આ વાત છે એક સાચા શિક્ષક વિ. સી. ગામીત ની. આદિવાસી ખેત મજૂરી કરતા પરિવાર નું એક અત્યંત તેજસ્વી સંતાન જે ખુબ જ પરિશ્રમ કરી ને શિક્ષણ મેળવે છે અને સરકારી નોકરી મેળવી એક આદર્શ શિક્ષક બને છે સામાજિક વિજ્ઞાન ના શિક્ષક એક ગ્રાન્ટેડ સ્કૂલ માં એક એવા શિક્ષક જેને સમગ્ર પાઠ્ય પુસ્તક મોઢે યાદ હોય જે દૂર થી દરરોજ અપ ડાઉન કરવા છતાં શાળા શરૂ થાય તે પહેલા જ પંદર મિનિટ અગાઉ શાળા એ પહોંચી જાય દરરોજ વંથલી થી જૂનાગઢ બસ માં અપ ડાઉન કરે વતન તો દૂર દક્ષિણ ગુજરાત ના એક નાનકડા ગામડા માં પણ પત્ની વંથલી ની સરકારી સ્કૂલ માં શિક્ષક હતી એટલે જ વંથલી માં એક નાનકડું મકાન બનાવી ને રહેતા હતા આમ તો ગ્રાન્ટેડ સ્કૂલ ના શિક્ષક આજીવન એક જ સ્કૂલ માં નોકરી કરે પરંતુ જો સંચાલક સાથે વાંધો પડે કોઈ કારણસર શાળા બંધ થાય
અથવા શાળા માં વિદ્યાર્થી નો ઘટાડો થાય કે શિક્ષક અન્ય જગ્યા એ જવા માંગે અને કોઈ શાળા સ્વીકાર કરવા તૈયાર હોય તો બદલી થાય પણ ખરી
આમ નિવૃત્તિ ના છ વર્ષ બાકી હતા ત્યારે તે જૂનાગઢ આવ્યા હતા બસ સ્ટેન્ડ ઉતરીને વીસ મિનિટ ચાલી સ્કૂલ માં પહોંચી જાય
પણ સાચી ઉપાધિ તો નિવૃત્તિ પછી ચાલુ થઇ નિવૃત્તિ પછી પેન્શન અને નિવૃત્તિ સમયે મળતા પૈસા માં ત્રણ વર્ષ થયા છતાં વાત આગળ વધતી જ ન હતી કામ કાચબા ગતિ થી પણ ધીમું થતું હતું અથવા આગળ વધતું જ ન હતું એમ કહો ને તો પણ ચાલે
વર્ષો પહેલા અને આજ ની પરિસ્થિતિ માં પણ ગુજરાત ના આદિવાસી વિસ્તાર માં શિક્ષણ નું ઓછું પ્રમાણ માળખાકીય સુવિધા નો અભાવ પોતાની આગવી ભાષા અને આગવી સંસ્કૃતિ ને લીધે બીજા વિસ્તાર માંથી આવતા શિક્ષક ને ત્યાં નોકરી લેવા માં ફાવતું નહિ એટલે નોકરી જ ના સ્વીકારે અથવા સ્વીકારે તો શક્ય એટલી ઝડપ થી બદલી કરવી લેતા એટલે ગામીત સાહેબ અને તેમના પત્ની એ આદિવાસી વિસ્તાર માં બદલી કરાવવા ના પ્રયત્ન કરેલ જેથી વતન માં રહેવા મળે આમ પણ શિક્ષક ની ઘટ તો તેના વતન માં હતી જ પણ સરકારી તંત્ર એમની વાત સમજવા તૈયાર ન હતું તો બીજા વિસ્તાર માં નોકરી કરી પણ નિવૃત્તિ બાદ ના લાભ તો મળવા જ જોઈએ ને? (વર્ષો પહેલા શિક્ષણ વિભાગ ના નિયમ અલગ હોય કે બીજું જે કોઈ વ્યાજબી કે ગેર વ્યાજબી કારણ હોય પણ ગામીત દંપતી ની બદલી ઈચ્છા પ્રમાણે ના થઇ શકી તે એક સત્ય હકીકત હતી )
નિવૃત્તિ બાદ વી. સી. ગામીત સાહેબ દ્વારા પેન્શન બાબતે સરકારી ઓફિસ ના ધક્કા શરુ થયા તો નાની નાની ભૂલ કાઢે વચ્ચે થી અમુક જરૂરી કાગળ ગુમ થાય તેથી ફરી પાછો ગામીત સાહેબ ને તેની સ્કૂલ ના ક્લાર્ક પાસે જવું પડે સ્કૂલ સ્ટાફ તો સારો જ હતો જાય એટલે માન પૂર્વક બેસાડી કામ કરી આપે ચા પાણી પીવડાવે. પણ સ્કૂલ સ્ટાફ અને પ્રિન્સિપાલ તો સમજી જ ગયેલા કે ગામીત સાહેબ સરકારી કચેરી માં કઈ ભેટ નથી આપતા એટલે જ કામ અટક્યું છે અમુક લોકો એ ગામીત સાહેબ ને આ વાત સમજાવવા પ્રયત્ન કર્યો પણ સિદ્ધાંત વાદી શિક્ષક ના માન્યા લાંબી નોકરી ની બચત હતી એટલે ઉત્તર ભારત ની યાત્રા પણ નિવૃત્તિ પછી કરી લીધી પત્ની પણ નિવૃત થયા સંતાનો હતા પરંતુ એ વતન માં કામ કાજ કરતા હતા નિવૃત બાદ વતન માં રહેવા જવું હતું પણ પેન્શન કેસ નો પૂરો થાય ત્યાં સુધી એ શક્ય ન હતું
આખરે છેલ્લે જે સ્કૂલ માં નોકરી કરતા હતા તે એક રાજકીય આગેવાન ની હતી તેમને આ મામલા ની ખબર પડી તેમણે સરકારી ખાતા માં ભલામણ કરી ત્યારે ગામીત સાહેબ નું કામ પત્યું અને તે સાચા અર્થ માં નિવૃત થઇ વતન માં ગયા