Prem no kinaro - 6 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | પ્રેમનો કિનારો - ભાગ-૬

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમનો કિનારો - ભાગ-૬

એક સાંજે બધા પાર્ટીમાં ડાન્સ કરી રહ્યા હતા.
મુક્તિ બિન્દાસથી ડાન્સ કરી રહી હતી.
મુક્તિ જાણી જોઈને અનુરાગ સાથે ડાન્સ કરવા ગઈ. અનુરાગ પણ મુક્તિ સાથે ડાન્સ કરવા આવ્યો. બધા પોતપોતાની મસ્તીમાં ડાન્સ કરી રહ્યા હતા. ડાન્સ કરતા કરતા અનુરાગના ગાલ પર થપ્પડ પડી ગઈ. અનુરાગને એક ક્ષણ માટે તો ખ્યાલ જ ન આવ્યો કે મુક્તિએ શું કામ થપ્પડ મારી. બધાની નજર અનુરાગ અને મુક્તિ પર હતી.

મુક્તિ:- "તારી હિમંત જ કેમ થઈ મને touch કરવાની?"

અનુરાગ:- "મુક્તિ શું કરવા ખોટું બોલે છે. હું તને શું કરવા touch કરવાનો?"

મુક્તિ:- "તો શું તને થપ્પડ મારવાનો મને શોખ થયો?"

અનુરાગ:- "ઑહ તો સીધેસીધુ બોલ ને કે તારે મારી સાથે બદલો લેવો હતો."

ઝંખના:- "અનુરાગ આવું કરી જ ન શકે."

વિરેન:- "હા અનુરાગ આવું ક્યારેય ન કરી શકે.
મુક્તિ તને કોઈ ગેરસમજ થઈ છે."

ઈશિતા, ઝંખના, સનાયા, વિરેન, વિરાજ, કરન,અભિષેક બધાએ જણાવ્યું કે અનુરાગ આમ ન કરી શકે.

મુક્તિ કૃતિકા સાથે ત્યાંથી નીકળી ગઈ. અનુરાગ અને અનુરાગનું ગ્રુપ પણ ત્યાંથી નીકળી ગયા. આ બનાવ પછી અનુરાગ અને મુક્તિ વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ. અનુરાગને ખ્યાલ આવી ગયો હતો કે મારી સાથે બદલો લેવા માટે મુક્તિએ મને કારણ વગર થપ્પડ મારી.

થપ્પડ મારવાની ઘટનાને ઘણાં દિવસ થઈ ગયા હતા. મુક્તિને લાગ્યું કે અનુરાગ પોતાની સાથે બદલો લેશે. પણ એવું કશું જ ન થયું.

દિવસે દિવસે કૃતિકા અને વિરેનની એકબીજા પ્રત્યેની લાગણી વધતી ગઈ. એક દિવસે બંનેએ એકબીજાને પોતાના મનની વાત જણાવી દીધી. કૃતિકાએ મુક્તિને અને વિરેને અનુરાગને પણ જણાવી દીધું. મુક્તિ અને અનુરાગ બંને કૃતિકા અને વિરેન માટે ખુશ હતા કે તેઓ એકબીજાને ચાહે છે.

એક દિવસે અનુરાગ અને મુક્તિ અનાયાસે જ ભટકાઈ જાય છે. બંને એકબીજા સામે જોઈ રહે છે.

અનુરાગ:- "ઑહ I am really really sorry mukti...Come on slap me..."

મુક્તિ અનુરાગનું વર્તન જોઈ રહી.

અનુરાગ:- "શું થયું આજે મને થપ્પડ નહિ મારે. આજે પણ તો મે તને Touch કરવાની કોશિશ કરીને...Come on mukti...Slap me..."

મુક્તિ:- "Listen અનુરાગ મારે તારી સાથે બદલો લેવો હતો તે મે લઈ લીધો. તે મારી કારને ટક્કર મારી તો બદલામાં મે તને થપ્પડ મારી. હિસાબ બરાબર..."

અનુરાગ:- "Listen mukti...મારે આ બદલાના ચક્કરમાં હવે નથી પડવું. શું આપણે નોર્મલ રીતે રહી શકીએ. એટલિસ્ટ કૃતિકા અને વિરેન માટે આપણે ફ્રેન્ડસ તો બની જ શકીએ."

મુક્તિએ થોડો વિચાર કરીને કહ્યું "Ok."

મુક્તિએ અનુરાગ અને એના ગ્રુપ સાથે ફ્રેન્ડશીપ કરી લીધી. પછી તો બે -ત્રણ વાર કૃતિકા અને મુક્તિ અનુરાગ અને એના ગ્રુપ સાથે મુવી જોવા અને ફરવા પણ જઈ આવ્યા.

એક સાંજે દરિયાકિનારે અનુરાગે મુક્તિને જોઈ. એક એકાંતવાળી જગ્યાએ બેસી મુક્તિ સમુદ્રના ઉછળી રહેલા મોજાઓને જોઈ રહી.
અનુરાગ મુક્તિ તરફ આગળ વધે છે. મુક્તિ તો પોતાનામાં જ ખોવાયેલી હોય છે. મુક્તિનું તો ધ્યાન પણ નહોતું. થોડો નજીક આવ્યો. મુક્તિના ચહેરા પર કંઈક ન સમજાય તેવી હલકી ઉદાસી છલકી રહી હતી. અચાનક જ મુક્તિનું ધ્યાન અનુરાગ તરફ ગયું. અનુરાગને જોઈ મુક્તિના ચહેરા પરના હાવભાવ જ બદલાઈ ગયા.

મુક્તિ:- "Hey અનુરાગ What's up? તું અચાનક અહીં?"

અનુરાગ:- "બસ આ તરફ દોસ્તો સાથે ફરવા નીકળ્યો હતો. Come join us..."

મુક્તિ:- "ok..."

અનુરાગ અને અનુરાગના દોસ્તો સાથે મુક્તિ મસ્તી કરે છે. અનુરાગે નોંધ લીધી કે મુક્તિ અંદરથી કંઈક અને બહારથી કંઈક અલગ છે. મુક્તિ અનુરાગની નજરથી બચવા કોશિશ કરતી હતી. અનુરાગે એવું અનુભવ્યું કે ચોરની ચોરી પકડાઈ ગઈ હોય એ રીતે મુક્તિના ચહેરાનો રંગ ઉડી ગયો હતો.

અનુરાગ ઘરે જઈને પણ મુક્તિ વિશે જ વિચારતો રહ્યો. મુક્તિની આંખોમાં એક હલકી ઉદાસીની ઝલક જોવા મળી પણ મને જોતા જ એની આંખોના હાવભાવ અને ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. મુક્તિ ઈચ્છતી હોય કે એની હળવી હળવી ઉદાસીને કોઈ પારખી જ ન શકે. એટલે મારા આવતા જ એ જરા શોક્ડ થઈ ગઈ.

મુક્તિ ઘરે જઈ વિચારી રહી હતી કે "ક્યાંક અનુરાગે મારી આંખોના ભાવથી મારા દિલની વાત જાણી ન લીધી હોય."

મુક્તિ થોડીવાર વિચારોમાં ખોવાઈ ગઈ. પછી મનોમન બોલી "મનની વાત જાણી લીધી તો પણ શું? પોતાના મનની વાત છુપાવી ખુશ રહેવાનું નાટક કરવું હવે મારાથી આ સહન નથી થતું. ક્યાં સુધી ખુદથી ભાગીશ...હવે જે થવાનું હોય તે થાય...I Don't care."

પછી લેપટોપ લઈ કંઈક લખવા લાગી અને ફેક Id પર પોસ્ટ કર્યું.

"कितना तलाशा इस दिल ने प्यार
ईसके पाँव के छाले दिखते नहीं।
सब कुछ दफ़्न है ईसमें
वो एहसास भी
जो हम लिखते नहीं।"

લવે લખાણ વાંચ્યું અને કોમેન્ટ કરી.

"न आँखो से छलकते हैं न कागज पर उतरते हैं
कुछ दर्द ऐसे भी होते है जो बस भीतर ही पलते है।"

ચાહત:- "Wow! મિ.લવ તો તમને પણ શાયરીનો શોખ છે."

લવ:- "હા થોડો શોખ છે પણ તમારા જેટલો નહિ."

ચાહત:- "શાયરી લખવાનું કંઈ કારણ?"

લવ:- "બસ એમજ લખવાનો પ્રયત્ન કરું છું."

ચાહત:- "શાયરી તો એક દિલની કહાની છે સાહેબ...જે એક દિલ બીજા દિલની યાદમાં લખે છે."

લવ:- "તમે કોની યાદમાં લખો છો?"

ચાહત:- "હું પણ તમારી જેમ બસ એમજ લખું છું..."

લવ:- "આખી દુનિયાને લખાણ બતાવો છો અને લખવાનું કારણ છુપાવો છો."

ચાહત:- "Good night..."

લવ:- "મિસ.ચાહત શું આપણે મળી શકીએ?"

ચાહત:- "Sorry મિસ્ટર લવ...હું તમને ન મળી શકું..."

લવ:- "ન મળવાનું કોઈ કારણ?"

ચાહત:- "હું તમને નથી જાણતી અને તમે મને નથી જાણતા. અજાણ્યા છો એટલે એટલે તમારી સાથે ખુલ્લા દિલથી વાત કરી શકું છું."

લવ:- "ઑહ તો તમને એ ડર છે કે તમારા મનની વાત કોઈ જાણી ન શકે. એટલે તમે મારી સાથે અજાણ્યા જ બનીને વાત કરવા માંગો છો. લાગે છે કે જાણીતા લોકોએ તમારા દિલને ઠેસ પહોંચાડી છે એટલે તમે ઈચ્છતા નથી કે કોઈ તમને જાણે અને પછી જાણીને ફરી તમને હર્ટ કરે. તમને એ વાતનો ડર સતાવે છે."

ચાહત:- "તમે તમારી રીતે અર્થઘટન કરી શકો."

લવ:- "Come on ચાહત એકવાર તો મળી જ શકીએ."

ચાહત:- "No..."

લવ:- "ફક્ત એક જ વાર..."

ચાહત:- "એક શરતે હું મળીશ..."

લવ:- "ઑકે શરત શું છે?"

ચાહત:- "મળી લીધા પછી આપણે જે રીતે દરરોજ ચેટ કરીએ છીએ એવી રીતના વાત નહિ કરી શકીએ. આ Id પર હું તમને બ્લૉક કરી દઈશ. રૂબરૂ મુલાકાત એ આપણી પહેલી અને છેલ્લી મુલાકાત હશે. મંજુર?"

લવ:- "એકવાર તો મળી લઈએ. પછી શું ખબર કદાચ આપણે બીજી મુલાકાત પણ કરીએ."

ચાહત:- "મિસ્ટર લવ તમે મને જાણી જશો તો ફરી મુલાકાતની તો વાત દૂર રહી પણ તમે મારા વિશે વિચારશો પણ નહિ."

લવ:- "આ કહેવા પાછળનું કારણ?"

ચાહત:- "હું બિન્દાસ અને બૉલ્ડ ગર્લ છું."

લવ:- "ok તો ક્યાં અને કેટલા વાગે મળીયે?"

ચાહત:- "દરિયાકિનારે...સાંજે છ વાગ્યે."

લવ:- "આપણે એકબીજાને ઓળખીશું કંઈ રીતના?"

ચાહત:- "તમારો મોબાઈલ નંબર મને આપો. હું call કરીશ."

લવ પોતાનો મોબાઈલ નંબર આપે છે.

ચાહત:- "Good night..."

લવ:- "Good night and sweet dream..."

ક્રમશઃ