એક શેરીમા ગાય અને કૂતરી એ બન્ને નાનપણથી સાથે મોટા થયા હતા એટલે બન્ને એક બીજાના ખુબ સારા મીત્ર બની ગયા હતા.
હવે એક દિવસ ગાય કોઈ શેરીમા ચાલી જતી હતી ત્યાં અચાનક એક વ્યક્તી તેની પાસે આવી તેની પુજા કરવા લાગ્યો. ત્યાંથી તે આગળ વધી તો લોકો તેને ઘાંસ ચારો ખવડાવવા લાગ્યા. ત્યાંથી ગાય આગળ વધી તો અમુક લોકો તેને માથા પર હાથ ફેરવી રમાળવા લાગ્યા. પોતાનુ આવુ સમ્માન જોઈ ગાય તો ઘણી ખુશ થઈ ગઈ અને ઘરે આવી સમગ્ર વાત પેલી કુતરીને કહેવા લાગી. ગાયની આવી વાત સાંભળીને પેલી કુતરીને પણ આવા સમ્માન મેળવવાની ઈચ્છા થઈ એટલે બીજે દિવસે તે પેલી ગાય નીકળે એ પહેલાજ શેરીમા ચાલવા લાગી. પણ જેવી તે થોડીક આગળ વધી હશે કે અચાનક તેણે પોતાનો જીવ બચાવીને ભાગવુ પડ્યુ કારણકે તેનાજ સમાજના કુતરાઓ તેની સામે ભસતા હતા અને લોકો પણ તેને પથરાઓ મારી ભગાળી રહ્યા હતા. આ જોઈ પેલી કુતરીતો સાવ ડઘાઈજ ગઈ કે મારી સાથે આવુ શા માટે થયુ હશે ? તેણે પોતાની સાથે બનેલી આ સમગ્ર ઘટના ગાયને જણાવી અને પ્રશ્ન કર્યો કે તુ જ્યારે બહાર જા છો ત્યારે તને માન સમ્માન મળે છે પણ હું જ્યારે બહાર નિકળુ છુ ત્યારે મારે પથરા, વિરોધ અને અપમાનનો સામનો કરવો પડે છે. તો આવુ કેમ થાય છે ? ત્યારે ગાયે જવાબ આપતા કહ્યુ કે હું કોઈનુ પણ બુરુ નથી ઈચ્છતી, કોઈનો વિરોધ નથી કરતી અને વધુમા લોકો પ્રત્યે પ્રેમ, વફાદારી દર્શાવુ છું એટલા માટેજ લોકો મને બદલામા એ બધુજ આપે છે કે હું જે તેમને આપુ છુ. તેનાથી ઉલટ તુ આખો દિવસ તારાજ સમાજના લોકોને ભસતી રહે છે, તેને પોતાના આંગણામા પણ આવવા નથી દેતી અને લોકોને કરડતી રહેતી હોય છે એટલા માટેજ લોકો તને તિરસ્કર કરે છે અને ગમે તેમ કરીને તને ભગાળવાનો પ્રયત્ન કરે છે. જો તું પણ મારી જેમ બદલામા પ્રેમ, સહકાર કે મીત્રતા મૈળવવા માગતી હોય તો તારે પણ લોકો સાથે તેવુજ વર્તન કરવુ જોઈએ કે જેવુ તુ મેળવવા માગતી હોવ.
સફળ થવા માટે આ સિદ્ધાંતને ધ્યાનમા રાખીને કામ કરવુ ખુબ જરુરી બનતુ હોય છે કારણકે તમે જે મેળવવા માગો છો તેવુજ લોકોને આપતા શીખવુ જોઇએ. એટલે કે જો તમે લોકો પાસેથી નીઃસ્વાર્થ પ્રેમ મેળવવા માગતા હોવ તો તમારે પણ લોકોને તેવોજ પ્રેમ આપવો જોઇએ, જો તમે સમ્માન મેળવવા માગતા હોવ તો પહેલા તમારે લોકોનુ સમ્માન કરવુ જોઇએ, તેવીજ રીતે જો તમે સહકાર મેળવવા માગતા હોવ તો તમારે પણ લોકોને સુખ દુ:ખના પ્રસંગોમા મદદરૂપ થઈ સહકારના વાતાવરણની રચના કરવી જોઇએ. જરા વિચારો જોઇએ કે તમે લોકોનુ બુરુ ઇચ્છતા હોવ, તેઓનુ અપમાન કરતા હોવ કે જરુર પડ્યે મદદરૂપ ન થતા હોવ તો શા માટે તેઓ તમને સમ્માન આપે, શા માટે તમને મદદરૂપ થાય? અને માની લ્યો કે કદાચ તેઓ તમારા આવા તોછડા વર્તનને માફ કરીને પણ તમને સમ્માન આપતા હોય તો શું તેઓનુ આવુ વર્તન જોઇને તમને પણ સમ્માન આપવાનુ મન નહી થાય ! આમ જીવન એ એક એવો પડઘો છે કે જેમા આપણે જે આપતા હોઈએ છીએ તેજ પ્રાપ્ત કરતા હોઈએ છીએ.
યાદ રાખો કે દરેક વ્યક્તી એવુ ધારીને કે અપેક્ષા રાખીને બેઠા હોય છે કે તમે તેઓને પહેલા માન આપો કે સામેથી બોલાવો તોજ તેઓ તેમ કરવા તૈયાર થશે, એવામા જો તમે આ તક જડપી લ્યો તો સામા પક્ષના વ્યક્તીને પણ તેમજ કરવાનુ મન થતુ હોય છે જેથી તમે ખુબ જડપથી સબંધો કમાઇ શકતા હોવ છો. જો આવા સમયે તમે પણ એવી જીદ રાખીને બેસી જાવ કે નહી પેલો વ્યક્તી મને પહેલા બોલાવે તોજ હું તેને બોલાવીશ તો તો ક્યારેય સબંધ વિકસીજ નહી શકે કારણકે સામે પક્ષે પણ વ્યક્તી આવીજ રાહ જોઇને બેઠા હોય છે. આ રીતેતો વર્ષોના વર્ષો વિતી જતા હોય છે અને આપણા સમય, શક્તી કે નાણાનો પણ બગાળ થતો હોય છે. તેના કરતા જો તમે લોકોને જે જોઇએ છે તે વગર કોઇ ફર્યાદે પહેલા આપી દો તો લોકોનો અહમ સંતોષાઇ જતો હોય છે અને પછી ખુબ સરળતાથી સબંધો વિકસાવી શકાતા હોય છે. આટલુ રહસ્ય જો લોકો સમજી લે તો ક્યારેય તેણે દુ:ખી, નિષ્ફળ, નિરાશ કે એકલા પડવાનો વારો આવે નહી.
રોલ્ફ વાલ્ડો ઇમર્સન કહે છે કે “ જીવનની સૌથી અદ્ભુત ઘટના એ છે કે જ્યારે કોઇ વ્યક્તી કોઇનુ ભલુ કરે છે ત્યારે ભલુ કરનારનુ ભલુ કુદરતી રીતે આપોઆપ થઇ જતુ હોય છે “ એટલેકે તમે જ્યારે લોકો પ્રત્યે શ્રેષ્ઠ વર્તન દર્શાવતા હોવ છો ત્યારે લોકો તમારી સાથે પણ શ્રેષ્ઠ વર્તન કરવા આપોઆપ પ્રેરાતા હોય છે અને આમ તમારુ વર્તન તમારા માટેજ શ્રેષ્ઠ બની જતુ હોય છે. માટે હવેથી જ્યારે પણ તમને લાગણીવશ થઈ લોકો સાથે ખરાબ વ્યવહાર કરવાનુ મન થાય ત્યારે એક વાત જરુર વિચારી લેજો કે મારુ ખરાબ વર્તન જોઇને લોકો પણ મારી સાથે તેમજ કરવા પ્રેરાશે કે જેથી આખરે મારેજ નુક્શાનીઓ સહન કરવાનો વારો આવશે. જો મને લોકોનુ આવુ વર્તન મંજુર ન હોય, જો હું એવુ ઇચ્છતો ન હોવ કે લોકો મને મદદ ન કરે તો મારે પણ લોકો સાથે તેવુ વર્તન કરવુ જોઇએ નહી. આમ સબંધો વિકસાવવાનો સૌથી પહેલો નિયમ એજ બને છે કે તમે લોકો પાસેથી જેવુ વર્તન ઇચ્છતા હોવ તેવુજ વર્તન તેમની સાથે કરો અને લોકો તમારી પાસેથી જેવુ વર્તન ઇચ્છી રહ્યા છે તેની પુર્તી કરો. તેમ કરવાથી ડબલ જડપે સબંધો કમાઈ શકાતા હોય છે.
હવેથી જ્યારે પણ કોઇ વ્યક્તી તમારા પર ગુસ્સો કરે, અપમાન કરે કે પોતાની અણ આવળતનો પરચો આપે ત્યારે તેના જેવુજ વર્તન કરવાને બદલે તમારે તેની પાસેથી કેવુ વર્તન મેળવવુ છે તેનો વિચાર કરજો. જો તમે લોકો પાસેથી સમ્માનપુર્વકનુ વર્તન મેળવવા માગતા હોવ તો તમારે સામો ગુસ્સો કરવાને બદલે સમ્માનપુર્વકનુ વર્તન કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. આ રીતે લોકોને વહેલા મોડા કે એકને એક દિવસ પોતાની ભુલ સમજાતીજ હોય છે અને જ્યારે તેઓને પોતાની ભુલ સમજાતી હોય છે ત્યારે તેઓ તમારા પ્રત્યે અપાર સમ્માન પણ અનુભવશે અને કાયમને માટે તમારા શુભ ચિંતક પણ બની જશે.