Mathabhare Natho - 32 in Gujarati Classic Stories by bharat chaklashiya books and stories PDF | માથાભારે નાથો - 32

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

માથાભારે નાથો - 32

માથાભારે નાથો (32)
વીરજી ઠુંમરને ત્યાંથી પચાસ હજાર રૂપિયાની બાકીનું બુચ મારીને ભીમજીએ નરશીના કારખાને ઘાટ કરવા માંડ્યો હતો.નરશીના એ કારખાના નો મેનેજર ગોરધન ગોધાણી હતો. ગોરધન એક બાહોશ અને બુદ્ધિશાળી હતો.એની નજર કાચા હીરાની અંદર રહેલી કસરને જોઈ શકતી અને એ જ રીતે કોઈપણ કારીગરના મનમાં રહેલી કસર પણ એ જોઈ શકતો.
બેઠી દડીનો,ઉભા વાળ ઓળતો અને નાળિયેર જેવા માથાનો માલિક ભીમજી મૂછો રાખતો.અને એનું પેટ, મોટી ફાંદ બનવાના ખ્વાબોમાં રાચતુ હોય એમ ધીરે ધીરે બહાર આવી રહ્યું હતું..
ગોરધનને મૂછોવાળો કારીગર દીઠયો પણ ગમતો નહીં.નરશીશેઠ ભલે આને બીજાના કારખાનેથી ખેંચી લાવ્યા હોય પણ ગોરધનને આ ભીમજીમાં પચાસ હજાર જેવી એ જમાનામાં ધરખમ ગણાય એવી રકમ બાકી તરીકે આપી શકાય એટલી લાયકાત દેખાતી નહોતી.
ઓસ્ટ્રેલિયન રફના ઘાટઘુટ વગરના પાંચ હીરાનો લોટ (જથ્થો) ભીમજીને આપીને ગોરધને કહ્યું, "આમાં સિત્તેર ટકાથી વધુ વજન આવવુ જોવે. જો એક ટકો'ય ઓછો આવશે તો બાકી નહીં મળે.બપોર પહેલા મારે આ હીરાનો ઘાટ રેડી જોઈએ."
ભીમજી પેકેટ લઈને,એને સોંપેલાં લેથ મશીન પર આવીને બેઠો. આઈ ગ્લાસ વડે એણે એ પાંચ હીરા જોયા અને મનમાં જ ગોરધનને બે ચાર ગાળો કાઢી. ગોરધન એને જોઈ રહ્યો હતો.ભીમજીના ફફડતા હોઠ જોઈને એ સમજી ગયો કે ભીમજી માટે આ હીરાનો ઘાટ કરવો સહેલો ન્હોતો.
કારીગરો અને મેનેજર વચ્ચે ઉંદર બિલાડીનો સબંધ હોય છે. જે કારીગર મેનેજરની મહેરબાની મેળવી શકે એને સારા હીરા ઘસવા મળતા હોય છે.અને જેની ઉપર મેનેજરની વક્રદ્રષ્ટિ પડે એ વાંકો વળી જતો હોય છે.
મેનેજર ધારે તો દસ હજારનું કામ કરતા કારીગરને પાંચ હજારનું પણ કામ ન થવા દે. પણ એની કૃપા મેળવવામાં સફળ થયેલો કારીગર દસ હજારેથી પંદર હજારે પહોંચી જાય..!
ભીમજી પહેલા જ દિવસે સમજી ગયો કે અહીં આ ગોરધન એનો ગોટો વાળી દેશે.હવે જો આ કારખાનામાં સેટ થવું હોય તો આ ગોરધનની મહેરબાની મેળવવી જરૂરી હતી. ભીમાએ મેનેજરની કેબિનમાં બેઠેલા ગોરધન સામે જોયું..
ગોરધન ઊંચો અને પાતળો હતો. વાળમાં તેલ નાખીને એકદમ સુઘડતાથી કપાળ ઉપર નાની ફુગ્ગી પાડીને એણે વાળ ઓળ્યા હતા. એનો ક્લીન શેવ્ડ ચહેરો અને પાણીદાર આંખો ભલભલાનું પાણી માપવા સક્ષમ હતી. નરશીના આ કારખાનાની તમામ જવાબદારી સાંભળતો ગોરધન પોતે જ એક હીરો હતો.કારીગર હીરો ચોરે કે બદલું મારે તો હીરાના વજનને આધારે એ પકડી પડતો. કોઈપણ કારીગરનો હીરો ખોવાય તો આખા કારખાનામાં બ્રશ મરાવડાવીને એ હીરો ફરજીયાત શોધવો પડતો.અને જ્યાં સુધી એ કારીગરનો હીરો ન મળે ત્યાં સુધી કોઈ કારીગર બહાર નીકળી શકતો નહીં.
એ જમાનામાં કારીગરો ઘેરથી પહેરીને આવેલા કપડાં કારખાનામાં બદલી નાખતા. તમામ કારીગરો ગંજી અને લૂંગી પહેરીને હીરા ઘસવા બેસતા.
ભીમજીને જે લેથ પર બેસાડવામાં આવ્યો હતો એ લેથ બરાબર ચાલતો ન્હોતો.ઘાટ કરવાના ડંડા વડે ઠબકારવા છતાં એનું પૈડું સરખું રાઉન્ડમાં ફરતું નહોતું. આજુબાજુમાં બેઠેલા કારીગરો ઊંધું ઘાલીને એમના હીરાને ઘાટ કરતા હતા.કોઈ ભીમજી સાથે વાત કરવા પણ માંગતું નહોતું.
નરશીના કારખાનામાં જ્યાં સુધી ગોરધન દ્વારા કારીગર એપ્રુવ્ડ ન થાય ત્યાં સુધી એ કારીગર સાથે કોઈ વાત પણ કરતું નહીં.અને કારીગરને એપ્રુવ્ડ થતા એક અઠવાડીયું લાગતું.જો કોઈ કારીગર બીજા અઠવાડીયે આવે તો એને એપ્રુવ્ડ માનવામાં અવતો. ગોરધન એક અઠવાડીયામાં જ નવા કારીગરને પૂરેપૂરો માપી લેતો.
નરશી માધાના મેન્યુફેક્ચર વિભાગનો માસ્ટર માઈન્ડ હતો ગોરધન ગોધાણી..!
ભીમજીએ એની સામે જોયું.એને બેસવા જે પાટલો આપવામાં આવ્યો હતો એ પાટલો ભૂતકાળમાં એની ઉપર મંડાયેલી બેઠકોએ ગુજારેલા ત્રાસને કારણે એક તરફના પાયાની ફરજ બજાવતી લાકડાની પટ્ટી ખોઈ બેઠો હતો.અને એની ઉપરની સપાટી ઉપર એક મોટી તિરાડ પડી ગઈ હતી.એક તરફથી નમી ગયેલા એ પાટલાએ હવે પોતાની ઉપર કારીગરોની બેઠકો દ્વારા ગુજારાયેલા ત્રાસનો બદલો લેવાનું શરૂ કર્યું હશે એની મુછાળા ભીમાને ખબર નહોતી. પેલી તિરાડને પોતાનું મોં બનાવીને હવે પછી જે કારીગરની બેઠક એની ઉપર મંડાય એને બચકું ભરવાનું પાટલાએ શરૂ કરી દીધેલું..!
લુંગી પહેરીને એક તરફ નમી ગયેલા પાટલા પર બેઠેલો ભીમજી લેથ રીપેર કરવામાં વ્યસ્ત હતો ત્યારે પેલો પાટલો એની બેઠકની લુંગી સહિતની કેટલીક ચામડી પોતાની તિરાડમાં સમાવી લઈને ખડખડ હસી રહ્યોં હતો.."નાલાયક માણસો..હવે તમારી ખેર નથી..એક તરફના પાયા પણ ગુમાવી ચુક્યો છું અને ઉપરથી ફાટી પડ્યો છું છતાં મને આરામ આપવાને બદલે બસ તોડયા જ કરો છો.. જોઈ લેજો હવે.. એક એકની સિટે બટાકા ભરીને બેસી શકો એવા જ નો રે'વા દઉં...!!"
લેથના પૈડાંને ડંડા વડે ઠબકારીને સીધું ફરવા સમજાવી રહેલા ભીમજીના મગજને બેઠકના ચેતાતંતુઓએ સંદેશા મોકલ્યા કે જલ્દી અહીં મદદ પહોંચાડો.. અહીંના કેટલાક પ્રદેશ પર પાટલો ફરી વળ્યો છે અને હવે એ પ્રદેશ આપણા કબ્જામાં નથી..!
ભીમજીએ ડંડો છોડીને, પોતાના બંને હાથને પૂંઠની મદદે મોકલ્યા. ફર્સ ઉપર બન્ને હાથ ટેકવીને એ ઊંચો થયો એટલે પાટલો પણ સાથે જ ઉચકાયો.અને પોતાની પકડ છોડાવવાની દુશ્મનની ચાલ એ પારખી ગયો હોય એમ પેલી તિરાડ ભેગી થઈ ગઈ.બેઠકના વજનથી એ તિરાડ પહોળી થતી અને વજન જેવું ઉચકાય એ સાથે જ તિરાડ પોતાનું મૂળ સ્થાન પ્રાપ્ત કરીને પાટલાને કારીગરની સિટે ચોંટાડી દેતી..પાટલો પોતાનો બદલો બચકું ભરીને લઈ લેતો..જોકે એ પાટલો રિટાયરમેન્ટ માટે જ આમ કરતો..પણ ગોરધન જેવો મેનેજર એના છેલ્લા શ્વાસ સુધી એને જવા દે તેમ ન્હોતો..
ભીમજીએ પાટલો ભેગો આવતો ભાળ્યો અને પોતાના પોચા પ્રદેશ પરથી આવતા બળતરાના ઇમરજન્સી સંદેશાઓથી એનું સમગ્ર ચેતાતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું. ભીમજીએ ઘાટનો ડંડો અને હીરાનું પડીકું પડતું મુક્યું.અને પાટલાની તિરાડમાં ફસાયેલી પોતાની જમીન છોડાવવા એ ઊંચો થયો..પણ પાટલાનો પૂંઠ પ્રદેશ પરનો પ્રેમ પાકિસ્તાનના પીઓકે પરના પ્રેમ જેવો જ કદાચ હતો એટલે એ સર્જીકલ સ્ટ્રાઈક કે સીધી કાર્યવાહી વગર ભીમજીની પૂંઠના એ પર્વતીય વિસ્તાર પરથી પોતાનો કબજો છોડવાનો ન્હોતો..!!
બિચારો ભીમજી ! ગોરધન, મોદીના પગલાં પર નજર રાખીને બેઠેલા ટ્રમ્પની જેમ ભીમજીની હરકતો જોઈ રહ્યો હતો.આજુબાજુના ભૂતાન, નેપાળ અને બાંગ્લાદેશ જેવા કારીગરો મદદ કરે એવું ભીમજીને લાગ્યું નહીં. આખરે ઊંચા થઈને એણે પાટલા પર સીધી કાર્યવાહી કરવા ઉભા થઈને બન્ને હાથે પાટલાને ખેંચ્યો..પાટલાએ કેટલાક વિસ્તારમાં ખાના ખરાબી કરીને ભીમજીને પોતાના તિરાડ પકડમાંથી મુક્ત કર્યો..પણ ભીમજીએ પટલાનો સર્વનાશ કરવાનું નક્કી કર્યું હોય એમ એને ઉંચકીને પછાડ્યો..ત્યાં સુધીમાં એણે પહેરેલી લુંગી નારાજ થઈને પોતાનું સ્થાન કમર પરથી ગુમાવીને નીચે પડી ચુકી હતી.અને ભીમજીના મધ્યપ્રદેશને આરક્ષિત અને આવરણમાં રાખવાની જવાબદારી નિભાવતા વાદળી પટ્ટાવાળા ચડડાની નાડીના ગોઠણ સુધીના બન્ને છેડા પોતે હાજર હોવાની છડી પોકારતા હોય એમ લબડી ને લહેરાઈ રહ્યા..!
ભીમજીએ પછાડેલો પાટલો જન્નતનશીન થયો હતો.એના આ આંતકવાદી કૃત્ય બદલ કેટલીય હુરો એની સાથે શાદી રચાવવા તૈયાર હતી.પેલી તિરાડે એને બે ભાગમાં વહેંચીને પાટલાને પુન: ઉપયોગમાં લઈ શકાય એવો રહેવા દીધો ન્હોતો..!
હસાહસનું એક મોટું મોજું કારખાનામાં ફરી વળ્યું. ભીમાએ લુંગીને એના મુળ સ્થાને પ્રસ્થાપિત કરીને ગોરધન તરફ પ્રયાણ કર્યું..
"યાર, આવા પાટલા રાખો છો.? મને હેઠે ચીપટી આવી ગઈ.હવે નવો પાટલો તો આપો.." ભીમજીએ પૂંઠ પર હાથ પસવારતા કહ્યું.
"પણ ચીપટી આવી હોય તો જોઈને બેહાય.. પાટલાને પછાડવાની શી જરૂર હતી ? પાટલો તમે તોડી નાખ્યો છે એટલે પગારમાંથી પચાસ રૂપિયા દંડ આપવો પડશે..કાંઈ મફત નથી આવતું.. અમારે એ પાટલો રીપેર કરાવવાનો હતો. લાવો પચાસ રૂપિયા.."
પાછળ આવેલી ચિપટી બદલ દિલગીરી વ્યક્ત કરવાને બદલે એ નાપાક પાટલાની તરફદારી થતી જોઈને ભીમજી દાઝે ભરાયો.પણ ગોરધનની મહેરબાની એને મેળવવી જ પડે તેમ હતી.એટલે એણે પચાસ રૂપિયા દંડ માન્ય રાખ્યો. થોડીવારે એને નવો પાટલો આપવામાં આવ્યો. જેમતેમ લેથ રીપર કરીને એણે એક હીરો ડંડા પરના કટોરા સાથે ચોટાડયો.
બાકીના ચાર હીરામાં કોઈ પ્લાન બેસતો ન્હોતો.પણ એ હીરાનો ઘાટ કરવો જરૂરી હતો..એક હીરા પર માર્કિંગ કરીને એ ગોરધનને બતાવવા ગયો. કાચની ગોળાકાર બારીમાંથી હાથ નાખીને ભીમજીએ ગોરધની ટ્રેમાં એ હીરો મૂકયો. એ જ વખતે ઓફિસમાં પડેલી તિજોરી પર એની નજર પડતા જ બન્ને આંખો પહોળી થઈ ગઈ.તિજોરીનો દરવાજો ખુલ્લો હતો.એક મેનેજર એમાંથી કેટલાક પેકેટ બહાર કાઢી રહ્યો હતો અને નોટોના બંડલ અંદર ખડકેલા હતા..ભીમજી ફાટી આંખે એ તિજોરી જોઈ રહ્યો હતો.એકાએક ગોરધનનું ધ્યાન ગયું.. એણે ભીમજીની નજરોનો પીછો કરીને ખુલ્લી તિજોરી જોઈ..
" મનસુખ તિજોરી બન્ધ કર..કોકની નજર લાગી જશે..સાલ્લા તને કેટલીવાર કહ્યું છે કે કારીગરની હાજરીમાં તિજોરી ખોલવી નહીં.. બધા એકસરખા ન હોય.."
"સોરી ગોરધનભાઈ.." કહીને મનસુખે તિજોરી બંધ કરી.
ગોરધને ભીમજી સામે જોઇને પેલો હીરો હાથમાં લઈ આઈ ગ્લાસમાં જોવાનો શરૂ કર્યો.
"કેટલા વરસથી ઘાટ કરો છો ?" ગોરધને આઈ ગ્લાસમાં નજર કરતા પૂછ્યું.
"દહ વરહનો અનુભવ સે..
જોઈ લ્યો પ્લાન બરોબર લીધો સે..તમે તિજોરી બન કરાવી દીધી..તે અમે કાંઇ સોરી નો લેત..'' ભીમજીએ નારાજ થઈને કહ્યું.
"કોણ કેવો નીકળે ઈ ખબર નો પડે..હમજયા ? ઘણીવાર ઝીરમવાળો હીરો પણ સારો નીકળે એને ઘણીવાર સારો ધારેલો હરામી નીકળે..નલાયકના પેટના અમુક અમુક તો બીજાના કારખાનેથી બાકી લઈને બુચ મારી દે છે.અને પાછા બીજા કારખાને બીજી બાકી ઉપાડીને ધંધાની પત્તર ઠોકી નાખે છે.
નફો બધો આવા @$$@
ના ઠોકી જાય..અમારે તો ગા@બળ જ કરવાનું.."
ગોરધને ભીમજીને જાણે કે ઉભો ને ઉભો વેતરી નાખ્યો !!
"પલાન બરોબર સે ને ?"
ભીમજીએ વાત બદલવી પડી.
"ઠીક છે..અંદર જે ઝીરમ (હીરાની અંદર તૂટેલો ભાગ કે કોઈ કચરું હોય તેને ઝીરમ કહેવાય) છે એ નીકળશે નહીં તો કોઈ મતલબ નથી રહેતો..ખોટું વજન મરશે.."કહીને માર્કર પેન વડે હીરા પર એક બે જગ્યાએ નિશાની કરીને હીરો ભીમજીને પાછો આપતા કહ્યું, "આ બે ઢેબા પેલા છોલી નાખો પછી એને ધારમાં લઇ લેજો.. મને બતાવ્યા વગર તળીયું નો બનાવતા.."
ભીમજીએ પોતાના આઈ ગ્લાસમાં એ નિશાની જોઈ.અને ગોરધનને જ્ઞાન ઉપર એને માન ઉપજી આવ્યું.."વાહ મારો વાલીડો.. મેનેજર કાંઈ ઈમનીમ નથી થયો હો.."
પોતાની જગ્યાએ આવીને હીરાનો ઘાટ કરવા લાગેલા ભીમજીના મગજમાં પેલી તિજોરી રમતી હતી..એમાં ઠાંસી ઠાંસીને ભરેલી પાંચસો અને હજારની નોટોના બંડલો એની નજર સમક્ષ નાચી રહ્યા હતા..
"રામાં ભરવાડને અને જોરુભાને વાત કરવી પડશે..સાલી આ તિજોરી તોડી હોયને..ઓહોહો.. ઇનીમાને આવડા આવડા દહ કારખાના ચાલુ થઈ જાય હો..ભીમજી ઘાટીયામાંથી ભીમજીશેઠ થઈ જવાય..પછી આવા બે ચાર ગોધિયા મેનેજરમાં રાખી લીધા હોય તો જિંદગી આખી રળી રળીને દીધા જ કરે..!
ભીમજીના મનમાં એક યોજના આકાર લઈ રહી હતી..!!
***** ***** ******
"તમારી અતિ ઉમળકાભેર
ચાલી રહેલી સુશ્રુષાથી મુજ મિત્રની તબિયત સંગીન અને રંગીન બની રહી છે.. તમારા જીવનની અતિ કપરી પળે એ દેવદૂત બનીને પ્રગટ્યો હોઈ તમારા અંત:કરણની મરુભૂમિમાં એના પ્રત્યે સ્નેહાકુંર ફૂટ્યા હશે..અને તમારા દિલના શીતળ સરોવરમાં કોઈ વ્યોમવાદળીમાંથી સ્નેહનું એકાદ બુંદ અધોગામી બનીને ટપકી પડ્યું હોય..અને એ બુંદથી એ સરોવરના નિરની પ્રશાંત સપાટી શા તમારા સમગ્ર અસ્તિત્વમાં કોઈ તરંગો ઉઠ્યા હોય..અને એ સ્નેહલ તરંગો મુજ મિત્રના
હૈયે ઘંટારવ કરી રહ્યા હોવાનું હું મહેસુસ કરી રહ્યો છું....!"
નાથાના શરીર પર ગરમ પાણીના પોતાથી સ્પંજ કરી રહેલી સ્વાતિ શર્માને જોઈને સવાર સવારમાં જ હોસ્પિટલ આવી પહોંચેલા મગને ઉપર પ્રમાણે ડાયલોગ્સની ડિલિવરી કરી નાખી.
સ્વાતિ શર્મા મૂળ ઉત્તર પ્રદેશની હતી.પણ એના માબાપ વર્ષોથી ગુજરાતમાં સ્થિર થયા હતા. અને સ્વાતિનો જન્મ પણ ગુજરાતમાં જ થયો હતો.બરમાં ધોરણ સુધી અંગ્રેજી મીડિયમની શાળામાં ભણેલી સ્વાતિ પછીથી નર્સિંગમાં જોડાઈ હતી.કારણ કે એની મમ્મી પણ સિવિલ હોસ્પિટલમાં નર્સ હતી.
મગનનું ગુજરાતી સાહિત્ય ઘણું વિકસિત હતું.શબ્દોની અજબ માયાજાળ એ રચી શકતો..ગૂઢાર્થથી ભરેલા ગહન વાક્યોમાં ભલભલાની સમજણ ગોથા ખાતી.
નાથાએ મગનની વાત સાંભળીને એની સામે ડોળા કાઢ્યા. સ્વાતિને થોડી થોડી સમજણ પડી હતી.તેથી તે પણ હસવા લાગી. એ જોઈને મગનને વધુ પોરસ ચડ્યો.
" આપની શ્વેત દંતાવલીના દીદાર કરીને, અશ્વારૂઢ થઈને આપના દિલના દરવાજે દસ્તક દેવા આવી ચઢેલી મુજ સખાની લાગણીને આપના ધડકતા દિલની ગહેરાઈઓમાં સમાવી લઈને એ અડબુથને એક અવર્ણીય દીર્ઘ આનંદની અનુભૂતિ કરાવવા હું વારંવાર આપને પ્રાર્થી રહ્યો છું..."
સ્વાતિ ઉપરોક્ત સંવાદ સાંભળીને મગનને તાકી રહી.એનું મોં અધખુલ્લુ રહી ગયું.એ જોઈને મગને એની ચિબુક પકડીને એનું મોં બંધ કરતાં કહ્યું,
"આમ શીદ તાકી રહ્યા છો આંખો ફાડીને..?
તમારા દિલને પૂછો કે એણે
હા પાડીને...?
મારો દોસ્ત આ નાથો..તમે પકડી એની નાડીને..!
હવે તો દિલને તપાસો આંગળી અડાડીને..!"
મગન અને નાથો હસી પડ્યા.સ્વાતિ શરમાઈને ચાલી ગઈ.
"તો મી.નાથેશ, આખરે તમે લપટી જ પડ્યા એમને ! પંખી સારું છે, સામે ચાલીને તારા સૂકા ઠુંઠા જેવા દિલમાં ઘોસલો બનાવીને રહેવા આવ્યું છે.પણ તને આ પ્રેમના ગીત ગાતા તો આવડતું નથી..એટલે તું રહેવા દે..હું જ એને મારા મઘમઘતા પ્રેમના વસંત વિહારમાં લઈ જઉં.. તું રહ્યો એક ઘા ને બે કટકા વાળો.." મગને નાથાને ચીડવ્યો.
"બસ, બંધ તાળું જોયું નથી કે પોદળાનો ઘા કર્યો નથી.માલિક ભલે પછી ચાવી નાખવા મથે..અલ્યા એ તારી ભાભી થવાની છે.
તું ઓલી હાથણીમાં ધ્યાન આપ નકર રહી જઈશ બધી બાજુથી.. બિચારી મરી પડે છે તારી ઉપર..જો આમાં આડો પગ કર્યો છે ને મગના તો તારી ફિલોસોફીમાં હું દીવાસળી ચાંપી દઈશ. મારી સ્વાતિથી તું છેટો જ ગુડાજે.."નાથાએ વડસકું કર્યું.
મગન ખડખડાટ હસી પડ્યો..
"સાલું માંકડને'ય મોઢા આવ્યા લ્યો..ભાઈલોગ પ્રેમમાં ગિરેલા હય..કોઈ બાત નહીં ભીડુ..હમ કુછ દૂસરા ઇન્તજામ કર લેંગે.."
એમ કહી મગને નાથા સામે આંખ મારી. નાથો હસી પડ્યો..
"તે હેં મગન..સાલું આ છોકરીઓને કેવી રીતે આપણે પૂછવું..? હું સ્વાતિને એમ કહું કે બોલ વિચાર છે ?" નાથાએ આંખો ચકળવકળ કરીને મગનને પૂછ્યું.
"શેનો વિચાર..?"
"એટલે ઇમ કે આપણી હારે વિચાર હોય તો કંઈક ગોઠવણ કરીએ..એનો વિચાર તો જાણવો પડે કે નહીં.." નાથો મુંજાતો હતો.
"ડફોળ એમ કોઈ છોકરીને પુછાય ? બોલ છે વિચાર ? એટલે ઈવડી ઈ શું હમજે ?
તારામાં અક્કલનો છાંટો પણ નથી.." મગને ખિજાઈને કહ્યું.
"તો મારે એને કેમ કહેવું કે અલી એય તું મને બહુ ગમે છે.મારો વિચાર તારી હારે છે..એમ ઈને જણાવવું તો જોઈએ કે નહીં.પાધરી મારા પ્રેમમાં કેવી રીતે પડશે..અને પછી શું શું કરવાનું હોય ઈ તો મને શીખવાડ..તું મારો દોસ્ત છો કે નહીં.." નાથાએ મગનને વિનવતા કહ્યું.
"તું એક કામ કર..એનો હાથ પકડી લેજે..બીજું કાંઈ તારે કરવું નહીં.." મગને પ્રેમના પાઠ શીખવવાનું શરૂ કર્યું.
"પણ એનો હાથ મારે પકડવો કેમ..એનો વિચાર નો હોય તો ? સાલ્લા મગના એમ કોઈ નર્સનો હાથ પકડાય..? તારો ડોહો હજી આ હાથ અને પગ સમાં થયા નથી..મારા મગજમાં સણકા ઉઠે છે અને તું હાળા મારો સાજો હાથ પણ ભંગાવવા ઉભો થયો છો..સારી સલાહ આપવાને બદલે માર ખવરાવવાના ધંધા છે તારા..હું જાણું છું તારા લખણ.. જે દિવસનો આને જોઈ ગયો છો તે દિવસના તારા આંટા ફેરા વધી ગયા છે..જા ભાઈ જા. મારે તારી સલાહની જરૂર નથી.હું મારી મેળે જ એને પટાવી લઈશ..ખબરદાર જો લંગર નાંખતો નહીં.." નાથો ખિજાઈ ગયો.એ જોઈને મગન હસી પડ્યો. પણ આજ એને પોતાના દોસ્તને પ્રેમમાં પડેલો જોઈને ખૂબ આનંદ થતો હતો. રૂખડીયો નાથો હવે એની સ્વાતિ માટે મગન સામે દાંતીયા કરતો હતો..!
"તો બોલ નાથા કેટલા દિવસમાં તું આ પરિચારિકાને તારી ખાસ પરિચિત બનાવી દઈશ ? અઠવાડિયું ? પંદર દિવસ ? મહિનો ? બોલ તારે કેટલી મુદત જોવે છે ? તું કહે એટલી મુદત તને હું આપું છું..જો એટલા દિવસમાં તું ફરતો ફરતો જ ફર્યા કરીશ તો પછી હું ઘરમાં ઘુસી જઈશ..અને તને ખબર છે હું ઘોઘર બિલાડા જેવો છું..એકવાર જ્યાં ઘૂસ્યો ત્યાંથી મને હટાવવો મુશ્કેલ જ નહીં..નામુમકીન છે..!''
કહી મગને અટહાસ્ય કર્યું.
હવે નાથો મુંજાયો. પ્રેમ કરવામાં પણ આ મગનો મુદત આપતો હતો..નાથાને વિચારમાં પડેલો જોઈને મગન ગાવા લાગ્યો. "ઇસ દિલ કે ટુકડે હજાર હુએ..
કુછ યહાં ગીરા કુછ વહાં ગીરા.. કુછ યહાં ગીરા..કુછ વહાં ગીરા...."
યહાં કહેતી વખતે મગને હોસ્પિટલમાં અને વહાં કહેતી વખતે કોલેજ બાજુ હાથના ઈશારા કર્યા.
નાથો સમજ્યો કે મગનો મારો મેળ પડવા નહીં દે..
"તારે બહુ ફાંકો છે ને ! તો તું આ સ્વાતિને તારી બનાવી જો.." નાથાએ જોખમ લીધું..!
"તારે હવે પંદર દિવસ અહીં રહેવાનું છે..તું ચોવીસ કલાક એની સાથે છો. અને હું દરરોજ એક કલાક આવવાનો છું..જોઈએ હવે કોણ મેદાન મારી જાય છે..! નાથા રે નાથા તારે કેટલા છે માથા..!!" મગને નાથાના ગાલ પર ટપલી મારી.
નાથો ડોળા કાઢતો બેઠો.
"સારું એ બધું છોડ..હું તો મજાક કરું છું દોસ્ત.તું ના મુંજાતો..મને હજુ કોઈ એવી મળી જ નથી કે જેની ઉપર મારુ દિલ હું કુરબાન કરી દઉં.. તને આ નર્સ ગમતી હોય તો બાપડી તારી ઉપર ફિદા છે..તે એની લાજ બચાવી હતી."
મગન સ્ટુલ નજીક લાવીને થોડીવાર નાથનો હાથ એના હાથમાં લઈને બેઠો.પછી તે ગંભીર થઈને બોલ્યો..
"કાલે વીરજી ઠૂંમરના કારખાને ગયો હતો..ત્યાં એક ભીમો મૂછ કરીને એક ઘાટીયો હતો.સાલ્લો વિરજી શેઠની બાકી લઈને ભાગી ગયો છે..વીરજીએ મને રામા ભરવાડનું નામ આપ્યું અને કહ્યું કે આમાં એનો જ હાથ છે.તમે લોકો મને મારી બાકી પાછી અપાવો...નાથા..શું આપણે એવા ધંધા કરવા સુરતમાં આવ્યા છીએ..? એ રામલો એમ સમજે છે કે હું ક્રાઈમ બ્રાન્ચમાં છું..એટલે એ ડરે છે.પણ જે'દી એને ખબર પડશે કે આપડે તો આગળ ઉલ્લાળ અને પાછળ ધરાળ બે માંથી એક પણ નથી..ત્યારે એ આપણા હાડકા ભાંગી નાખશે. ત્યારે આ વીરજી ઠૂંમર બચાવવા નહીં આવે.આ બધા કામ તો લુખ્ખા લોકો કરે.આપણે તો ચોપડેલા અને સાવ ચીકણા છીએ..મેં તો ના પાડી દીધી..બિચારો બહુ લબડયો..પણ કાલે હું કામે બેસવા ગયો ત્યારે ત્યાં બહાર એક ગલ્લો છે પાનનો...એ ગલ્લાવાળને પણ આપણે, હું ક્રાઈમબ્રાન્ચમાં છું એવું ઠસાવ્યું હતું..એણે મને બોલાવીને જે કહ્યું એ સાંભળીને મારુ માથું ભમી ગયું છે...તું અત્યારે હોસ્પિટલમાં છો..રમલો સાવ રાંકો છે અને રાધવો મુંબઈ છે.."
"એવું તે શું એણે કીધું..? અને હા, તારી વાત બરાબર છે.જો ભાઈ રાઘવે આપણને લાઈન બતાવી છે.એ લાઈન ઉપર જ આપણે દોડવાનું છે..હીરાના ધંધામાં બસ રૂપિયા જ રૂપિયા છે..આપણે હવે કોઈ જાતની લુખ્ખાગીરી કરવાની થતી નથી સમજ્યો..?"નાથાએ કહ્યું.
" એટલે જ મેં વીરજી શેઠને ઘસીને ના પાડી..તમારા વીસ ત્રીસ હજાર માટે અમે શા માટે અમારો જીવ જોખમમાં મૂકીએ..? પણ ગલ્લાવાળાએ જે વાત કરી એ સાંભળીને આપણે કંઈક તો કરવુ જ પડે એમ છે..."
"પણ તું ફાટય તો ખરો કે શું ઈ ગલ્લાવાળાએ તને કીધું..." મગનની વાત સાંભળવાની નાથાની અધીરાઈ વધતી જતી હતી..
મગન થોડીવાર બારી બહાર જોઈ રહ્યો. પછી ગલ્લાવાળાએ જે વાત કરી હતી એ નાથાને કહી સંભળાવી..નાથો પણ એ વાત સાંભળીને વિચારમાં પડી ગયો..
(ક્રમશ:)