😍 નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૬ 😍
હોટેલ પર પહોંચતા જ મેં મારો મોબાઈલ ચેક કર્યો કે એ ભૂત પહોંચી ગઈ ઘરે એનો મેસેજ આવ્યો કે નહીં ?? પણ હજી સુધી એનો મેસેજ આવ્યો ન હતો.. મને એમ કે ઘરે પહોંચીને દર વખતની જેમ કઈક કામ માં લાગી ગઈ હશે અને મેસેજ કરવાનુ ભૂલી ગઈ હશે એમ વિચારી હું મારા પ્રોજેકટ વર્કમાં લાગી ગયો.
ઘડિયાળમાં જોયું તો રાતના દસ વાગી ગયા હતા.મેં ફટાફટ મારો ફોન ચેક કર્યો પણ હજુ સુધી એ ભૂતનો મેસેજ ન હતો. હવે મારી ચિંતા વધી..
મેં ફટાફટ એને કોલ કર્યો પણ ફોન સ્વીચ ઓફ આવ્યો. હવે મારી ચિંતા વધતી જતી હતી..ઘણી વાર કોલ ટ્રાય કર્યા પણ કોલ ન લાગ્યો.છેવટે ચિંતામાં ને ચિંતામાં ફોન સાઈડમાં મુક્યો અને વિચાર કરવા લાગ્યો..આમ તેમ રૂમમાં ચાલવા લાગ્યો. થોડી વાર પછી મોબાઈલમાં એક મેસેજ આવ્યો. મને એમ કે મારી ભૂતનો મેસેજ હશે એમ જોઇ ફટાફટ મોબાઈલ હાથમાં લીધો.....
જોયુ તો એની નાની બહેનનો મેસેજ હતો..
" હેલો ક્યાં છો તમેં ??
તમને એક ગુડ ન્યુઝ આપવાના છે."
થોડી વાર તો મને એમ થયું કે પેલી ભુતે કદાચ ઘરે કહી તો નહીં દીધું હોય ને અમારા વિશે !!!!
મેં ફટાફટ તેની નાનકી ( ભૂત ની નાની બહેન - પ્રેમથી નાનકી કહીયે છીએ) ને રીપ્લાય કર્યો.
" ઓહ હો બોલ બોલ શુ ગુડ ન્યુઝ છે ??? "
નાનકી - તમે તો સાંભળી ને ઉછળી જ પડશો..
હું - અરે બોલ ને શુ ???
નાનકી - જો હું તમને બધુ તો નહીં કહું પણ ....
હું - અરે યાર આમ ન કર.
જે હોય એ જલ્દી બોલ..
નાનકી - તો સાંભળો...
કાલે સવારે તમારે એક દમ મસ્ત રીતે તૈયાર થઈને મારા ઘરે આવવાનુ છે. જેમ તેમ નથી આવવાનુ હો...
અને હા નવ વાગ્યા પહેલા તમારે મારી ઘરે પહોંચી જવાનું છે અને હા લેઈટ તો બિલકુલ થવાનુ નથી..
હું - અરે હા બાબા હા....
( મને તો બસ મનમાં એ જ વિચાર આવ્યો કે એ ભુતે ઘરે વાત કરી દીધી છે અને એટલા માટે જ મને એમને ઘરે બોલાવ્યો હશે) હું તો ખૂબ જ ખુશ થઈ ગયો..તો પણ મેં નાનકી ને પૂછ્યું..
" હવે મને એ કહે કે કેમ મારે તારી ઘરે શા માટે આવવાનું છે.
કારણ શું છે..?
નાનકી - અરે યાર તમે સવાલ ન કરો..
ખાલી કહ્યું એટલું કરો હો......
હું - અરે યાર પણ ...
મને થોડી તો કઈક Hint આપ...
નાનકી - અરે યાર..બસ એટલું સમજી લો કે તમે ખૂબ જ ખુશ થશો...હવે આનાથી વધારે કશું કહી નહીં કહું હો...
હું - હા પણ ....
નાનકી - પણ બણ કહી નહીં ..
બસ જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે કાલે ઘરે આવતા રહેજો..
હવે બાય...
આ તો મને દીદી( મારી ભૂત ) એ કીધું એટલે મેં કોલ કર્યો...
હું - ઓહ હા.. તારી દીદી ઘરે પહોંચી ગઈ ??
ક્યારે પહોંચી ??
હું ક્યાર નો રાહ જોવ છુ એની...
અહીં હું ટેંશન માં હતો કે એ ઘરે પહોંચી કે નહીં...
એ ભુતે મને એક મેસેજ પણ ન કર્યો...
ફોન આવે એટલી વાર છે એની...
નાનકી - અરે એ તો ક્યારની પહોંચી ગઈ છે.
એતો અમે બધા હમણાં બેઠા હતા અને એક જરૂરી વાત કરતા હતા એટલે કદાચ દીદી એ મેસેજ નહીં કર્યો હોય..
અને હા અત્યારે મારી દીદી તમને કોલ નહીં કરે...
એ સુઈ ગઈ છે.
અને હા કાલે સવાર પડવાની જ છે અને તમારે અહીં આવવાનું જ છે તો કાલે જ વાત કરી લેજો હો....
હું - અરે પણ..
નાનકી - હવે પ્લીઝ હો..બાય...
મારે કાલ ની ઘણી તૈયારી કરવાની છે.
હું ફોન રાખું છુ..
કાલે મળીયે....
એમ કહી ને નાનકી ફોન રાખે છે. હવે તો બોસ નીંદર થોડી આવે !!!
હવે તો માઈન્ડ એ ચાલુ કર્યું વિચારવાનું..
હજારો નહીં લાખો વિચાર આવતા હતા કે કાલે શુ હશે ??
કેમ મને ઘરે બોલાવ્યો હશે ?
મારી વાત તો નહીં કરી હોય ને ઘરે ??
અને કરી હશે તો શું એ લોકો મને Accept કરશે ?
અને મને Accept ન કર્યો તો ???
એના ફેમેલી ને હું ગમીશ ??
ના ગમ્યો તો ???
એના ઘરે થી ના પાડી તો એ ભૂત ને મારી સાથે બોલવાની , રહેવાની તો.....??
બસ આમ મારા મનમાં અઢળક વિચારો આવી રહ્યા હતા...થોડાક વિચાર પોઝિટિવ આવતા તો થોડાક નેગેટિવ..
સાહેબ વાત ન પૂછો કે એ રાત્રી મારા માટે કેવી હતી..
તમેં નહીં માનો પણ કદાચ ત્યારે હું મારા રૂમમાં પાંચ કિલોમીટર ચાલ્યો હશું.. અહીં થી પહેલા ખૂણામાં અને ત્યાંથી આ ખૂણામાં..
આમ જ વિચારતા વિચારતા સવાર ના ચાર વાગી ગયા પણ સાહેબ આંખમાં જરાય ઊંઘ ભરાયેલી ન હતી..બસ ક્યારે સવાર પડે અને ક્યારે એના ઘરે જાવ એ જ વિચાર મનમાં ચાલી રહ્યો હતો..
વિચારતા વિચારતા નાની એવી ઝબકી આવી ગઈ..
ઉઠીને જોયું તો પાંચ જ વાગ્યા હતા હજુ. પછી શુ ??
થોડીવાર કસરત અને વ્યાયામ ચાલુ કર્યા..પણ સાહેબ મારી નજર તો ઘડિયાળના કાંટા સામે જ હતી. કસરત પુરી કરી ફટાફટ ફ્રેશ થયો અને વોર્ડરોબ પાસે ગયો. વોર્ડરોબ ખોલી મારા બધા કપડાં જોયા પણ એક પણ કપડામાં મઝા ન આવી..
બોલો લ્યો..કપડાં મારા , મેં જ લીધેલા તો પણ ના ગમ્યા...પેલું કહેવાય ને કે જ્યારે કોઈ સ્પેશિયલ વ્યક્તિ ને મળવા જવું હોય ત્યારે કઈ પણ સારું ન લાગે. કઈક ખૂટતું હોય એવું જ લાગે...ના કપડાં ગમે કે ના બીજું કહી....
બોસ હું તો ફટાફટ તૈયાર થયો.. વ્હાઇટ શર્ટ અને ગોલ્ડન ટ્રાઉઝર અને સાથે બ્લેક કાંડા ઘડિયાળ..આમ તો દરરોજ માથામાં વેક્સ અથવા તો જેલ નાખતો અને સ્ટાઈલિશ વાળ સેટ કરતો. પણ આજે તો એ ભૂત ના ઘરે જવાનુ હતુ એટલે થોડો ડાહ્યો છોકરો બનવાનું હતું. એટલે હું તો ડાહ્યો જ છુ પણ કહેવાય ને કે જ્યારે કોઈને જોવા અથવા ઘરે જઈએ ત્યારે સરખી રીતે જવું પડે.
બસ પછી તો વાળમાં થોડુ વેક્સ માર્યું અને એક દમ પ્રોફેશનલ લૂક વાળ સેટ કર્યા. ઘડિયાળ સામે જોયું તો સાત વાગ્યે હતા..સાહેબ હું તો એક દમ મસ્ત તૈયાર થઈને બેસી ગયો.
સાહેબ એટલી આતુરતા હતી કે વાત ન પૂછો...
ઘડિયાળમાં જોયું તો સાડા સાત વાગ્યા હતા પણ મારાથી રહેવાયું નહીં એટલે હું એ ભૂતના ઘરે જવા નીકળી પડ્યો.
સવારે તો સુરતમાં ટ્રાફિક ઓછુ હોય એટલે હું થોડી જ વારમાં એ ભૂત ની ઘરે પહોંચી ગયો..
મારી બાઈક એના ઘરની સામે ઉભી કરી મારા ખિસ્સા માંથી ફોન કાઢી એ ભૂત ફોન લગાવ્યો..
પાંચ - છ વાર કોલ કર્યો પણ એ ભૂત એ એક પણ વાર મારા ફોન રિસીવ ન કર્યા.મને એમ કે કદાચ કામમાં હશે એટલે ફોન રિસીવ નહીં કર્યો હોય...
થોડીવાર તો મેં ઘરની બહાર જ વૅઈટ કર્યો..થોડી વાર વેઇટ કર્યા બાદ જોયું તો ઘડિયાળમાં આઠ ને દસ થઈ હતી. પછી તો બાઈકના કાચમાં જોઈ વાળ સેટ કર્યા અને ઘર તરફ ગયો. ઘરના બારણે પહોંચતા ડોર બેલ વગાડ્યો..
ડોલ બેર વગાડતા જ પેલી નાનકી એ દરવાજો ખોલ્યો...અને બોલી..
અરે અરે.. શુ વાત છે.. ખૂબ વહેલા આવી ગયા...
હું - હા તો તું બોલાવ ને હું ના આવું એવું બને ખરી !!!!???
નાનકી - સારું સારું લ્યો..અંદર આવો...
હું - હા એ બધુ તો ઠીક છે પણ હવે તો મને કહે કે શા માટે બોલાવ્યો છે...
નાનકી - હા હા બધુ કહીશ પણ પહેલા નાસ્તો તો કરી લો...
મને દીદી એ કિધેલું કે તમે નાસ્તો કર્યા વગર જ આવશો એટલે પહેલા એને નાસ્તો કરાવજે..તો ચાલો પહેલા નાસ્તો કરી લો...
હું - અરે ના ના.મારે નાસ્તો નહિ કરવો અને પહેલા પ્લીઝ મને કહે કે શા માટે મને તે અહીં બોલાવ્યો....
નાનકી - એ બધું તો તમને મારા દીદી કહેશે....
હું - હા તો એ ક્યાં છે ?
નાનકી - એ જો પેલા સામે ના રૂમમાં છે...
હું તો.કશું પણ બોલ્યા વગર એ ભૂતના રૂમ તરફ ગયો..
બહારથી મેં દરવાજો knok કર્યો..અંદરથી આવાઝ આવ્યો કે એક મિનિટ હમણાં દરવાજો ખોલું .
થોડીવારમાં જોયું તો દરવાજો ખુલ્યો.. જોયું તો મારી ભૂત મસ્ત તૈયાર થઈને મારી સામે ઉભી હતી.. હું કશું બોલું એ પહેલાં તો એ મને કહે કે " Drecu અંદર આવી જા"
હું રૂમની અંદર ગયો. હજુ કઈ બોલવા જાવ એ પહેલાં જ મને એ ભૂત એ કહી આપ્યું કે....Drecu અત્યારે હું જે કઈ પણ કહું એ પહેલા સાંભળી લે જે અને પછી જ તું બોલજે...
મેં તો હા કહ્યું..
મારી ભૂત - Drecu તું ખૂબ જ સારો છે અને એક દમ પરફેક્ટ છે મારા માટે પણ સોરી હું તારી જોડે મેરેજ નહીં કરી શકુ કેમ કે આજે મને જોવા આવે છે. આમ તો નક્કી જ છે.
અને કદાચ એ લોકો મને રૂપિયો નાળીયેર આપીને જ જશે....
............
ક્રમશઃ
શુ થશે ??
આ બધુ કેમ થયું ?
અને મારી ભૂત એ મને શા માટે આવું બધું કીધું ?
અચાનક કેમ જોવા વાળા આવી ગયા..
આવું બધુ જાણવા માટે વાંચતા રહો
નામ મેં ક્યાં રખ્ખા હૈ...
big Sorry For Late Publishing...
જે લોકો એ હજી સુધી જો મારી નવી રોમેન્ટીક નોવેલ
" ચાલ જીવી લઈએ '" ના વાંચી હોય તો એક વાર અચૂક થી વાંચજો.....
આભાર.......