VISHAD YOG - CHAPTER-61 - LAST CHAPTER in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વીષાદયોગ - પ્રકરણ - 61 (અંતિમ પ્રકરણ)

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

વીષાદયોગ - પ્રકરણ - 61 (અંતિમ પ્રકરણ)

વિષાદયોગ-પ્રકરણ-61 (છેલ્લુ પ્રકરણ)

‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####-----------

મિત્રો આ છેલ્લુ પ્રકરણ લખતા પહેલા તમારી સાથે થોડી વાત કરવા માગુ છું. મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પ્રથમ નોવેલ “21મી સદીનું વેર” હતી. તે પણ માતૃભારતી પર ઉપલબ્ધ છે. જો તમે ન વાંચી હોય તો જરુર વાંચજો. મિત્રો આ નોવેલ અહી પૂરી થાય છે પણ આપણો સાથ પૂરો થતો નથી. ટુંક સમયમાં હું નવી નોવેલ સાથે તમારી સામે ઉપસ્થિત થઇશ. તમે બધાએ આ નોવેલ વાંચી છે તો તમને આ નોવેલ કેવી લાગી છે? તેનો પ્રતિભાવ નીચે આપેલા મારા વોટ્સએપ નંબર પર જરૂરથી લખી મોકલાવજો, જેથી હું મારી હવે પછીની નોવેલમાં આનાથી પણ કંઇક વધુ સારુ કરી શકું. મિત્રો મારી આ નોવેલ જો તમને ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને પણ તેની ભલામણ કરજો. તમે લોકોએ અત્યાર સુધી ખૂબ સરસ રીતે મારો સાથ નિભાવ્યો છે અને મને પ્રોત્સાહિત કર્યો છે, જેને લીધેજ આ 61 પ્રકરણની નોવેલ અંદાજે 70,000 ડાઉનલોડ, 1,00,000 કરતા વધુ વ્યુ અને 9000 જેટલા રેટીંગ મેળવી એક સફળતાના શિખરે પહોંચી છે. આ નોવેલ લખવા માટે માટે મારી પત્ની અમી અને મારા પરિવારનો મને પૂરો સહયોગ મળ્યો છે. મારી મિત્ર પૂનમ કે જેણે મારી જોડણીમાં રહેલી ક્ષતિઓ દૂર કરવામાં અગત્યની ભૂમિકા ભજવી છે તેના માટે ખૂબ ખૂબ આભાર. જેના માધ્યમથી તમે આ નોવેલ વાંચી રહ્યા છો, જે આપણાં બંને વચ્ચેના સેતુ સમાન છે તે માતૃભારતી અને મહેન્દ્ર શર્માનો ખૂબ ખૂબ આભાર. મારા સતત જાગૃત વાચકો કે જેણે મને વોટ્સએપ પર મેસેજ કરી પ્રોત્સાહન આપવાની સાથે સાથે મારી ભૂલો તરફ અંગુલી નિર્દેશ કરી છે, જેને લીધે મારા લેખન કાર્યમાં ઉત્તરોત્તર સુધારો થતો રહ્યો છે તે બધાનો પણ ખૂબ ખૂબ આભાર. મારા ઘણા એવા વાચકો છે જેના પ્રતિભાવની હું રાહ જોતો હોવ છું તે બધાનો પણ ખૂબ ખૂબ આભાર. અને જેના વિના આ યાત્રા આટલે સુધી પહોંચીજ ન હોત એવા તમે બધા વાચકોનો ખૂબ ખૂબ આભાર. મિત્રો ફરી પાછા એક નવી નોવેલ સાથે જરુર મળીશું.

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-------- ---------

પ્રશાંત ગયો એટલે પેલા બંને એજન્ટ પ્રથમ અને વિનોદ ડાઇરેક્ટરની કેબીનમાં ગયાં. તે લોકોએ પ્રશાંતનું આખુ રેકોર્ડીંગ મિશ્રા સાહેબને સંભળાવ્યુ અને પ્રશાંતે આપેલા બધાજ સબૂત બતાવ્યાં. આ બધુ જોઇ ડાઇરેક્ટર એકદમ ગંભીર થઇ ગયા અને બોલ્યા “હવે આ બહુ જ સેન્સીટીવ બાબત થઇ ગઇ છે. જો આપણે આ બધા સબૂત આપણી પાસે છે તેની જાણ કરીશું તો તરતજ ઉપરથી કોલ આવવાના ચાલુ થઇ જશે અને મારે આ છુટકે આ બધુ દબાવી દેવુ પડશે. અને જો કોઇ એક્શન લઇશું તો આપણા પર કાર્યવાહી થશે કે તમે અમને જાણ કર્યા વિના કેમ પગલાં લીધા.” આટલુ બોલી તે થોડા રોકાયા એટલે એજન્ટ પ્રથમે કહ્યું “સર તો પછી આ સબૂતને શું એમ જ જવા દઇશું?” આ સાંભળી મિશ્રા સાહેબે બંને એજન્ટ સામે જોઇ સ્મિત કર્યુ અને બોલ્યા “મારી પાસે એક પ્લાન છે પણ તેમા જોખમ રહેલું છે.”

“તમે જોખમની ચિંતા નહી કરો સર, તમે ખાલી શું કરવાનું છે તે કહો.” વિનોદે એકદમ જુસ્સાથી કહ્યું.

આ સાંભળી મિશ્રા સાહેબે કહ્યું “આ બધાની જડ પેલો કૃપાલસિંહ છે. જો તે નહીં બચે તો પછી આ બધા જ ધંધા બંધ થઇ જશે. તે અત્યારે મરણ પથારી પર છે પણ મે હમણાં તપાસ કરી છે કે તેના માટે હવે પછીના 24 કલાક ખૂબ અગત્યના છે. જો આ 24 કલાકમાં તેના પર એક વાર કરી દેવામાં આવે તો આપણું કામ થઇ જાય.” આ સાંભળી પ્રથમ બોલ્યો “તમે એકઝેટ શું કરવા માંગો છો? તે કહો સર.”

“કોઇ પણ રીતે જો હોસ્પીટલમાં તેના સુધી પહોંચી તેને આ સમાચાર આપવામાં આવે કે તેના બધાજ કારનામાં ખુલ્લાં પડી ગયાં છે, અને તેના બધાજ સબૂત આપણી પાસે છે. જે આપણે આજે સાંજે ન્યુઝમાં આપવાના છીએ તો આપણું કામ બની જશે. તેનું માંડ માંડ ચાલતુ હ્રદય આ સાંભળી ચોક્કસ બંધ પડી જશે.” મિશ્રા સાહેબે આખી યોજના તેને સમજાવી દીધી.

“સર, આ કામ થઇ જશે. તમે સાંજે ન્યુઝમાં તેના મૃત્યુનાં સમાચાર જોઇ લેજો.” પ્રથમે કહ્યું અને પછી બંને ઊભા થયાં અને કેબીનની બહાર નીકળી ગયાં.

----------------------#######------------------#####----------------########------------------

નિશીથ અને કશિશ કારમાં પાછળની સીટ પર બેસીને વાતો કરી રહ્યાં હતા. નિશીથે કશિશને બધીજ વાત વિસ્તારથી કરી એટલે કશિશે પુછ્યું “પણ આમા મને એ સમજ ન પડી કે તારા સ્વપ્નમાં આ બધુ ક્યારે આવ્યુ અને તે આઇ.બીનો સંપર્ક કઇ રીતે કર્યો?”

આ સાંભળી નિશીથના મો પર સ્મિત આવી ગયું અને બોલ્યો “ તને યાદ છે તમે પાલીતાણામાં રોકાયા હતા ત્યારે ઉર્મિલાદેવીને મળવા માટે હું અને સમીર સૂર્યગઢ ગયાં હતાં?”

“હા, હા યાદ છે. તો ત્યારે શું થયેલું?” કશિશે ઉત્સુકતાથી કહ્યું.

“અમે જ્યારે ઉર્મિલાદેવીને મળીને બહાર નિકળ્યાં ત્યારે, એક સ્ત્રીએ આવીને અમારા હાથમાં એક કાગળ મુક્યો અને જતી રહી. મે કારમાં બેસીને કાગળ ખોલી જોયુ તો તેમાં લખ્યુ હતુ કે ‘તમે ખોડીયાર મંદીર પાસે મારી રાહ જોજો. તમારા માટે ખૂબ અગત્યની માહિતી મારી પાસે છે.’ કાગળમાં કોઇનું નામ નહોતુ એટલે અમે વિચારમાં પડી ગયા કે આ કાગળ કોણે મોકલ્યો હશે? જે હશે તે ત્યાં ખબર પડી જશે એમ વિચારી અમે ત્યાં ખોડીયાર મંદીર પાસે કાર ઊભી રાખીને રાહ જોવા લાગ્યાં. લગભગ પંદર વીસ મિનીટ પછી એક માણસ બાઇક લઇને અમારી પાસે આવ્યો, જેને જોઇને અમે ચોંકી ગયા. તે ગંભીરસિંહ હતો. તેણે બાઇક ત્યાં પાછળ પાર્ક કરી દીધુ અને અમારી સાથે કારમાં બેસતાં તે બોલ્યો “કાર આગળ હાઇવે પર ડાબી બાજુ એક ઢાબુ છે ત્યાં લઇલો.” અમે તેને લઇને ઢાબા પર પહોંચ્યાં એટલે તે અમને ઢાબાનાં પાછળના ભાગમાં ખુલ્લા ગાર્ડન જેવુ હતુ ત્યાં લઇ ગયો. અમે ત્યાં ગયા એટલે એક છોકરો આવી ત્રણ ખુરશી મુકી ગયો. અમે બધા બેઠા એટલે ગંભીરસિંહે વાતની શરુઆત કરતા કહ્યું “તમને મને આ રીતે જોઇને નવાઇ લાગી હશે? હું પણ આ રીતે ખુલ્લો પડવા માંગતો નહોતો પણ તમે ફસાઇ જાવ તે હું સહન કરી શકુ એમ નથી. મારા બાપુ શક્તિસિંહના તમે વારસ છો. જો મારા જીવતા તમારા પર આંચ આવે તો હું ઉપર જઇ બાપુને શું મો બતાવીશ. તમારા પિતાશ્રી શક્તિસિંહ બાપુ એક સંત માણસ હતા. તેના પ્રત્યે આખા સૂર્યગઢને માન હતું. મારા પર પણ તેના ઘણા ઉપકાર છે. તમે જે માનો છો તે સાચુ નથી. તમારા પિતા શક્તિસિંહ છે પણ, તમારી માતા આ ઉર્મિલાદેવી નથી. તમારી માતા તો સરસ્વતિ દેવી હતા, જે હવે આ દુનિયામાં નથી. તમારા પિતા અને માતા બંનેને આ ઉર્મિલાદેવીએજ મૃત્યુને ઘાટ ઉતાર્યા છે. હવે આ ઉર્મિલાદેવી તમને પણ આજ રીતે ફસાવી દેવા માગે છે. તે અને તેનો માણસ પ્રશાંત તમને ફસાવવા માગે છે.” ગંભીરસિંહ ખૂબ ઝડપથી આટલુ બોલી રોકાયો.” નિશીથ પણ આટલુ બોલી થોડું રોકાયો અને પછી આગળ બોલ્યો “ત્યારબાદ ગંભીરસિંહે અમને કહ્યું કે તે જાસુસ તરીકે આઇ.બીને મદદ કરે છે. અને તેના માણસો સતત તેના કોન્ટેક્ટમાં છે. અમે જે મોકાની રાહ જોઇ રહ્યા છીએ તે હવે આવી રહ્યો છે. પ્રશાંત તારી પાસે જે કામ કરાવવા માંગે છે તેની પાછળ ઉર્મિલાદેવી જ છે. તારે તે કહે તે કહે તે કામ કરવાનું છે પણ, તારે અમારી સાથે કોંટેક્ટમાં રહી. અમે જે કહીએ તે પ્રમાણે કરવાનું છે. તે જે રુપીયા લઇ જવા માગે છે તે દેશના છે અને દેશને જ મળવા જોઇએ. " ગંભીરસિંહની આ વાત સાંભળી હું વિચારમાં પડી ગયો કે ગંભીરસિંહ પર કેટલો ભરોશો મુકી શકાય એમ છે. ગંભીરસિંહ મારી શંકા સમજી ગયો એટલે તેણે અમને આઇ.બીના ડાયરેક્ટર સાથે વાત કરાવી અને તેની પાસે રહેલો સિક્રેટ બેઝ પણ અમને બતાવ્યો. આ જોઇ અમને એ ખાતરી થઇ ગઇ કે ગંભીરસિંહ સાચુ બોલે છે. ત્યારબાદ ગંભીરસિંહ અને બીજા એક આઇ.બીના એજંટની મદદથી મે આખી બાજી ગોઠવી અને પૂરી કરી. પ્રશાંતના દરેક માણસની પાછળ અમે બે માણસો મુકી દીધા હતા. પ્લાન પ્રશાંતનો જ હતો પણ અમે તેને અમારી રીતે ચલાવતા હતા." નિશીથે વાત પૂરી કરતા કહ્યું.

"તો તે પછી તને ક્યારેય સ્વપ્નમાં કોઇ સંકેત મળ્યો જ નથી?" કશિશે પુછ્યું.

"તે રાત્રેજ મને સ્વપ્ન આવેલુ જેમા બે પુરુષો અને એક સ્ત્રી મને આગળ વધવા માટે કહેતા હતા. આ સ્વપ્નબાદ મને સમજાઇ ગયુ કે મને જે કામ માટે સ્વપ્ન આવતું હતું તે આજ કામ છે." નિશીથે આખીવાત પૂરી કરી એટલે કશિશે કહ્યું "ઓહ માય ગોડ નિશીથ તારી જિંદગીની આ ઘટનાઓ પરથી તો એક સુપર ડુપર મુવી બની શકે છે. જો હું તારી સાથે ન હોત તો ક્યારેય માની શકી ન હોત કે આવુ કોઇ સાથે થઇ શકે છે." આ સાંભળી નિશીથ પણ હસી પડ્યો અને બોલ્યો "તારા જેવી હિરોઇન જેના જિવનમાં હોય તેની જિંદગી એક મુવી જેવી જ હોયને?"

આ સાંભળીને કશિશ હસી પડી.

‌ત્યારબાદ તે લોકો રાજકોટ પહોંચ્યા અને ત્યાં પણ બધાને આખી વાત કરી. વાત સાંભળી બધા જ અચંબીત થઇ ગયા. બે મહિના પછી નિશીથ અને કશિશની સગાઇ કરવામાં આવી પણ તે બંનેએ એક શરત રાખી હતી કે નિશીથ એમ.બી.એ અને કશિશ જર્નાલીઝમ પુરુ ન કરે ત્યાં સુધી કોઇ લગ્નની ઉતાવળ નહીં કરે. સગાઇની રાત્રે જ નિશીથને સ્વપ્નમાં બે પુરુષ અને એક સ્ત્રી આશીર્વાદ આપતા દેખાય છે અને પછી ધીમે ધીમે તે લોકો અદ્રશ્ય થઇ જાય છે. તે દિવસ પછી નિશીથને ક્યારેય આવુ સ્વપ્ન આવ્યુ નથી.

----------------------------- THE END-------------------------------