Anbanaav - 7 in Gujarati Short Stories by bharat maru books and stories PDF | અણબનાવ - 7

Featured Books
  • Krishna

    **The Story of Krishna: The Divine Play of Life**In the vast...

  • Rain Flower - 20

    Rain Flower Kotra Siva Rama Krishna After that she had seen...

  • Too Much is Too Bad

                                               Too Much is  Too...

  • You, Me and Desert - 4

    There were no remnants of the past left here anymore. Neithe...

  • Struggle of Life

    Struggle of Life  In a small, dusty village nestled amidst r...

Categories
Share

અણબનાવ - 7

અણબનાવ-7
ગિરનારનાં જંગલમાં વચ્ચે, કયાંક દુર્ગમ સ્થળે તિલક એના ગુરૂનાં આશ્રમ પર વિમલ,રાજુ અને આકાશ-ત્રણે મિત્રોને લઇ આવેલો.પણ આશ્રમનાં રસોડા જેવા દેખાતા ઝુપડામાંથી અચાનક એ જ બાવો બહાર આવ્યોં જે આકાશ અને રાકેશને તે દિવસે રાત્રે ભવનાથમાં મળ્યોં હતો.અત્યાર સુધીની તમામ રહસ્યમય ઘટનાઓનું કારણ એ તાંત્રીક કે અઘોરી જેવો બાવો.આકાશ એને તરત જ ઓળખી ગયો હતો.પણ એ બાવાએ પહેલા આકાશ સામે જોયું.એની નજરમાં કંઇક શક્તિ હોય કે શું? આકાશ કંઇ બોલી જ ન શકયો.એ સજજડ ઉભો રહ્યોં.વિમલ અને રાજુએ તિલકની પાછળ અને તિલકની જેમ જ એમને નમસ્કાર કર્યાં.રાજુને એવું લાગ્યું કે આ બાવાને મે કયાંક જોયેલો છે.એણે વિમલ સામે ચિંતીત નજરે જોયું.વિમલને કંઇક શંકા ગઇ અને એણે ફરી એ બાવા તરફ જોયું.પણ ત્યાં તો તિલકે અટ્ટાહાસ્ય કર્યું.પેલો બાવો તો મંદ મંદ હસતો અંદર આશ્રમનાં મકાનમાં જતો રહ્યોં.આ બધા તો હજુ બહાર જ ઉભા હતા.રાજુએ તિલક તરફ જોયું પછી ઝડપથી વિમલ અને આકાશને કહ્યું “આપણે ફસાઇ ગયા છીએ.” આકાશને પણ તરત જ વાચા આવી.પણ તિલકે ગંભીર મુદ્રા ધારણ કરી પુછયું “કેમ એવું બોલે છે?”
“આ રસોડામાં હતા એ તમારા ગુરૂજી છે?” આકાશે પુછયું.
“અરે ના ભાઇ ના.એવા તો કેટલાય બાવાઓ અહિં આવતા હોય.થોડા દિવસ મફતનું ખાય પછી બીજે ચાલ્યાં જાય.” થોડી વાર કંઇક વિચારી તિલક ફરી બોલ્યોં “પણ કેમ?”
“આ એજ બાવો છે.” આકાશે એકદમ તિલકની નજીક આવીને કહ્યું.
“અરે તારી કંઇક ભુલ થાય છે.આ તો એક સામાન્ય બાવો છે.આની પાસે કોઇ એવી તાંત્રિક શક્તિ નથી.તમે ખોટી ચીંતા ન કરો.ચાલો અંદર.” એટલું બોલી તિલક અંદર ગયો.આકાશ પણ અંદર જવા માટે પોતાના બુટ ઉતારવા લાગ્યોં પણ રાજુએ એને ઇશારાથી આમ ન કરવા કહ્યું.વિમલ પણ રાજુની લગોલગ આવીને ઉભો રહ્યોં.આકાશે ત્યાં આવીને પુછયું “અંદર નથી જવું?”
“ના, મને કંઇક ગડબડ લાગે છે.જો આ બાવો પેલો તાંત્રિક જ હોય તો આપણે જોખમ ન લેવાય.આપણે અંદર નથી જવું.જે કોઇ ગુરૂ હશે એ બહાર આવશે.” રાજુએ ધીમેથી કહ્યું ત્યાંરે વિમલે પણ હકારમાં પોતાનું માથુ ધુણાવ્યું.આશ્રમની જમણી તરફ મોટા વૃક્ષો નીચે છાયામાં જવા માટે વિમલે પગ ઉપાડયા.રાજુ અને આકાશ પણ એ તરફ ગયા.આશ્રમનાં મકાનથી થોડા સલામત અંતરે અટકયાં પછી વિમલે પુછયું “આકાશ, તને પાછા જવાનો રસ્તો યાદ છે?”
“હું એકદમ ‘શ્યોર’ તો નથી પણ થોડું આમતેમ કરીને મળી જાય....કદાચ.” આકાશે ચારે તરફ નજર ફેરવતા કહ્યું.
“શું કદાચ? તું તો ગીરનારમાં ટ્રેકીંગ માટે ખુબ આગ્રહ કરતો હોય.તો તને આ જંગલની થોડી ઘણી ખબર તો હશે ને?” વિમલે ફરી પુછયું.હવે વિમલનો ઇરાદો આ બંનેને ખબર પડવા લાગી હતી.પણ રાજુએ તરત જ પોતાના ગોઠણ પર હાથ ફેરવતા કહ્યું “વિમલ, તારો ઇરાદો શું છે? અહિંથી ભાગવાનો પ્લાન હોય તો એ શકય નથી.”
“કેમ? મને લાગે છે કે અહિં આ વૃક્ષોની આડમાં જ ભાગી જઇએ.” વિમલે આટલું કહી થોડા ડગલા ભર્યાં.આકાશે એનો હાથ પકડી એને રોકયો.ત્યાં રાજુ તરત જ બોલ્યોં “અરે યાર, મારા ગોઢણમાં ખુબ દુઃખાવો છે.મારે હવે થોડા આરામની જરૂર છે.”
“તો પછી પરીણામ ભોગવજો?” વિમલે બોલીને પોતાનો એક પગથી એક ઝાડની નાની ડાળી ભાંગી નાંખી.
“મને એવું લાગે છે કે આપણે તિલકનાં ગુરૂને મળી લેવું જોઇએ.આ આશ્રમનાં દિદાર જોતા એવું નથી લાગતું કે અહિં કોઇ જોખમ હોય?” આકાશે આશ્રમ તરફ હાથ લંબાવતા કહ્યું.પણ ત્યાં જ પેલો બાવો બહાર ડોકાયો.એ કંઇક શોધતો હોય એમ આમતેમ જોવા લાગ્યોં.એની નજર આકાશ તરફ પડી.અને એ આ તરફ ચાલતો આવ્યોં.એને આ તરફ આવતા જોઇ ત્રણેય મિત્રો સાવધ થયા.એણે નજીક આવીને કહ્યું “તમને ગુરૂજી અંદર આવવાનું કહે છે.આવો...આવો.” એના ચહેરે એકદમ શાંત ભાવો હતા.એ જોઇને આકાશને નવાઇ લાગી કે ‘આ એજ બાવો છે જેણે ત્યાંરે રાકેશ સાથે ઝગડો કરેલો?આ એજ બાવો છે જેણે અમને અહિં સુધી આવવા મજબુર કર્યાં?
પણ ત્યાંજ એ ફરી બોલ્યોં “આવો...ડરો નહિં.આ તો ગીરનાર છે.ભગવાનનું ઘર છે.મારાથી પણ ન ડરો.”
આકાશે હિંમત કરીને પુછી લીધું “તમે તો એ દિવસે રાત્રે અમને ભવનાથ પર મળેલાને?”
“ના ભઇલા, હું તો તમને ઓળખતો પણ નથી.હું તો છ મહિનાથી આ આશ્રમની બહાર પણ નથી નીકળ્યોં.” એ બોલ્યોં.
એની આંખોમાં જે નિર્દોષ ભાવ હતા એ આ ત્રણે મિત્રોને અચરજ પમાડી ગયા.એ અચરજમાં જ રહીને રાજુએ પુછયું “તમારું નામ?”
“હું સેવકરામ.બધાની સેવા કરવી એજ મારો ધર્મ.” એટલું કહીને એ ચાલતો થયો.અને આકાશ,વિમલ અને રાજુ પણ આપોઆપ એની પાછળ આશ્રમ તરફ ચાલતા થયા.
આશ્રમમાં અંદર એક મોટો હોલ હતો.એમાં બે બીજા રૂમનાં બારણા દેખાતા હતા.આ હોલમાં એક મોટા હવનકુંડમાં લાકડાથી સળગતો એક ધુણો હતો.ઉપર તો રાખ જ દેખાતી હતી પણ અંદરથી ધુમાડાની એક શેર દેખાતી હતી.અંદર તિલક સિવાય બીજુ કોઇ ન હતુ.કદાચ પેલા રૂમમાં હશે એમ વિચારી બધા નીચે પાથરેલી શેતરંજી પર બેઠા.થોડીવારે અંદરથી એક સફેદ દાઢીવાળા સાધુ બહાર આવ્યાં.એમને જોઇને તિલક તરત જ ઉભો થઇ ગયો અને એમને પગે લાગી નમન કર્યાં.આકાશે પણ એવું જ કર્યું.રાજુ પણ પોતાના ગોઢણ પર હાથ રાખી ઉભો થયો.પણ વિમલે ફકત બે હાથ જોડી રાખ્યાં.એ મહારાજે કેસરી રંગનાં વસ્ત્રો પહેર્યાં હતા.માથા પર આછા અને સફેદ થઇ ગયેલા વાળ હતા.કપાળે કેસરી તિલક કરેલું હતુ.એમના ચહેરે તેજ વર્તાતું હતુ.એ પેલા ધુણા પાસે બેઠા.બધાની સામે જોઇને ધીમા અવાજે ‘હરી...હરી’ એટલું જ બોલ્યાં.પછી ધુણામાં લાકડા સંકોરયા.થોડી જ ક્ષણમાં એમાં અગ્નિનો કેસરીયો રંગ પણ દેખાવા લાગ્યોં.તિલકે ફરી બે હાથ જોડી કહ્યું “મહારાજ...” ત્યાં તો એ મહારાજે એક હાથ ઉંચો કરી તિલકને અટકાવ્યોં અને બોલ્યાં “મને બધી ખબર છે.” તિલક પણ મંદ મંદ હસ્યો.વિમલે ફરી ઉતાવળ કરી અને બોલી પડયો “તો ગુરૂજી, અમને આમાંથી ઉગારો.” એક તીખી નજરે એમણે વિમલ તરફ જોયું.તિલકે પણ વિમલ તરફ જોયું અને જાણે આંખોથી વિમલને ચુપ રહેવા કહેતો હોય એવું આકાશને દેખાયું.તિલકે આકાશ તરફ જોઇને કહ્યું “આ અમારા ગુરૂજી ગંગાગીરી મહારાજ બધુ જ જાણે છે.શાંત રહેવાથી બધા રસ્તા નીકળશે.” આકાશે દયામણા ચહેરે ગંગાગીરી તરફ જોયું તો એ બોલ્યાં “કોઇ ઇનકો ચાય પીલાઓ....સેવકરામ?” તરત જ અંદરથી પેલો બાવો આવ્યોં.બહાર જઇને એક કાળી પડી ગયેલી તપેલીમાં દુધ ભરીને લાવ્યોં.ગંગાગીરી મહારજે એ તપેલી હવનકુંડની અગ્નિ ઉપર ગોઠવી.પછી પોતાની બાજુમાં પડેલા નાના સ્ટીલનાં ડબ્બાઓ ખોલીને ચા અને ખાંડ અંદર નાંખ્યા.આકાશ અને રાજુ આ બધુ જોઇ રહ્યાં જ્યારે વિમલ હવે નીચુ જોઇને બેઠો હતો.થોડી મીનીટોમાં ચા તૈયાર થઇ.બધાને વાટકાઓમાં ચા આપી.ચા પીતા પીતા જ ગંગાગીરી મહારાજ બોલ્યાં “ આ ચા નથી....તમારા દરદની દવા છે.તમારા બધા દુઃખને હરનારી આ ચા છે.આ મારા અલખનાં ધુણે પાકેલી ચા છે.” પછી પોતે ચા ની એક ચુસકી મારી આંખો બંધ કરી બેસી ગયા.ચા નો વાટકો એમના હાથમાં અધ્ધર જ રહી ગયો.બસ આ છેલ્લું દ્રશ્ય જ આ ત્રણે મિત્રોનાં સ્મૃતિ પટલ પર અંકીત થઇને રહી ગયું.પછી શું થયું એ કંઇ જ ખબર ન પડી.સમય જાણે થંભી ગયો.ન કોઇ વિચાર કે ન કોઇ દ્રશ્ય.જાણે તમામ ઇન્દ્રીયો મગજને સંદેશ આપતી બંધ થઇ ગઇ.એમની પણ આંખો બંધ થઇ ગઇ.
સૌથી પહેલા આકાશની આંખો ખુલી.એણે જોયું તો એક અંધારી જગ્યા પર પોતે પડયો હોય એવું દેખાયું.આજુબાજુ બીજુ પણ કોઇ હોય એવું એને લાગ્યું.ઉનાળામાં પણ ઠંડકનો અનુભવ થયો.થોડીવાર પછી કોઇનાં કણસવાનો અવાજ આવ્યોં.એ કોણ હતુ એ આ અંધારામાં દેખાતું ન હતુ.પણ કોઇનાં હલન-ચલન સાથે કંઇક લોખંડની વસ્તુ પણ ખખડતી હોય એવો અવાજ આવ્યોં.
ક્રમશઃ
--ભરત મારૂ