Pal Pal Dil Ke Paas - Mark Zuber - 31 in Gujarati Biography by Prafull Kanabar books and stories PDF | પલ પલ દિલ કે પાસ - માર્ક ઝુબેર - 31

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 41

    સનંદન બોલ્યા, “હે નારદ, પૈલ આદિ બ્રાહ્મણો પર્વત પરથી નીચે ઊત...

  • ભીતરમન - 31

    માને ખ્યાલ આવી જ ગયો હતો કે હું ઘરે આવી ગયો છું. ખુશી અને અચ...

  • હમસફર - 20

    અને અંહીયા પીયુ એના રૂમમાં હતી અને એ વીર એ કહેલા શબ્દો ના વિ...

  • એક પંજાબી છોકરી - 55

    સોનાલી કહે છે અરે મમ્મી સોહમ મારાથી એક વર્ષ આગળ હતો હું બારમ...

  • યુધ્રા

    યુધ્રા- રાકેશ ઠક્કર  ‘એનિમલ’ અને ‘કિલ’ પહેલાં સિધ્ધાંત ચતુર્...

Categories
Share

પલ પલ દિલ કે પાસ - માર્ક ઝુબેર - 31

માર્ક ઝુબેર

હિન્દી સિનેમા જગતમાં આજે હોટસીન માટે ઇમરાન હાશ્મીની જે રીતે એક આગવી ઓળખ છે તેવી જ રીતે એશીના દસકમાં હિરોઈન સાથે ઇન્ટીમેટ એડલ્ટ દ્રશ્યો આપવા

માટે માર્ક ઝુબેર પ્રખ્યાત (કે કુખ્યાત)હતો તેમ કહેવામાં સ્હેજ પણ અતિશયોક્તિ નથી. માર્ક ઝુબેરની પ્રથમ ફિલ્મ જ એડલ્ટ ફિલ્મ હતી.૧૯૮૨ માં રીલીઝ થયેલી તે ફિલ્મ એટલે “યે નઝદીકીયાં”. પ્રથમ ફિલ્મથી જ સમગ્ર બોલીવુડે ન્યુ કમર માર્ક ઝુબેરની નોંધ લીધી હતી કારણકે કાળા વાંકડિયા વાળમાં તેણે એક લટ સફેદ રાખી હતી. તે અગાઉ કોઈ હીરોનો લૂક તેવો જોવા મળ્યો નહોતો.

તે ફિલ્મમાં શબાના આઝમીએ માર્ક ઝુબેરની પત્નીનો રોલ નિભાવ્યો હતો..વળી ફિલ્મની વાર્તા જ એવી હતી જેમાં સેક્સી દ્રશ્યો દર્શાવવા માટે દિગ્દર્શક પાસે વજૂદ હતું. ફિલ્મમાં માર્ક ઝુબેરને એડવટાઇઝ ફિલ્મ બનાવવાનો બીઝનેસ હતો. મોડેલના રોલમાં બીન્ધાસ્ત પરવીન બાબી હતી જેણે દરીયા કિનારે માર્ક ઝુબેર સાથે અતિ ટૂંકા વસ્ત્રોમાં બોલ્ડ સીન છૂટથી આપ્યા હતા. મોડેલીંગના વ્યવસાયમાં યુવાન સ્ત્રીનું દેહ પ્રદર્શન સ્વાભાવિક ગણાય છે તેથી સેન્સર બોર્ડે પણ ફિલ્મને પાસ કરવામાં ખાસ્સી ઉદારતા દર્શાવી હતી.

જોકે સેન્સર બોર્ડે ફિલ્મને A સર્ટીફીકેટ આપ્યું હતું. પ્રેક્ષકોએ અને વિવેચકોએ પણ માર્ક ઝુબેર અને પરવીન બાબીની ‘નઝ્દીકીયાં “ને માત્ર સ્વીકારીજ નહોતી બલકે ધરાઈને માણી પણ હતી.

માર્ક ઝુબેરનો જન્મ તા.૫/૫/૧૯૪૪ ના રોજ લખનૌ માં થયો હતો.તેનું સાચું નામ ઝુબેર એહમદ સીદીકી હતું.૧૯૫૧ માં સાત વર્ષની ઉમરે માર્ક પિતા સાથે લંડન શિફ્ટ થઈ ગયો હતો.માર્કના પિતા બીબીસી રેડીઓ માં પ્રોગ્રામ એરેન્જર તરીકે નોકરી કરતા હતાં.લંડનમાં જ હેરો ટેકનીકલ કોલેજમાં માર્કે ઝુબેરે અભ્યાસ કર્યો હતો.માર્કને અભિનયનો અનહદ શોખ હતો તેથી તેણે લંડનની જ વેબર ડગ્લાસ એકેડેમી ઓફ ડ્રામેટીક ઇન્સ્ટી. માં પણ એડમીશન લીધું હતું.પોતાના અભિનયમાં વધારે જાન લાવવા માટે માર્ક ઝુબેરે ત્યાર બાદ બે વર્ષ સુધી રોયલ શેક્સપિયર કંપની લંડનમાં જ અભિનયની ખાસ તાલીમ લીધી હતી.તે દિવસોમાં જ તેણે પોતાનું નામ બદલીને માર્ક ઝુબેર કર્યું હતું. તે દિવસોમાં માર્કને બ્રિટીશ ટેલીવિઝનમાં કામ મળવા લાગ્યું હતું. લંડનમાં જ માર્કના લગ્ન ઇન્જ મુલર નામની કોસ્ચુમ્સ ડીઝાઈનર સાથે થયા હતા.માર્ક હિન્દી સારું જાણતો હતો.તે બોલીવુડમાં કેરિયર બનાવવા માટે જયારે મુંબઈ આવ્યો ત્યારે તેની પત્ની સાથે નહોતી આવી. મુંબઈમાં માર્ક ઝુબેર ફિલ્મ અભિનેત્રી અનુરાધા પટેલ સાથે જાહેરમાં વધારે દેખાતો હતો.તે દિવસોમાં માર્ક ઝુબેર અને અનુરાધા પટેલ વચ્ચે ઇલુ ઇલુ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો પરંતુ વાસ્તવમાં અનુરાધા માર્કઝુબેરની પત્નીનીની અંગત મિત્ર હતી. “યે નઝદીકીયાં” રીલીઝ થઈ તે પહેલાં માર્ક ઝુબેરે મુન મુન સેન સાથે “પહેલુ “ ફિલ્મમાં હોટ સીન આપ્યા હતા જેના ફોટા ફિલ્મી મેગેઝીનોમાં છપાયા હતા .જોકે તે ફિલ્મ ડબ્બા માં જ પડી રહી હતી. બોલીવુડમાં કેટલીય ફિલ્મો બન્યા બાદ સેન્સર બોર્ડ ને કારણે અથવા વિતરકો ના મળવાને કારણે રીલીઝ થઇ શકતી નથી.

૧૯૮૦ ના દસકમાં માર્ક ઝુબેરની ટીવી સીરીયલો અને એકાદ ડઝન જેટલી હિન્દી ફિલ્મો રીલીઝ થઈ હતી.તે ફિલ્મોમાં સૌથી વધારે નોંધપાત્ર ફિલ્મ હતી ‘કત્લ”. સંજીવકુમારે તેમના અવસાન પહેલાં છેલ્લું ડબિંગ તે ફિલ્મનું કર્યુ હતું. ૧૯૮૬માં “ કત્લ “ રીલીઝ થઇ ત્યારે સંજીવકુમાર તેમનો પ્રજ્ઞા ચક્ષુ તરીકેનો શ્રેષ્ઠ અભિનય જોવા માટે આ દુનિયામાં હાજર નહોતા.તે ફિલ્મ એક એવી થ્રીલર હતી કે અંત સુધી પ્રેક્ષકોને જકડી રાખવા માં સફળ નીવડી હતી.માર્ક ઝુબેરે “કત્લ “ માં સંજીવકુમારની પત્ની બનતી સારિકાના પ્રેમીનો નેગેટીવ રોલ બખૂબી કર્યો હતો.તે ફિલ્મમાં પણ માર્ક્ઝુબેરના સારિકા સાથે બેડરૂમના હોટ સીન્સ હતા. ભલે ક્ત્લ સંજીવકુમારની ફિલ્મ હતી પણ માર્ક ઝુબેરે અભિનયનું કૌવત બતાવીને સંજીવકુમાર સામે બરોબરની ટક્કર લીધી હતી.શત્રુઘ્ન સિંહાનો પણ ફિલ્મમાં નાનો પણ મહત્વ નો રોલ હતો.

૧૯૮૭માં લંડન શિફ્ટ થઇ ગયા બાદ માર્ક ઝુબેરનો તેની પત્ની ઇન્જ મુલર સાથે સ્ટારડસ્ટ ના કવરપેજ પર ચર્ચાસ્પદ ફોટો છપાયો હતો. ૧૯૯૧ માં માર્ક ઝુબેરને રોબીન હુડ તરીકે “પ્રિન્સ ઓફ થીવ્સ “ માં સારી એવી ખ્યાતી મળી હતી. તે દિવસોમાં બ્રીટીશ ટીવી ચેનલમાં અવારનવાર દ્રશ્યમાન થતો માર્ક ઝુબેર માત્ર ૫૯ વર્ષની ઉમરે લંડનમાં જ હાર્ટ એટેક ને કારણે તા. ૨૮/૦૫/ ૨૦૦૩ ના રોજ અવસાન પામ્યો હતો.

પ્રફુલ્લ કાનાબાર