Praloki - 8 in Gujarati Fiction Stories by DR KINJAL KAPADIYA books and stories PDF | પ્રલોકી - 8

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

Categories
Share

પ્રલોકી - 8

આપણે જોયુ કે, પ્રલોકી પ્રબલ ને ફોન નંબર આપે છે. એ ટીસ્યુ પલળી જાય છે. પ્રબલ ની આંખો મા પાણી આવી જાય છે. કેમ કે આ જ એક રસ્તો હતો પ્રલોકી જોડે વાત કરવાનો. હવે કોઈ પણ રીતે પ્રલોકી જોડે વાત નહી કરી શકાય. હવે જાણો આગળ...
પ્રલોકી, સપના જોતા જોતા સપનાની નગરી
મુંબઈ મા આવી જાય છે. પ્રલોકી, એડમિશન ચાલુ થઈ ગયા છે. તે નક્કી કર્યુ ? કઈ સ્કૂલમા જવું છે ? મમ્મી, મને નથી ખબર કે અહીં કઈ સ્કૂલ સારી છે ? તું જ નક્કી કર. મારા ફોર્મ મા બાયોલોજી સબ્જેક્ટ સિલેક્ટ કરજે. નિશાબેન ચોંકી ગયા. કેમ તને તો મેથ્સ સારું આવડે છે. અને તારે તો પાઇલોટ બનવું હતું. અચાનક કેમ બદલી દીધું? હા,મમ્મી મારા સપના આકાશ મા ઉડવાના જ હતા. હવે લાગે છે, બહુ ઉડીશ તો નીચે બધું છૂટી જશે. જમીન પર જ રહેવું છે. શુ ! પ્રલોકી પાગલો જેવી વાત કરે છે. એટલા વર્ષો થી એક જ સપનું જોતી હતી તું. હું તને બોમ્બે એટલે લાવી અહીં ની બેસ્ટ સ્કૂલ મા એડમિશન અપાવું. અચાનક થઈ શુ ગયું ?
મમ્મી અચાનક કઈ નથી થયુ. મારે ડોક્ટર જ બનવું છે, કેમ કે પ્રબલ સાથે આખી ઝીંદગી રહેવું છે. એક ઘર, એક જ હોસ્પિટલ, બધું સાથે જ. પ્રલોકી મન મા બોલી. નિશાબેન ગુસ્સે થઈ ગયા ક્યાં ખોવાઈ ગઈ, પ્રલોકી તારા ફ્રેન્ડ પ્રબલે તો તને નથી ભડકાઈ ને ? હું જોવું છું તું એને મળી ને આવી પછી તારું વર્તન બદલાઈ ગયું છે. પ્રલોકી ડરી ગઈ, ના ના મમ્મી એવું કઈ નથી. પણ મને ડૉક્ટર બની લોકો ની સેવા કરવી છે. પ્રલોકી તને જે ગમે એ. એકવાર જરૂર હજી વિચારી લેજે. કાલ આપણે જઈશુ ફોર્મ ભરવા.
પ્રબલ બેટા શુ થયુ ? ચાલ જલ્દી એડમિશન લેવા જવાનું છે. હા પાપા હું રેડી થઈ જાઉં. પાપા હું મેથ્સ મા એડમિશન લઉ ? સુનિલભાઈ વિચારમા પડી ગયા. બેટા, તને જેમ ઠીક લાગે તેમ પણ તારું મેથ્સ બરાબર છે નહી. એટલે હું તને બાયોલોજી લેવાનું જ કહીશ. છતા પણ તે કઈ વિચાર્યું હોય આગળ કરવાનું તો મને વાંધો નથી. તું જે કરે એ વિચારી ને કરજે. પ્રબલ વિચાર મા પડી ગયો. શુ કરવું કઈ સમજ પડતી નથી. પ્રલોકી સાથે વાત કેવી રીતે કરવી ? નૈતિક અંકલ જોડે માંગુ તો નંબર. એવું ના કરી શકાય, પ્રલોકી ને અંકલ બોલે તો. હે ભગવાન, તું જ મદદ કર. હું ચિઠ્ઠી ઉછાળું, જે પ્રલોકી લેવાની હોય એ મને કેજો. પ્રબલે ચિઠ્ઠી ઉછાળી ને એમાં બાયોલોજી આવ્યું. પ્રબલે નક્કી કરી દીધું બાયોલોજી જ સિલેક્ટ કરીશ.
બંને જણાએ બાયોલોજી લીધું અને સ્કૂલ મા એડમિશન પણ લઇ લીધું. પ્રલોકીને સ્કૂલ મા નવા ફ્રેન્ડ્સ બનાવવા મા વાર ના લાગી. પ્રબલ કોઈ સાથે જલ્દી વાત કરતો નહી. એનો ફ્રેન્ડ કલરવ જ એના માટે બધું હતો. કલરવ પ્રલોકી ને પસંદ કરતો હતો એ પ્રબલ ને ખબર હતી એટલે એ ક્યારેય કલરવ આગળ પ્રલોકી વિશે વાત કરતો નહી. સમય જતા ક્યાં વાર લાગે છે?1st સેમિસ્ટર પૂરૂ થઈ ગયું. પ્રબલ ની સ્કૂલમા ડાન્સ કોમ્પિટિશન રાખવામા આવી. જેમા પ્રબલ 1st આવ્યો. ફાઇનલ કોમ્પિટિશન બૉમ્બે મા હતી. પ્રબલે બહુ મહેનત કરી, ફાઇનલ સુધી પહોંચવા. અને પ્રબલ ફાઇનલ રાઉન્ડ માટે સિલેક્ટ થઈ ગયો. પ્રબલ સપના જોવા લાગ્યો કે પ્રલોકી ને મળવાનું થશે. પ્રબલને એ પણ ખબર નહોતી કે પ્રલોકી ક્યાં રહે છે. આ કોમ્પિટિશન મા પ્રલોકી ની સ્કૂલ જોડાયેલી છે કે નહી. મેજીક તો થશે કંઈક. એવું પ્રબલે વિચારી લીધું.
પ્રબલ, તારા ડાન્સ નો વારો છે, કેમ આમ નર્વસ બેઠો છે. ડર લાગે છે તને ?? બહુ પબ્લિક છે, આટલું મોટું સ્ટેજ, લાઈટિંગ્સ. બધું જોઈ ને ગભરાઈ ગયો કે શુ ? કલરવ પૂછ્યા કરતો હતો પણ પ્રબલ પાસે કઈ જવાબ નહોતો. જે સપના જોઈ ને અહીં આવ્યો છે, એ પૂરા થશે કે નહી એ ડર હતો. નેક્સટ પરફોર્મન્સ માટે પ્રબલ નું નામ બોલાઈ ગયું. પ્રબલ ડાન્સ કરતો રહયો પણ એની આંખો આટલી બધી ઓડિયન્સ મા પ્રલોકીને જ શોધતી રહી. બેકસ્ટેજ આવી પ્રબલ બહુ રડ્યો. આજે પણ પ્રબલ એ યાદ કરી રડી રહયો હતો. પ્રલોકી તને શોધવા માટે હું બોમ્બે આવ્યો હતો. મારી પાસે તારો કોઈ જ કોન્ટેક્ટ નહોતો છતા પણ પાગલો ની જેમ તને શોધતો રહયો હતો.
આ બાજુ મા પ્રલોકી પણ એ જ જૂની વાતો યાદ કરી રહી હતી. પ્રબલ તે મારા માટે સુસાઇડ કરવા ટ્રાય કર્યો. બોમ્બે આવ્યો, અને દગો પણ મને જ આપ્યો. કેમ પ્રબલ ?? હજી પણ મને યાદ છે એ દિવસ તું ટ્રેન મા તું રડી રહયો હતો. અને હું વોશરૂમ જવા માટે ત્યાંથી પસાર થઈ. પ્રબલ ?? તું આ ટ્રેન મા ?? પ્રબલ ને પોતાની આંખો પર વિશ્વાસ ના આવ્યો. પ્રલોકી તું અહીં ?? આ ટ્રેન તો અમદાવાદ જાય છે તું શુ કરે છે અહીં ? અરે પ્રબલ મારા પાપા ની તબિયત સારી નથી. 2 nd સેમિસ્ટર ચાલુ થવા મા 10 દિવસ ની વાર છે. તો હું જાઉં છું. મમ્મી ને રજા મળે એમ નહોતું. એટલે હું એકલી જ જાઉં છું. પ્રબલ તું કેમ અહીં ?? પ્રબલ ને તો થયુ પ્રલોકી ને ભેટી પડે અને કહી દે તને શોધવા... પ્રબલ કઈ બોલી ના શક્યો. કલરવ બોલ્યો ડાન્સ કોમ્પિટિશન માટે આવ્યા હતા. પ્રબલ તારી આંખ મા આંસુ કેમ છે ? ખુશી ના આંસુ છે. આટલી મોટી કોમ્પિટિશન મા પ્રબલ નો 1st નંબર આવ્યો છે. કલરવે જવાબ આપ્યો.
પ્રબલ હું ત્યાં એકલી જ છું, તો તમારી સીટ મા બેસી જાઉં ?? અરે પ્રલોકી પૂછવાનું હોય ? પ્રબલ ખુશ થઈ ગયો. પ્રલોકી પ્રબલ ની સીટ પર બેસી ગઈ. સોરી પ્રબલ તને સુવા નહી મળે. પ્રબલ તું તો બહુ જ વાંચતો લાગે છે એક ફોન પણ કર્યો નહી. પ્રલોકી ને અંદર થી ગુસ્સો તો બહુ જ આવી રહયો હતો. કયા હક થી બોલું એમ વિચારી કઈ બોલી નહી. પ્રલોકી I love you... પ્રબલ વિચાર્યા વગર બોલી ગયો. પ્રલોકી જોઈ જ રહી. શુ બોલવું સમજ જ ના પડી. પ્રબલ, આમ અચાનક ?? હા, પ્રલોકી હું તને પ્રેમ કરું છું, અને આજ થી નહી, જ્યારથી મને સમજ પડી પ્રેમ શુ છે ત્યારથી. તારા સિવાય કોઈ છોકરી સામે જોયુ પણ નથી. તને જ મારી દોસ્ત માની. તને જ પ્રેમ કર્યો. તને ખબર છે તું બીજા છોકરાઓ જોડે જ વાત કરતી. હું ક્યારેય તારી સાથે વાત નહોતો કરી શકતો. તું મને નહી મળે એ ડર થી જ મેં સુસાઇડ કરવા ટ્રાય કરેલો. અને આજે બોમ્બે પણ મને કોઈ શોખ નહોતો આવવાનો. પણ તને શોધવા તને મળવા જ આવ્યો હતો. કેટલાય સપના જોઈ ને હું આવ્યો હતો, તારી સ્કૂલ, તારું ઘર, તારો ફોન નમ્બર કઈ જ મને નહોતું ખબર. પણ મેજીક થશે, મારો પ્રેમ સાચો હશે તો તું મને મળીશ. તું જયારે મને પૂછી રહી હતી, મારી આંખ મા આંસુ કેમ છે તો એ ખુશી ના નહી, દુઃખ ના આંસુ હતા તને ના મળી શકયો એ માટે. તારો નંબર તો એ જ દિવસે મમ્મી થી પલળી ગયો હતો. એ પછી મેં બહુજ ટ્રાય કર્યા નંબર ક્યાંક થી મળી જાય. તારી બધી જ ફ્રેન્ડ્સ ને મેં પૂછ્યું. બોમ્બે આવાનું થયુ એ પહેલા નૈતિક અંકલ પાસે પણ જવાનો હતો પાપા એ કહ્યું તું એ બહુ બીમાર પડી ગયા છે. એટલે ડર લાગ્યો હું ના જઈ શક્યો.
પ્રલોકી મને નથી ખબર તું મારા માટે શુ વિચારે છે ? પણ હું તને બહુ પ્રેમ કરું છું. પહેલા સ્કૂલ મા તને જોઈ ને ખુશ થતો હતો. આ 6 મહિના મેં તને બહુ જ યાદ કરી. તારી સુધી પહોંચવાનો, કે વાત કરવાનો મારી પાસે કોઈ ઓપ્શન નહોતો. પ્રબલ બસ કર હવે કેટલું બોલીશ ?? તું કોઈ મૂવી નો હીરો નથી. પ્રબલ જોઈ રહયો, પ્રલોકી ના આવા વર્તન થી ડરી ગયો.
કેવી રીતે પ્રલોકી કહશે પોતાના દિલ ની વાત ? પ્રબલ અને પ્રલોકી ની love સ્ટોરી.. જાણો આવતા અંકે...