Shikar - 32 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | શિકાર : પ્રકરણ 32

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

શિકાર : પ્રકરણ 32

મનુનો ફોન ફરી રણક્યો. ખબરીનો નંબર હતો.

"બોલ ખબરી."

"સાહેબ પેલા બે જણ ફરી જુહીના ઘરે આવ્યા છે."

"બીજું કંઈ?"

"હા સાહેબ બે ત્રણ દિવસથી જુહી ઘરમાં જ પુરાઈ રહે છે. નથી બહાર જતી નથી કોઈ અંદર આવતું. આ બે માણસો સિવાય કોઈ આવતું નથી."

"ઓકે તું ધ્યાન રાખ." મનુએ ખબરીને પણ કહ્યું નહી કે પોતે તરત જ જુહીના ઘરે આવે છે.

ફોન મુકતા જ મનુએ વેનમાંથી ત્રણ કાપડના મોટા ટુકડા કાઢ્યા. કાળા કાપડના ટુકડા બધાને આપીને કહ્યું, "બાંધી લો."

"કેમ?" પૃથ્વી તો આ બધું સમજતો હતો પણ સમીર નહિ.

"તને ઉઠાવ્યો એ જ રીતે નિધીને અને એના સાથે પેલો માણસ છે એ બે ને ઉઠાવવાના છે." મનુએ હસીને કહ્યું.

પૃથ્વીએ બ્રેક કરીને રૂમાલ બાંધી લીધા. કાળા કાચમાં બહારથી કોઈને આ ત્રણ બુકાની ધારી દેખાય એમ ન હતા.

*

સરફરાઝે ગણતરી કરી એ મુજબ જ નિધિની ટેક્સી જુહીના ઘર આગળ ઉભી રહી.

પૃથ્વીએ હળવેથી વેન જુહીના ઘરથી થોડેક દૂર ઉભી રાખી પછી નીચે ઉતર્યો. મનું પણ ઉતર્યો.

"તું અંદર જ રહેજે. હું ફોન કરું એટલે ગાડી ઘરના દરવાજે લઈ આવજે." ગન કાઢીને ચેક કરતા મનુએ કહ્યું.

"પૃથ્વી તું પાછળથી આવ."

પૃથ્વીએ માથું હલાવીને ચાલવા મંડયો. મનું દરવાજા તરફ ગયો. પૃથ્વી પાછળ આંટો મારીને દરવાજા પાસે લપાઈ ગયો. ગન કાઢીને મનુને હકારમાં ઈશારો કર્યો એટલે મનુએ દરવાજો ખખડાવ્યો.

થોડી જ વારમાં દરવાજો ખુલ્યો. અને કાળી બુકાની બાંધેલો માણસ જોઈને જુહીથી રાડ નીકળી ગઈ. પણ એ જ સમયે ગન માથામાં ભીંડાવી એને ઉલ્ટા ફેરવી મનુએ સિલ્ડ લઈ લીધું. અને ઘરમાં ઘૂસ્યો.

અનુપ, લંકેશ, નિધિ, દર્શન બધા સ્તબ્ધ રહી ગયા. એ જ સમયે પૃથ્વી અંદર ઘૂસ્યો. એ બધા તરફ ગન તાકીને ઉભો રહ્યો.

"નિધિ, અનુપ, લંકેશ, જુહી અને પેલો માણસ બધા અમારી સાથે આવશે." મનુએ કહ્યું. કાપડમાંથી એનો અવાજ ભારેખમ આવતો હતો.

અનુપે આડી નજરે લંકેશ સામે જોયું. બંનેએ હાથ ઊંચા કર્યા. આ માણસ અમારા નામ કઈ રિતે જાણતો હશે? એ સવાલથી લંકેશ તો ધ્રુજી ઉઠ્યો હતો પણ અનુપે તક ઝડપી લેવાનું વિચારવા માંડ્યું.

નિધિ અને દર્શન ખુરશીમાં બેઠા હતા. નિધિ આવી ત્યારે અનુપ અને દર્શનને જોઈને એને નવાઈ થઈ હતી. પણ અનુપ અને લંકેશ એન્જીના ફ્યુનરલમાં આવ્યા હતા એટલે એ ચહેરાથી ઓળખતી હતી. અનુપ અને લંકેશ બંને સોફામાં બેઠા હતા એ બધાની વચ્ચે જુહી હતી. હજુ એ લોકો વચ્ચે કોઈ વાત શરૂ થઈ ન હતી. એ જ સમયે મનુએ દરવાજો ખખડાવ્યો હતો. જુહીએ દરવાજો ખોલ્યો હતો.

પરિણામે પહેલા નિધિ પછી દર્શન ઉભા થયા અને એની પાછળ ના ભાગે અનુપ અને લંકેશ ઉભા થયા અને ચાલવા લાગ્યા. એ જ સમયે અનુપને લાગ મળ્યો. એ બરાબર નિધિની પાછળ હતો એટલે મનુને દેખાયું નહિ કે એણે પિસ્તોલ કાઢી લીધી છે. બીજી જ પળે એણે ગોળી છોડી. અનુપે માનવ સહજ જ એમ ગણતરી કરી કે એ માણસ ( મનું ) જુહીને ગન તાકીને ઉભો છે એટલે પહેલા બીજા માણસને ( પૃથ્વીને ) જ ખતમ કરવો. એટલે એણે પૃથ્વી ઉપર જ ફાયર કર્યો.

પણ એની પહેલી ગોળીના ધડાકાથી જ ગભરાયેલી નિધિ કાન ઉપર હાથ દઈને ત્યાં જ બેસી પડી. એ જ સમયે મનુની પિસ્તોલમાં ધડાકો થયો અને અનુપ ત્યાં જ ઢળી પડ્યો.

આ બધું સેકન્ડમાં થયું એમાં લંકેશ મૂંઝાઈ ગયો. એણે પિસ્તોલ તો કાઢી પણ કોઈ સામે નિશાન લેવાની એને સુજ ન પડી. એ પહેલાં પૃથ્વીના હાથમાં ઘુસેલી બુલેટ અને પછી અનુપના માથામાં ઘુસેલી બુલેટ અને ફર્શ ઉપર રેલાતા લોહીને જોઈને ધ્રુજવા લાગ્યો.

દર્શન પણ સોફા પાસે બેસી ગયો હતો. પણ એ કૂદીને સોફા તરફ પડ્યો ત્યારે પૃથ્વીના હાથમાં અનાયાસે જ દબાયેલા રિવોલ્વરના ઘોડાની ગોળી એના પેટમાં ઉતરી ગઈ હતી.

મનુએ પૃથ્વી સામે જોયું. એ પડ્યો હતો. એના બાયસેપમાંથી લોહીની ધાર નીકળી હતી. પણ એ જોઈને મનુને રાહત થઈ હતી કારણ લોહીની આટલી ધાર ત્યારે જ નીકળે જો ગોળી છરકો કરીને અથવા આરપાર નીકળી ગઈ હોય. એટલે ખતરો ન હતો.

લગભગ 30 સેકંન્ડમાં આ થયું એટલે લંકેશ હોશમાં આવ્યો. એણે ગન મનું તરફ કરી. એ ભાગવા માંગતો હતો. ગોળી છોડીને તો એ પણ બચવાનો નથી એ જાણી ગયો હતો. પણ એ જ સમયે ધડાકો સાંભળીને ઘરમાં દોડી આવેલા સમીરે કઈ વિચાર્યા વગર જ ઉપરા ઉપર બે ગોળીઓ લંકેશની છાતીમાં ધરબી દીધી.

અનુપ અને લંકેશ બંને હવે રહ્યા ન હતા એટલે મનુએ પેલો રૂમાલ કાઢી લીધો. એ એની સૌથી મોટી નસીબદારી હતી. કારણ જો મોઢે રૂમાલ રાખીને જ મનું નિધિ અને જુહીને લઈને વેન તરફ ગયો હોત તો સામેની બિલ્ડીંગમાં મનુએ જ બેસાડેલો ત્રીજો ખબરી મનુને કોઈ ભળતી સળતી વ્યક્તિ સમજીને ગોળી ઠોકી દોત.

“અહીંથી જલ્દી નીકળવું પડશે.” મનુએ ત્રાડ નાખી. નિધિ રૂમાલ કાઢતા જ મનુને ઓળખી ગઈ હતી. એને કઈ સમજાતું ન હતું. આ સિવિલ ડ્રેસમાં ઇન્સ્પેકટર મનું આમ કોઈના ઘરમાં ઘૂસીને કોઈને શુ કામ મારે? મને શું કામ ઉઠાવ?

"લેટ્સ મુવ." કહીને જુહીને સમીરને સોંપી મનુએ પૃથ્વીને ઉભો કર્યો.

"બંને ઉભા થઈને જલ્દી અમારી સાથે ચલો જો જીવવું હોય તો." મનુએ કહ્યું ત્યારે જ નિધિની નજર દર્શન ઉપર ગઈ અને એ ચીસ પાડી ઉઠી.

દર્શનના પેટમાંથી લોહી નીકળતું એને હવે જ દેખાયું હતું. એ દોડીને એની પાસે ગઈ પણ દર્શનનું હૃદય બંધ પડી ગયું હતું.

મનુએ દર્શનની આંખો બંધ કરી અને નિધીને પકડીને ઉભી કરી. એ તરફડતી રહી. એ દર્શન પાસેથી જવા માંગતી ન હતી પણ મનુએ એને સમજાવી. "હમણાં જ પોલીસ આવીને બોડી લઈ જશે. જો અહીં રહ્યા તો આપણે બધા મરવાના છીએ." અને પરાણે તેને ખેંચીને વેન સુધી લઈ ગયો. સમીર જુહીને ખેંચી લાવ્યો. અને પૃથ્વી પણ ધીમે ધીમે બહાર નીકળ્યો. એના હાથ ઉપર મનુએ પેલો રૂમાલ બાંધ્યો. બધા વેનમાં ગોઠવાયા. એ જ સમયે સામેની બિલ્ડીંગમાંથી ખબરી દોડી આવ્યો.

"ખબરી તું અહીં જ રહેજે મને રિપોર્ટ કરતો રહેજે. પોલીસને ખબર કર બોડી લઈ જવા કહે." ખબરીને જોતા જ મનુએ સુચના આપી.

"ઓકે સર." ખબરીએ કહ્યુ. તેની છાતી જોરથી ધબકતી હતી. તેનો અવાજ સંભળાતો હતો.

"સાંભળ મારો ક્યાંય ઉલ્લેખ ન કરતો." કહીને મનુએ વેન લખુંભાના ખેતર ભણી મારી મૂકી. અહીં પોલીસ આવે ત્યાં સુધી રોકવાય એમ ન હતું. ગોટાળો આશ્રમનો હતો એટલે ગમે તેમ અત્યારે પોલીસને ખબર કરવાની ન હતી. કારણ ક્યાં કેટલા પોલીસવાળા ફૂટેલા હશે એ નક્કી ન કહેવાય. પરિણામે મનુએ ખબરીને પોલીસને ખબર કરવાનું કહીને વેન મારી મૂકી. એના મગજમાં હવે એક જ વાત ચાલતી હતી. નિધિ કઈક જાણતી હશે એટલે ભાગી છે અને આચાર્યને બ્લેક મેઇલિંગ લેટર મૂકીને અદિત્યએ ગભરાવ્યો છે એટલે કોઈ પગલાં લેશે. પણ મનું ત્યાં ખોટો હતો. એક તો નિધિ કઈ જાણતી ન હતી એ લોકો તો દર્શનને મારવા આવ્યા એમાં નિધીને જોગાનુજોગ ભાગવું પડ્યું અને બીજું કે આચાર્ય તો હવે દુનિયામાં હતા જ નહીં.

*

હાઇવે પહોંચીને દૂરથી સમીરે સુલેમાનની ગાડી ઓળખી લીધી.

"યસ ધેટ્સ ધ કાર. એ સરફરાઝ અને સુલેમાન છે." મનુને એણે કહ્યું.

"ઓકે." કહીને મનુએ ગાડી ધીમી કરી અને ગાડી પાસે થોભાવી.

સમીર ઝડપભેર નીચે ઉતર્યો. સરફરાઝ તો બ્લેક વેન જોઈને કઈક જુદું જ સમજ્યો હતો પણ સમીરને ગન સાથે નીચે ઉતરતો જોઈ એને હાશ વળી.

"સમીર સમીર..... આ બધું શુ છે? તારા હાથમાં ગન?" સરફરાઝ એની નજીક દોડી આવ્યો. “આ બ્લેક વેન...”

"હું બધું જ સમજાવું છું." કહીને એણે મનુને ઈશારો કર્યો. "તમે જાઓ હું આ લોકો જોડે આવું છું."

"તું બેસ ગાડીમાં હું તને તબેલા પર જઈને બધું સમજવું છું." સમીર ગાડીમાં ગોઠવાયો. સુલેમાન પાછળ બેઠા અને સરફરાઝ એની બાજુમાં.

સમીરે એક પણ પળ બગડ્યા વગર જ ગાડી ઉપાડી.

"હવે મને તું કહીશ આ બધું શુ છે?" અકળાયેલો સરફરાઝ સતત ત્રીજી વાર બોલી ઉઠ્યો.

"સરફરાઝ તું જે સમજે તે હું નથી દોસ્ત."

"એટલે?"

"હું એક જાસૂસ છું."

"વોટ? તું અને જાસૂસ? તું તો છોકરીઓ ફસાવનાર છે અને ઇન્ફેકટ તારા લીધે સોનિયાએ આપઘાત કર્યો છે." સમીરને પહેલા કોઈએ કિડનેપ કર્યો પછી ભાગી ગયો પછી એકાએક એને નિધિને બચાવી લેવાનો નિર્ણય કર્યો અને હવે આ જાસુસ છે એમ કહે છે એ કાઈ સરફરાઝને સમજાયું નહી.

"એ બધું પ્લાનિંગ હતું."

"એટલે સિનિયાને મારવી એ પ્લાનિંગ હતું?"

"અરે સોનિયા જીવે છે. એ બધું નાટક હતું." સતત રોડ ઉપર નજર ટકાવી રાખીને સમીર એને જવાબ આપવા લાગ્યો.

"તું મને આખી વાત કર આમ અડધું પડધુ ન બોલ..."

"વેલ સાંભળ..." રસ્તામાં જ સમીરે સરફરાઝને વાત કહેવાની શરૂ કરી.

*

વેન ખેતરમાં દાખલ થતાં જ મનુએ ડીપર મારવાનું શરૂ કર્યું. ધોળા દિવસે ડીપર જોતા જ બધા સમજી ગયા કે કશુંક ઇમરજન્સી છે. જોરાવર ભગતો ટાડપત્રીની વ્યવસ્થા કરવા લાગ્યો. એજન્ટ એ રુદ્રસિંહ અને લખુંભા આગણમાં આવ્યા.

મનુએ વેન બંધ કરી. નીચે ઉતરીને પૃથ્વીને ટેકો આપ્યો.

"ગોળી વાગી છે." એજન્ટ એ જે રીતે પૃથ્વીને જોઈ રહ્યા એ જોતાં મનુએ કહ્યું.

"લખુંભા કીટ લેતા આવો." મનુએ કહ્યું એ સાથે જ લખુંભા ઓરડામાં ગયો અને કીટ લઈ આવ્યો.

રુદ્ર્સીહે ત્યાં સુધી ખાટલો ઢાળ્યો. મનુએ પૃથ્વીને ખાટલા ઉપર સુવાડ્યો.. લખુંભાએ કીટ મૂકી. મનુએ દવાઓ અને પાટા કાઢ્યા. પૃથ્વીનું ટીશર્ટ ફાડીને હાથ ખુલ્લો કર્યો એ સાથે જ રુદ્રસિંહના મોઢામાંથી સિસકારો નીકળી ગયો.

"તમે નિધિ અને જુહીને સંભાળો." મનુંએ કહ્યું.

બંને છોકરીઓ નવાઈથી આ ટીમને જોઈ રહી. લખુંભાનો હુક્કો એમ ને એમ પડ્યો હતો. રુદ્રસિંહ એમના માટે બે ચેર લાવી.

"બંને અહીં બેસો. ગભરાતા નહિ અમે પોલીસ જ છીએ." કહીને રુદ્રસિંહે આઈડી બતાવ્યું. પણ બંને છોકરીઓને સંતોષ નથી થયો એવું એમના ઉદ્વિગ્ન ચહેરા સ્પષ્ટ બોલતા હતા એટલે તરત ઉમેર્યું, "આ સર્જીકલ સ્ટ્રેઈક જેવું છે. એટલું બધું ખાનગી રીતે થયું છે. હમણાં તમને બધું સમજાવીશ."

પણ જુહીની નજર તો પૃથ્વી ઉપર હતી. એની બાય ખુલ્લી કરતા જ લોહી લુહાણ હાથ દેખાયો. બાયસેપના અંદર ત્રાંસી ગોળી ઘૂસીને છેક ટ્રાયસેપ સુધી ગઈ હતી. પૃથ્વીને મનું જેમ મોટા કસરતી બાયસેપ ન હતા પરિણામે ગોળી તો હાડકાને ટકરાયા વગર નીકળી ગઈ પણ એક તરફ જાણે તકલવારનો ઘા માર્યો હોય એમ માસના લોચા સાથે ચામડી ઉખડી હતી. ઘા ઊંડો અને પહોળો હતો.

"ગન મોંઘી હશે." એજન્ટે ગોળીની તીવ્રતા અને ઘાની સાઈઝ જોતા જ કહ્યું.

"યસ મનુએ કહ્યું." પછી ટ્રીટમેન્ટ શરૂ થઈ.

એ જ સમયે સુલેમાનની ગાડી લઈને સરફરાઝ અંદર આવ્યો. એણે ગાડી પાર્ક કરી સુલેમાન સરફરાઝ અને સમીર ઉતર્યા. સરફરાઝ પણ આ ટીમને જોઈને સ્તબ્ધ થઈ ગયો.

બ્લેક વેન ફરી ટાડપત્રિ નીચે ઢંકાઈ ગઈ હતી એટલે સરફરાઝ માટે એ પણ નવાઈ હતી.

પૃથ્વીને ભયાનક પીડા થતી હતી પણ એ મજબૂત હતો તે છતાં લખુંભા તો પીપડામાંથી બીજું કોટર ઉઠાવી લાવ્યા,

"આ પીલે ગરમી આવશે."

પૃથ્વીએ કતરાતી નજર એની સામે નાખી. પણ અત્યારે આ એક જ પેઇનકિલર હતું એટલે અનિચ્છાએ પૃથ્વીએ હાથ લંબાવવો પડ્યો.

"યે હુઈના બાત..." કહીને જાણે ગોષ્ઠિ મળી હોય એમ લખુંભાએ ધોતિની ફાંટમાંથી એક હાફ કોટર કાઢીને ગટગટાવી ગયો. પૃથ્વીએ કમને જ કોરો દારૂ પીવો પડ્યો.

સમીર સરફરાઝને રાસ્તમાં અધૂરી રહેલી વાત સમજાવવા લાગ્યો. નિધીને મનુએ બધું સમજાવ્યું. જુહી મનોમન ગભરાતી હતી કે જો મારા વિશે આ લોકો જાણી ગયા હશે તો મારું આવી બનશે. પણ અત્યારે મનુને જુહી જરૂરી ન લાગી એટલે એને કઈ કહ્યું જ નહીં.

*

આખરે સમીરે સરફરાઝને બધું સમજાવ્યું. સરફરાઝ પહેલા તો એ ખોટું બોલીને દોસ્તી કરી એના માટે ગીન્નાયો પણ પછી એને સમજાયું. અલબત્ત પોતે જેટલી છોકરીઓને ફસાવી, લૂંટી, બ્લેકમેઈલ કરી અને ગંદી ગંદી ગાળો આપી એ બદલ પસ્તાવોય કર્યો.

સમીર માત્ર જાસૂસ જ નહીં પણ એન્ટી સ્યુસાઇડ વર્કર હતો. એન્ટી સ્યુસાઇડ વર્કર માટે કોઈ ખાસ શબ્દ નથી પણ જ્યારે પણ કોઈ માણસને આપઘાત કરવાનો વિચાર આવે ત્યારે સરકારે આપેલા નંબર ઉપર કોલ કરે છે. ફોન ઉપર જ એ લોકોને જીવનનું મહત્વ સમજાવી, ઘણા તર્ક વિતર્ક રજૂ કરી, ઘણા દાખલ આપી આપઘાત કરતા અટકાવી દે છે. આવા કિસ્સા તો હજારો છે. સમીર એમાંનો જ એક માણસ હતો. અરે ખુદ એજન્ટ એ ડિપ્રેશનમાં હતા ત્યારે સમીરે જ માઈન્ડ ડાયવર્ટ કર્યું હતું. સમીર હોનહાર હતો. એટલે જ મનું પછી એજન્ટ એ માટે સમીર ખાન પોતાનો સૌથી કાબીલ માણસ હતો. અને એટલે જ આ મિશન ઉપર સમીર સોનિયાને મોકલ્યા હતા.

"તો દોસ્ત હવે તે જે પાપ કર્યા છે એનો પશ્ચાતાપ કરવો હોય તો લાવ હાથ અને આ અલ્લાહે બતાવેલા રસ્તે ચાલ તને દરેક છોકરીમાં કૌશલ દેખાશે તને દરેક વૃદ્ધમાં તારા મા બાપના અણસાર થશે."

"દરેકમાં? એટલે શું સમીર દુનિયા સારી છે? એમાં હરામી નથી?" છતાય એના મનમાં ભરેલું ઝેર દલીલ કરવા એને પ્રેરતું હોય એમ એ બોલ્યો.

"તેની મેં ક્યાં ના કહી છે દોસ્ત? અલબત્ત સારા કરતા ખરાબ મસણસોની સંખ્યા વધારે છે પણ તું જરા વિચાર તો કર, તને અને મને ખુદાએ કેમ આવી તેઝ બુદ્ધિ આપી? આપણે છોકરીઓને ફસાવી શકીએ એવી કળા કેમ આપી? તું સમજતો નથી શુ? એણે તો આપણને એ કળા સારા રસ્તે જવા માટે અનુશાસન કાયમ કરવા માટે આપી છે. પણ તું જ ખોટા રસ્તે ગયો ને સરફરાઝ?"

"ઠીક છે પણ આ હિન્દુથી મને નફરત છે એ ક્યારેય મરવાની નથી." કહેતા ફરી બાપની લોહિયાળ લાશ અને બહેનનું મળેલું મૃત શરીર જાણે નજર સમક્ષ દેખાવા લાગ્યું હોય એમ એની આંખોમાં પાણી તરી આવ્યા. ચાનો લીધેલો ઘૂંટડો પણ ગળે અટકી ગયો.

પણ સમીરે બધું જ હોમવર્ક કરી લીધું હતું.

"એક મિનિટ." એ ઉભો થયો. એના મોબાઈલમાં ગૂગલ કર્યું અને સરફરાઝ સામે ધર્યો.

"આ જો કૌશલની જેમ હજારો હિન્દૂ છોરકીઓને પણ આવી જ રીતે મારી નાખી છે. તો શું બધા જ મુસલમાન ખરાબ છે? હું તને નેક બંદો નથી લાગતો શુ? આ સુલેમાન ચાચા સારા નથી શુ? આ મનું આ એજન્ટ એ આ બધા શુ ખરાબ માણસો છે? તને ખબર છે સરફરાઝ એજન્ટ એ યાની મી. આદિત્યએ આખી જિંદગી લોકોની સેવા માટે ખર્ચી નાખી છે. અરે એ તો વર્ષો પહેલા મરી ગયા છે. દુનિયા માટે તો ઇન્સ્પેકટર આદિત્ય ક્યારનાય મરી ગયા છે. પણ છતાંય એ માણસ જો આજેય આપણે બધા શાંતિથી રહી શકીએ એ માટે કેવા કેવા ખતરનાક જોખમો લે છે? એ શું હિન્દૂ નથી?"

સરફરાઝ પાસે હવે કોઈ રસ્તો ન હતો. એની પાસે કોઈ દલીલ હતી નહિ. સમીરને લાગ્યું હવે સરફરાઝના મનમાં હૃદયમાં વાત ઉતરે છે એટલે તરત છેલ્લું પાનું ફેંક્યું.

"અને દોસ્ત..." કહીને એના ખભા પર હાથ મુક્યો, "એજન્ટ-એના મારા જેવા સો એજન્ટ છે જેમાં ઘણા મુસલમાન છે. હું છું, સબનમ છે બીજા અનેક. એ બધા શુ પાગલ છે? જસ્ટ વિચાર કે તારા જેવા ગુનેગાર પાછળ એક કરુણ ભૂતકાળ છે એ સાંભળીને જ મેં તને બદલવા સાચે રસ્તે લઈ જવા માટે ઘણી મહેનત કરી છે."

"અરે તું મારી સાથે ચાલને હજારો કૌશલને આપણે બચાવી લઈશું સરફરાઝ. તને ખબર છે આ નિધિ એની મિત્ર એન્જી એના જેવી તો લાખો કૌશલ કોઈ હિન્દૂ કૌશલ તો કોઈ મુસ્લિમ કૌશલ શેતાનોના હાથે મરે છે."

"દરેક માણસના અંદર બે માણસ હોય છે એક સારો એક ખરાબ. અને ખરાબ માણસ સતત અંદરથી કહેતો રહે છે કોઈના કોઈ બહાના આપતો રહે છે માણસને ગુના કરવા માટે. અરે તે હજુ ક્રીમનલ સાયકોલોજી ક્યાં વાંચી છે?"

"એટલે?"

"એટલે વેલ એ તને પછી સમજાવીશ અત્યારે તો તને એટલું જ કહીશ કે તું જે કામ કરતો હતો એ તને ખુદને ગમતું ન હતું પણ તારી અંદરનો શેતાન તને કૌશલનું બહાનુ બતાવી દેતો હતો અને તું એનું સાંભળી લેતો હતો. એમાં તને એવા લોકો મળ્યા એટલે તારા અંદરના ખરાબ માણસનું પલ્લું વધારે વજનદાર બન્યું. જો તું કોઈ મારા જેવા માણસને મળ્યો હોત તો તારા અંદરનો સારો માણસ જીતી ગયો હોત." કહીને સમીર એની પાસે બેઠો.

"તારે અહીંથી જવું હોય, એ જ કામ કરવું હોય, તને લાગતું હોય કે મેં તને છેતર્યો છે તો જા રસ્તો ખુલ્લો છે સરફરાઝ... અહીં તને કોઈ નહિ રોકે પણ યાદ રાખજે તારા અબ્બુ અમ્મી જન્નતમાં હશે અને તું જહન્નુમમાં જઈશ એટલે ત્યાં પણ એ તને નહિ મળે."

એટલા છેલ્લા શબ્દો કહીને સમીર દૂર ખસી ગયો. સરફરાઝ ક્યાંય સુધી એકલો બેસી રહ્યો... વિચારતો રહ્યો... અબ્બુ અમ્મી અને બહેનના ચહેરા નજરો સમક્ષ ઝૂમવા લાગ્યા... અબ્બુના અમ્મીના વાક્યો કાનમાં ગુંજવા લાગ્યા...

પોતે અમ્મીને પૂછતો અમ્મી ફરિશ્તા કેવા હોય? એ દ્રશ્ય એને દેખાયું. એણે સમીર તરફ એજન્ટ એ તરફ ત્યાં ઉભેલા દરેકે દરેક તરફ નજર કરી... અને જાણે અમ્મીના બુરખામાંથી વ્હાલપભર્યો અવાજ આવ્યો, "બેટા ફરિશ્તા એ છે જે હાતીમ જેમ બુરાઈ સામે લડે છે... બીજા માટે લડે છે..."

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky