MAHI in Gujarati Love Stories by Ashuman Sai Yogi Ravaldev books and stories PDF | માહી

Featured Books
Categories
Share

માહી

શમણાંઓનો મારા પર અધિકાર હતો કે હું શમણાંઓ પર અધિકાર જતાવવા માગતી હતી તેનો ખ્યાલ ખુદ મને પણ નહોતો આવતો કે નહોતી ખબર કંઈ પડતી.
આજ ફરી દિલ વિતાવેલી જિંદગીની યાદોના પાના વાંચવા લાગ્યુંતું.દિલ તો એટલું ખુશ હતું કે જાણે કોઇ પુરાતત્વીયવિદને પુરાણા અવશેષો મળી આવે ને ખુશ થાય તેટલું;જાણે કંઇ કેટલાય પ્રયોગો બાદ વૈજ્ઞાનિકને સફળતા મળે અને જે ખુશી અનુભવે તેવી ખુશી આજ મારું દિલ કરી રહ્યું હતું.
મારી જિંદગીમાં કોને સમાવુ ને કોને હટાવું ? કોણ ખુશી આપશે ને કોણ ગમ ? કોણ સાથ આપશે ને કોણ જુદાઇ ? એ બધા વિચારો આજે ૪ વર્ષ બાદ દિલમાં ફરી તુફાન બની સતાવવા ને મૂંઝાવવા લાગ્યાતા.
આટલા વર્ષોમાં તનના સુખ આપનાર તો મળ્યા હતા પણ તન મન ને પ્યારના સુખ આપનાર તે રાહી ફરી આજે દિલને ભાવવા લાગ્યોતો.
આજે દિલ ફરી તેના ગીત ગુનગુનવા લાગ્યું તું. હૈયું ફરી તેની ધડકનો મહેસૂસ કરવા લાગ્યુતું.કદી દબાઈને ના રહેલી અને હંમેશા સળગતીજ રહેલી તેની પ્રેમભરી વાતો આજે જ્વાલા બની દઝાડતી હતી.દિલનો હર ખૂણો આજે તેની સમીપતા વર્ષો પહેલા હતી તેના કરતાં પણ વધુ ચાહતો હતો.થોડી ઘણી દરારો જે પડી હતી તેને વગર મરામતે પૂરવી હતી.જૂની થઈ ગઈ દિલની ઓસરીને આજે ફરી તેના પ્યારના લીંપણથી લીંપીને સરસ આંકળીઓ પાડવી હતી.તેના પ્યારની મખમલી ભાતવાળો રૂમાલ આજ ફરી ચહેરાના પુરાણા ઘાવ અને દિલના તમામ ઘાવ લૂછવા વાપરવો હતો.તર્જનીમાં ફરી તેના નામની વીંટી પહેરવી હતી,ફરી તેના ફોનની રાહ જોતા ઉજાગરા કરીને આંખોને પ્રેમ ભરી સુવાસથી સુજાડવી હતી.વર્ષો બાદ ફરી આજ તેના મેસેજની રાહ જોવા અનિમેષ નજરે મોબાઈલ સામે તાકવું હતું.ભર ઉનાળામાં મેહુલો વરસેને ફરી તેની યાદોમાં ભીંજાવું હતું.તે માવઠાને પણ સાંબેલાધાર પ્રેમવર્ષા માની છત્રી વિના ખુલ્લા બદને તેની બાહોમાં જઈને નાહવુ હતું. પહેલા વરસાદની માટીની સુવાસ આ કમોસમી વરસાદમાં પણ અનુભવી હતી.દિલના તાર ફરી રણકાવવા હતા.
લાગતું હતું જાણે ઝર્ઝરિત થઈ ગયેલા દિલના મંદિરની પુનઃ પ્રતિષ્ઠા કરવી હોય ને મને અને યાદો તેનો જીર્ણોદ્ધાર કરવા માગતા હોય.
આજ મહિને ફરી રાહીના મુસાફર થઈને નાની કાટાળી પગદંડી પર પ્યારની સમતુલાથી ચાલવું હતું.તે વખતે ટાઈમ નથી એમ કહીને જે ભૂલો કરી તેને હવે ટાઈમજ ટાઈમ છે ફક્ત તારા માટેજ અને મારો ટાઈમજ તું છે એમ કહીને તે ભૂલને સુધારવી હતી.
પણ શું આ શક્ય હતું ? લગ્નમાં બંધાયેલો રાહી ફરી માહીને તેની મુસાફર બનાવશે ? ફરી તેજ પ્યારનો જીર્ણોદ્ધાર કરી શકશે રાહી ? ફરી રહી તેના દિલમાં માહીની છબીની અંજાન પંછીની પુનઃ પ્રતિષ્ઠા કરશે ? .
આજે એક ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો તેનો રૂમ નંબર પણ મારો લકી નંબર તો તે નવ હતો.ગુરુવારે હતો ને આજે ફરી રાહી માટે ઉપવાસ કરવાના અને તેના ગમતા કાર્યો કરવાનું મન માહીને થતું હતું.હૈયું ઝાલ્યું નહોતું રહેતું અને વિચારોનો દરિયો ઉભરા લેતો હતો.અરીસાને આજે તેને ઘણા વર્ષે ધરાઈને જોયો કે અરીસાએ પણ તેને આજ ઘણા વર્ષે રૂપથી મઢેલી જોઈ.આયનો આજ આછેરું મલકીને તેને ઈજન આપી રહ્યો હતો.ઘણા અરસા બાદ અરીસાને પણ ધરાઇને રૂપ પીવા મળ્યું.ગમથી લીપેલો ચાર વર્ષ જુનો એક ચહેરો આજ મુસ્કાનની આંકળીઓ ખીલવી રહ્યો હતો.શમણાંનો શણગારને પ્રિયેનો હકદાર ચુડલો ખનન...ખનન.... રણકાર કરતો હતો.હજી તેની યાદમાં ને રાહમાં માહીની સેંથી કુંવારી હતી.ચાર વર્ષ પહેલાં તૂટેલો તેનો પ્યાર આજ સંધાવાનો હતો.કેટલીયે રાતોની પથારી ગરમ થઇ હતી તે છેલ્લા ચારેક વર્ષથી થીજી ગઈ હતી તેને ધગધગતી આજ દઝાડવાની હતી.હૂંફનું કયાંય નામ નહિ બસ ફક્ત ભભૂકેલી આગ આગ ને આગજ....
ચાર વર્ષમાં બદલાયેલો રાહીને ચાર વર્ષ પહેલાં જેવી હતી તેવીજ માહી આજ મળવાના હતા.રાહીમાં તો અદ્ભુત પરિવર્તન હશે પણ માહીમા તો બસ વિયોગ,વિરહને વેદનાના આંસુ સિવાય ક્યાય પરિવર્તનની કરચલી પણ નહોતી સ્પર્શી શકી.સવારે આવેલા મેસેજ અને બપોરે કરેલી રાહી સંગની વાતો તે અત્યાર લગી સાડા સત્તરવાર વાંચીને સાંભળી ચૂકી હતી.એજ અદાભર્યું લખાણને એજ હુકમ ભર્યો અવાજ. ! એ જ બોલવાના તેવડ ને લખવાની લઢણ ! કંઈપણ આરોપો કે ખુલાસા ખુલાસા વિનાની સીધી વાતોજ ચાલુ કરી હતી રાહીએ.જાણે તે ચાર વર્ષનો વિયોગ તેના માટે હોયજ ના !(?) જાણે તે રોજ માહીને મળતો ને વાતો કરતો હોય તેજ અંદાજથી આજે આટલા વર્ષો બાદ વાતો કરવા લાગ્યો.
માહીને ઘણું મન થયું,ચાર વર્ષના રોદણા રોવાનું ને તેની નફ્ફટભરી બેવફાઈ પર ભાડવાનુ.પણ પણ, તેની ઘેલછા હજુ એ રહીમયજ હતી.હજુયે તે તેના આગળ દબાઈ જતી હતી.તેના પર હજુયે રાહીનું ભૂત તરોતાજા સવાર હતું.હજુ તેને માહી વફાદાર અને સંજોગો,સમય ને સંબંધોનો શિકાર થયેલો નિષ્કપટ ને ભોળો ઇન્સાનજ લાગતો હતો.
સજી-ધજીને તૈયાર થઈ ગઈ.પહેલી મુલાકાતે જેમ મળી હતી તેવીજ તરોતાજા અપ્સરા સમી તે ભાસતી હતી.કોઇ દુલ્હન માંડવામાં બેસવા જતી હોય ફક્ત સુરવાલમાં તેવી રૂપ રૂપનો શણગાર લાગતી હતી.એજ માંજરી આંખોમાં આંજેલો સોયરો.ડાબી બાજુ કાઢેલી બે લાંબીલચક લટુ,ભરાવદાર ગાલ પર લાઈટ મેકઅપના મિશ્રણમાં આછા ડાર્ક વાળા શેરડા ખેંચીને ઉપસાવેલુ રૂપ,લાઇટ સ્લો લાઈનવાળી લિપસ્ટિકથી મીનના અધર સમા રંગેલા હોઠ,પાંપણોને લાઈનરથી ઘાટી કરીને કીકીને મોટી કરેલ હતી.આગળથી ફુલાવીને ગોળ ઘુમટા સમા બાંધેલા વાળ,નાનીસી નાગણીની ટીલડી,ઘૂઘરીથી ચમકતી નાકની નથણી,એક હાથે ફેશનનું બ્રેસલેટ ને બીજા હાથમાં ફેન્સી ઘડિયાળ.....અદલ મોર્ડન યુગમાં આવેલી મર્યાદાવાળી અપ્સરા એટલે માહી..
સહેલીને પેપર આપવા જવું છું,રાત ત્યાં રોકાઈ જઈશ એમ કહીને ઓટો પકડીને સડસડાટ નીકળી પડી.થોડીવારમાંજ ઓટોએ શહેરની હવા ચૂમી લીધી.એ ભાતભાતની રંગીન દુનિયામાં સતત દોડધામ કરતા અને આખી જિંદગીને રોજેરોજ માથે લઈને ફરતા લોકોથી પર રિક્ષામાં બેઠેલી માહી પોતાના અતિતને ખોતરતી સૂનમૂન રીક્ષા કરતા પણ વધુ ઝડપે રહી સંગે પહોચવા દોડતી હતી.
આછા પ્રકાશમાં હોટલ અપ્સરા રંભા સમી ઝગમગાટ મારતી હતી.કોલ લગાવીને રાહીને બહાર આવવા કહ્યું.ઉપરના માળે ગેસ્ટ હાઉસ હતું.હોટેલ કમ ગેસ્ટ હાઉસના મેનેજરે ઉડતી છતાં ધારદાર લોલુપ નજરો તેની પર નાંખી... ત્યાં તો રાહી આવ્યો.એજ અદા,એજ ચહેરો ને એજ ચાર વર્ષ પહેલા છોડીને આવેલી હેરસ્ટાઈલ.હા, શરીર થોડું જાડું થઈ ગયું થઈ ગયું હતું.જાણે તેને માહીના વિરહની કંઈજ ના પડી હોય તેની ચાડી તેનું બહાર નિકળેલું પેટ ખાતું હતું.ફટાફટ તેનો હાથ પકડીને રૂમમાં લઇ ગયો.સરસ મજાનો રૂમ હતો.જતી હતી ત્યારે તેને ત્યાં બહાર બેઠેલા બધાની નજરો વાંચી લીધી.બધાની નજરો તેના યૌવન પર મંડાયેલી હતી.
જો,મારી પાસે પૈસા નહોતા એટલે મેં અડધા આપ્યા છે બાકીના તું આપજે !.એજ જૂની સ્ટાઈલ ને વાક્યો ફરી ચાર વર્ષ બાદ પણ રીપીટ કરતા તેને કહ્યું.
તું જરાય નથી બદલાયો,તને મારા હોવા ના હોવાથી કંઈ ફરક નથી પડ્યો તે દેખાય છે.(એમ કહેતા તેને રાહીને બાથ ભીડી દીધી)
કયાંય સુધી બંને આમ મૂગા મૂગા આલિંગનમાં એમજ ચોંટી રહ્યા.વર્ષોથી જાણે તરસી ધરતી હોય તેમ માહી રાહીના બદનને ચૂમતી રહી.
થોડીવારમાં જમવાનું આવી ગયું.માહીના પર્સમાંથી એજ હકથી રાહીએ બિલ ચૂકવ્યું અને કંઈક ઈશારો કરીને રવાના કર્યો.
બંનેએ સાથે બેસીને જમી લીધું અને ખૂબ ધરાઈને વાતો કરી.માહીને તો જાણે ચાર નહીં 40 દાયકા વીત્યા હોય એમ કોથળામાંથી વાતો કાઢી કાઢીને રાહીને માથે હાથ પસવારી કહ્યે જતી હતી.અજવાળાના ઉજાસમાં વાતોથી ધરાઈ ને બે તન એક થયા...થોડીવારમાં માહીને ઘેન ચડતું હોય તેવું લાગ્યું...કયારે તે સૂઈ ગઈ તેનો પણ તેને ખ્યાલ ના રહ્યો.
સવારે વહેલા 5:00 વાગે બંને ઓટો પકડીને અલગ અલગ રસ્તે જવા નીકળી પડ્યા.માહીના ચહેરા પર ગજબ રોનક હતી.તેના દિલ નો ખૂણો સાત સુરાવલીઓથી મહેકી ઉઠ્યો. રોમ રોમ આજ પુલકિત થઈને ઘણા વર્ષે યૌવન થયું હોય તેવું લાગ્યું.તે વિચારોમાં ખોવાયેલી હતી ત્યાંજ તેના મોબાઈલમાં એમ.એમ.એસ પડ્યો.માહી લવ રાહીના નામથી સેવ નંબર પરથી મેસેજ હતો....
હેલ્લો માહી.. મને માફ કરજે પણ હું ગરીબીથી તંગ આવી ગયો છું અને પૈસાથી સાવ ખુવાર થઈ ગયો છું.તને બહુજ પ્રેમ કરતો હતો પણ મારી લાઈફ હવે બીજાની હોવાથી તને બોલાવી નહોતો શકતો પણ આજ મજબૂરી હતી અને તે મજબૂરી પહેલાની જેમજ પૈસાની છે આથી મેં તારો એમએમએસ બનાવવા માટે ત્યાં બોલાવી હતી.મને ખબર છે તારી પાસે ઘણા રૂપિયા છે.તારા પપ્પા તારા માટે મરતા પહેલા ૫૦ લાખનો વીમો પકવી ગયા છે તો, તું મને ફક્ત દસ લાખની હેલ્પ કરજે નહીંતર આ એમએમએસ જોઈ લે... તે વાયરલ થતાં વાર નહીં લાગે અને તેમાં ફકત તુંજ દેખાય છે અને તે પણ એક સાથે ચાર પુરુષો સાથે...સોરી મારો ખાતા નંબરને બધી વિગત તને ખબરજ છે....આજ ચાર વાગ્યા લગી પૈસા મોકલી દેજે.
ઓટોમાં બેઠા બેઠાજ માહીના પગ તળેથી ધરતી ખસી જવા લાગી.આગળના પુલે તે ઉતરી ગઈ.કેટલાય વિચારો કર્યા બાદ તેને પૈસા ટ્રાન્સફર કરી દીધા પણ તેનું હૃદય છેલ્લા ધબકારા લેતું લાગ્યું અને આટલો મોટો રાહી તરફથી મળેલો વિશ્વાસઘાત ના જીરવાતા તેને પુલ પરથી.......
હેલ્લો રમીલાબેન ઓઝા બોલો....હું ઈન્સપેકટર ઝાલા બોલું છું.તમારી માહીની ડેડબોડી મળી છે....ઓળખાણ કરવા લાયન્સ હોસ્પિટલમાં આવશો.... એમ કહીને ફોન કટ થઈ ગયો...રમીલાબેન ત્યાં ને ત્યાં ફસડાઈ પડ્યા....
આશુમન સાંઈ યોગી રાવળદેવ
Whatsapp 8469910389