AFFECTION - 21 in Gujarati Love Stories by Kartik Chavda books and stories PDF | AFFECTION - 21

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

AFFECTION - 21










મેં જ્યારે આંખ ખોલી તો એક ખેતર હતું જેમાં એક ઓરડી હતી જે લગભગ એ ખેડૂત મજૂર માટે જ બનાવેલી હશે..તે ઓરડી ની અંદર હું એક ગોદડી માં પડ્યો હતો...

ખબર નહિ કેમ આખું શરીર જાણે એકદમ કમજોર પડી ગયું હતું...ઉભા થવા માટે પ્રયત્ન કર્યો પણ શરીર માં જાણે જીવ જ ના હોય...આંખ સરખી ખુલતી નહોતી....જે ખોલી તો સામે એક ઘરડો માણસ બેઠેલો હતો...અને બાજુમાં એક ડોશીમા પણ હતા...મને જાગેલો જોઈને તરત બોલ્યા,"બેટા સૂતેલો રહે...ગભરાઈશ નહિ....હું શામજી છુ...ખેડૂત છુ.."

પહેલા તો એને જોઈને હું ડઘાઈ ગયો હતો...પણ એને કીધું કે એ ખેડૂત છે...એટલે ખબર પડી ગઈ કે હજુ હું જીવુ છુ અને સુરક્ષિત છુ....

હું ભાન માં આવ્યો કે તરત જ ડોશીમા એ મને ખબર નહિ પણ કંઈક ગરમ ઉકાળા જેવુ પીવડાવ્યું...અને એટલે મને કૈક સારું ફિલ થયું...અને પછી તે મારા માટે એમના ખેતરમાંથી થોડા ઘણા ગાજર લઈ આવ્યા..અને મને આપ્યા...લગભગ બીજું કઈ ખાવા માટે નહોતું એમના ઘરમાં...એમના કપડાં અને એમની આ ઓરડી જ આખી દાસ્તાન કહી દેતા હતા..એટલે મેં કશું ખાવા પણ ના માંગ્યું...

me : કેટલા સમય થી હું અહીંયા પડ્યો છુ...

શામજી : તને લગભગ ત્રણ ચાર દિવસ થઈ ગયા....ખબર નહિ કેમ...તને તો કોઈએ માર્યો પણ નથી લાગતો...છતાં પણ તું કેમ બેભાન થઈ ગયો હતો....

ત્રણ ચાર દિવસ સાંભળીને પહેલે તો મને હૈયે ફાળ પડી ગઈ....એકજ સેકન્ડ માં સનમ યાદ આવી ગઈ...અને અમારી સગાઈ અને પછી લગ્ન હતા એ પણ યાદ આવી ગયું...એ યાદ કરીને હું કંઈપણ જવાબ આપ્યા વગર ઉભો થઇ ભાગવા ગયો...પણ શરીરમાં એટલી તાકાત નહોતી કે ભાગી શકું...કારણ કે ત્રણ ચાર દિવસથી કઈ ખાધું પણ નહોતું...એટલે હું લાચાર બની ગયો અને ઉભો થતા જ કમજોરીના લીધે ફસડાઈને તે ઓરડીના દરવાજે પડી ગયો..

ડોશીમા અને દાદા બંને ચિંતામાં આવી ગયા.....

ડોશીમા : એકાદ દિવસ આરામ કરી લે...કાલે નીકળી જજે..

હું હવે એટલી રાહ જોઈ શકું એમ નહોતો...કારણ કે ખબર નહિ સોનગઢમાં કેટલી રમતો રમાઈ ગઈ હશે...

me : મારે જવું બહુ જ જરૂરી છે...મને આટલા દિવસો રાખવાં માટે તમારો આભાર માનું એટલો ઓછો છે...એક દિવસ હું પાછો આવીશ....ત્યારે બધી વાત કરીશું અત્યારે મારે જવું જ પડે એમ છે...

એમ કહી હું મારી બધી હિંમત એકઠી કરીને પાછો ઉભો થયો...તો ડોશીમા એ કીધું કે હજુ તો સવાર ના 4 વાગ્યા છે...એકાદ કલાક આરામ કરી લે...હું તારા માટે કંઈક જમવાનું બનાવી લવ....કમ સે કમ આટલી વાત તો માની લે દીકરા...

એમની આંખ માં એક માંનો પ્રેમ દેખાયો...જેને હું ના પાડી શક્યો નહિ...અને છેવટે એમને મને એમના હાથોથી જ એમના ખેતરમાં થી લાવેલી શાકભાજી માંથી શાક...અને રોટલા કરીને ખવડાવ્યા...

me : માજી...તમે બન્ને એકલા અહીં કેમ રહો છો??પરિવાર નથી કોઈ??

દાદા : પરિવાર જ નથી....અમે બન્ને અનાથ છીએ...

ડોશીમા : એવુ ના બોલો તમે...પરિવાર છે આપણે ફક્ત એ થોડોક વ્યસ્ત રહે છે...

એમની વાતોથી મને બધું જ સમજાઈ ગયું...એટલે મેં વધારે કાઈ બોલવું વાજબી ના સમજ્યું...અને સવારના છ વાગતા વાગતા હું ત્યાંથી એમનો આભાર વ્યક્ત કરીને અને આશીર્વાદ લઈને નીકળી ગયો...

આ બે કલાક ના આરામ અને જમ્યા પછી શરીર માં થોડી ઘણી સ્ફૂર્તિ આવી ગઈ હતી....દાદા એ કીધું હતું કે હું સોનગઢ થી લગભગ 30 કિલોમીટર દૂર છુ....એટલે એમને રસ્તો પૂછી જ લીધો હતો...પણ અત્યારે ત્રીસ કિલોમીટર ચાલીને જવું બહુ જ આઘાતજનક હતું મારા માટે...અને અશક્ય પણ...કારણ કે હું અત્યારે એવી હાલતમાં નહોતો કે સહેજ પણ ચાલી શકું...છતાં પણ દોડવા માંડ્યો...

આંખો સામે ફક્ત સનમ જ દેખાતી હતી...દિલમાં તો જાણે તોફાન જ આવી ગયું હતું કે...સનમ મારા વિશે શું વિચારતી હશે...એને કશુંક ખરાબ પગલું તો નહીં ભરી લીધું હોયને...ખબર નહિ કેટલું ભાગ્યો હોઇશ...પણ આટલું તો હું મારા જીવનમાં કોઈ દિવસ નથી ભાગ્યો બસ ભાગતો જ હતો એકદમ પાગલની જેમ..જાણે મારુ બધું જ છીનવાઈ ગયું છે અને એક વસ્તુ જ મારી પાસે છે એનેજ લેવા જતો હોવ..એમાં પણ હવે ધીમે ધીમે આંખો આડા અંધારું છાવવા લાગ્યું...અને અચાનક મોઢામાંથી થોડુંક લોહી નીકળ્યું...અને ભાગતા ભાગતા તે રસ્તા પર જ ઢળી પડ્યો...પણ ત્યારે તો ઘણું બધું અજવાળું થઈ ગયું હતું....

ખબર નહિ કેટલી વાર આવી રીતે બેભાન થવાનું લખ્યું છે ભગવાને...સનમ માટે...હવે તો જાણે ટેવ જ પડી ગઈ હતી..
પણ બેભાન હોવા છતાં આ વખતે દિલમાં બેચેની હતી...એક સમય હતો જ્યારે હું સનમના ખોળામાં બેભાન થઈને પડ્યો હતો દરિયા કિનારે પછી તો જીવન જ બદલાઈ ગયું....
.
.
.
.
પછી જ્યારે આંખ ખોલી તો હું રસ્તા પર નહોતો પડ્યો...હું કોઈના ઘરે નહીં પણ ગોદામ માં હતો...એક વૈદ મને ચેક કરતો હતો...અને કાનો બાજુમાં ઉભો હતો..એની પાછળ બીજા ત્રણ ચાર લોકો ઉભા હતા.

કાનો : હવે શું કામ આવ્યો છે તું??આટલું કરીને તને સંતોષ ના મળ્યો...

me : નાટક બંધ કર...તને મળવા નથી આવ્યો હું...

ત્યાં જ વૈદ બોલ્યો વચ્ચે...

વૈદ : તું કાઈ ના બોલ બેટા...તારું શરીર અત્યારે બહુજ કમજોર પડી ગયું છે...અંદર શક્તિ જ નથી...એમ લાગે છે કે તું પાંચ છ દિવસ થઈ ભૂખ્યો અને તરસ્યો છો..જો હજુ બોલીશ તો પાછો બેભાન થઈ જઈશ..

કાનો : તારા ઘરે જવાની વ્યવસ્થા કરવી દઉં છું..હવે અહીંયા પગ ના મુકતો...

me : હું તારા કહેવા પર શુ કામ જાવ??મરી જઈશ...પણ સનમ ને લીધા વગર તો નહીં જ જાવ....

ત્યાં જ અચાનક દરવાજામાંથી વિરજીભાઈ આવ્યા..

વિરજીભાઈ : હું કહીશ તો તો જતો રહીશને તું...આટલી જિંદગી બગાડી નાખી...તે અમારી..હવે કશું જ બાકી નથી રહ્યું...લગ્ન ના દિવસે ના આવ્યો..હવે શું કામ આવ્યો છે તું....મારી દીકરી ની ઈજ્જત પર દાગ લગાડ્યો તે...

me : કાનો નાટક કરે છે...મેં એવું કશું જ નથી કર્યું...તમે વિશ્વાસ કેમ નથી કરતા મારો...હું સનમને જ પ્રેમ કરું છું...

વિરજીભાઈ : સનમ ના લગ્ન થઈ ગયા છે..હવે તારું કાઈ જ કામ નથી...એક બાપ તરીકે મને એટલું કહેવાનો હક તો છે જ...

હવે મારી દિલોદિમાગ કામ કરતું બંધ થઈ ગયું..

me : શુ બકવાસ કરો છો તમે??સનમ મારા સિવાય કોઈ બીજા જોડે લગ્ન કરી જ ના શકે...

વિરજીભાઈ : એના લગ્ન થયા ને ત્રણ દિવસ થઈ ગયા છે...માનવું હોય તો માન...તે તારા વગર પણ હવે ખુશ જ છે...અને કાના...આને એના ઘરે મૂકી આવ...મારે આ સોનગઢમાં જ નથી જોઈતો...

એમ કહીને તે જવા લાગ્યા...
me : છેલ્લી વાર એને જોઈ લવ...પછી હું જતો રહીશ...તમે કહેશો એ કરીશ...બસ છેલ્લી વખત એને જોઈ લેવા દો....

વિરજીભાઈ : આને સવારે જ્યારે સનમ મંદિરે જાય ત્યારે દૂર થી દેખાડી દેજે...અને પછી તરત જ એના ઘરે મૂકી આવજે...

વિરજીભાઈની આંખો કંઈક જુદું જ કહી રહી હતી...પણ હવે જો એ ના બોલે તો હું કશું જ ના કરી શકું...કારણ કે એમને જ કિધેલું કે કોઈનો ભરોસો ના કરતો...છતાં પણ મેં જાનકી,કાના નો ભરોસો કર્યો...અને પરિણામ માં મારી અને સનમ ની જિંદગી બરબાદ કરી દીધી...

સવાર સુધી કાનો મારી સામે જ બેસી રહ્યો કે હું ક્યાંક ભાગીને સનમ ને મળવાના જતો રહું એટલે...

me : હું અહીંયા આવ્યો કેવી રીતે??

કાનો : મને ખબર જ હતી કે તું ત્રણ દિવસ પછી ઉઠીને ગામ તરફ જ ભાગવાનો છો...એટલે હું જ સવારે સામે આવતો હતો...અને મન તો થયું કે તારા પર ગાડી ચડાવી દઉં...પણ વિરજીભાઈ ના મોઢે થી તને સનમ માટે ના ખુશખબર દેવાના હતા...અને જો એ બોલે તું તું અહીંથી દૂર રહીશ એ ખાતરી હતી..જો કાર્તિક મને કાઈ વેર નથી તારા પર..એટલે તને હું કશું જ નથી કરતો....તું એક સારો છોકરો છે...

એક તો એની વાત પર હસવું પણ આવતું હતું...અને હવે ખુદ પર જ ગુસ્સો આવતો હતો...પણ હજુ આશા તો હતી જ કે સવારે સનમ દેખાશે તો એને જઈને જ બધુ કહી દઈશ...ઝંઝટ જ પતશે..

રાત પડતા બધા સુઈ તો ગયા..પણ હું જાગતો રહ્યો..અને સામે કાના અને એના માણસો બેઠા રહ્યા..મન માં એમ જ ચાલતું હતું કે આ દિવસોમાં શુ થયું હશે...સનમ પાસે હાલ જ જતો રહું દોડી ને એવું થતું પણ હું મજબૂર હતો...કારણ કે મને બધાના હાલતનો અંદાજો આવી ગયો હતો કે ગામ માં હકીકતમાં શુ બની રહ્યું છે...

કાના ની આજુબાજુમાં પણ હવે તો ત્રણ ચાર લોકો રહેતા...તે પણ મારા માથે મંડરતા હતા...સવાર માં તો હું વૈદ ના લીધે એકદમ સ્ફૂર્તિમાં આવી ગયો હતો છતાંપણ થોડીક તો કમજોરી હતી જ..સવારના કાના એ એના માણસો ને ત્યાં જ ઉભા રહેવા કહ્યું...
અને મને લઈને ગાડીમાં ચડ્યો..

હવે ગાડીમાં ફક્ત હું અને એ જ હતા...અને એને ગાડી એક મંદિર હતું કે એકદમ પૌરાણિક મહાદેવ નું...ગામથી થોડેક જ દૂર હતું...ત્યાં કાનો મને લઇ આવ્યો અને થોડે દુર ગાડી ઉભી રાખી દીધી...

અને તે મારા સાથે જ અંદર બેઠો..
કાનો : તું ભલે ગમે એ વિચાર મારા માટે....પણ તને એક વાત કહી દઉં કે હવે સોનગઢ પહેલા જેવું નથી રહ્યું...જ્યારથી તારી દુશમની સુર્યા જોડે થઈ છે...બધું બદલાઈ ગયું છે...તને બોવ આશ્ચર્ય થશે પણ...જાનકી જીવે છે કે નહીં એ પણ હવે અમને ખબર નથી...બધાના જીવ પર જોખમ છે...ફક્ત તારા કારણે..

me : મેં શુ કર્યું

કાનો : તે પ્રેમ કર્યો...એ જ મોટી ભૂલ કરી...તને હજુ ખબર નહિ હોય કે સૂર્યો સનમ માટે પહેલેથી પાગલ હતો..અને તું આવ્યો...અને બધું થયું...હવે તો સીધી સનમ ને મારી નાખવાની પણ ધમકી દીધી છે એને...જાનકી તો બિચારી લગભગ મરી જ ગઈ હશે..મને ખબર નથી..વિરજીભાઈ બહુ ડરેલા છે...એમની એક દીકરી જેવી ભાણી તો પહેલેથી જ ગાયબ છે અને એમાંય એમની દીકરી ને મારી નાખવાની ધમકી મળી છે કે જો તું સનમ ને મળ્યો તો લગભગ જાનકીને મારી નાખશે અને ઘણું બધું ના થવાનું થઈ જશે...

ત્યાં જ એક ગાડી આવી અને મંદિર ની બહાર ઉભી રહી...અને એમાંથી એક સાડી પહેરેલી,મંગળસૂત્ર અને સિંદૂર લગાવેલી એક છોકરી હાથમાં પૂજાની થાળી લઈને ઉતરી...હવામાં એની રેશમી લટો લહેરાતી હતી...પહેલે તો વિશ્વાસ જ ના આવ્યો..એની પાછળ સેજલ પણ હતી પણ મારું ધ્યાન નહોતું કોઈ પર પણ..મેં સનમને જોઈ કે તરત જ.પછી એને જોઈને જ મેં તરત જ ગાડીમાં થઈ નીચે ઉતરવા ગયો કે તરત જ કાના એ મને પકડ્યો..

કાનો : કાર્તિક...પાગલ ના બન...એની આગળ પાછળ તો જો કેટલા બંદૂક વાળા છે...તે તારી જ રાહ જોઈ રહ્યા છે...સનમ ની સાથે તને પણ મારી નાખશે...

હું તરત જ ઢીલો પડી ગયો...અને એકીટશે એને અંદર જતી જોઈ રહ્યો..આંખો માં પણ કુંડાળા પડી ગયા હતા..રડી રડીને...છતાં પણ એ ખૂબસૂરત જ લાગતી હતી...બસ અંદર જતી રહી...

કાનો : તું મને એમ ના સમજતો કે હું ખરાબ માણસ છું...મારી અત્યારે મજબૂરી છે...નહિતર સનમ મારી દીકરી જેવી જ છે..હું એની આવી હાલત ના થવા દઉં...હવે અત્યારે સમય નથી મારી પાસે બોવ...પેલા મારી સાથે છે એ સૂર્યા ના માણસો છે..એ તને જલ્દી નહી લઈ જાવ તો મારા પર શક કરશે અને એનું પરિણામ આખી હવેલી એ ભોગવવું પડશે ..

એમ કહીને એને સનમ બહાર આવશે એની રાહ જોયા વગર ગાડી ભગાવી મૂકી..અને મને લઈને એના માણસો પાસે પાછો આવ્યો...અને એમને લઈને મને મારા ઘરે મુકવા રવાના થઈ ગયા...
.
.
.
આખા રસ્તે હું બસ ચૂપ જ રહ્યો...ઘર નજીક આવવા લાગ્યું તો મેં પૂછ્યું...
me : એ આજે મંદિરે શુ કરતી હતી??

કાનો : નવવિવાહિતા ને શિવ મંદિરે એકવીસ દિવસ સુધી આવવું પડે સળંગ...એ રિવાજ છે..

me : તો એના લગ્ન કોની જોડે કર્યા ???
જવાબ તો મને ખબર જ હતી કે કોઈ જોડે થયા જ નથી...આ બધા ખોટું બોલે કે હું સનમથી દૂર થઈ જાવ....

અને કાનો કંઈપણ બોલે એની પહેલા જ પેલા બીજા લોકો એ મને બંધ કરાવી દીધો...
અને મારું ઘર આવતા મને પાછા સોનગઢ નહિ આવવા કહ્યું જો સનમ અને જાનકી ને જીવતી જોવી હોય તો....બસ પછી એ લોકો જતા રહ્યા..

જે સ્પીડે એને ગાડી ચલાવી હતી એના લીધે મને અહીંયા લાવતા લાવતા પણ રાત ના 8 વગાડી દીધા...

હું હવે મારા ઘર તરફ વધ્યો....
ઘર ના બહાર ઉભા રહીને ઝાંપો ખોલવા પ્રયત્ન કર્યો...ત્યાં જ દાદી એ પપ્પા ને કીધું કે તારો છોકરો આવી ગયો...

પપ્પા એ મને તરત આવીને ત્યાં જ ઉભા રહેવા કહ્યું...હું આવી ગયો એવું સાંભળીને મમ્મી તો તરત જ બહાર આવી ગયા...

પપ્પા : તું નિકળીજા અહિયાથી...તે અમારા ખાનદાન નું નાક કપાવી નાખ્યું છે...

પપ્પા ના ઘર બહાર આવીને રાડો પાડવાથી..આજુબાજુ ના ઘર વાળા પણ બહાર આવી ગયા...બધા જોઈ રહ્યા હતા તમાશો...

હું એમની વાત સાંભળવાની હાલત માં નહોતો...કારણ કે હું પોતે જ શોક માં હતો...કે હાલ મારી સનમ મારા પાસે નહોતી....

અને હું અંદર ઘૂસ્યો ત્યાં તો મને પપ્પા એ આવીને બે ત્રણ ઝાપટ મારીને બહાર ધક્કો મારીને બહાર કાઢ્યો...

મમ્મી એમને રોકતા રહ્યા...પણ એ કોઈના હાથમાં ના આવ્યા...અને એમને જબરદસ્તી અંદર મોકલી દીધા મારા જ સોગંધ દઈને..મારા મમ્મી પણ રોતા રોતા જોઈ રહ્યા મને...દાદી તો એકદમ નિરાંતે શો જોઈ રહ્યા હતા..

અને મને બહાર મારી મારીને કાઢી મૂકીને ઝાંપો અને ઘર બંને બંધ કરી દીધા...

આજુબાજુ વાળા મને જોઈ રહ્યા હતા..
ઘરમાં તો અલગ જ સીન હતો...મમ્મી અને પપ્પા મારા લીધે ઝઘડી રહ્યા હતા..

કારણ કે મારા પર કેવો વિશ્વાસઘાત થયો હતો એ આ લોકો ને ખબર નહોતી અને બોલીશ તો પણ નહીં માને...

હવે હું પણ બહાર ચાલતો થઈ ગયો એકલો...એ જ પાંચ છ દિવસ જુના કપડાં પહેરેલા હતા...એ પણ બહુ જ ધૂળ વાળા હતા ખેતર ના કારણે...રસ્તા પર પડી ગયો હતો એટલે થોડુંક પેન્ટ પણ ઘૂંટણે થી ફાટી ગયું હતું..ચંપલ તો જાણે વર્ષોથી હતા જ નહીં મારા પાસે..હવે મારી આંખો માંથી આંસુ વહી રહ્યા હતા...પણ ચેહરા પર એકેય ભાવ ના હતો...

અને આ બધા નાટક પુરા થતા થતા....બહાર નીકળીને એક બાંકડા પર બેઠો..એકદમ ભિખારી ની હાલતે..અને રાત ના બાર વાગી રહ્યા હતા....અને આંખોમાં થાક કે ઊંઘ નહિ પણ પોતે કરેલા વિશ્વાસનો અફસોસ હતો...અને સનમ માટે રાહ હતી કે ક્યારેક તો મળીશું...આંસુ તો ખબર નહિ કેમ પણ મારા નીકળ્યા જ રાખતા હતા...

વિરજીભાઈ ભલે ખોટું બોલ્યા કે સનમ ના લગ્ન થઈ ગયા છે....એમના પાછળ સૂર્યાના લોકો હતા એટલે નક્કી કંઈક ધાકધમકી મળી જ હશે..એમાં પણ મેં જાનકીને ભગાવી લઈ ગયો સૂર્યા પાસે એ જ મોટી ભૂલ હતી...ખાલીખોટી મારી ભૂલ ન લીધે જ આ બધું થયું...મેં જ જો જાનકીને મદદ ના કરી હોત તો અત્યારે હાલત કાંઈક જુદી હોત....અને આ કાનો તો ખબર નહિ શુ કરવા માંગે છે??ઘડીકમાં મારા તરફ થાય છે અને ઘડીક ખબર નહિ શુ કામ આવું કરે છે?જે પણ હતું એ વાત તો નક્કી કે મોટા ગજા નું હતું..

જોઈએ હવે શું થાય છે...

💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik