Last Word - 3 in Gujarati Love Stories by Abhijit A Kher books and stories PDF | લાસ્ટ વર્ડ - 3

Featured Books
Categories
Share

લાસ્ટ વર્ડ - 3


અંજલિ "તે થોડી મોડી આવશે, હોસ્પિટલ થી... (અંજલિ રસોડા માંથી બોલે છે)

"કેમ, કઈ ખાસ કામ થી રોકાઈ ગઈ છે કે શું?" રાકેશ.

અંજલિ પાણી લઈ ને બહાર આવે છે, અને રાજેશ ને આપતા કહે છે,..

"ખાસ ની તો કોઈ ખબર નથી, પણ તેનો ફોન આયો તો કે આજે થોડું મોડું થશે,.. પપ્પા ને કહી દેજે કે ચિંતા ન કરે.."

"હા, હવે ચિંતા ન થાય.. અંજલિ તુજ કે ને..!!" રાજેશ

અંજલિ"તમારી છોકરી તમારી ચિંતા કરે ન કે તેની.. જો જો હો... નર્સિંગ નું કામ તો કરતાં જ કરશે... પણ...(અંજલિ ચૂપ થઈ ને .. વાત ટૂંકાવી.. સારું ચલો હૂતો વાતો માં ને વાતો માં ચા નું પાણી મૂકી ને આવતી જ રહી..)
અંજલિ રસોડા તરફ ભાગે છે...

"સારું... હવે ખબર છે મને.. પણ એતો કહેતી જા બીજું શું કામ કરે છે.. રાજેશ વિસ્મય રીતિ રસોડા માં જતી અંજલિ ને પૂછવા પ્રયત્ન કરે છે... પણ વ્યર્થ....

અંજલિ ની હોશિયારી એટલી હતી કે કોઈ વાત જલદી કળવા દે નહિ સામે વાળી વ્યક્તિને,.. પણ સામે રાજેશ પણ પોતાના પ્રોબ્લેમસ બને ત્યાં સુધી શેર નો તો કરતો.. કેમ કે તેની દીકરી કે પત્ની ને ના-હક(બીનજરૂરી) માં ક્યારે ચિંતા કરતા નથી જોયા ....અને જોવા પણ નથી દીધા... પછી તે આર્થિક હોય કે સામાજિક કે વ્યક્તિગત હોય...

કોઈ યે સાચું જ કીધું છે જ્યાં કોઈ પરિવાર શાંતિ થી જીવન જીવતો હોય કે પસાર કરતો હોય... તો સમજ જો
"કે તે પરિવાર નો કોઈ એક સભ્ય અત્યંત મૂંગા મોએ ખુબજ સહન શક્તિથી પરિવાર ના બીજા સભ્યો ના વર્તન કે પરિસ્થિતિ ને જેલતો અને સહન કરતો હશે..."

(થોડી વાર પછી,..)

અંજલિ રસોડા માંથી ચા લઈ ને બહાર આવે છે,..અને રાજેશ જ્યાં સુધી શાંતિ થી પી ન લે ત્યાં સુધી... રાજેશ ને નીરખ્યા રાખે છે.

ઘર નો રીંગ બેલ વાગે છે,..

લો.. આવગી ગઈ તમારી નટખટ છોકરી... અંજલિ ચાનો ખાલી કપ હાથ માં લેતા રાજેશ થી... હું જાવ છું દરવાજો ખોલવા...

"અરે તું તમ તમારે તારું કામ કર હું જ દરવાજો ખોલી આવું છું.. મને બહુ ભૂખ લાગી છે.. તુ જા રસોડામાં.."રાજેશ અંજલિ ને.

રાજેશ દરવાજો ખોલે છે,..

જુહી "અરે પપ્પા શું વાત છે.. આજે મમ્મી નહિ અને તમે... દરવાજો ખોલ્યો"

અરે,. તુ વાતો બહુ ન કર અને અંદર આવી જા પહેલા, તારા બાપા ને તું કહે પહેલા કે આજે લેટ કેમ... આવી બેટા... તુ છે તો ચાલક, પણ તારો બાપ તારા થી પણ એક ડગલું આગળ છે... એટલે સીધી પોઇન્ટ પર આવીજા.."

અરે પપ્પા તમે મમ્મી વાળી ચાલુ કરી દીધી કે શું... પોતાનો જમણો હાથ માથે મૂકી ને જુહી.. રાજેશ સામે...

શું પપ્પા તમે પણ,... હું બધી વાત કરું તમને જ્યારે જમવા સાથે બેસીએ ત્યારે... ઓકે.. ડન..

રાજેશ "સારું.. પણ કહેજે ભૂલવાળી ન દેતી ખાતા ખાતા..."(જુહી સામે હસતા મોએ..)

"ઓકે,.. પપ્પુ.. કહી જુહી પોતાના રૂમ માં જતી રહે છે ફ્રેશ થવા..."

(રાત્રે જમવા ના સમયે...)

અંજલિ રાજેશ અને જુહી ને જમવાનું પીરસતા પીરસતા..

"બેટા તારા પપ્પા ને તારે મને અને તારા પપ્પા ને કોઈ કામ થી લેટ થઈ જા તો ફોન કરી દેવો,.. "

જુહી "ઓકે મમ્મી પણ પપ્પા જ મને કાલે અને આજે એમ બંને દિવસ ભૂલી ગયા હતા, લેવાનુ, જ્યારે મે કીધુ તુ કે રાત્રે તમે આવો તો મને લેતા જજો..."

"ઓહ સોરી બેટા,.. મને યાદ આયું,.. મે તને ડો. શાહ ની કેબિન માં જતાં પહેલાં કિંધુતુ,.. પણ તું તો કાલે જ યાદ આવી,.. પણ, તે મને ફોન કરી ને કેમ યાદ ન કર્યો.. જુહી.."

જવા દો પપ્પા તમે બહુંજ થાકેલા હતા અને હું પણ બીજા અર્ઝન્ટ કેસ માં વ્યસ્ત હતી...તો તમને જવા દીધા... કામ પહેલા પપ્પા"

"બેટા કામ તો બધા કરે પણ જવાબદારી થી કરો તે જરૂરી છે,.." રાજેશ

રાજેશ જૂહી ને
પણ બેટા આજે પણ કોઈ અર્ઝન્ટ કેસ આયો તો કે કેમ?

ના પણ ડો. શ્રેયા યે મને મેધા આંટી ને જોવાની ના પાડી દીધી છે,.. અને બીજા વોડ માં ધ્યાન આપવા કીધું છે... તેથી હું તેમને મળવા ગઈ હતી...અને વળી પાછું તેમને મેધા આંટી ને બીજા કેર યુનિટ માં ટ્રાન્સફર કરિયા છે,..

તેમાં શું બેટા ડો. શ્રેયા કહે તેમ કર,..

પણ પપ્પા વાત તેમ નથી ... પણ...

"પણ શું બેટા.. "અંજલિ

પણ મમ્મી... મને તેનો વાંધો નથી પણ હુ તેમને મારી ફરજ મુક્તિ બાદ એટલે કે વધારા ના કલાકો આપી ને પણ તેમને જોઈ શકું..અને સાચું કહું મનન અંકલ લજ પૂછ સે,..આ સવાલ હુ કેમ નહિ....??

જુહી ટોન્ટ મા વાત કરે છે,.. જાણે કે તે ગમે તેમ તેની વાત મનાવવાનો નિર્ણય કરી લીધો ન હોય તેણી એ...

રાકેશ "જુહી તુ હજી શીખવ કેહવાય, અને તારે તારા સિનિયર ની વાત માનવી જોઈએ,.. ડો. શ્રેયા તારા મમ્મી નથી,.કે તું તેમની જોડે જઈને જિદ્દ પર ઉતરી જાય...

"માઈન્ડમાઈન્ડ વેલ જુહી... આફ્ટર ઓલ... યું મશ્ટ હેવ ટુ ફોલો ધ ડીસીપ્લીન.. ગીવન બાય ધ સીનીયર.... એન્ડ લેટ ધ અધર મેટર લીવ ટુ ડોક્ટર શ્રેયા, હાઉ ટુ સી કન્વે મિસ્ટર મનન..."


જુહી "પપ્પા નો ગરમ મિજાજ સમજી ગઇ હતી, એટલે તેણી ચૂપ ચાપ "સારું" કહી, પોતાના રૂમ માં જતી રહી,..."


અંજલિ રાજેશ ને
"તમને નથી લાગતું જુહી વધારે પડતું વિચારતી હોય,.. મને તો તેના મિજાજ થીજ ડર લાગતો રહે છે,.. કે ક્યાંક તે લડી ન પડે..."


"કોણી જોડે લડી પડે" રાકેશ

અને જવા દો તમને ક્યાં ખબર થી,... નાની થી મોટી થઈ ત્યાં સુધી તમે વળી ક્યાં નથી ઓળખતા... તમારી લાડલી ને...!!!

હા વાત તો સાચી તારી... તેને તો જોઈ ને લાગે કે તેને નર્સિંગ નો કોર્ષ કરાયા કરતા કોઈ પ્રાઇવેટ ડીડેકટિવ નો કોર્ષ કરવા જેવો હતો..... બંન્ને જણ એક બીજા ને જોઈ ને હસી કાઢે છે...

(અંજલિ આખા વાર્તા લાપ મા એક જવાબદાર પત્ની અને માં તરીકે નું પોતાનું એક આગવું પાત્ર ઉપજાવે છે...)

તેવા માં રાકેશ નો મોબાઈલ વાગે છે, નબંર કોઈ બીજા લાગતો હતો,.. જાણીતો ન હતો,...

રાકેશ " હેલ્લો, કોણ?"

"શ્રીમાન રાજેશ, હુ ગોત્ર કન્સલ્ટન્સી માંથી વાત કરું છું, મને તમારો રીઝૂમ નોકરી. કોમ માંથી મળ્યો છે,.. શું વાત કરી શકું તમારી જોડે,...?"

રાજેશ "હા હા કેમ નહિ..."

"ઓકે, રાત નો સમય છે એટલે મે કીધુ તમને" સામે થી.

"ઓકે,. પણ જોબ શું છે...અને ક્યાં છે" રાકેશ

"હા, તમને સમજાવી દવ, મારી કંપની સિવિલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ ના "પ્રોજેક્ટ મેનેજમેન્ટ ના સુપરવિઝન" ના કામ લે છે,
વળી તમારો સારો એવો અનુભવ છે, આ ફિલ્ડ માં...
હવે શાભળો, મારો નવો પ્રોજેક્ટ અમદાવાદ માં જ છે, નરોડા તરફ... તમે ક્યારે ઇન્ટરવ્યુ માટે આવી શકો છો..."

રાકેશ " હુ તમને કાલે સવારે જાણવી દવ સાહેબ, ચાલશે ને"

"ઓકે, ડન પણ જેમ બને તેમ વહેલા કહેજો"

તેમ કહી ફોન કટ કરી દે છે.

અંજલિ આટલી રાતે કોણ વળી જોબ માટે ફોન કરે તમને,..(ફોન દરમિયાન અંજલિ બાજુ માજ બેઠી હતી).

રાજેશ હસતા હસતા" તારે પણ પ્રાઇવેટ ડીડેકટિવ નો કોર્ષ કરવા જેવો હતો,.. હસે વળી, આજ કાલ નોકરી નથી મળતી એ વાત સાચી, પણ સવ થી સાચી વાત એ પણ છે કે સારા અનુભવી માણસો મળવા પણ મુશ્કેલ છે, જાનું...(પ્રેમ થી)

અંજલિ "તો શું તમે બીજી જોબ સારી મલી જાય તો જૂની જૉડી દેશો"

રાકેશ" હા વળી, કંપની મને થોડી ગેરંટી આપે છે આખી જિંદગી જોબ અને પેન્શન ની... આતો પ્રાઇવેટ જોબ પ્રિયે .. આજે અહીં તો કાલે ત્યા... કદાચ એ જ સમીકરણ સાચું હસે નોકરિયાત વર્ગ માટે અને નોકરી આપવા વાળા માટે...."

ચાલ બહુ રાત થઈ, કાલે તારી સોતન નોકરી પાસે જવા નું છે,.

રાજેશ અંજલિ ને,

અંજલિ રાજેશ ને કાલે મારા થી કોઈ સારી મળી જાય તો મને પણ જૉડી દો.. તમે... રાજેશ ની સામે ગંભીર પણ ધીમા અવાજ માં...

ઓહ, હુ અહીંયા નોકરી ની વાત કરું છું અને તું ટોપિક કજ કોઈ અલગ ચાલુ કરી દિધો,..હા,..(થોડા મજાકિયા ટોન્ટ માં)

નોકરી અને છોકરી એક જાય અને બીજી આવે, જો મળે બંને સારી; તો જીવન સુધારે નહિ, તો ડુબાડે તો ડુબાડે પણ ક્યાં ના ન રાખે...." એવું અમારા કોંક્રિટ ટેકનોલોજી ના સાહેબ, પ્રોફેસર ધાંનક સર કહેતા હતા...

રાજેશ અંજલિ તરફ હસતા હસતા...

અંજલિ રાજેશ ને "મે તમને ડુંબાડીયા કે ઉગારીયા,...????"

રાકેશ " હા, હુ તો ડુંબેલોજ હતો, તુ નાવ લઈ ને સમય સર ન આવી હોત તો, ખરે ખર... ગયા કામ થી જ હતો,.. એટલી ભગવાન ની મહેર બાની, મે બૂમ પાડી અને તે શાભળી..અને વળી હું તને ક્યાં જબર જસ્તી લાયો છું,.. ત્રણ વાર પૂછી ને તારી હા લીધી તી,.. ભૂલી ગઈ..."

અંજલિ હસતા હસતા કહે છે..એટલે હુ તો પાક્કી ને,...

રાકેશ હા "પાક્કી અને પરમેન્ટ ગાંડી તુ પણ...હવે આ ઉમરે થોડી ધતિંગ થતા હસે,..."

અંજલિ "તો પણ રોજ નવું નવું છાપા માં આવે છે... દુનિયા માં કોઈ નો પણ ભરોસો કરવા જેવો નથી...!!!!!"

રાજેશ " મારે તો આ છાપુ જ બંધ કરાંવું પડશે"...(થોડા દબાતા સુર માં) ચાલ હવે, પથારી ભેગા થવા દે..."

(આજ કાલ જે અસામાજિક લગ્નતેર સંબંધે જે માંજા મૂકી છે ને,. તેને ભલ ભલા લોકો ના જીવન બરબાદ કરી દીધા છે,. તેમાં મારા હિસાબે ૭૦% સંબંધ તો મોબાઈલ ના લીધે જ... ખરાબ થયા છે, મારો કહેવાનો મતલબ એ નથી કે મોબાઈલ ખરાબ છે,..પણ તેને વિશ્વાસ ને ડગ મગાવી જરૂર દિધો છે,... કે જે બે પતિ પત્ની વચ્ચે નો હોય છે. ટેકનોલોજી આવશે અને જશે... બધી વાત સાચી... પણ સંબંધ તો ત્યારે જ ટકે... જ્યારે તમે "પૂછી લો...ન કે માની લો... " તેમાં પણ સવ થી વધારે એક બીજા ના કામ ને સમજી લો કે તે કોના માટે આટલી બધી મહેનત કરે છે??, બે શક પરિવાર માટેજ...)

બીજા દિવસે,

અંજલિ ટિફિન માં ચમચી અને ગરમ મસાલો જાણી જોઈ ને ભૂલી જાય છે,...

તે રોજ ની માફક રાજેશ ને ઓફિસ માટે વિદાય આપે ને ઘર માં પાછી આવી જાય છે,...

બપોરે,... એક વાગે...

તેણી તેની ઑફસે ફોન કરે છે,

"હેલો, હુ શ્રીમાન રાજેશ ની વાઇફ બોલું છું, શું તમે તમને ફોન પર વાત કરાવી શકો છો, મેડમ"

સામે થી recepsinist " પણ મેડમ, તેમને તો જોબ છોડી દીધા ને ખાશો સમય થયો,... તમે ભૂલ થી ફોન લગાવી દિધો લાગે છે મેડમ"

અંજલિ થોડી વાર સ્થભ થઈ જાય છે, પણ પોતાની જાત ને સાચવી લે છે,

"હા, હા... સાચું કીધુ તમે,.. હુ જ ભૂલી ગઈ..Thanks Madam"

"ઓકે નો પ્રોબ્લેમ...... મેડમ" સામે થી...


(વધુ આવતા અંકે...)