Engineering Girl - 3 - 1 in Gujarati Love Stories by Hiren Kavad books and stories PDF | એન્જિનિયરિંગ ગર્લ - 3 - 1

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

એન્જિનિયરિંગ ગર્લ - 3 - 1

એન્જિનિયરિંગ ગર્લ

~ હિરેન કવાડ ~

પ્રકરણ – 3

ભાગ - ૧

વાતો

મારી આંખો ખુલી. સામે સ્માઈલ કરતી નિશા હતી. એના ચહેરા પરના આંસુઓ લુંછાઇ ગયા હતાં. મેં ઘડિયાળ સામે નજર કરી. પોણા સાત વાગ્યા હતાં. હુ એને સૉરી કહું કે થેંક્સ કે પછી બીજું કંઈ એનો મને કંઈ જ ખયાલ નહોતો આવી રહ્યો. એ પણ પાછી ચૂપચાપ જીણી સ્માઈલ ચહેરા પર ચોપડીને મારી સામે જોઈ રહી હતી. બટ એ સ્માઈલ પાછળ એક ઉદાસી હતી એ પણ હું જાણતી હતી.

‘કૉન્ગ્રેટ્સ’, એ બોલી. મને શું જવાબ આપવો એનો મને ખ્યાલ સુદ્ધા નહોતો, સોનુ અને કૃપાએ નિશાને બધું કહ્યું જ હશે. પણ સોનુ અને કૃપાને નિશા સાથે બન્યું એની ક્યાં ખબર હતી. નિશા એવી રીતે બિહેવ કરી રહી હતી કે જાણે કંઈ થયું જ ના હોય. સમટાઇમ્સ વી પ્રિટેન્ડ, બિકોઝ વી કાન્ટ એક્સેપ્ટ ટ્રુથ ઓર વી ડૉન્ટ વોન્ટ ટુ.

‘બટ, શેનાં માટે ?’, હું બેડમાં બેઠી થઈ.

‘તને નથી ખબર ?’, એની વાત પણ સાચી હતી, હું પણ શા માટે એવું પ્રિટેન્ડ કરી રહી હતી કે કંઈ થયું જ નથી. કેમ અમે બંને એકબીજાની અંદર છૂપાયેલી વાતોને શેર કરવા ડરતા હતાં. એવું લાગી રહ્યું હતું કે જાણે લાગણીઓ ઉપર કોઈ, વિના શસ્ત્ર હુમલો કરશે.

‘ઓકે..! આપણે બંને એકબીજાને જે થયું એ કહીએ?’

‘ઓકે. બટ પહેલાં તું કહે.’, એણે કહ્યું.

‘ના પહેલાં તુ, કારણ કે તે મારાંથી ઘણા સમયથી ઘણું છૂપાવ્યું છે.’, અમે બંને ગૅલેરીમાં ગયા. ઇટ વોઝ અ પરફેક્ટ પ્લેસ ટુ ટોક. સવારનો ઠંડો પવન અને ફ્લેટ પાછળ છૂપાયેલ સૂર્ય એના વહેલી સવારના લાલ કિરણો વિખેરીને એની હાજરી પૂરાવતો હતો.

‘વિવાનના કૉન્ટેક્ટમાં હું એક મહિનાથી જ છું અથવા હતી. લાસ્ટ મન્થમાં જ્યારે તને તાવ આવ્યો હતો અને તું એબ્સન્ટ હતી ત્યારે જ મારો એની સાથે કૉન્ટેક્ટ થયો. અમે બંને એકબીજાને ચાર પાંચ વાર મળ્યા હતાં. ધીરે ધીરે એ મને પસંદ કરવા લાગ્યો, મને પણ એ ગમવા લાગ્યો. એક વીક પહેલાં એણે મને પ્રપોઝ કર્યુ હતું. હું તમને કહેવાની જ હતી. બટ હું એમ વિચારતી હતી કે હું જ્યાં સુધી સ્યોર ના થઈ જાવ કે આ રિલેશન લોંગ ટર્મ ચાલશે, ત્યાં સુધી હું તમને ના કહું. આ એક વિકમાં વિવાન સાથે મારે બે વાર ઝગડો થયો. એની લાઈફ સ્ટાઇલ કદાચ મને ફાવે એમ નથી. એ એની ફ્રૅન્ડ્સ સાથે જે રીતે રહે છે, જે રીતે એ એમની સાથે વાતો અને મજાક કરે છે. એ થોડું મને નહોતું ફાવતું. એટલે હું એને કહેતી કે હું તારી ગર્લફ્રૅન્ડ છું બટ મને નથી લાગતું કે તું મને તારી ગર્લફ્રૅન્ડ માને છે. એ જ્યારે એની ફ્રૅન્ડ્સના ખભે હાથ મુકતો ત્યારે હું જેલસ ફીલ કરતી. હું એને કહી તો નહોતી શકતી બટ અંદરને અંદર બળ્યા કરતી. બે દિવસ પહેલાં ફરી જ્યારે હું એને મળવા ગઈ ત્યારે એ લેઇટ આવ્યો હતો, ત્યારે પણ એની ફ્રૅન્ડ ફેન્સી એની સાથે હતી. મારે વિવાન સાથે ફરી બોલવાનું થયું. કાલે પણ ફરી ઝગડો થયો. હું વિવાનને કહેતી હતી કે સૉરી કહેવા અંકિતા તારો નંબર માંગે છે, એણે મને ધમકી આપી કે જો હું તને નંબર આપીશ તો રિલેશન પૂરો થઈ જશે. મેં એને તને માફ કરી દેવા માટે સમજાવ્યો. બટ એ માનવા તૈયાર જ નહોતો. એ એના એટીડ્યુડને પકડીને બેઠો હતો. ફરી વાત વાતમાં ફેન્સીની વાત આવી, ફેન્સીએ મ્યૂઝિક ક્લાસ જોઈન કર્યા છે, તો વિવાન મને કહી રહ્યો હતો કે તું પણ જોઈન કર. મને ફેન્સીનું નામ સાંભળતા જ ગુસ્સો આવે છે, તો હું એની સાથે મ્યૂઝિક ક્લાસ કઈ રીતે જોઈન કરું. ફરી અમારાં એકબીજા વચ્ચે થોડો કકળાટ, વિવાનને એમ હતું કે હું એના પર શંકા કરું છું. મને એના પર વિશ્વાસ નથી. બટ એવું હતું જ નહીં. બટ ઇટ્સ ઑલરાઇટ. રિલેશન આવી રીતે આગળ વધે એના કરતા ન રહે એજ સારું છે મારાં માટે. થોડાક દિવસ થશે એને ભૂલતાં. બેચેની પણ રહેશે, બટ બધું ઓકે થઈ જશે.’, એ એની જાતને દિલાસો આપી રહી હતી. એની આંખો ભીની થઈ ગઈ હતી. એની વાતો સાંભળીને મને પણ થોડોક ડર લાગતો હતો. મારી હાર્ટબીટ પણ એબનૉર્મલ જ હતી.

‘એવરીથિંગ વિલ બી ઑલરાઇટ. ઓકે?’, મેં એના ખભા પર હાથ મુકીને કહ્યું.

‘બોલ હવે શું થયું કાલે.’, મેં એને ગઈ કાલની બધી વાતો કહી.

‘મારાં માટે ગઈ કાલનો દિવસ મારી લાઈફના હેપ્પીએસ્ટ ડે માનો એક હતો.’, છેલ્લે મેં કન્ક્લુડ કરતા કહ્યું.

‘અંકુ..! મને તારી હેપ્પીનેસ સાથે કોઈ પ્રોબ્લેમ નથી. તું આને ખોટી રીતે લેતી પણ નહીં. બટ મારાં મતે વિવાન તારા લાયક નથી. તું એને હૅન્ડલ નહીં કરી શકે. બટ ઇફ યુ આર હેપ્પી ધેન ઇટ્સ ઓકે. એટ ધ એન્ડ ઇટ્સ યોર ડીસીઝન.’, એણે મને સમજાવતા કહ્યું.

‘અરે ગાંડી, હજી મારાં અને વિવાન વચ્ચે કંઈ છે જ નહીં. વી આર જસ્ટ ફ્રૅન્ડ્સ. હા એ થોડોક મને ગમે છે. બટ એનાથી કંઈ નથી થઈ જવાનુ. મારી જેવી પઢાકુ, સાદી સીમ્પલ છોકરીને કોણ પસંદ કરશે? અને વિવાન..? નોપ..!’,

‘આ લાઈકમાંથી લવ ક્યારે થઈ જશે એ તને ખબર પણ નહીં પડે, મને તારા નેચરની ખબર છે. મને તારી પ્રોબ્લેમ્સની પણ ખબર છે. હું તારી આંખમાં આંસુ નહીં જોઈ શકું.’

‘અરે એવું કંઈ નહીં થાય, બી પૉઝિટિવ. જો એ મને પ્રપોઝ કરશે તો અમારો રિલેશન અમુક શરતોને પાયે જ બનશે.’

‘બકા, પ્રેમનો પાયો શરતોનો ના હોય, એ એકબીજાની સમજણનો હોય.’, એની આ વાત પરથી મને લાગ્યું કે નિશા બહુ ખરાબ રીતે ઘવાઇ હતી.

‘મને ચિંતા એ શછે કે કદાચ વિવાન સાથે હું આગળ વધુ તો આપડી બંનેની ફ્રૅન્ડશીપમાં તો કોઈ ફરક નહીં પડે ને…?’, મેં એની આંખોમાં જોઈને કહ્યું.

‘પાગલ, મારે અને વિવાનને કંઈ નથી. એન્ડ આઈ લવ યુ..! એવું કંઈ નહીં થાય..!’, એ પાગલે મને ગળે લગાવી લીધી.

મેં એના ખભા પર હાથ મુક્યો. ‘અને ચલ હવે તું પાસ થઈ જાય એટલું સમજાઇ દવ.’

‘શું કરવું છે, પાસ થઈને પણ…!’, એ એવી રીતે બોલી જાણે એને કંઈ કરવામાં રસ જ ના હોય. હું એને પરાણે ખેંચીને લઈ ગઈ. અને કમ્પ્યુટિંગ સબજેક્ટના ઇમ્પોર્ટન્ટ ટોપીકસ સમજાવ્યા.

***

આજનો દિવસ ક્યા રીએકશન આપવા એ વિચારોનો જ હતો. સાથે આજના વિવાનના રીએક્શન્સ પણ મારે જોવા હતાં. પહેલી વાર નિશાએ જે પણ મને કહ્યું એમાં શંકા પડી હતી. એના વિવાન પ્રત્યેના નૅગેટિવ પોઇંટ્સ ખરેખર સાચા હશે ? એ વિચારે મારું મન ચડ્યુ હતું. બીજી તરફ હું એ નૅગેટિવ પોઇંટ્સને ઇગ્નોર પણ કરવા માંગતી હતી. મારું જીદ્દી પણુ કોઈના આગળ નરમ પડે એમ નહોતું. એટલે જ્યાં સુધી હું પોતે જ કોઈ એક્સ્પીરીયન્સ ના કરી લવ ત્યાં સુધી વિવાનને જજ કરવા નહોતી માંગતી.

આ પછી રૂમમાં કાલની કોઈ જ વાત નહોતી થઈ. હું એક્ઝામ હોલમાં એક્ઝામના દસ મિનિટ પહેલાં જ આવી ગઈ હતી. મારી નજર ક્લાસરૂમના દરવાજા ઉપર હતી. વિવાનની વાટે. સપ્લીમેન્ટ્રી અપાઇ ગઈ, ક્વેશ્ચન પેપર અપાઇ ગયું, બટ વિવાન ના આવ્યો. પહેલી વાર પેપર લખવાની બહારનું હું વિચારી રહી હતી.

‘મે આઈ કમ ઇન સર ?’, એ ક્લાસરૂમમાં દાખલ થયો. એણે મારી સામે સ્માઈલ ફેંકી. મેં પણ વિચાર્યા વિના સ્માઈલ કરી. મેં ફરી લખવાનું શરૂ કર્યુ. એ મારી પાછળની બેન્ચ પર આવીને બેસી ગયો. મેં પેપર લખવાનું શરૂ રાખ્યું. મને વિશ્વાસ હતો એ કંઈ વાંચીને નહીં આવ્યો હોય. થોડી વાર થઈ એટલે એણે મને પેન પીંચ કરી. મેં સરને ખબર ના પડે એમ પાછળ જોયું. એણે મને સાઇડમાં રહેવા ઇશારો કર્યો. મેં મારું પેપર થોડુંક વધારે જમણી સાઇડ ખસેડ્યુ જેથી એ જોઈ શકે. એક કલાક સુધી હું એ જ પોઝીશનમાં લખતી રહી. ‘જો એણે મારાંમાંથી ત્રણ ક્વેશ્વન પણ લખ્યા હશે તો એ પાસ થઈ જશે.’, એવું હું વિચારી રહી હતી. સાડા અગિયાર વાગ્યા એટલે સુપરવાઇઝરે પેપર કલેક્ટ કર્યા.

‘કેવું રહ્યું..?’, હું ઊભી થઈ એટલે એણે પૂછ્યું.

‘આવી જશે. ૨૮, ૨૯..!’, મેં બ્લશ કરતા કહ્યું.

’૨૮..૨૯ એટલે તું રેંકરમાં આવે એ તો ખયાલ છે ને.?’, એણે પણ હસતા હસતા કહ્યું. હું પણ હસવા લાગી. હું એની દરેક હરકત નૉટિસ કરી રહી હતી. એ ગઈ કાલની જેમજ ડેશિંગ લાગી રહ્યો હતો. અમે બંને ક્લાસરૂમની બહાર નીકળ્યા. બાજુના ક્લાસમાંથી નિશા બહાર નીકળી. એણે મને અને વિવાનને જોયા, એણે કોઈ એક્સ્પ્રેશન વિના ચહેરો ફેરવી લીધો.

‘સૉરી ફોર નિશા… વિવાન. બટ તારે મને જણાવવુ તો જોઈતુ હતું.’,

‘અંકિતા…. પ્લીઝ. મારે એ વિશે કોઈ જ વાત નથી કરવી.’, એનો ચહેરો પણ બદલાઇ ગયો. મેં પણ મનમાં નિશ્ચય કર્યો કે એટલીસ્ટ બંને એકબીજાના ફ્રૅન્ડ રહે એટલું તો કરવું જ પડશે.

‘ઓકે…ઓકે. રાતનો શું પ્લાન છે?’,

‘નથિંગ, જીગીયાનો બર્થડે છે તો એ TGBમાં પાર્ટી આપવાનો છે.’

‘આજે પહેલું નોરતુ છે એ તો ખબર છે ને?’

‘હાં તો…?’, અમે બહાર ચાલતા થયા. નિશા અમારાંથી થોડી આગળ ચાલી રહી હતી.

‘તુ ગરબા નથી રમતો…?’

‘બધાં ફ્રૅન્ડ્સ રમવા જાય છે, બટ..! મને સ્ટેપ્સ નથી ફાવતા, અને બહુ ઇન્ટરેસ્ટ પણ નથી.’, હું એની સાથે કોઈને કોઈ ટોપીક પર વાતો કરવા માંગતી હતી. એટલે ગમે તેવા ક્વેશ્ચન પૂછી રહી હતી. બટ એ મુડલેસ થઈ ગયો હોય એવું લાગી રહ્યું હતું.

‘હવે નિશાનું નામ લીધું ત્યાં તારો આવો મુડ થઈ ગયો. એના લવમાં આટલો પાગલ થઈ ગયો છે?’, મેં હસતા હસતા કહ્યું. એના ચહેરા પર એ જ ગુસ્સાના એક્સ્પ્રેશન હતાં. એ કંઈ ના બોલ્યો.

‘જો વિવાન. તમારાં બે વચ્ચે જે પણ થયું ધેટ ઇઝ નન ઑફ માય બિઝનેસ. બટ નિશા મારી રૂમ પાર્ટનર છે. તને પણ હું મારો સારો ફ્રૅન્ડ માનું છું. બટ શું આપણે ત્રણેય સાથે ના રહી શકીએ. શું નિશા તારી ફરી ફ્રૅન્ડ ના બની શકે?’, એણે મારાં તરફ ચહેરો ફેરવ્યો.

‘તે નિશાને પૂછ્યું? જો એને કોઈ પ્રોબ્લેમ ના હોય તો મને કંઈ પ્રોબ્લેમ નથી. હું મુવ ઓન કરવા વાળો વ્યક્તિ છું. એટલે મારે જેમ બને એમ જલદીથી આ બધી વાતોને ભૂલી જવી છે.’

‘આઈ કેન અન્ડરસ્ટેન્ડ…! ઇટ હર્ટ્સ. હું નિશાને સમજાવીશ.’,

‘બાય દ વે મારાંમાંથી કેટલું કોપી કર્યુ.?’, મેં ટોપીક ચૅન્જ કરતા કહ્યું. મારાં મોબાઈલમાં નિશાનો મિસકૉલ આવ્યો. એ મારી બહાર રાહ જોઈ રહી હતી.

‘તારે ૨૮ આવશે તો મારે ૨૫ તો આવવા જ જોઈએ. ડીટ્ટો કોપી માર્યુ છે.’, એ ચહેરા પર સ્માઈલ લાવીને બોલ્યો.

‘કોન્ગ્રેટ્સ તો તો. તું તો કમ્પ્યુટિંગમાં પાસ.’ બસ આ જ સ્માઈલ એના ચહેરા પર મારે જોવી હતી.

‘સાંજે ફ્રી હોય તો કહેજે. ક્યાંક નાસ્તો કરવા જઈશું..!’,

‘સ્યોર, વોટ્સ એપ કરીશ.’

‘ચલ મારે જીગીયાનો કૉલ આવે છે. મળીએ.’

‘મારે પણ નિશા રાહ જુએ છે.’, હું નિશા તરફ ચાલતી થઈ. કૃપા અને સોનુ પણ ત્યાં આવી ગયા હતાં.

***

‘શું કહેતા હતાં જીજુ?’, કૃપાએ મને ચીડવવા કહ્યું.

‘કૃપા..! એવું કંઈ નથી બરાબર?’, મેં એને આંગળી બતાવીને કહ્યું.

‘કંઈ ના હોત તો તારા ચહેરા પર આવી સ્માઈલ ના આવી ગઈ હોત. અને ચાલો હવે કોની રાહ જોઈએ છીએ ? જીજુની?’ નિશા અને વિવાનની આ બંનેમાંથી કોઈને ખબર નહોતી એવું મને લાગ્યું.

‘ચાલવા મંડ…!’

અમે ગેટ તરફ ચાલીને જતા હતાં ત્યારે જ ગઈ કાલ વાળી પલ્સર નીકળી. પાછળ વિવાન બેઠો હતો.

‘જો જીજુ..!’, કૃપાના મોં માથી નીકળી ગયું. મેં કૃપાને મુક્કો બતાવ્યો.

વિવાને પાછું ફરીને જોયું. પણ આ વખતે એની આંખો નિશા તરફ હતી. નિશા પણ એની સામુ જોઈ રહી.

***

શું થશે વિવાન અને અંકિતાનું વાંચવાનું ચુકતા નહીં એન્જિનિયરિંગ ગર્લ

***

જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.