ્રેમ ની વચ્ચે....; આમ આવી હાલત માં કાયરા ને છોડી ને જવાની વિવશતા અને વર્ષો થી નિશા એ બાંધેલી પ્રેમ અને વિશ્વાસ ની ગાંઠ વચ્ચે જય નું મન નિર્ણય લેવામાં અસક્ષમ બની ગયું હતું.

છતાંય જય એ ખુશી નો હાથ પકડ્યો અને દરવાજા તરફ મંદ પગલે પ્રયાણ કર્યું.

જીયાના દોડતી તેમની પાછળ ગઈ.

"આમ, એમને મૂકી ને ન જાવ....તમે જોયું ને તમારા આવવાથી એમના માં કેટલો ફરક પડ્યો છે..."

"મેં પહેલે જ કહ્યું હતું હું એને નહીં મળું પણ હું પોતાને રોકી ન શક્યો એની આવી હાલત ને લીધે....પણ હવે હું એની પાસે નહિ રહી શકું હું વિવશ છું...." જય એ કહ્યું.

" વિવશ......એક વાર તમે એણે આમ છોડી ને જતા રહેલા...અને આજે પણ આવું જ કરો છો....એટલા કઠોર ન બનો..."

"તો તું શું કહેવા માંગે છે કે હું એની સાથે અહીં રહું.....અને હું એને મૂકી ને જતો રહેલો...તે પણ એની જિદ્દ નાં લીધે.... ને ખુશી..., મેં તને કહ્યું હતું ને ભૂતકાળ ને વર્તમાન માં લાવીશું તો તકલીફ અને સમસ્યા જ ઊભી થશે..આ જોઈ છે ને તું...મારી નિશાએ મારી પર જે વિશ્વાસ રાખ્યો હતો એ હું ના તોડી શકું... " જય એ કહ્યું.

"તો શું કામ આવ્યા હતા અહીં...સાચે જ મોમ એ જે કર્યું તે જ યોગ્ય હતું....અમારી લાઈફ માં પાછા આવવાની શું જરૂર હતી....ચાલ્યા જાવ અહીં થી.....અને એક વાત યાદ રાખજો મારી મોમ ની આ હાલત તમારા લીધે જ થઈ છે...અને હું તમને ક્યારેય માફ નહીં કરું.....ચાલ્યા જાઓ અહીંથી...." જીયાનાએ ગુસ્સે થઈ કહ્યું.

"મોમ.....?" જય એ અશ્રું ભરી આંખોથી પૂછ્યું.

"હા....ડેડી...હું તમારી છોકરી છું.." જીયાના એ કહ્યું.

" કેવી વિડંબના છે એકબાજુ કાયરાની આવી હાલત છે અને બીજી બાજુ મારી દીકરી....મારો અંશ મારી સામે હતી પણ હું ઓળખી ન શક્યો...તું મારી છોકરી છે.....એ તે પહેલાં કેમ ન કહ્યું...?" જય એ પૂછ્યું.

"કેમકે... એ વાત તમને કહેવાનું હું જરૂરી નથી સમજતી...પણ અહીં મારી મોમ નો સવાલ છે તો હું ચૂપ ન બેસીશ...અને રહી વાત તમારી નિશા ની....તો તમારી નિશાને મોમ મળ્યા પણ છે...અને એ જ ઇન્ડિયા થી મોમ ને ફોન કરતી હતી....એ વાત મેં એટલે છૂપાવી કે કદાચ મોમ તમને ના ઓળખે તો આ વાત જાણી ને તમારા જીવન પર તેની કોઈ અસર ન થાય.....છૂપાયેલી વાતો છપાયેલી રહે એ જ સારું...પણ અહીં સ્થિતિ એકદમ વિપરીત છે... મોમ એ તમને ઓળખી લીધા છે.." જીયાના એ કહ્યું.

"શું નિશા.....પણ ક્યારે.... એણે મને આ વિશે કશું કહ્યું નથી....એવું ન બને....એ તો લંડન પણ નથી આવી..અને કાયરા ઇન્ડિયા આવી હોય એવું તો બને જ નહીં...." જય એ કહ્યું. જય ને તો વિશ્વાસ જ ન થતો હતો.

ક્રમશ.....