Preet ek padchaya ni - 16 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રિત એક પડછાયાની - ૧૬

Featured Books
Categories
Share

પ્રિત એક પડછાયાની - ૧૬

ત્રણચાર દિવસે આજે બધાં ઘરે આવ્યાં છે. લીપી તો જાણે કંઈ જ બન્યું ન હોય એમ પોતાનાં નવાં ઘરમાં કામ કરવાં લાગી છે.આમ તો તે અન્વયના ઘરે આવતી જતી હતી જ સગાઈ પછી એટલે ઘરમાં તેને ઘણી બધી વસ્તુઓ ખબર જ છે...

આમ તો અન્વયના ઘરે રસોઈવાળા માસી છે. પણ આજે તો લીપી જાતે જ બધાં માટે લન્ચની તૈયારી કરવા લાગી છે. બધાં તો એકબાજુ લીપીની ચિંતા કરી રહ્યા છે તો સાથે આ બાજું લીપી હવે પહેલાં જેવું જ કંઈ થયું ન હોય એમ નોર્મલ વર્તન કરવા લાગી છે.‌..

અપુર્વ ઘરમાં આવ્યો ત્યારથી ઉદાસ છે...અને કંઈ વિચારોમાં ખોવાયેલો છે... અન્વય તેની પાસે આવ્યો ને બોલ્યો, અપ્પુ... શું થયું છે ?? કંઈ થયું ?? કેમ કોઈ વિચારોમાં ખોવાયેલો લાગે છે ??

અપુર્વ : મને કંઈ સમજાતું નથી શું થઈ રહ્યું છે.એમ કહીને તેણે એ જ ડ્રાઈવર આજે પણ હતો ફરી અને એણે કહેલી ફરી મળવાની વાત અને તેનાં પ્રશ્નોનો જવાબ ન આપવો ને ત્યાંથી રહસ્યમય રીતે નીકળી જવું...અને વળી નામ અને નંબર વિનાની ગાડી...આ બધું શું છે ?? કંઈક તો છે જ રહસ્ય આ બધામાં...

અન્વય : હા...અને એણે પૈસા પણ એકવાર ન લીધાં આપણી પાસેથી... ત્યાં તો ઠીક પણ અહીં છેક આવવાનાં પાંચ હજાર જેટલાં રૂપિયા થાય એ કોઈ જવા દે ખરાં ??

અપુર્વ : મને તો લાગે છે એ હજુ પણ આપણને કોઈને કોઈ રીતે મળશે જ.

અન્વય : હા પણ અહીં તો આપણે બને ત્યાં સુધી ગાડી જાતે જ ડ્રાઈવ કરીએ છીએ...અને આજે તો લીપીને પણ બહું સારૂં ફીલ કરતી હોય એવું લાગે છે...જો આવી ત્યારથી રસોડામાં ગુસી ગઈ છે...માસીને પણ ના પાડી દીધી છે આજે એણે કામ કરવાની.

અપુર્વ : એક વાત કહું ભાઈ ખરાબ ના લગાડતો પણ મને એવું લાગે છે કે કદાચ પગમાં રહેલાં દોરાને કારણે એ નોર્મલ હોય...પણ બધી ઘટનાઓ પછી મને નથી લાગતું કે એ કંઈ પણ કર્યા વિના એકદમ પહેલાં જેવાં સામાન્ય થઈ જાય. માટે આપણામાંથી કોઈનાં કોઈએ એમની સાથે રહેવું જરૂરી છે. બહાર તો એમને એકલાને હાલ જવા નહીં જ દઈએ.

અન્વય : હા તારી વાત તો સાચી છે‌.હા યાદ આવ્યું કે એની અસર કાલે સવાર સુધી જ રહેશે...પછી ફરી...

એવું બોલતાં અન્વય દુઃખી થઈ ગયો ને એક નિસાસા સાથે બોલ્યો,યાર અમારી ખુશખુશાલ જિંદગી હજું શરૂં જ થઈ છે ત્યાં કોની નજર લાગી ગઈ....

અપુર્વ : ચિંતા ન કરો ભાઈ... પપ્પા પેલાં કોઈ જાણકાર પાસે ભાભીને લઈ જવાનું કહેતાં હતાં ત્યાં આપણે કાલે લઈ જશું એટલે બધું સારૂં થઈ જશે...

અન્વય : હમમમ.... કેટલાં દિવસોથી કોઈ ઓફિસ ગયું નથી આજે તો બપોર પછી આપણે જવું પડશે. ખબર નહીં ત્યાં પણ શું ચાલે છે પહેલાં લગ્નની દોડધામ અને હમણાં આ બધામાં ઓફિસમાં ધ્યાન અપાયું નથી.

અપુર્વ : આજે તમે ઘરે જ રહો ભાભીની સાથે. હું ઓફિસ જઈ આવું છું. મારે બીજું પણ કામ છે એ પણ પતાવીને આવી જઈશ...

અન્વયને બીજું કામ સાંભળીને હસવું આવી ગયું અને બોલ્યો, જાવ જાવ...કોઈ તમારી રાહ જોતું હશે...

અપુર્વ : ભાઈ તમે પણ શું...આજે તો મારી વાટ લાગવાની છે ત્રણ દિવસથી હું ક્યાં છું એ પણ ખબર નથી.એની સાથે કોઈ વાત થઈ નથી...

અન્વય : ફોન કર્યો તે આરાધ્યાને ?? વાત તો કરી લે એની સાથે પહેલાં.

અપુર્વ : ના ભાઈ ના. મારી હિંમત નથી. હું તો એનાં ઘરે જ જઈશ. આન્ટીની સામે એ મારી વાત સાંભળે તો ખરી...

અન્વય : સારૂં હવે જા...ઓલ ધ બેસ્ટ... કંઈ એવું લાગે તો મને કહેજે. બસ હવે લીપીને સારૂં થઈ જાય તો સારૂં...

એટલામાં જ લીપી આવી હસતી હસતી ને અન્વયનો હાથ પકડીને બોલી, ચાલો મારા પતિદેવ જમવા માટે...આજે તો મેં લન્ચ બનાવ્યું છે...

અપુર્વ હસીને બોલ્યો, ઓહો..તો તો અમારે તો બહાર જમવા જ જવું પડશે નહીં આજે ??

લીપી : હા કોઈનાં ઘરે જવું હોય તો જઈ શકો છો...રાહ જોતું હશે કોઈ.બાકી અહીં તો જમવાનું રેડી જ છે.

અપુર્વ : ભાભી બહું સારૂં હોને. ચાલો લન્ચ લેવા જઈએ....

*. *. *. *. *.

રાત્રે બધાં ડીનર પછી સાથે બેઠાં છે...આજે આખો દિવસ સરસ ગયો છે...લીપી એકદમ પહેલાં જેવી નોર્મલ જ છે. દિવસ દરમિયાન નિમેષભાઈએ પેલાં એક ભુતપ્રેતનાં જાણકાર જે હતાં એમની પણ પુછપરછ કરાવી.પણ ત્યાં તો ચારેક દિવસ પહેલાં નંબર લાગે એમ નહોતો... એટલે પરેશભાઈ એ બરોડા નજીક એક ગામ છે ત્યાં તપાસ કરવાની કોશિષ કરી. ત્યાં બે દિવસ પછી એને પુનમ હોવાંથી ત્યાં લઈ જવાનું કહ્યું...એટલે બે દિવસ રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી.

પણ બધાંને ચિંતા કાલે સવારની છે કાલે એ દોરાની અસર પુરી થઈ જતાં હવે શું થશે એ માટે. એ દોરો ત્યાં હોસ્પિટલના વોચમેન એ ક્યાંકથી લાવીને આપ્યો હતો. બે દોરા હતાં એ તો બંધાઈ ચુક્યા હતાં હવે કોઈ બીજો ઉપાય પણ નથી...

અન્વય લીપીને તેમનાં રૂમમાં લઈ ગયો...સાથે અપુર્વ ને પણ આવવાં કહ્યું. રૂમમાં જતાં જ અપુર્વને જોઈને લીપી બોલી, અપ્પુભાઈ શું થયું?? આરાધ્યાને શું કરે છે ?? એને બોલાવો ને અહીં ??

અપુર્વ : હા મલ્યો ને.તમે એની સાથે આજે વાત કરી હતી ભાભી ??

લીપી : ના કેમ શું થયું ??

અપુર્વ : કંઈ નહીં એમ જ પુંછું...એમ કહીને એણે વાત બદલી નાખી...

અન્વય સમજી ગયો કે અપુર્વ કંઈ બીજું કહેવા ઈચ્છે છે. એટલે એ બોલ્યો, લીપી તું કપડાં ચેન્જ કરી દે આજે તો વહેલાં સુઈ જઈએ. તું પણ થાકી હોઈશ.

એટલે લીપી પણ કપડાં ચેન્જ કરવા ગઈ. તરત જ અપુર્વ બોલ્યો, ભાઈ મને નવાઈ લાગી આરાધ્યા જરા પણ ગુસ્સે ન થઈ. ઉલટાની એને મને એ ઘરે એકલી જ હોવાં છતાં બહું સારી રીતે મારી સાથે વાત કરી. ભલે એ એમ તો સમજું છે પણ આવી રીતે વાત કરે મને નવાઈ લાગી.એણે કંઈ પુછ્યું નહીં અને ફક્ત કહ્યું તું કંઈ એવાં પ્રોબ્લેમમાં હશે તો જ તે મને ફોન નહીં કર્યો હોય ને ?? મને તો ટેન્શન થાય છે કે એને બીજું કોઈ નહીં મળી ગયું હોય ને એટલે એને મારી કોઈ ચિંતા ન થઈ. એને હું ક્યાં હતો શું કરતો હતો કંઈ પુછ્યું નહીં.

અન્વય મનમાં હસી રહયો છે એ જોઈ અપુર્વ બોલ્યો, ભાઈ તમને હસવું આવે છે હું કેટલો ચિંતામાં છું અહીં ??

અન્વય : રિલેક્સ...અપ્પુ..આપણને છોકરાઓ ને બહું પુછપુછ કરે તો પણ ગમે નહીં અને ન પુછે તો આવું લાગે. ખોટાં ખોટાં વિચાર ન કર...આરાધ્યા અને તું એકબીજા માટે જ છો... બહું વિચાર નહીં મેં જ આરાધ્યાને ફોન કરીને તારા ગયાં પછી વાત કરી દીધી હતી...મને ખબર જ હતી કે તમે બે જણાં લડશો. કંઈ સોલ્વ કર્યા વિના જ પાછો આવીશ. હવે તમારાં રિલેશનને એક વર્ષ થઈ ગયું છે મને અને લીપીને પણ ખબર છે તમારાં લોકોની અને વળી એ લીપીની ખાસ ફ્રેન્ડ પણ છે. મે એને લીપીની તબિયત વિશે પણ કહ્યું છે.

અપુર્વ : થેન્કયુ સો મચ ભાઈ... સારૂં હવે તમે સુઈ જાવ‌... કંઈ કામ હોય તો કહેજો.એમ કહીને અપુર્વ રૂમમાંથી બહાર નીકળી ગયો ને આરાધ્યાને ફોન કરતાં કરતાં એનાં રૂમમાં જતો રહ્યો......

*. *. *. *. *.

લીપી ઘણીવાર સુધી બાથરૂમમાંથી બહાર ન આવતાં અન્વયે બુમ પાડી, લીપી કેટલી વાર ?? જલ્દી બહાર આવ‌. અન્વયને થોડી ચિંતા થવા લાગી...

લીપી અંદરથી બોલી, અનુ આવી બકા બે જ મિનિટ... તું પણ કપડાં ચેન્જ કરી લે ને ત્યાં સુધી.

અન્વયને લીપીએ જવાબ આપતાં રાહત થઈ...પછી થોડીવારમાં લીપી બહાર આવી.અન્વય તો લીપીને જોઈ જ રહ્યો... ખુલ્લાં ધોયેલા વાળમાંથી મસ્ત ખુશ્બુ આવી રહી છે...અને એક બ્લેક લોન્ગ નાઈટી પહેરેલી તે એકદમ સેક્સી એન્ડ બ્યુટીફુલ લાગી રહી છે.

અન્વય : લીપી વાહ આજે તો મને તું પાગલ કરી દઈશ...આજે કેમ આટલી ખુશ છે ??

લીપી અન્વયની પાસે આવીને તેનો હાથ પકડી લીધોને બોલી,
અનુ તને ખબર છે આ બેડરૂમમાં આપણી ફર્સ્ટનાઈટ છે. આપણે ફર્સ્ટનાઈટ માટે તો રેસ્ટોરન્ટમાં ગયાં હતાં ને બીજાં દિવસે તો ફરવા માટે નીકળી ગયાં હતાં...તો આજે જ આપણે અહીં સાથે છીએ પહેલીવાર આપણાં રૂમમાં.

અન્વય મનમાં વિચારવા લાગ્યો, લીપી અત્યારે તો એકદમ નોર્મલ છે મારે અત્યારે એની સાથે કોઈ રીતે આગળ વધવું જોઈએ કે શું કરૂં કંઈ સમજાતું નથી...આ વાત તો મારે બીજા કોઈને પુછાય પણ નહીં.પછી તે બોલ્યો, હમમમ... હું એક વાત કહું?? લવ યુ સો મચ ડિયર...

એમ કહીને તેને લીપીને પોતાની બાહોમાં જકડી લીધી અને એ આગળ કંઈ બોલવા જાય એ પહેલાં એણે લીપીનાં એ કોમળ ગુલાબી હોઠો પર એનાં બે હોઠ રાખી દીધાં.....ને બંને પ્રેમને અનુભવતા જાણે બંને એકબીજામાં ખોવાઈ ગયાં !!

શું થશે સવારે જ્યારે એ ચમત્કારિક દોરાની અસર પુરી થશે ?? લીપી ફરી પહેલાં જેવી બનશે ખરી ?? અપુર્વ જેક્વેલિન સિસ્ટરના ત્યાં અનુભવેલી વાત કોઈને કરશે ખરો ??

અવનવા વળાંક, રોમાંચ, રહસ્યો માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૧૭

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે............