Be palno sangaath in Gujarati Short Stories by Mohit Shah books and stories PDF | બે પળનો સંગાથ

Featured Books
  • ખજાનો - 40

    " નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મ...

  • આપા રતા ભગત

    આપા રતા ભગતમોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડ...

  • ભાગવત રહસ્ય - 72

    ભાગવત રહસ્ય-૭૨   શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના...

  • ઈશ્વરીય શક્તિ - ભાગ 2

    ઈસ્વરીય શક્તિજય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની...

  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

Categories
Share

બે પળનો સંગાથ

" કેટલું આવડે છે?" એક મધુર અવાજ મનહર ના કાને પડયો.
"વાંચ્યું હોય એટલું" મનહર એ જવાબ આપ્યો..
" હા એટલે કેટલું કર્યું" મુગ્ધા બોલી...
"તું વચીને નથી આવી?" મનહર બોલ્યો.
" ના હવે ટાઈમ જ ક્યાં મળે છે."

બંને b.Ed માં અભ્યાસ કરતા વિદ્યાર્થી. આજે સેમ ૪ નું પેપર શરૂ થતું હતું.. પહલી વાર મળ્યા તા... પણ આગળ પાછળ નંબર હતો તેથી સ્વાભાવિક ચર્ચા ચાલી.
નામ તો એક બીજાની ખબર ન હતી. પણ આમ વાતચીત ફક્ત સ્વાર્થ ની હોય છે કે કઈક આવડતું હોય તો એટલો આપને મે ફાયદો થઈ આવે..
પેપર શરૂ થવાને વાર હતી... ૫ મિનીટ પૂછપરછ ચાલી.. શું કરો છો? ભણાવો છો કે નઈ? વગેરે વગેરે.....
ત્યાં તો supervisor નુ આગમન થયું ને બધા શાંત.

અઢી કલાક નું પેપર હતું... પેપર પત્યું ને બધા છૂટ્યા.... બહાર નીકળતા સાથે વાતો શરૂ થઈ.
" કેવું રહ્યું?"
" મસ્ત" મુગ્ધા બોલી... university થી બહાર નો રસ્તો બસ સ્ટોપ થી લગભગ એક કિલોમીટર નો હતો...વાતો ચાલુ થઈ...

મનહર - " તો ક્યાં ભણાવે છે તું?"
મુગ્ધા - " સ્કૂલ માં."
" હા તો તને વડી કોણ college મા ભનાવા નું કે"
મુગ્ધા હસી.
આડિ આવડી વાતો થઈ ને ક્યાં રસ્તો પસાર થયો કઈ ખબર ના પડી...

મનહર મુગ્ધા ની બસ ના આવે ત્યાં સુધી રોકાવા માંગતો હતો.પણ મુગ્ધા એ કીધું " bye ધ્યાન રાખજે."

મનહર પણ હીરો ના અંદાજ માં ચાલવા લાગ્યો... એક વાર પણ પાછળ ફરી ના જોયું. એવું વિચારતા કે ક્યાંક મુગ્ધા એવું ના સમજે કે line મારે છે..

પણ મુગ્ધા ની સમજણ ભરી વાતો મનહર ના મન માં વસી ગઈ હતી...

મનહર પણ દેખાવે સુંદર હતો... કસરત વાળુ શરીર સાફ દેખાતું હતું...

બીજી બાજુ મુગ્ધા પણ રૂપાળી .. ને મજબૂત બાંધા વાળી હસમુખી છોકરી..

મનહર ની વાતો પણ મુગ્ધા ને ઘણી સારી લાગી... એનું હાજર જવાબી પણું ક્યાંક એના મન માં વસી ગયું તું.

મુગ્ધા એક ઇન્ટરનેશનલ સ્કૂલ માં teacher હતી. જાતે પોતાના પગ પર ઊભી હતી .. સારું કમાતી હતી..

મનહર પણ સ્કૂલ માં teacher હતો. ટ્યુશન પણ ચલાવતો... જોડે સરકારી નોકરી ની તૈયારી કરતો હતો... સરકારી માં પાસ થઈ ચૂક્યો હતો... બીજી exam ની તૈયારી માં વ્યસ્ત હતો...

પણ આ બે mature કહિ શકાય એવા યુવાન દિલો માં આજે એક સમજણ ભર્યો સંગાથ દેખાયો.. આ યુવાન દિલ ધડક્યા....

બંને એક બીજા વિશે વિચારતા ઘરે નીકળી પડ્યા...

બીજો દિવસ થયો... બીજું પેપર હતું.

ફરી એમ જ વાતો ને ગપ્પા થયા..

ને ફરી જોડે ઘરે જવાનો સમય આયો... ફરી વાતો થઈ...

મનહર હસાવતો. ને મુગ્ધા હસતી...

બસ સિલસિલો ચાલુ રહ્યો...

જોત જોતા પેપર નો છેલ્લો દિવસ આયો....

પેપર આપી બહાર આવ્યા... ને ચાલવા લાગ્યા..

મનહર - "તો finally હવે આપણે નહિ મળીયે"
મુગ્ધા - " હા". પણ આવી senti વાતો કરી અલગ થવું છે?
મનહર - "હા તો થવાનું તો છે જ."
મુગ્ધા નિસાસો નાખી બોલી - "હા"

મુગ્ધા નો નિસાસો મનહર ના મન માં ઊંડે પ્રસરી ગયો...

ને બસ સ્ટોપ આવી ગયું...

મનહર ને મન ઘણું થતું તું કે નંબર લઈ લઉં... ફરી ક્યારે મડીસ? એમ ઘણું પૂછી લઉં...ને ફરી મળવાનો નું કઈક બહાનું બનાવી લઉં....

ત્યાં તો બસ આવી... ને મનહર કઈ બોલે એ પેહલા મુગ્ધા હળવે થી બોલી.. " ચલ bye ધ્યાન રાખજે "

ને મનહર ફરી એ જ હિરો માં અંદાજ માં ચાલી નીકળો..