Hiyan - 5 in Gujarati Love Stories by Alish Shadal books and stories PDF | હિયાન - ૫

Featured Books
Categories
Share

હિયાન - ૫



સાંજે આરવીની આંખ ખુલે છે. તે પુરા ૫-૬ કલાક થી બેહોશ હોય છે. તે જુએ છે કે તેની સામે તેના મમ્મી-પપ્પા, ધ્રુહી, રાહુલ અને રાહુલના મમ્મી-પપ્પા હોય છે. તે ફરી ખુબજ દુઃખી થઈ જાય છે. તેની આંખોમાં આંસુ આવી જાય છે. તે જોય ને શાલીનીબેન તેના માથા પર પ્રેમથી હાથ ફેરવે છે.
શાલીનીબેન : દીકરા ચિંતા ન કર. હમેં તારાથી બિલકુલ ગુસ્સે નથી. અમને પણ રાહુલ ગમે છે એટલે તારા અને રાહુલ ના સંબંધ નો અમને કોઈ જ વાંધો નથી. અને રાહુલ ના મમ્મી-પપ્પા ને પણ અમેં વાત કરી તો એમને પણ કોઈ વાંધો નથી.
આટલું સાંભળીને આરવીની ચિંતા હળવી થાય છે.
ધ્રુહી : (મસ્તીમાં) તો ચાલો હવે આ ખુશીમાં મોઢું મીઠુ કરીલો.
સુનિલભાઈ : હા સાચી વાત છે. પણ હા તમારે બન્ને એ હમણાં માત્ર ભણવા પણ ધ્યાન રાખવાનું છે. કારણકે તમે હજુ મેચ્યોર નથી થયા એટલે અત્યારે તમારે મળવા પર કાબુ રાખવો પડશે અને જ્યારે
તમારું ભણવાનું પૂરું થાય ત્યારે આ વાત પર આપણે વિચાર કરીશું. ત્યાં સુધી બહાર પણ આ વિશે કોઈને કહેવાનું નથી. કારણકે ઘણી વાર આ ઉંમરે માત્ર આકર્ષણ પણ હોય છે.
સુનિલભાઈ ની આ વાત પર બધા સંમત થાય છે અને બધા વાતે વળગે છે. આકર્ષણ શબ્દ સાંભળીને ધ્રુહીના મોઢા પર દુઃખની લકીર ઉપસી આવે છે પણ પછી તે તરત જ સ્વસ્થતા ધારણ કરીલે છે. પણ શાલીનીબેન આ જોઈ જાય છે. થોડીવાર પછી આરવી રાહુલ ને એકાંતમાં મળવાની વાત કહે છે. તે સાંભળી રાહુલ સિવાય બધા આરવીના રૂમની બહાર જઈને હોલમાં બેસે છે. અને શાલીનીબેન ધ્રુહીને તેની સાથે કિચનમાં ચા નાસ્તા ની સગવડ કરવા લઈ જાય છે.
શાલીનીબેન : બેટા મેં જોયું કે આકર્ષણ સાંભળીને તું દુઃખી થઈ ગઈ હતી. પણ બેટા એ એક ભૂતકાળ હતો તું ભૂલી જા.
ધ્રુહીની આંખમાં આંસુ આવી જાય છે.
ધ્રુહી : મમ્મી હું એ વાતને તો ક્યારનીય ભૂલી ગઈ છું પણ હું એ વિચારીને દુઃખી થઈ ગઈ કે તયારે તમે અને પપ્પા એ મને સાથ ન આપ્યો હતે તો મારુ શું થાતે?
શાલીનીબેન : (ધ્રુહીના માથા પર હાથ ફેરવતા) બેટા ચિંતા ન કર અમે ત્યારે પણ તારી સાથે જ હતા અને આજે પણ તારી સાથે જ છીએ.
આટલું સાંભળતા ધ્રુહી શાલીનીબેન ના ગળે જોરથી વળગી પડે છે. ત્યાંજ શાલીનીબેન ના ફોન ની રિંગ વાગે છે.

(આરવીના રૂમમાં)
આરવી : રાહુલ હું ખુબજ ખુશ છું કે આપણા ઘર વાળા માની ગયા. પણ મને ભાઈલું ની ચિંતા થાય છે. તે ખુબજ ગુસ્સે અને દુઃખી હતો આ વાત જાણીને. એટલે મેં નક્કી કર્યું છે કે ભાઈલું આવી જાય પછી તે મને જણાવે નઇ કે એ શા માટે ગુસ્સે હતો ત્યાં સુધી આપણે એક મિત્ર ની જેમ જ મળીશું. અને જો ભાઈલું ને આપણો પ્રેમ મંજુર ન હોય તો આપણે અલગ થવું પડશે. અને તારે એમાં મને સાથ આપવો પડશે.
આટલું બોલતા આરવી રાહુલને ગળે વળગીને રડી પડે છે.
રાહુલ : આરુ ચિંતા ની કર. હું તારા દરેક નિર્ણય માં સાથે છું. આયાન મારો પણ ભાઈ છે. હું પણ તેને દુઃખ પહોંચાડવા નું વિચારી ન શકું. મને ખબર છે તમારા બે ભાઈ બહેન વચ્ચે કેટલો પ્રેમ છે. હું એ પ્રેમ વચ્ચે આવવા માંગતો નથી.
આરવી : થેન્ક યુ સો મચ રાહુલ મને સમજવા માટે. અને ચાલ આપણે નીચે જઈએ. બધા આપણી રાહ જોતા હશે.

એ લોકો નીચે ઉતરતા હોય છે ત્યારે શાલીનીબેન કિચનમાંથી દોડતા દોડતા આવે છે અને કહે છે, "અનસૂયા (આયાન ની માસી) નો ફોન હતો કે આયાન હજુ સુધી તેમના ઘરે નથી પહોંચ્યો. મેં સવાર થી જ આયાન તેમના ઘરે આવવાનો છે એમ જણાવી દીધેલું હતું." આટલું સાંભળતા આરવી ફરી બેહોશ થઈ જાય છે.....

*******************************************

આયાન તેના ભૂતકાળને યાદ કરતો કરતો હોશમાં આવે છે. તે આંખો ખોલે છે ત્યારે સામે સોફા પર એક છોકરી બેઠેલી હોય છે. જે ખુબજ ચિંતામાં હોય છે. આયાન તે છોકરીનું નિરીક્ષણ કરે છે. તે કિશોરાવસ્થા માંથી યુવાની માં પ્રવેશતી એક ખુબજ સુંદર છોકરી હોય છે. આયાન તે છોકરીની આંખોમાં જ ખોવાય જાય છે. દૂધ જેવો સફેદ વાન, ડૂબી જવાનું મન થાય એવી સુંદર કાળી આંખો અને ખુબજ નિર્દોષ ચહેરો! આયાન એની આંખોમાં જ જોતો રહી જાય છે. જાણે એની આંખોમાં કોઈ કશીશ હોય કે જેણે આયાન ની આંખો ને એની આંખો સાથે બાંધી રાખી હોય છે. આયાનના કાનો માં એક ધીમો પણ મીઠો અવાજ સંભળાયો. જાણે કોઈ કોયલ ટહુકી રહી હોય. એને અવાજ સાંભળીને કંઈ જાણીતો અવાજ લાગ્યો. પછી તેને યાદ આવ્યું કે આતો પેલી સ્ટેશન પર હતી તેજ છોકરી છે.

છોકરી : હેલો! કેવું ફિલ કરી રહ્યા છો હવે તમે?
આયાન : (હડબળાટ સાથે) હં! હા સારું છે હવે. અને આભાર તમારો કે તમે મને સ્ટેશન પર પોલીસ થી બચાવ્યો. પણ તમે અહીંયા?
છોકરી : તમેં જ્યારે રેલવે સ્ટેશન પર બેહોશ થઈ ગયા હતા ત્યારે તમને હોસ્પિટલ લાવ્યા હતા. પણ આ બધી દોડધામ માં તમારું બેગ અને તમારો મોબાઇલ ક્યાંક ગુમ થઈ ગયા હતા. તેથી તમારી કોઈ પહેચાન થઈ શકી ન હતી. તેથી તમારો જ્યાં સુધી હોશ ન આવે ત્યાં સુધી મેં અહીંયા બેસવાનું નક્કી કર્યું. હવે તમે તમારો ઘરનો નંબર આપો તો હું તેમને જાણ કરું.

આયાન એના ઘરનું નામ સાંભળી ફરી દુઃખી થઈ ગયો હતો. તેના મુખ પર દુઃખની રેખા સ્પષ્ટ દેખાતી હતી.
પેલી છોકરી તે સ્પષ્ટ જોય શકતી હતી.
છોકરી : શું થયું કે તમે પાછા દુઃખી થઈ ગયા. તમે ટ્રેન માં હતા ત્યારે પણ આવાજ દુઃખી હતા.
આયાન આશ્ચર્ય થી એને જોઈ રહ્યો.
છોકરી : મતલબ હું તમારો કઈ પીછો ન કરતી હતી. પણ આતો મારુ HSC હમણાં જ પત્યું તો હું હવે મારુ ગ્રેડજ્યુએશન સુરત થી જ કરવું છે તો સુરત રહેવાની સગવડ અને કોલેજ વિશે માહિતી મેળવવા આવી હતી. અને હું પાછી મારા ઘરે અમદાવાદ જઈ રહી હતી ત્યારે તમે મારીજ ટ્રેઈન માં હતા. પણ તમે તો એટલા દુઃખમાં હતા કે તમને મારા પર ધ્યાન જ કેવી રીતે પડે?
આયાન : ઓહ. આભાર તમારો આટલી બધી મદદ કરવા માટે. પણ હું હમણાં ઘરે જવા માંગતો નથી.
છોકરી : પણ કેમ ઘરે જવા માંગતા નથી. શું પપ્પા સાથે ઝઘડો થયો છે?
આયાન ફરી પાછો દુઃખી થઈ જાય છે અને તે પેલી છોકરીને બધી વાત કરવાનું વિચારે છે. તે વિચારે છે હું આ છોકરીનું નામ પણ નથી જાણતો તો કેમ મને બધી વાત કહી દેવાનું મન થાય છે?

આયાન બધી વાત તે છોકરીને કહે છે. કે તે શા માટે દુઃખી હોય છે.
છોકરી : શું તમને રાહુલ પસંદ નથી?
આયાન : ના તે મને ખુબ પસંદ છે.
છોકરી : તો તમને તેમના પ્રેમ સામે કેમ વાંધો છે?
આયાન : મને તેમના પ્રેમ સાથે કોઈ વાંધો નથી. મને તો તેમણે આ વાત છુપાવી તેના સામે વાંધો છે.
છોકરી : શું તમે તેની વાત જાણવાનો પ્રયત્ન કર્યો કે કેમ તેણે આ વાત તમારા થી છુપાવી.
આયાન કશું બોલતો નથી. તે નીચું જોય જાય છે.
છોકરી : તમે તેને પોતાની વાત તમારી સામે રાખવાનો મોકો આપ્યા વગર જ આવતા રહ્યા. તમને કોઈ હક નથી આ રીતે તેના પર ગુસ્સે થવાનો. તમે તમારા ઈગો ને કારણે જ આવતા રહ્યા.
આયાન આ છોકરી તેને જાણતી પણ નથી અને આ રીતે ગુસ્સો કરી સમજાવે છે તે જોય ને દંગ રહી ગયો. તેને તેની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો.
આયાન : મને મારી ભૂલ નો અહેસાસ થઇ ગયો છે. હવે મારા મનમાં કશું જ નથી. હવેતો હું જલ્દી ઘરે જઈને મારી બહેનની માફી માંગીશ.
છોકરી : એ થઈને વાત. જલ્દી તમારા ઘરનો નંબર આપો.
આયાન તે છોકરીને તેના પપ્પાનો ફોન નંબર આપે છે. અને તે ફોન કરવા બહાર જતી રહે છે.
આયાન વિચારતો રહ્યો કે તેમને એકબીજા ના નામની પણ ખબર નથી હજી અને તેઓ એ આટલી બધી વાત કરી નાખી.

(ભાગ સમાપ્ત)
(ક્રમશઃ)

(મિત્રો આગળના ભાગ માં આપણને આપણી હીરોઇન નો પરિચય થશે અને આયાન ને મદદ કરવા વાળી છોકરી કોણ છે તે પણ જાણવા મળશે. તો વાંચતા રહો હિયાન.)

ભાગ ૬ ખુબજ જલ્દી થી....