Prem no password - 2 in Gujarati Fiction Stories by Davda Kishan books and stories PDF | પ્રેમ નો પાસવર્ડ - 2

Featured Books
Categories
Share

પ્રેમ નો પાસવર્ડ - 2


મિત્રો, પહેલા તો આપનો ખુબ ખુબ આભાર કે આપ સૌ એ આ નોવેલને ખૂબ સારો પ્રતિભાવ આપ્યો..
અને sorry કે થોડો લેટ છું બીજા ભાગ માટે.. તો જોઈએ.... "પ્રેમ નો પાસવર્ડ - 2"

કોલેજ માં થયેલી એનાઉન્સમેન્ટ ને કારણે બધા ખુબ જ ખુશ હતા. આ એનાઉન્સમેન્ટ હતી કોલેજની ફ્રેશર્સ પાર્ટીની. જી, હા મિત્રો આ ઘડી બધા માટે જલસા કરવાની હોય છે. નીલ અને તેના મિત્રો ખૂબ જ ખુશ હતા. ત્યાં થી છૂટીને તરત જ હોસ્ટેલ પહોંચ્યા. રૂમમાં પગ મૂકતાં જ પોતાના બેગનો ઘા કરી પલંગે ઉથમાં પડી નીલે ફોન લગાવ્યો....

નીલ : હેલ્લો.....!
મમ્મી : કેમ છે દીકરા ! જયશ્રીકૃષ્ણ...
નીલ : જયશ્રીકૃષ્ણ મમ્મી, હું મજામાં છું. તમે કેમ છો ?
મમ્મી :અમે સૌ સારા જ છીએ, તે તો આજે બે દિવસ પછી ફોન કર્યો, કેમ બવ વ્યસ્ત હતો દીકરા...?
નીલ : ના મમ્મી, એવું કશું જ નથી. હું અને ચેતન સ્કોલરશીપ એકઝામ માટે તૈયારી કરી રહ્યા હતા, એટલે વાત ન કરી શક્યો. મમ્મી : ઓહ! સરસ, ક્યારે છે આ પરીક્ષા?
નીલ : પરમ દિવસે..., મમ્મા, એ બધું છોડો, તમને ખબર છે, આજ કોલેજ માં ફ્રેશર પાર્ટીની એનાઉન્સમેન્ટ થઈ. આ શનિવારે સાંજે જ છે.
મમ્મી : વાહ સરસ!
નીલ : હું સોલો ડાન્સ પર્ફોર્મ કરવાનો છું. મમ્મી :હા સારું લે, પણ ધ્યાન રાખજે.... ડાન્સ ના ચક્કરમાં તને કંઈ ના થાય, અને તારો ડાન્સ સારો જાય....
નીલ : અરે મમ્મી, તું ચિંતા ના કરીશ...
તારો દીકરો તો રાજકુંવર છે. કાંઈ નહીં થાય મને,
મમ્મી : હા મારા રાજ કુંવર હા,... ધ્યાન રાખજે, અને સાંભળ.......

નીલ :મમ્મી, હવે હું પછી વાત કરું;મારે થોડું કામ છે. બાઈ.. જય શ્રી કૃષ્ણ.....
( નીલ ફોન કાપી નાખે છે)...
દિવસો જાય છે....

બંનેની સ્કોલરશીપ ની પરીક્ષા ખૂબ જ સારી રહે છે. નીલ હોસ્ટેલ પહોંચતા જ તે ચેતન સાથે બહાર નાસ્તો કરવા જવાનો પ્રોગ્રામ બનાવે છે. બંને નાસ્તો કરવા ધ ફૂડ પાર્ક એ જાય છે; અને ત્યાં જ ચેતનને પોતાનો જૂનો મિત્ર ભવ્ય મળે છે. બંને વાતો કરે છે અને આશરે અડધા કલાક પછી ત્રણેય છૂટા પડે છે.

નીલ પોતાના પર્ફોમન્સને તૈયારીમાં લાગી જાય છે.
ફ્રેશર્સ પાર્ટીનો દિવસ આવે છે....
નીલ ફાઇનલ પ્રેક્ટિસ ચાલુ કરે છે.
ફ્રેશર પાર્ટીમાં બધા જ પોતાનું performance આપે છે.
ત્યાં જ, પાર્ટી માં એક સરપ્રાઈઝ પરોર્મન્સની જાહેરાત થાય છે.....

અને કોઈ બીજું નહીં, પણ ચેતન જ કંઈક એવી આજની રિયાલિટી પર ધમાકેદાર પબ્લિક સ્પીચ આપે છે; અને જોરદાર સીટીઓ વાગે છે...
બધા ખૂબ ખુશ થાય છે,
નીલ થોડો ખુશ પણ છે, અને થોડો વિચાર પણ કરે છે... સૌથી છેલ્લું પરોર્મન્સ નીલ નું હોય છે....

આ પણ એટલું જ ધમાકેદાર પર્ફોમન્સ સાબિત થાય છે. આ પાર્ટી પછી નીલનું ફ્રેન્ડ સર્કલ પણ ડેવલપ થાય છે,

બધા નીલ અને ચેતન ના જ વખાણ કરે છે. સ્ટુડન્ટ્સ નીલ ને ડાન્સિંગ માસ્ટર નું ટેગ આપે છે અને ચેતન ને વોઇસ ઓફ કોલેજનું.

બંનેનું ગ્રુપ ખૂબ જ વિશાળ બનતું જાય છે અને બંને, ગ્રૂપના લોકો સાથે સારી રીતે કલોઝ થઈ જાય છે. નીલ અને ચેતનની મિત્રતા જાણે, વૃક્ષ અને તેનું મૂળ.

પણ નીલ છેલ્લા બે દિવસથી ચેતનથી રિસાયેલો રહે છે. ચેતન ખૂબ જ પ્રયત્ન કરે છે નીલને મનાવવાનો અને બહુ પૂછે છે કે, શું તકલીફ પડી અને એ તો કે....!


આટલું કહ્યા છતાં, નીલ ટસ નો મસ નથી થતો, પછી ચેતન પણ ગુસ્સે થઈને રુમની બહાર તરફ ચાલ્યો જાય છે. ચેતન પણ એ જ વિચાર કરે છે કે મારો વાંક શું છે !!! ને એવું તે શું કર્યું કે નીલ આટલો રિસાઈ ગયો......


આટલામાં જ ચેતનને એક કોલ આવે છે ચેતન: હેલ્લો...!
કુનિકા : કેમ છો ચેતનભાઇ? હું કુનીકા. ચેતન : ઓહ,! કેમ છે બેન ? મજામાં ને... કુનીકા: હા હું મજામાં, પણ હમણાં ત્રણેક દિવસથી નીલ ભાઈ મારી જોડે સરખી વાત નથી કરતા. મને પ્લીઝ કહો કે શું થયું એમને ?

ચેતન: એ તો મારાથી રિસાયો છે અને બે દિવસથી મારી સાથે પણ સરખી રીતે વાત નથી કરતો. પણ ખબર નહિ શું થયું એને...

કૂનિકા : તમે પ્લીઝ મને આવજો હો, અને એને કહેજો કે ઘરે ફોન કરે...

ચેતન : હા બેન, હું ટ્રાય કરું છું. ચલો ફોન રાખું છું. યાદી આપજે બધાને.

કુનિકા : બાય......
(બંને ફોન મૂક છે.)

ચેતનની ઘણી કોશિશ પછી તે નીલ પાસેથી જાણે છે કે શું કારણ હતું રિસવવાનું.....

નીલ : યાર તુ સરપ્રાઈઝ સ્પીચ આપવાનો હતો એ તે મને પણ ના કહ્યું.....!!

મેં તારાથી કોઈ વાત નહીં છુપાવી. કેમ ન કહ્યું મને...?
ચેતન : ઓહો,.,. શું તું પણ રાઈનો પહાડ બનાવે છે, મારે તને પણ સરપ્રાઈઝ આપવી હતી.

(સતત ૨૦ મિનિટ સુધી આ ઝઘડો ચાલે છે અને અંતે ચેતન નીલ ને મનાવી લે છે.)
બંનેની દોસ્તી ફરી પહેલાં જેવી જ થઈ જાય છે. જાણે બન્ને એકબીજાના કૃષ્ણ સુદામા...

સમય વીતતો જાય છે, અને પહેલા સેમિસ્ટર ની એકઝામ આવે છે. બંને ગ્રુપ સ્ટડીને પ્રાધાન્ય આપે છે, તેથી પોતાના ગ્રૂપ સાથે વળગી જાય છે અને પરીક્ષા માટે ખૂબ મહેનત કરે છે. પરીક્ષા પૂરી થઈ જાય છે, હોસ્ટેલ ના લગભગ વિદ્યાર્થીઓ ઘરે રજા માણવા જાય છે. આ વેકેશન દિવાળીનું હોય છે.

નીલ ના ઘરે આવતા જ પરિવારમાં ખુશીનો માહોલ છવાઇ જાય છે. પ્રેક્ષા તો નીલને જોતાં જ ભેટીને રડી પડે છે...
'ભાઈ તમે તો બહુ બીઝી છો,.., મને અઠવાડિયે બે જ ફોન કરતા' નીલ પ્રેક્ષા ને ભેટીને શાંત કરે છે અને સમજાવી લે છે.

નીલ પરિવાર સાથે રોજ અલગ અલગ સ્થળે ફરવા જાય છે, દિવાળીનો દિવસ આવે છે.
કુનિકા અને પ્રેક્ષાની સાથે નીલ ભાઈ ફટાકડા ફોડે છે.. મમ્મી અને આરતી કાકી રંગોળી કરે છે, ને પપ્પા જીગર ચાચું સાથે આખા વર્ષનો હિસાબ માંડે છે. બેસતું વર્ષ અને ભાઈબીજના પણ તહેવારો પૂરા થાય છે, અને હવે નીલ ના રજાના ચાર જ દિવસો બાકી હોય છે. નીલ પોતાના જામનગરના જૂના મિત્રો સાથે બે દી' નો ટ્રેકિંગ પ્લાન કરે છે અને ત્યારબાદ હોસ્ટેલ જવાની તૈયારીમાં વ્યસ્ત થઈ જાય છે.

નવા સત્ર શરૂ થવાના પહેલા જ નીલ હોસ્ટેલ પહોંચી જાય છે. પોતાનો સામાન રૂમમાં ગોઠવે છે. બીજે દિવસે ચેતન પણ વહેલી સવારે પહોંચી જાય છે..

બંને કોલેજ જાય છે, કેમ્પસમાં પ્રવેશતાની સાથે જ નીલ કંઈક એવું જુએ છે કે નીલ ની આંખો પહોળી થઇ જાય છે......

નીલ ના વિચારો એ જાણે કાર માં ની હેન્ડ બ્રેક મારી હોય........

નીલના વિચારો એકદમ સ્તબ્ધ થઈ જાય છે. અને એક ચિતે સતત આ દ્રશ્ય જોયા જ કરે છે....

નીલના મગજનું તંત્ર જાણે કામ કરતું બંધ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. ...

શું લાગે છે મિત્રો? એવું તે વળી નીલે શું જોયું હશે...?

જો તમને જવાબ ખબર હોય તો કોમેન્ટ માં જરૂર જણાવજો. તેમજ સ્ટોરી નો આ ભાગ કેવો લાગ્યો એ ચોક્કસ કહેજો.
આગળની સ્ટોરી જાણવા માટે જોતા રહો.....

"પ્રેમનો પાસવર્ડ"

Ig. @author.dk15

Fb.@ Davda Kishan

Email. kishandavda91868@gmail.com