અન્વયને પોતાનો બિઝનેસ હોવાથી કોઈ જોબ કરવાં કે એમ જવાનું ન હોવાથી વહેલાં ઉઠવાની બહું આદત નહોતી..સાડા સાત થઈ ગયાં છે. તેણે ઘડિયાળમાં જોયું પણ પાછો સુઈ ગયો... અચાનક ફરી થોડીવારમાં એને લીપી યાદ આવીને એ સફાળો બેઠો થયો. આજુબાજુ જોયું તો લીપી ન દેખાઈ. તેને જાણે થોડી ગભરાહટ થઈ અને ઝાટકા સાથે ઉભો થયો અને બહાર ગયો...એ તો બહાર હોલમાં આવતાં જ અવાક થઈને ઉભો રહી ગયો.
લીપી નાહી ધોઈને તૈયાર થઈ ગયેલી છે. અને વળી એમાં પણ સિલ્કની ડાર્ક બ્લુ સાડીને મસ્ત ગોલ્ડન ડિઝાઈનર બ્લાઉઝ પહેર્યા છે. વળી એને મેચિંગ નાજુક ગોલ્ડન સેટ, બુટ્ટી , હાથમાં પાટલા બધું જ પહેર્યું છે. માથામાં સિંદૂર પણ પુરેલુ છે આજે તો. સામાન્ય રીતે લીપીને વેસ્ટર્ન કપડાં વધારે ગમે અને વળી એ ઉછરી પણ એ જ રીતે છે. લીપી નાં મમ્મીને પ્રસંગ સિવાય ક્યારેય એણે સાડી પહેરતાં જોયાં નથી. એને ક્યારેક આવું પહેરવાનો શોખ છે પણ આજે આ રીતે તે ખુબ સુંદર લાગી રહી છે પણ સાથે જ એક અનહોની થવાનો ભય.
અન્વયને જોતાં જ લીપી તેની પાસે આવે ને બોલી, ઓ મારા વ્હાલા પતિદેવ ક્યાં ખોવાઈ ગયાં ?? તમારે આમ તૈયાર નથી થવાનું...કે આમ જ ફરવાનું છે ??
અન્વય તો લીપીને જોઈ રહ્યો છે કે એ કેટલું સુંદર અને મોહક લાગી રહી છે... એવું થાય છે કે અત્યારે જ તેને જકડીને તેનાં પર ચુંબનોનો વરસાદ કરી દઉં....એ વિચારોમાં ખોવાયેલા અન્વયને લીપીએ ફરી ચપટી વગાડતાં જ એ વર્તમાનમાં આવી ગયો ને બોલ્યો, હા બોલ શું થયું?? તું કેમ આટલી તૈયાર થઈ છે ??
લીપી : હસીને તું તો સાવ ભુલક્કડ થઈ ગયો છે અનુ. રાત્રે તો વાત થઈ હતી કે આપણાં ગામડેથી કેટલાંક વડીલો આવી રહ્યાં છે અહીં આપણને મળવાં જે લગ્નમાં નહોતા આવી શક્યાં...હવે એ લોકોની સામે તો નવી વહુ સાડી પહેરે તો જ સારું લાગે ને ?? આપણી ગુજરાતી પરંપરા મુજબ....
અન્વયથી અનાયાસે બોલાઈ ગયું, શું આજે આવશે એ લોકો ?? વાટ લાગી જશે ?? ખબર નહીં શું થશે ??
લીપી : શું થયું અનુ?? તને ન ગમ્યું તારા સગાં છે ને ?? અને મમ્મી તો કહેતાં હતાં કે નાનપણમાં તું એ લોકો સાથે રહીને જ મોટો થયો છે...તો કેમ આમ બબડે છે ?? શેની વાટ લાગવાની છે ??
અન્વયને લીપીને પહેરેલા દોરાની અસર પુરી થવાની ચિંતા છે...જો એ બધાં સામે લીપી કંઈ કરશે તો તો આવી બનશે. ગામડાંના એ લોકોમાં આવી કંઈ પણ વાત થશે તો તો આખાં ગામને સમાજમાં ઢંઢેરો પીટાઈ જશે. વળી ગામડાંના લોકો તો આવું બધું બહું જોયેલું હોય એટલે પારખી પણ તરત જાય માણસને એની હીલચાલ ને વર્તન પરથી...
એ વાત વાળી લેવાં બોલ્યો, કંઈ નહી બકા, એ તો આપણે થાકીને આવ્યાં છીએ એટલે હું એમ વિચારતો હતો કે થોડાં દિવસો પછી આવે તો સારૂં....
હું આવું હમણાં એમ કહીને તે ઉતાવળે પગલે તેનાં મમ્મીપપ્પા નાં રૂમ તરફ વળ્યો... લીપી એ અન્વયને બુમ પાડી પણ તેણે ન સાંભળતા તે ફરી પોતાનાં કામમાં પરોવાઈ ગઈ.....
************
અન્વયને નિમેષભાઈના રૂમમાં થોડો ગુસ્સામાં બોલતો સાંભળીને પરેશભાઈ અને પ્રિતીબેન ઝડપથી બાજુનાં રૂમમાંથી એમનાં રૂમ તરફ આવ્યાં ને અન્વયને બોલતો સાંભળ્યો, પપ્પા તમારે એ લોકો અત્યારે આવવાની ના પાડવી જોઈતી હતી ને.. અત્યારે ખબર છે ને લીપીની તબિયત કેવી છે...અને આજે તો કોઈ પણ મિનિટે કંઈ પણ થઈ શકે છે...જો એ બધાંની વચ્ચે કંઈ થશે ને એ કંઈ કરશે તો ??
અન્વય એકદમ ચિંતાતુર બની ગયો છે. સામે નિમેષભાઈ પણ થોડાં ચિંતીત સ્વરે બોલ્યાં, બેટા મે કહ્યું જ નથી એમણે રાત્રે મોડાં ફોન કરીને કહ્યું કે અમે આવીએ છીએ ત્યાં અને આ વખતે તો કોઈ બહાનું નહીં ભાઈ એમ કહીને ફોન મુકી દીધો.... ઓલરેડી આપણે હોસ્પિટલમાં હતાં ત્યારે જ એમનાં બહું વાર ફોન આવી ચુક્યા હતાં પણ એ વખતે કંઈ ને કહીંને મે બહાનાં બતાવીને ફરવા ગયાં છો તમે લોકો આમ તેમ કહીને વાત ટાળતો હતો. પણ હવે તું જ કહે બેટા હું કેમ ના પાડું ??
અન્વય થોડો ઠંડો પડ્યો ને બોલ્યો, હવે શું કરીશું પપ્પા ?? હું લીપી વિશે કોઈ પણ આમતેમ વાત કરે એમ હું નથી ઈચ્છતો...
નિમેષભાઈ : તું ચિંતા ન કર બેટા...ભગવાનને પ્રાર્થના કરીએ કે એટલીસ્ટ એ દરમિયાન કંઈ ન થાય લીપી સાથે...બાકી તો હવે જે થશે એ જોયું જશે...અને આરાધ્યા પણ આવે છે હમણાં તો એ પણ લીપી સાથે હશે તો થોડું સારું રહેશે....
અન્વય : હમમમ... પપ્પા ચાલો એ લોકો ગમે ત્યારે આવશે... બધાં રેડી થઈ જઈએ. હું નાહીને આવું રેડી થઈને...અને વળી લીપી અહીં આવશે ને બધાંને આમ ભેગાં થયેલાં જોશે તો પાછી સવાલો કરશે...એટલે બધાં બહાર જઈએ......
******************
અગિયાર વાગ્યાનો સમય થયો છે. બધાં મહેમાનો પણ આવી ગયાં છે...લીપી સરસ રીતે બધાંની આગતાસ્વાગતા કરી રહી છે. બધાં હોલમાં બેઠાં છે... એટલામાં જ તેમનાં ત્યાં કામ કરવાં આવતાં માસીએ ધીમેથી લીપીને કંઈ પુછવા આવ્યાં છે એ અન્વયે જોતાં તરત જ એમને એની પાસે બોલાવી લીધાં ને સાઈડમાં લઈ ગયો ને બોલ્યો, શું થયું માસી ?? લીપીનું કંઈ કામ છે ?? મને કહી દો જો કહી શકાય એવું હોય તો.
લીલાબેન : અનુભાઈ ના એવું કંઈ ખાસ કામ નથી. આ તો હું તમારાં રૂમમાં બાથરૂમને ધોવા ગઈ તો એક દોરા જેવું કંઈ મળ્યું...સાબુના એ બોક્સ નીચે. તો મને લાગ્યું કંઈ કામનું હોય તો આપી દઉં. વળી પાછું ભાભીને યાદ આવે તો શોધશે.
અન્વય : તમને કેમ ખબર પડી કે એ ભાભીનું જ છે ??
લીલાબેન : એ તો આટલાં સમયથી ભાઈ અહીંયાં કામ કરૂં છું તમને લોકોને કોઈને આવું કંઈ પહેરતાં જોયાં નથી...ભાભી નવાં છે અને પાછું તમારાં રૂમમાં જ મળ્યું એટલે મને થયું એમનું હશે.
અન્વય : હમમમ... કંઈ વાંધો નહીં. હું લઈ લઉં છું. એને પછી આપી દઈશ...એમ કહીને એ બાથરૂમમાં એ દોરો લેવાં ગયો. દોરો તો એ જગ્યાએ જ પડ્યો છે. અન્વય એ લેવાં ગયો તો જોયું કે લાલ કલરનો એ દોરો અત્યારે એકદમ કાળો બની ગયો છે...અન્વય થોડો ગભરાઈ ગયો...એણે બહાર જઈને ઈશારાથી અપુર્વને બોલાવીને દોરો બતાવ્યો...
બંને તેને એક જગ્યાએ સાચવીને મુકીને બહાર હોલમાં આવ્યાં....અન્વયને ખબર છે કે દોરાની અસર અત્યારે પુરી તો થવાની જ છે પણ આ દોરાના કલર બદલાવાનું કારણ સમજાયું નહીં....કોઈ પણ હિસાબે બસ લીપી અત્યારે
કંઈ પણ કરે નહીં અને ઝડપથી આ લોકો ચાલ્યા જાય.
બધાંએ શાંતિથી જમી લીધું. લીપીએ બધાંને બહું સારી રીતે સાચવી લીધાં. એ લોકો ખુશ થઈ ગયાં... બધાંને આમ તો એ લોકો માટે લાગણી અને માન છે પણ લીપી નાં કારણે બધાંને એવું થાય છે કે એ લોકો જલ્દીથી જાય.
બપોરનાં ચાર થઈ ગયાં છે. હજું સુધી બધું બરાબર છે. એ લોકો જવાની તૈયારી કરવા લાગ્યાં. બધાંને થોડી શાંતિ થઈ. એટલામાં લીપી આવીને બોલી, કાકા આજે રોકાઈ જાઓ બધાં...કાલે જજોને.
આ સાંભળીને એક કાકા બોલ્યાં, તું કહે છે દીકરા જોઈએ...બાકી તો તમારાં ઘરે બહું મજા આવી બેટા.
બધાં એકબીજા સામે જોવા લાગ્યાં. હવે લીપીને શું કારણ કહેવું. એને તો કંઈ જ ખબર નથી...પણ નસીબ કે એમાંથી એક કાકા બોલ્યાં, ના દીકરી...અમે ગાડી લઈને આવ્યાં છીએ ઘરે પણ જરૂર છે ગાડીની. થોડાં કામથી ગાડી લઈને બહાર જવાનું છે...એટલે ફરી ક્યારેય આવીશું નિરાંતે...અને આખરે બધાં અડધો કલાકમાં ઘરે જવા રવાનાં થઈ ગયાં.....
****************
આજે માથેરાનથી આવ્યે પાંચ દિવસ થઈ ગયાં છે. દોરો પણ નીકળી ગયો છે. પણ લીપી એકદમ નોર્મલ છે... કોઈ જ એવી હરકત પણ નથી કરી. ઘરમાં પણ બધાં સાથે સરસ રીતે સેટ થવા લાગી છે. એટલે પ્રિતીબેન અને પરેશભાઈ પણ ઘરે જાય છે. અને કંઈ એવું લાગે તો આવશે એવું કહીને એ લોકો બરોડા પાછાં જતાં રહે છે....
લીપી એકદમ નોર્મલ હોવાથી એ લોકો પેલાં જાણકાર ને બતાવવા જવાનું પણ માંડી વાળે છે..પણ અપુર્વ ને હજું પણ ઉંડે ઉંડે કંઈક તો છે એવાં એંધાણ લાગી રહ્યાં છે......
શું અપુર્વની શંકા સાચી પડશે ?? લીપી ખરેખર નોર્મલ થઈ ગઈ હશે ?? ફરી એ ડ્રાઈવર આ બધાંને ક્યારેય મળશે ખરાં ?? શું બધાં રહસ્યો એમ જ વણખુલ્યા રહી જશે ?? જાણવાં માટે વાંચતા રહો ,પ્રિત એક પડછાયાની - ૧૮
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે ............