Deshprem darshavati mari kavitaao in Gujarati Poems by Tejal Vaghasiya . books and stories PDF | દેશપ્રેમ દર્શાવતી મારી કવિતાઓ

Featured Books
Categories
Share

દેશપ્રેમ દર્શાવતી મારી કવિતાઓ

(1) મારા મનની પ્રાર્થના (ભારત મારો દેશ છે)

ભારત મારો દેશ છે આ દેશ લોકશાહી કહેવાય,,,
જનતા મળી સૌ વિચારે, દેશ મારો સમૃદ્ધ કેમ જ થાય... (૨)..

સૌના જીવન નો આધાર મોટો, સાચું શિક્ષણ મળે આજ,,,
આવોને આજે સત્ય સ્વીકારી એ ,આનંદ લઈ એ સાથે આજ... (૨)...

ગાંધી બાપુ એ સંદેશો દીધો, હિંસા દુર કરવા કાજ,,,
અમીર -ગરીબ નો ભેદ ભૂલીને, કર્મ કરીએ સૌ મળી સાથ ...(૨)...


ગાંધી બાપુ એ સત્યાગ્રહ કીધો, આઝાદી મેળવવા કાજ,,,
ઉંચ - નીંચ ના ભેદ તોડીને, આઝાદી પામ્યા સૌ લોક ને કાજ...(૨)...

સ્વચ્છ ભારતનું સ્વપ્ન જોયું એણે, ચાલો દઈએ સૌ સહકાર,,
મારું - તારું દુર કરી એ, એ જ આ દેશ નો સાચો આધાર...(૨)...

સર્વે સમર્પણ કરીને જે લોક, શહીદ થયા આ દેશ ને કાજ ,,,
બે કર જોડી વંદન કરી એ, મળીયો જન્મ આ ભૂમિમાં આજ ... (૨)...

સાથે રમીએ, સાથે ભમીએ, સાથે કરીએ સઘળા કામ,,,
હળી- મળીને જીવી જઈએ, યાદ કરે આ દુનિયા તમામ ...(૨)

માનવ સમાજ નું જીવન કેવું, આશા એની કદી ન પુરાય,,,
ખાવું - પીવું, હરવું - ફરવું, રોજ નવી આશા જાગી જાય ...(૨)...

મીરાં બાઈ ને નરસૈંયા એ, કીધી કૃષ્ણ ભક્તિ સાચ,,,
બાપુ ના જેવી દેશભક્તિ કરી એ, બની એ આ ધરતી ના નાગરિક સાચ,,, બનીએ આ ધરતી ના નાગરિક સાચ,,, (૨)...

!!!! જય હિન્દ !!!! !!!! જય ભારત !!!!!
!!!!! વંદે માતરમ્,,, વંદે માતરમ્,,, વંદે માતરમ્ !!!!!
****************************
તેજલના સૌને જય હિન્દ
****************************

(2) મારા દેશની જનતાને હું કરું વિનંતી એક




મારા દેશની જનતાને હું કરું વિનંતી એક
અર્પણ કરીએ આ તનને રહીએ બની નેક
કેટલા ગયા કેટલા જશે અંતે જવાના અનેક
મારૂં તારૂં કંઈ ન કરીએ રહીએ બનીને નેક

વિસ્તર્યો છે રાષ્ટ્રવાદ ભારતમાં બનીને ઝેર
વિવાદ સતાના દેશમાં થાય આજ ઠેર ઠેર
છોડીને સઘળું કરીએ સંવાદ મળીએ ઘેર
સંસ્કૃતિ ભારતની છે સંતોની અપાર મે'ર

ઉંચ-નીંચ નથી કંઈ માનીએ સહુ એમ
નાત જાત ભેદ છૂટ્યો નહીં છતા કેમ??
સૈનિક શિક્ષક બાળને કરીએ અપાર પ્રેમ
"તેજુ" જણાવે દિલમાં દાખવીએ દેશપ્રેમ

********************************************
તેજલના સૌને જય ભારત જય હિન્દ જય શ્રી કૃષ્ણ
********************************************

(3) મહાન સંસ્કૃતિ ભારતની

મહાન સંસ્કૃતિ ભારતની કદી ભુલાયના
સાથ સહુનો રાખવો એ સંદેશ છોડાયના
માફી માંગી-આપીને ભાઈચારો નિભાવતા
શરૂઆત હોય નવા વર્ષની ઈસુ પારસીના

સુર્ય પોતાનો નિભાવે ધર્મ સહુ કાજ સમાન
ચંદ્ર શિતળતા પીરસી રહ્યો ઉંચા આસમાન
વરસી પડે વાદળી ક્યાંક એમ જ અણધારી
ધર્મ કેરી તુજ હાથથી મનવા નવ છુટે કમાન

દિવસ બદલે રોજ નથી આવવાનો ફરી કદી
ભારત ભરમા મા કહેવાતી વહેતી અનેક નદી
સાચવીએ સંસ્કૃતિ આ દેશની સાચા દિલથી
માત પિતાના પ્રેમમાં તેજુ નહી મળે કદી મંદી

*************************************
- તેજલ વઘાસિયા ના જય હિન્દ જય ભારત
*************************************


(4) દેશના જવાન મારા દેશના જવાન

દેશના જવાન મારા દેશના જવાન
જુઓ કેવા છે મારા દેશના જવાન
ના જુએ દિવસ કે ના જુએ અે કોઈ રાત
હોય સખા સાથ ને કરે 'મા' ભોમની વાત
એ છે દેશના જવાન મારા દેશના જવાન
ખબર નથી એને ક્યારે આવવાની છે ઘાત
સદા હોય તૈયાર એ દુશ્મનને મારવા લાત
એ છે દેશના જવાન મારા દેશના જવાન
એ રહે છે સરહદે છોડી પોતાના પિતાને માત
કર્મ કરે છે દેશ કાજ ભૂલી સઘળી નાત જાત
એ છે દેશના જવાન મારા દેશના જવાન
અંધકાર કરે દુર પૂરે નવા અજવાળાની ભાત
બલિદાન આપે દેહના નિશામાં પણ ન કરે વાત
એ છે દેશના જવાન મારા દેશના જવાન
રહે ના એ રાત્રિએ સતર્ક તો ન થવાની થાત
જવાનોની અમર કહાની દુશ્મન કોઈ ન ગાત
એ છે દેશના જવાન મારા દેશના જવાન

**************************
તેજલ વઘાસિયાના જય હિન્દ
**************************
(5) સનાતન ધર્મ

જીવન મુલ્ય માનવી છે ભુલ્યો આજે
કર્મ કરવા ખોટા ધર્મ છોડતા ના લાજે
સાંભળ મનવા મળશે કરમ ફળ તારા
સત્ય છોડી વધે આગળ સ્વાર્થ કાજે

આવ આતમ સ્વીકાર સત્ય સનાતન
નિભાવ ધર્મ તારો આ દેહ છે ટનાટન
હિન્દુ મુસ્લિમ ઈસાઈ સિખ છે એક
છોડ જીવનની સઘળી આ ધનાધન

સરવાળા થાય સંબંધોમાં લાગણીના
તોડ ન હોય કોઈ તારી મીઠી વાણીના
સૌથી મોટો માનવ ધર્મ આ ધરતી પર
છે ઘડવૈયો ક્યાં કોઈએ વાત જાણીના

સુખ સંપત્તિ અપાર છે તારા જીવનમાં
નથી ખોટ આવવા દીધી તારા જતનમાં
ના વેડફી વાણી સાંભળ સઘળા જીવોને
ઉતમ દેહ આપ્યો ઈશે તેજુ માનવવનમાં

*******************************
- તેજલ વઘાસિયા "તેજુ" ના જય હિન્દ
********************************

(6) દિલમાં તમારા

ના રહી જવાનને કોઈ કામમાં રુચી
જાગ્યો દેશપ્રેમ ને બીજી વાત ખૂચી
જવાનો માટે રાખો ચાહ દિલમાં તમારા
ઘા ઝીલ્યા દુશ્મનના, એ કરતા જાસૂસી

માગી ના મળતી કોઈની એને ચાહ
અવરોધ ના બનીએ સૌ એની રાહ
ઘટે અનુરાગ ના કદી દિલમાં તમારા
કહેજો સદ્ વચન, ના નિકળે આહ

હોય વેણ કડવા કોઈના જો ખટપટા
શબ્દો ના બાણ લાગતા એવા ચટપટા
દાઝ ના પાડજો કોમળ દિલમાં તમારા
''તેજુ'' મંજીલ નહીં,રાહ છોડજો અટપટા

***********************************
તેજલ વઘાસીયાના જય હિન્દ જય ભારત
***********************************

(7) દેશના ફકીર


દુશ્મન દેખી દેશના શુરા બોલ્યા વેણ
સરખા સખાના સુર મળ્યા ફરકે નેણ

રમવા આવો વીરો માતૃભૂમિ કરે સાદ
શુરવીરોને સંભળાયા એના આંતરનાદ

ધ્વનિ ગુંજે શંખ તણો ને ગુંજશે ગગન
રોળાશે રણમાં શૂરવીરો બુઝાશે અગન

લડવૈયા લડતા આતમ કેરા સ્વર સુણતા
એક સામે અનેક પાછા એ ના ડગ ભરતા

હશે વસમી વિદાય જે'દી એ વીરો તણી
દેહ દેખાતો મલકાતો વિજયઘોષ સુણી

છે માતૃભૂમિ અેમને એના દેહાંતેય પ્યારી
ભરી દિલમાં દેશભક્તિ એ વીરોમાં ન્યારી

જય હો એ જનેતાને જન્મયા જેણે વીર
વંદીએ તેજુ એ માતને એજ દેશના ફકીર

***********************************
-તેજલ વઘાસિયાના જય હિન્દ જય ભારત
************************************
(8) ધન્ય ધરા ભારતની

ધન્ય ધરા ભારતની જન્મ મળ્યો છે આ દેશમાં
શરદ પૂનમની રાતડીને હોય ચાંદ શીતળ વેશમાં
ધરતીપુત્રો ધરા ખેડતા મુખે વાણી મીઠા ગીતમાં
ધરમ કેરા કામ કરતાને હૈયા હોય સૌના હિતમાં
ઋણ ચૂકવવા મા ભોમનું સરહદે લડતા શુરવીરો
છોડે એ તો ઘર પરિવાર ના જોતા કોઈ તહેવારો
એક 'મા'ના બે સંતાન લડતા ભોમની રક્ષા કાજ
એક ખેલે ગોળીબાર બીજો ખેડે માના પેટ આજ
માન દઈએ મોંઘા સંતાનને શાંતિ સ્થાપે સંદેશમાં
અમુલ્ય વારસો સંસ્કૃતિનો "તેજલ'' ભારત દેશમાં

*************************************
તેજલ વઘાસિયાના જય હિન્દ જય ભારત
**************************************

(9) જવાનોની ઈચ્છા

જન્મ દેનારી સાંભળ માત મારી
ભારત માતા મને જાનથી પ્યારી
જાવું એની રક્ષા કાજ દુર મારે
કોરી રાખજે તારી નયન અટારી

દેહ આ થનગને દુશ્મન રોળવા
સરહદે જઈ સઘળા ખોળવા
હૈયાની હામ સાથ લઈ દોસ્તો
દેશના એ ચક્ષુભેદીને તોળવા

ખુટ્યા હશે આપણા લેણ-દેણ
અંતિમ વિદાયના આવે કહેણ
મુજ જનેતાને સંભાળજે પ્રિયા
ભીંજાય નહીં જોજે તારા નેણ

બંધ થશે આંખ આ બે જ્યારે
દેહ આ વિંટળાશે ત્રિરંગે ત્યારે
માત પિતા હસતા દેજો વિદાય
બેનડી દેજે તું "જય હિન્દ" નારે

સરહદે રે'તા જવાનો એમ કે'તા
અમ પરિવારને સંભાળજો નેતા
રહે હિન્દુસ્તાન આઝાદ અમારૂં
માતૃભૂમિ કાજ દેહ છોડી જાતા


*****************************************
-તેજલ વઘાસિયા "તેજુ" ના જય હિન્દ જય ભારત

******************************************

(10) ધન્ય ઘણી શુરાની જનની

ધન્ય ઘણી શુરાની જનની જેણે જન્મ્યા વીરો ભારતમાં
અમુલ્ય વારસો એ ધરાનો સમાયો ઉંડા એના થાનકમાં

લખ્યું જેણે શાસ્ત્રજ્ઞાન એ ઋષિઓનો ઘણો આભાર
શાસ્ત્રો છે ઘણા જૂના છતા વિજ્ઞાનનો છે મોટો આધાર

જપ તપ કરતા ઋષિમુનિને જન્મયા ઘણા દેવ -અસુર
પવિત્ર ધરા હિન્દની દિસંતુ જ્યાં દેવ દાનવોનું નુર

સુભાષ ગાંધી સરદાર જેવા થયા અનેક વીર અપાર
પરંપરા છે યુગોતણી જન્મ લેશે ઈશ એજ ધરા પર
મીરાબાઈ થઈ ભક્તનારી લક્ષમીબાઈ થઈ વીરાંગના
જન્મે એવી અનેકાનેક નારી દેશમાં થતા કોઈ દંગ ના

શત શત નમન હિન્દ ધરાને હર કાર્ય હોય દેશ કાજ
જનનીને વિનવે તેજલ હર જન્મ દેજે હિન્દમાંજ

************************************
- તેજલ વઘાસિયાના જય હિન્દ જય ભારત
*************************************