નમસ્તે મિત્રો...મે લખેલી story વિદેશ ને સારો response મળ્યો છે તે બદલ આપ સૌ વાંચક મિત્રો નુ આભાર માનું છું અને આશા છે કે ક્યારે મળીશું હવે ? આ story પણ તમને ગમશે।આ કહાની નો કોઇ end નથી । બસ interval સુધી ની જ કહાની છે i means "kahani on the way છે.કહાની જીવીત પાત્રો ની છે એટલે જેમ જેમ કહાની ને નવા મોડ મલતા રહેશે તેમ તેમ કહાની mb પર આગળ વધતી રહેશે.આ કહાની ના મુખ્ય બે પાત્રો સત્ય છે અને હા તમારા મન મા કોઇ પ્રશ્ન ઊભો થાય તો બેશક પુછી શકો છ........
ચાલો કહાની સાંભળી લો ને
આ કહાની ના મુખ્ય પાત્ર એટલે "ભાવેશ અને નિકિતા"
બે ય મા થી અમીર કોય નથી પણ ગરીબ યે નથી
અનમોલ હ્રદય છે એમની પાસે..માણસઇ ના તો દિવા છે
બેઓ ગામડા ના રેહવાસી છે.ભાવેશ ના ગામ થી નિકિતા નો ગામ ૨ થી ૩ કીમી દુર બસ.
મને કેવી રીતે ખબર ????
અરે હું પણ એજ ગામ મા રહુ છુ જ્યાં ભાવેશ રહે છે.અને ભવેશ ને હું નાનપણ થી જાણુ છું એ એકદમ સરલ અને પ્રેમાળ સ્વવભાવ વાળો છે.ભાવેશ અને નિકીતા ની જોડી વિશે કહું તો "શ્યામ રાધા ની જોડી"છે...
શરુવાત જાણે એમ હતી કે પ્રાથમીક શાળા મા ભણી લીધા પછી હાઇસ્કુલ મા ભણવા માટે બીજા ગામ મા જવુ પડતું
હાઇસ્કુલ જવા માટે રોજ એક બસ વહેલી સવારે ૫:૪૫ વાગે પહેલા ભાવેશ ના ગામ પછી નિકીતા ના ગામ થી પસાર થાતી
આજે પહેલો દિવસ હતો બન્ન્ને નો સ્કુલ મા
ભાવેશ બસ મા બેઠો હતો .બસ નિકિતા ના ગામ મા થોભી ગઇ.ધક્કા મુક્કી કરતા કરતા બધા જ student બસ મા ચડ્યા
આખીર મા જે છોકરી શાંતી થી ચડી ને એ છે નિકીતા
બધા થી અલગ,શાંત સ્વભાવ વાળી એ છોકરી પર ભાવેશ ની નજર પડી
પહેલી નજર મા જ એ ભાવુ ને ગમી ગઇ
નિકીતા એ જોયુ ક્યાંય સિટ ખાલી ન હોતા તે છેલ્લે બઠેલા ભાવેશ પાસે ખાલી સિટ પર બેસી ગઇ
ભાવેશ આખી વાટ એને જોતો રહ્યો પણ નિકીતા નજર નીચી કરી બેસી રહી
બસ સ્કુલ પાસે ઉભી રહી. બધા વિધાર્થીઓ ઉતર્યા અને સ્કુલ તરફ આગળ વધ્યા.
ભાવેશ અને નિકીતા એકજ વર્ગ મા હતા
ભાવેશ -૮અ રો ન.-૧૭
નિકીતા-૮અ રો ન. -૧૮
થોડાક દિવસો પછી ટેસ્ટ પરીખ્ષ લેવાયી
વાતચીત ની અને ફ્રેંડશીપ ની શરુવાત આ જ દિવસે થઇ
બન્ને એકજ બેંચ પર બેઠા હતા .ભાવેશ પાસે પેન નોતી તે સાયદ ઘરે જ ભુલી ગયો
તેણે નિકીતા ને સહેજતા થી પુછ્યુ ' તારી પાસે વધારા ની પેન છે. હું ઘરે ભુલી ગયો છું.ટેસ્ટ પુરો થતા ને પરત પાછી આપી દઇશ,નિકીતાએ પેન ભાવેશ ને આપતા કહ્યું 'આ પેન હવે તારી પાસે જ રાખજે પાછી આપવાની જરુર નથી,હવે થી આપણે friend છીએ કઈ પણ જોઈતું હોય બેજીજક કહી દેજે
બસ આટલું સાંભળી ને ભાવેશ ના મન ના બારણે ખુશી ના મોરલા નાચવા લાગ્યા,તે દિવસે ભાવેશ ઘણો ખુશ હતો જાણે કોઇ ફકીર ને એનો ખુદા મળી ગયો હોય એવી ખુશી મે એની આઁખો મા જોઇ હતી। જે માણસ સાંજે ૭ વાગ્યા બાદ ઘરથી બહાર નીકળતો હોય અને આપણે જેટલુ પુછીએ એટલુ જ એ જવાબ આપતો,વધારે બોલવાની એને ટેવ જ નહીં એ માણશ આજે મારી સાથે રાત ના ૧૦ વાગ્યા સુધી ગામ ના ચોબારે બેઠો છે અને ફક્ત નિકીતા ની વાતુ કર્યા રાખે છે ,તે દિવસે મે એક અલગ જ ભાવેશ ને જોયેલો.............
આગળ નુ ભાગ(૨) મા