Pret Yonini Prit... - 4 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેત યોનિની પ્રીત.. - 4

Featured Books
Categories
Share

પ્રેત યોનિની પ્રીત.. - 4

પ્રેત યોનીની પ્રીત
પ્રકરણ-4
બાબા અધોરનાથ એમની પત્થર અને શીલાની મઢૂલીમાંથી બહાર આવ્યાં. બરાબર મધ્યરાત્રી થઇ હતી. બધુજ સુમસામ હતું. આકાશમાં ટમટમતાં તારાં સ્પષ્ટ દેખાતાં હતાં જાણે નભ ચંદરવો કેટલો નીચે આવીને બસ માથાં પર જ હોય એવું દ્રશ્ય દેખાઇ રહેલું કાળી અંધારી સૂમસામ રાત હોવા છતાં ક્યાંય ભયની લાગણી નહોતી. ઘનઘોર જંગલની વચ્ચે ટેકરીની બાજુમાં ઊંચા મંદિરનાં પ્રાંગણામાં ફાનસ અને દીવડા ઝળહળતાં અને ફક્ત હવનફૂંડનાં અગ્નિનો ભડભડ સળગવાનો ધ્વનિ હતો ભય સિવાયનું સાવ નિરાળું પવિત્ર વાતાવરણ હતું. માં માયાની જ માયા હતી બધાં જ એમની નિશ્રામાં નિશ્ચિન્ત હતાં.
બાબા ગોરખનાથનું આગમન થયું એમની પગની ચાકડીનો અવાજ સંભળાયો પગરવ થયાં બધાં જ ઉભા થઇ ગયાં નમસ્કાર કરીને બધાં ધરતી પર લાંબા થઇને સાષ્ટાંગ પ્રણામ કરી રહ્યાં ત્યારે ગોકર્ણની પાસે ઉભેલો માનસ અને સ્ત્રીઓનાં વૃંદમાંથી છોકરી નીકળીને બાબા અઘોરનાંથનાં રસ્તે લાંબા થઇને એમનાં ચરણોમાં આળોટવા માંડ્યાં. બાબાની ભૃકુટીઓ ઊંચી થઇ ગઇ પછી બંન્નેને જોઇને શાંત થયાં અને બોલ્યાં આવી ગયાં તમે લોકો ? અને પ્રચંડ અવાજે બોલ્યાં "અલ્લખ નિરંજન....
ગોકર્ણ, અજીત અને અન્ય સેવકો બાબાનો મૂડ પારખી ગયાં અને હવે માહોલ કેવો રચાશે એની ધારણાં પણ કરી લીધી. ગોકર્ણને તો બધાં એહસાસ અને હવે શું થશે એની ખબર પણ પડી ગઇ હતી એની નજર સામે જ વરસો પહેલાં... બધું યાદ પણ આવી ગયું.
બાબા અઘોરનાંથ એમની પત્થરની બેઠક પર આવીને બેઠાં. જાણે સાક્ષાત મહાકાલ બેઠાં હોય એવો આભાસ થતો હતો. ચોક્કસ કોઇ દિવ્યાત્માએ અહીં બેઠક જમાવી છે. બધાં જ બાબાની આજ્ઞાની રાહ જોઇને બેઠાં.
બાબાએ આંખો બંધ કરીને કંઇક ધીમાં અવાજે ગણગણ્યાં અને બંન્ને જે ધરતી પર જ હતી સતાં નમસ્કાર કરી રહેલાં એમને ઉભા થવા ફરમાન કર્યુ અને કહ્યું. ત્યાં યજ્ઞશાળામાં જઇને બેસે મારી બેઠકની સામે જ અને અન્ય ભક્તો પણ ત્યાં પાછળ સ્થાન લે.
***************
બધાં ઉઠીને યજ્ઞશાળામાં પહોચી ગયાં. માનસ ધીમે રહીને ઉભો થયો એણે બાજુમાં કોઇ છોકરીને ઉભેલી જોઇ. અત્યારે જ જાણે ભાનમાં આવ્યો હોય એમ એની સામે જોઇ રહ્યો અને પેલી છોકરી મનસા... માનસ સામે જોઇ રહી… બંન્ને જણાં એક મેકને જોઇ રહ્યાં અને માનસે મોં ફેરવીને યજ્ઞશાળા તરફ જવા લાગ્યો. મનસાં માનસને જોઇને કંઇક આશ્ચર્ય સાથે કંઇક બોલવા ગઇ એનાં હૃદયમાં તોફાન ઉઠેલાં... એને કંઇક અંદર સ્ફૂરી રહેલું માનસનાં ચહેરામાં કંઇક જોવા ઓળખવા માંગતી હતી પરંતુ માનસ કોઇ પ્રતિભાવ કે હાવભાવ આવ્યા વિના ત્યાંથી જતો રહ્યો.
બાબા યજ્ઞકૂંડ પાસે પહોચી ગયાં. ગોકર્ણ અને અન્ય સેવકો હવનયજ્ઞમાં મદદ માટે ત્યાં આજુબાજુ બેસી ગયાં. બાબાની આજ્ઞા પ્રમાણે ગોકર્ણને જે કહે એ આહુતિ આહુત કરવા માટે કહેલું હતું.
બાબાએ હવનકુંડની પૂજા કરી અને બરાબર યોગ્ય ઘડી મૂહૂર્તમાં પ્રથમ માંબાબાને (ઉમાશિવ) ને યાદ કરી એમનું સ્મરણ કરીને અગ્નિ-ધીની આહુતિ યજ્ઞકુંડમાં આવી અને રૂચાઓ શ્લોકો બોલવા ચાલુ કર્યાં.
બાબાની નજર રૂચાઓ બોલતાં ચારો તરફ ફરી રહી હતી આવનાર ભાવિકોની આંખો સાથે આંખ મિલાવી રહેલાં. અને એમની આંખ એક જણ સામે સ્થિર થઇ ગઇ એમણે આંખનાં ઇશારે જ નજીક બોલાવ્યો. ગોકર્ણ સમજી ગયો અને પેલાને ત્યાં બાજુમાં બેસવા માટે સમજાવ્યું પેલો હાથ જોડીને ત્યાં બેસી ગયો.
બાબાએ શ્લોક પુરા કરી ગોકર્ણને તલ અને જવની આહુતી ધી સાથે આપવા કહી અને પેલાની સામે જોઇ બોલ્યાં" સાલા નીચ.. તારે હારી થકીને અહીં આવવું પડ્યું છે મને ખબર છે હવે ચારેબાજુથી ફસાયો છે એટલે બાબાને શરણે આવ્યો છે. અત્યાર સુધી ખોટાં કામ ગોરખ ધંધા અને બધાંના શિયળ લૂટ્યાં ત્યારે તું પાપી ક્યાં હતો ? હવે તારે છૂટકારો જોઇએ છે ? કઇ આશાએ અને ક્યાં વિચારે અહીં દોડી આવ્યો ? તમે મદદ કરીશ ચંડાળ ? ? ?
પેલોતો સાંભળીને સીધો જ બાબાનાં પગમાં પડી ગયો. બાબા અને માફ કરો માફ કરો મારાથી ખૂબ મોટું પાપ થઇ ગયું છે.. સાચું, કીધુ હું પાપી છું... મારાથી ન કરવાનાં કામ થયાં છે.. મને દિવસ રાત પીડા રહે છે. બાબા મને મારાં નીચ કર્મોની જ સજા મળી રહી છે મને ખબર છે પણ છેલ્લાં ઘણાં સમયથી કોઇ અગમ્ય શક્તિ કોઇ આત્મા મને દેખાય છે ડરાવે છે મારાં હોંશ નથી રહેતાં જાણે જીવ નીકળી જશે એવું લાગે છે. બાબા એ પ્રેતથી મને છુટકારો અપાવો બાબા હું તમે કહો એ વિધી વિધાન કરવા તૈયાર છું. જે કહો એ કરવાં આપવા તૈયાર છું.
છેલ્લું વાક્ય સાંભળી બાબા ભડક્યા" એય તું તો અહીં ભીખારી થઇને મારી પાસે ભીખ માંગવા આવ્યો છે તું મને શું આપવાનો ? સાલા કરમચંડાળ તારા પાપનો ઘડો ભરાઇ ગયો છે તું બચી શકે એમ જ નથી એટલે અહીં આવ્યો છે તું ભીખારી મને શું આપવાનો ? બોલ હું માંગીશ એ આપીશ ?
પેલો ખૂબ ગભરાયો "બાબા સાચુ કીધું હુ તો ભીખારી છું હું શું આપવાનો ? પણ જે કંઇ છે તમે જે કહેશો એ આપીશ. બાબાએ કહયું "પહેલા તે અત્યારે સુધી જે પાપ કર્યા છે. એબધાં તારી નજર સામે આવશે અને એ જીવને તે રંજાડ્યો છે ને એ પણ મારી પાસે જ આવેલો છે જોવો છે ? એની પીડા સાંભળ.. તારાં બળાત્કારે તારી સાથે બદલો લેવાં પુરતું એ અવગતિએ ગયો છે તું આપવા જ આવ્યો છે ને તો તારો જીવ આપી દે એટલે એનો બદલો લેવાઇ જશે અને એની મુક્તિ થશે.
સુરતથી આવેલો આ કપડાનો વેપારી ઘણો જ ધનીક અને વ્યભીચારી હતો. રંગીન મિજાજનો હતો અને ધંધામાં તો ખોટાં કામ ઘણાં કરેલાં અને મદદ કરવાનાં બહાને ખાસ મિત્રની છોકરીને ફસાવી અને શીયળ લૂટ્યું હતું એનો પર મજબૂર બનાવી અનેકવાર બળાત્કાર કરેલાં એનાં આધાતમાં આ છોકરીએ આત્મહત્યા કરી લીધી હતી અને અવગતિએ ગઇ બદલો લેવા માટે...
બાબાએ કહ્યું "ચાલ આજે તારો જ ઇલાજ પહેલાં કરી લઇએ અને એમણે શ્લોક બોલીને ગોકર્ણને ઇશારો કરતાં ગોકર્ણ આહુતી મૂકી અને એજ વખત હવનકૂંડની અગ્નિમાં જવાબોનો ખૂબ ઊંચે ઊંચે જવા લાગી ભીષણ દ્રશ્ય સર્જાયું એક સાથે બધાં જ દીપ બૂઝાઇ ગયાં ખૂબ પવન ફૂંકાયો અને હવનયજ્ઞની ઊંચી જવાળાઓ ઉપર કોઇ આકાર સર્જાયો... એ ધીમે ધીમે મધ્યમાં આવ્યો.
બાબા આલોકનાથે એ આકારને ઉદ્દેશીને કહ્યું બોલ તારે શું બોલવું છે ? હવે બોલ ક્યારની તું આ ડુંગરાઓમાં ફર્યા કરે છે આજ દિવસની અને આની અહીં આવવાની રાહ જોતી હતી ને ? આવી ગયો છે તારો અપરાધી બોલ.
પેલું પ્રેત ખૂબ ગુસ્સા અને ચીસ જોવા અવાજે બોલ્યુ અને એનાં ચારોતરફ પડધાં પડી રહ્યાં. "બાબા આ નરાધર્મે આ પીશાચે અમારી સ્થિતિનો લાભ ઉઠાવીને અનેકવાર મારી લાજ લૂંટી છે એને કરગરતી, પગે પડતી કે તમારાં મિત્રની દીકરી છે મને છોડો... તમને પાપ લાગશે તમારી દિકરી જેવી છું છોડો મને પણ આ નરાધમને મારી ક્યારેય દયા ના આવી અને આજે જુઓ દયામણો થઇને બેઠો છે નાલાયક... મારાં માં બાપ જીવતા જ જાણે મુઆ થઇ ગયાં એમની શરમીંદગી દૂર કરવાં મેં મારો જીવ આપી દીધો મેં મૃત્યુ વ્હાલુ કર્યું. આ પાપીને સજા જ મળવી જોઇએ બાબા તમે મને મદદ કરો તમે સજા કરો આનો મારે જીવ જ લેવો છે એને હું ક્યારેય માફ નહીં કરું... ક્યારેય નહીં. તોજ મારાં જીવને ટાઢક પહોચશે અને મારો આત્મા મુક્ત થશે.
બાબાએ ક્યુ "બોલ તારે શું કહેવું છે આ અહીં જ હાજર છે બોલ શું ન્યાય કરું તારો ? તેં અક્ષમ્ય પાપ કર્યું છે બોલ ?
પેલો બે હાથ જોડી બાબાનાં પગમાં આળોટી રહ્યો બાબાએ એને લાતમારી દૂર કાઢ્યો.. સાલા પાપી મને કેમ સ્પર્શે છે ? તારી લાયકાત નથી તને તારાં પાપનો દંડ મળશે.
હજી બાબા કંઇ આગળ બોલે એ પહેલાંજ મનસા ઉભી થઇ ગઇ એનાંમાં ક્યાંથી આટલું જોર આવ્યું કે એણે પેલાને ગળેથી ઊંચકી ખેંચતી હવનકૂંડ પાસે લઇ ગઇ અને પ્રેતને કહયું લે આ સજા આપી દે તું જ એમ કહી પેલાનું માથું હવનકૂંડમાં ધર્યું... અને બાબા...
વધુ આવતા અંકે - પ્રકરણ -5