Pret Yonini Prit... - 5 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેત યોનિની પ્રીત... - 5

Featured Books
Categories
Share

પ્રેત યોનિની પ્રીત... - 5

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-5
અઘોરનાથબાબાએ પેલાં સુરતથી આવેલાંને ઓળખી કાઢી પાસે બોલાવ્યો. પેલાએ આપવીતી કહી.. કોઇ અગમ્ય પ્રેત દેખાય છે એ ખૂબ ડરી રહ્યો ચે અને બાબાનો પિત્તો ગયો અને બધાની સામે જ એનો કાચો ચીઠ્ઠો ખોલી નાંખ્યો. અને ત્યાંજ એને સતાવતું પ્રેત હાજર થયું અને એણે પેલાની વધુ પોલ ખોલી નાંખી એણે પ્રેતનાં જીવનકાળ દરમ્યાન શું શું ગુનાં પાપા કરેલાં એનું જીવન બરબાદ થયુ વગેરે કહી દીધું. અને બધાં એનાં સાક્ષી બની રહ્યાં.
ત્યાંજ મનસા ઉભી થઇ ગઇ ન જાણે એનાંમાં આટલું બળ કેવી રીતે આવ્યું અ એ પેલા વેપારીને ડોકેથી પકડીને છેક હવનકુંડપાસે ખેંચી લાવી અને એનુ ડોકુ હવનકુડમાં ધરી દીધુ. પેલા રાડો પાડતો રહ્યો અને હવનની જવાળાથી એનાં વાળ બળવા લાગ્યાં અને બાબાએ ત્રાડી પાડી એય પાગલ છોકરી છોડ એને... એની સિક્ષા તારે નહીં આણે આપવાની છે એમ કહી પ્રેત તરફ આંગળી કરી..
મન્સાએ પેલાને છોડીને... રડવાનું ચાલુ કર્યું... આવા અપરાધીઓ જ બધાનાં જીવન બગાડે છે.. જીવતા જીવ તન અહીં આ નીચ લોકો મડદાં પણ ચૂંથે છે. એમ કહીને ત્યાં બેસી ગઇ.
પેલો વેપારી ખૂબ ગભરાયેલો હતો એને કંઇ સૂજ જ નહોતી પડતી કે હવે શું કરે ? એ સાક્ષાત પ્રેતને જોઇને ખૂબ ભડકેલો આજ આત્મા મારી પાછળ છે એનાં નિકાલ માટે હું અહીં આવેલો એણે હાથ જોડીને બાબાને કહ્યું "હું માફી માંગુ છું મારાથી ખૂબ મોટું પાપા થયું છે. બાબાએ કહ્યુ તું મારી સરણે આવ્યો છે અને આ પ્રેત પણ ન્યાય માટે અહીં ફરે છે શું ન્યાય આપું બોલ ?
પેલું પ્રેત જાણે રધવાયું થયું. અન્ આખા ચોપાનમાં ધુમાડાની જેમ ઝડપથી ફરવા લાગ્યું. બાબાએ આંખો બંધ કરી અને પેલો વેપારી ઉભો થયો એને ખબર નહીં શું થયું એ દોડ્યો ઝડપથી એ દોડતો ડંગરની ધાર સુધી આવી ગયો અને જાણે તોફાની પવન ફુંકાયો એમ પેલાને ધસડીને ખીલમાં લઇ ગયો.... બચાવો... બચાવો કરતો ખીણમાં જઇ પડ્યો અને ખેલ ખલાસ.. ત્યાંજ બધો ન્યાય તોળાઇ ગયો. અવગતીયો છોકરીનો જીવ પાછો હવનકુડમાં આવી શમી ગયો.
જેટલાં બેઠાં હતાં યજ્ઞશાળામાં બધાંજ ડઘાઇને આ જે કંઇ થયું એનાં મૂક સાક્ષી બની રહ્યાં. બાબાએ આ બધુ. જોયુ અને એમણે ખડખડાટ હસવાનું ચાલુ કર્યું કયાંય સુધી એ હસતાં રહ્યાં. એમનાં હાસ્યથી મધ્યરાત્રીએ બધાને ખૂબ ડર વ્યાપી ગયો. ઘણાં બધાં બાબા મહાકાલનું રટણ કરવા લાગ્યાં. બાબાએ કહ્યુ. અપને આપ નીકાલ હો ગયા.. જય મહાકાલ.
બધીજ ગતિવિધિ માનસ જોઇ રહેલો.. એને ન સમજાય એવી અકળામણ થતી હતી એને સમજાતું નહોતું કે હું અહીં આ બધું જોવા આવ્યો છું ? મેં શું ધારેલું ? હું કેમ અહીં આવ્યો ? મારે તો મારું બધુ જાણવું છે અહીંની ધરતીથી મને અકણામણ હતું મારો ભૂતકાળ જાણે અહીં. ભંડાર્યો હોય એવું મને પ્રતિત થતું હતું મારી વ્યથા કોને જઇને કહું ? શું કહું ?
બાબાએ જેટલાં બેઠાં હતાં એ બધાં તરફ નજર કરી કહ્યું "આપ સહુ અહીં તમારાં દુઃખ દૂર થાય અને સુખ આનંદ મળે જીવનની કઠીનાઇઓ દૂર થાય એનાં માટે આવ્યાં છો. અહીં એવા જીવ છે જે છૂટા પડી અહીં થયેલાં, અહીં મળી પાછાં ગયેલાં પાછાં અહીં આવ્યાં છે. આજે એમને પણ એમનું અહીં આવવાનું સમજાઇ જશે. બાકીનાં લોકોની બધીજ પીડા અહીં માં લઇ લેશે અને આર્શીવાદ આપશે ગોકર્ણ તું બધાને આહુતી અપાવી યજ્ઞ પૂરો કર પછીથી માં માયાનાં દર્શન કરાવી લે ત્યાં સુધીમાં પરોઢ થશે અને તું બધાને તળેટી સુધી મૂકી આવજે.
આટલું કહી બાબાએ માનસ તરફ જોઇને કહ્યું "એય યુવાન તું અહીં આવ મારી પાસે... બાબાએ બોલાવ્યો એણે માનસ ઉભો થઇને આવ્યો. બાબા પાસે નજીક આવતાં જ એની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં. બાબાનો ચહેરો એકદમ જ મૃદુ થઇ ગયો એમણે માનસનાં માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યાં અને બોલ્યા "માનસ તું તારી જન્મભૂમિ પર છે અહીં જ તારો જન્મ થયેલો તારી માં એ રહીં જ દેહ છોડેલો... તારાં અહીં ઘણાં લેણદેણ છે તું મારી નજર સામે મોટો થયેલો પછી તને અને નિઃસંતાન જોડાને તને ઉછેરવાની જવાબદારી આપીને તને સોંપેલો છે.
તું કુંવારી માં નો દિકરો છે. પણ તું માં માયાનો દિકરો છે માં માયા અને બાબા મહાકાલ તારાં માતાપિતા છે. પાલક માં બાપનો છોકરો ભલે રહ્યો પણ તારી અસલી ઓળખાણ આ શેષનાગ ટેકરી છે.
માનસ કંઇ સમજ્યો કંઇક ના સમજ્યો અને ખૂબ આક્રંદ કરી રહેલો બાબા એનાં માથે હાથ ફેરવી રહેલાં તારાં હૃદયમાં જે કંઇ પીડા છે એ બધી જ આજે શાંત થઇ જશે ત્યાં જન્મની હકીકત કીધી હવે તારો મેળાપ અહીંજ થશે જેને તું ગયાં જન્મે ખૂબ પ્રેમ કરતો હતો એ અહીં જ હાજર છે.. એના પાસે તમે બંન્ને ભેગાં નથી થયાં અહીં તમને બંન્નેને માં માયાએ જ બોલાવ્યાં છે તમારો સંયોગ કરાવ્યો છે આટલું બોલી ત્યાંજ મનસા દોડીને બાબા પાસે આવી ગઇ.
બાબાએ રડતી મનસાને હસતી આંખે કહ્યું "બસ દીકરી તારી બધી જ પીડા માં આજે પૂરી કરી દેશે. તું અને માનસ બંન્ને આજે અહીં છે... એટલું બોલ્યાં અને મનસાએ માનસ તરફ જોયું અને બાબાની સામેજ માનસને વળગી પડી અને ધુસકે ધુસકે રડી પડી.
બાબાએ બંન્નેને અમી નજરે જોઇ રહ્યાં અને પછી બોલ્યાં તમે બન્ને પણ અહીં હવનયજ્ઞ કરવા બેસો આહુતી આપી માં માયાને પ્રસ્સનન રો અને યજ્ઞ કરતાં કરતાં જ તમને તમારો પુર્નજન્મ કેમ થયો છે એ સમજાઇ જશે અને બધી યાદ તાજી થઇ જશે એમ કહી બન્નેને આશીર્વાદ આપીને હવનયજ્ઞ કરવાં આજ્ઞા આપી. ગોકર્ણ એ એમને બે આસન બતાવી બેસવા કહ્યુ અને આહુતીનું પણ એમને આપી કહ્યું અહીં શ્લોક બોલાશે તમે આહુતિ આપજો.
બાબાએ કહ્યુ અહીંથી શ્લોક રૂઆઓ મંત્રો હું બોલું છું તમે માં બાબાને પ્રસન્ન કરો.
માનસ અને મનસા હજી અવઢવમાં હતાં બધીજ સ્થિતિ સ્પષ્ટ બની નહોતી છતાં યંત્રવત બાબાની આજ્ઞા પ્રમાણે કરી રહ્યાં. મનસાં બરાબર સમજી રહી હતી એની આંખો આનંદથી ઝૂમી રહી હતી.
બાબાનાં શ્લોક ચાલુ થયાં અને આહુતિ પ્રથમ જ્યાં હવનકૂંડમાં આહુત થઇ અને મનસા-માનસ કોઇ બીજી જ દુનિયામાં ખોવાયા...
"એય વિધુ... ક્યારનો આમ શેનાં વિચારમાં પડી ગયો છે ? ક્યારની આવીને તારી પાછળ ઉભી છું તારું તો ધ્યાન જ નથી આખી કોલેજમાંથી બધાં નીકળીને ઘરે પહોંચી ગયાં હશે પણ તું ખબર નહીં શેનાં વિચારોમાં મગ્ન ઉભો છે ? વિધુને પાછળથી ચોંકવાની બોલી વૈદેહી...
ઓહ.. તું ક્યારે આવી ? મને તો ખબર જ ના પડી કે ક્યારે બધાં નીકળી ગયાં અને તું મારી પાછળ આવીને ઉભી છે. પાછળ ઉભા રહેવાય ? આગળ આવીને મને તારો રૂપકડો ચહેરો બતાવે જોઇએ ને તો ચૂમી લીધાં હોઠ.. તો બધી ચિંતાઓ વિચાર મગજમાંથી નીકળી ગયાં હોત.
વાહ ક્યા બાત હૈ... બોલવામાં તને નહીં પહોંચાય પણ એ વાત સાચી મેં તારું એક ચુંબન ગુમાવ્યું એમ કહીને હસી પડી. વિધુએ વૈદેહીને વળગીને હોઠ પર ચુંબન લઇ જ લીધુ. વૈદેહી કહે "સાવ જંગલી જ છે હજી બોલું એ પ્હેલાં જ પકડી લીધી... બસ એક જ લેવાનું ? અને હસી પડી અને વિદુ ફરી પકડીને ચૂમવા ગયો દોડી ગઇ..
એય મારાં સ્કોલર આમ વિચારોમાં નહીં પડી જવાનું મને એમ કે તું મારી રાહ જુએ છે. આવીને જોઊં તોતું તો વિચારોમાં હતો. પેલી સંગીતાએ મોડું કરાવ્યું શું કરું ?
વિદુએ કહ્યું કેમ શું થયું કેમ મોડું કરાવ્યું ? હું તો ક્લાસમાંથી નીકળી ક્યારનો અહીં ઉભો છું.
વૈદેહીએ કહ્યું "કંઇ નહીં યાર એની એજ વાતો એની મંમી... જે બીજી વારનાં છે ખૂબ હેરાન કરે છે કંટાળી ગઇ છે વગેરે વગેરે... મેં સાંત્વનાં આપી બીજુ શું કહું ? એનાં પાપા પણ એનું ખૂબ ધ્યાન રાખે છે સારું છે.
વિદુએ કહ્યું "છોડ યાર, બધાની વાતો પછી કરીશું. આવાં અનેક કારણોથી બધાં પરેશાન છે દરેક ઘરમાં બસ કારણ જુદાં હોય છે પરેશાનીઓતો ઢગલો છે. બીજી આપણે આપણાં મૂડમાં મળીએ ત્યારે બીજી વાતો નહીં અને બીજી વાતો માટે સ્પેશીયલ સમય કાઢીશું બોલ ક્યાં જવું છે આજે ?
વૈદેહીએ આંખ મારતાં કહ્યું "ચલ લઇ જાને બાઇક પર હુમ્મસ તરફ જઇએ ત્યાં મજા આવશે..... વિદુ ઇશારો સમજી ગયો એણે બાઇક ધુમાવી અને દોડાવી મૂકી...
વધુ આવતા અંકે -