નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિત રાજેશ ને શિમલા પાછો લાવવા માટે એક પ્લાન કરી દિલ્લી રવાના થાય છે. મોહિત એના એક મિત્ર ને પણ ફોન કરી દિલ્લી બોલાવે છે હવે જોઈએ આગળ. . .
મોહિત દિલ્લી પહોંચી વિજય ને ફોન કરે છે, વિજય દિલ્લી પહોંચી ગયો હતો અને જે હોટલ મા રોકાયો હતો ત્યાનુ સરનામુ આપી મોહિત ને ત્યા હોટલ પર આવવા માટે કહ્યુ. મોહિત એ હોટલ પર પહોચે છે. વિજય ને મળી ને બધી જ વાત કરે છે.
વિજય : તારી બધી વાત સમજી ગયો હવે બોલ તુ શુ કરવા માગે છે અને મારે શુ કરવાનુ છે.
મોહિત : હુ કંઈ પણ કરી રાજેશ ને અહી થી શિમલા લઈ જવા માંગુ છુ.
વિજય : બરાબર છે પણ તારી બધી વાત મે સાંભ઼ળી એટલે કહુ છુ કે શુ રાજેશ તારી સાથે શિમલા આવશે ખરો?
મોહિત : એટલે તો તને પણ અહી બોલાવ્યો છે, જો રાજેશ ને એનો બંગલો વહેચવો છે. તુ એને બંગલો ખરીદનાર તરીકે મળવા જા બધુ જ ફાઈનલ કર. પછી પેમેન્ટ ની વાત આવે ત્યારે કહેજે કે પેમેન્ટ લેવા મારી સાથે આવ મારા માણસ ને પેમેન્ટ લઈને બોલાવ્યો છે અને એને જે હોટલ મા રોકાવાનુ કહ્યુ છે, ત્યા પહોંચી ગયો હશે અને એને તુ અહી લઈને આવી જજે બસ પછી રાજેશ અહી આવી જાય પછી વાંધો નય ઓકે.
વિજય : એ બધુ બરાબર છે પણ એને અહી લાવીને શુ કરીશુ એને તો તારે શિમલા લઈને જવાનો છે.
મોહિત : મારે એકલાએ નય આપણે બંન્ને એ લઈ જવાનો છે
વિજય : હા હા ભાઈ પણ એને અહી થી કેવી રીતે લઈ જઈશુ યાર એને કહીશુ કે ચાલ અમારી સાથે શિમલા તો શુ એ આવી જશે?
મોહિત : એ બધુ તુ મારી પર છોડી દે તુ કંઈ પણ રીતે એને અહી લઈને આવ.
વિજય : ઠીક છે ચાલ હુ એને અહી લઈને આવુ છુ.
મોહિત વિજય ને રાજેશ નુ સરનામુ આપે છે પછી વિજય રાજેશ ના ઘરે જવા નીકળે છે. વિજય રાજેશ ના ઘરે પહોંચે છે રાજેશ બગીચા મા બેઠો હોય છે, વિજય ને જોઈને ઊભો થાય છે, અને વિજય સામે જાય છે.
રાજેશ : કોણ છો ભાઈ કોનુ કામ છે તમને?
વિજય : મારે મિ.રાજેશ ને મળવુ છે.
રાજેશ : હુ જ રાજેશ છુ ભાઈ બોલો શુ કામ હતુ?
વિજય : ઓહ્ હેલ્લો હુ વિજય છુ, શિમલા મા તમારો બંગલો છે જેને તમારે વહેચવો છે અને ત્યા પેલા ચા વાળા કાકા એ તમને વાત કરી હતી?
રાજેશ : અરે હા! બરાબર તમે તો બોવ જલ્દી આવી ગયા ને કંઈ મને તો એમ હતુ કે હજી કાલે જ વાત થઈ છે તો આવશે શાંતિ થી.
વિજય : મને તમારો બંગલો ખૂબ જ ગમી ગયો છે, હુ એને વહેલી તકે ખરીદવા માંગુ છુ.
રાજેશ : ભલે પણ તમે ૨-૩ દિવસ પછી આવો હુ ત્યા સુધી બંગલા ના પેપર્સ તૈયાર કરાવી દઉ અને તમે રુપિયા ની વ્યવસ્થા કરી દો ઓકે.
વિજય : રુપિયા નુ ટેન્શન ના લો રુપિયા પણ આવી ગયા છે તમે કિંમત બોલો અને સોદો ફાઈનલ કરો.
રાજેશ : કરી દઈએ પણ પેપર્સ તો તૈયાર કરાવવા પડશે ને!
વિજય : હમણા એક કામ કરો કે તમે કોઈ વકીલ જોડે સોગંદનામુ કરાવી દો કે તમે મને બંગલો વહેંચો છો અને મે તમારા બંગલા ની બધી કિંમત આપી દીધી છે, પછી પેપર્સ તૈયાર થાય તો આપી દેજો.
રાજેશ : બરાબર છે બોવ જલ્દી મા છો લાગે છે.
વિજય : હા તમને કહ્યુ તો ખરુ કે મારે વહેલી તકે એ બંગલો ખરીદવો છે.
રાજેશ : ભલે હુ મારા વકીલ ને કહી ને સોગંદનામુ તૈયાર કરાવુ છુ, વકીલ ને આવતા સુધી આપણે બંગલા ની કિંમત નક્કી કરી લઈએ અને ચા નાસ્તો પણ કરી લઈએ.
વિજય : બરાબર પણ આજ નો ચા નાસ્તો મારા તરફ થી પ઼છી જ્યારે બંગલા ના પેપર્સ તૈયાર થઈ જાય ને હુ લેવા આવુ ત્યારે તમારા તરફ થી.
રાજેશ : અરે જનાબ આ મારુ ઘર છે તમે મારા ઘરે આવ્યા છો તો પછી તમારા તરફ થી કેવી રીતે થશે, મારી તરફ થી જ કહેવાશે ને ! !
વિજય : તમારી વાત સાચી છે પણ હુ અહી નહી હોટલ ની વાત કરુ છુ.
રાજેશ : અરે અહી મારુ આટલુ સરસ ઘર છે ને તમે હોટલ ની વાત કરો છો?
વિજય : હા કેમ કે હુ તો અહી એમ જ આવ્યો હતો રુપિયા મે મારા માણસ જોડે મંગાવ્યા હતા અને એ રુપિયા લઈ ને આવી ગયો છે અને મે જ્યા કહ્યુ છે એ હોટલ મા રોકાયો છે, તમે એક કામ કરો તમારા વકીલ ને પણ કહી દો કે સોગંદનામુ તૈયાર કરી ને એ હોટલ પર જ આવી જાય આપણે બંન્ને ત્યા જઈએ અને હોટલ પર જ બધી ચર્ચા કરીશુ અને જે કિંમત નક્કી થાય એ હુ તમને આપી દઈશ ઠીક છે!
રાજેશ : ભલે ભાઈ મને વાંધો નથી હુ મારા વકીલ ને ફોન કરી દઉ છુ પછી આપણે હોટલ પર જઈએ.
રાજેશ એના વકીલ ને ફોન કરી બધુ સમજાવી સોગંદનામુ તૈયાર કરી હોટલ પર આવવા કહે છે, વિજય આ બાજુ હાશકારો અનુભવે છે કે રાજેશ હોટલ પર આવવા તૈયાર થઈ ગયો. પછી બંન્ને જણા હોટલ પર જવા રવાના થાય છે, અને રસ્તા મા જ વિજય મોહિત ને ફોન કરે છે કે ચા નાસ્તો તૈયાર કરાવી દે અમે હોટલ પર આવી રહ્યા છે. થોડીવાર મા એ લોકો હોટલ પર પહોંચી જાય છે, વિજય અને રાજેશ રુમ મા જાય છે .
વિજય : મોહિત આ રાજેશ છે મારે જે બંગલો ખરીદવાનો છે એ બંગલા ના માલિક. અને તે ચા નાસ્તા નો ઓર્ડર કર્યો
મોહિત : હા કરી દીધો તમે લોકો બેસો ચા નાસ્તો આવતો જ હશે.
વિજય : ઠીક છે તો મિ.રાજેશ આપણે બેસીએ ચા નાસ્તો કરી ને આગળ ની ચર્ચા કરીએ ત્યા સુધી તમારા વકીલ પણ આવી જાય.
રાજેશ : હા ભલે વાંધો નય.
થોડીવાર મા રુમ નો ડોર બેલ વાગે છે.
મોહિત : લાગે છે ચા નાસ્તો આવી ગયો છે તમે બેસો હુ લઈ આવુ છુ.
મોહિત દરવાજા પર જાય છે ચા નાસ્તો લઈ ને આવે છે અને બધા ચા નાસ્તો કરી ને બંગલા વિશે ચર્ચા કરે છે. અચાનક રાજેશ નુ માથુ દુખવા લાગે છે એને ચક્કર આવે છે અને એ નીચે પડી ને બેભાન થઈ જાય છે.
વિજય : અરે આને શુ થયુ યાર જલ્દી એને હોસ્પિટલ લઈ જવો પડશે .
મોહિત હસવા લાગે છે. મોહિત ને હસતો જોઈ વિજય ને નવાઈ લાગે છે.
વિજય : ભાઈ તુ ગાંડો થઈ ગયો છે તુ હસે છે કેમ? તુ જલ્દી કર આપણે એને હોસ્પિટલ લઈ જઈએ.
મોહિત : ક્યાય લઈ જવાની જરુર નથી એને આ બધુ મે જ કર્યુ છે અની ચા મા બેભાન થવા ની દવા નાંખી છે એટલે એ બેભાન થઈ ગયો છે હવે ચાલ જલ્દી આપણે એને લઈ જઈએ.
વિજય : પણ ભાઈ એ હોશ મા આવી ગયો તો શુ કરીશુ?
મોહિત : ચિંતા ના કર એ ૭-૮ કલાક વગર ભાન મા નય આવે અને ત્યા સુધી તો આપણે શિમલા પહોંચી જઈશુ. હવે કોઈ ટેન્શન નથી.
વિજય : પણ એક ટેન્શન છે રાજેશ નો વકીલ અહી આવી જશે તો? આપણ ને જોઈ જશે તો?
મોહિત : એના જ ફોન થી એના વકીલ ને ફોન કરી ને અહી આવવાની ના પાડી દે ઓકે.
વિજય : ઠીક છે હુ ફોન કરી દઉ છુ.
વિજય એના વકીલ ને ફોન કરી આવવા ની ના પાડે છે અને પછી રાજેશ નો મોબાઈલ બંધ કરી દે છે.
વિજય : આ તો થઈ ગયુ પણ આને આવી હાલત મા લઈ કેવી રીતે જઈશુ?
મોહિત : કંઈ નય આપણે નીચે રિસેપ્શન પર ફોન કરી ને કહીએ છે કે અમારો મિત્ર અચાનક બેભાન થઈ ગયો છે જલ્દી માણસો મોકલી એને બહાર હોટલ ના ગેટ સુધી મુકી દો અને એક ટેક્સી બોલાવી લો.
વિજય : ચલ એ પણ બરાબર છે પણ એને એઈરપોર્ટ ની અંદર ને ફ્લાઈટ મા કેવી રીતે લઈ જઈશુ?
મોહિત : તુ એનુ ટેન્શન ના લે એઈરપોર્ટ પર મારો એક મિત્ર નોકરી કરે છે એ આપણી મદદ કરશે. મે એને બધુ જ સમજાવી દીધુ છે.
મોહિત ના કહેવા પ્રમાણે વિજય રિસેપ્શન પર ફોન કરે છે અને માણસો બોલાવે છે રાજેશ ને ઉચકીને નીચે લઈ જાય છે અને ટેક્સી મા બેસાડે છે, મોહિત રસ્તા મા એના બીજા મિત્ર ને ફોન કરી દે છે. એના મિત્ર એ બધી જ તૈયારી કરી રાખી હોય છે. એઈરપોર્ટ પર પહોંચી મોહિત એના મિત્ર ને મળે છે અને ફટાફટ રાજેશ ને ફ્લાઈટ મા બેસાડે છે અને મોહિત નો મિત્ર શિમલા એઈરપોર્ટ પર ફોન કરી રાજેશ બિમાર છે એવુ બહાનુ કાઢી રાજેશ ને ઉતારવા મા મદદ કરજો એમ કહી દે છે. મોહિત એના મિત્ર નો આભાર માની શિમલા જવા રવાના થાય છે.
મોહિત અને વિજય શિમલા પહોચી રાજેશ ને એ બંગલા મા લઈ જઈ શકશે? રાજેશ શિમલા પહોંચતા પહેલા હોશ મા આવી જશે તો શુ થશે? શુ મોહિત નો બધો પ્લાન ફેઈલ જશે કે એને કામયાબી મળશે? શુ મોહિત રાજેશ ને બંગલા સુધી લઈ જશે તો જયા એનો બદલો પુરો કરી મુક્ત થશે કે કોઈ નવી મુસીબત આવશે . જાણો આવતા ભાગ મા આવજો. . . . . . . .