Adhuri Astha - 23 in Gujarati Horror Stories by PUNIT books and stories PDF | અધુરી આસ્થા - ૨૩

The Author
Featured Books
Categories
Share

અધુરી આસ્થા - ૨૩

સારી સારી વાતૉઓ અને રચનાઓ તો ઘણી બધી છે. પણ સમય જતાં તે બોરીંગ લાગવા માંડે છે સાચું નેં?
જુઓ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભુતીની ખોજમાં જ હોય છે,તમેં પણ માતૃભારતીની સ્ટોરીઓ સુખદ અનુભુતીની ખોજમાં જ વાંચી રહ્યા છો સાચું નેં?
મનગમતી પ્રવૃત્તિઓ પણ જાગૃતિનાં અભાવે જ જીવનમાં બોરીયત અને કંટાળો લાવે છે.
સ્ટોરીનેં રેટિંગ આપવાથી જ તમે સ્ટોરીમાં રહેલાં સુખદ અનુભુતીનાં નાનામાં નાના ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો.
જુના અંકોમાં તમે વાંચયું તેમ.
રાજેન્દ્રનો મોબાઈલની રાજુ નામનાં વ્યક્તિ જોડે અદલાબદલી થઈ જાય છે, તેની બહેન આશક્તિએ મોબાઈલોનેં તેનાં માલિકોને પહોંચતો કરે છે.
હવે આગળ
અધુરી આસ્થા - ૨૩
અડધી રાત્રે અઢી વાગ્યે પોલીસની પેટ્રોલીંગ જીપમાં ઇન્સ્પેક્ટર ચતુરસિંહનો મોબાઈલ રણક્યો એ હેડ કોન્સ્ટેબલ ભોલારામનો ફોન હતો "સાહેબ સાહેબ અહીં સ્મશાનમાં બે મળદાઓ..."
ઇન્સ્પેક્ટર ચતુરસિંહ "અલ્યા સ્મશાનમાં મળદા જ હોવાનાં કાંઈક નવું બોલ"
ભોલારામ"સાહેબ જલ્દી જલ્દી આવો. બે પુરુષોને બહું જ ક્રુરતાપૂર્વક મારી નંખાયા છે.એકને જમીનમાં જડી દીધો છે, બીજાનું માથું સોડા બોટલનાં ઢાંકણાની જેમ ઉતારી લેવાયું છે."
ઇન્સ્પેક્ટર ચતુરસિંહ"તું એક કામ કર લાશ પાસે બે કોન્સ્ટેબલ મુકી દે હું ત્યાં પહોંચું છું,તે દરમિયાન તું અને ડ્રાઇવર સ્મશાનનાં પાંચ કીલોમીટરનાં ઘેરાવામાં પેટ્રોલીંગ કરો કોઈપણ શંકાસ્પદ વ્યક્તિઓ કે પરિસ્થિતિઓની જાણકારી હોય તો મને ખબર કરો. હું સ્થળ પર પહોંચીને પહેલાં ક્રાઈમ સીન જોઈશ,ત્યારબાદ ફરી તને કોલ કરીશ. યાદ રાખજે કોઈને પણ પકડવાનાં નથી, જરૂર પડે બે ડંડા મારીને પણ સરનામું/ ફોન નંબર મેળવી લે જે."
****** સામાન્ય લોકો માને છે કે તમે જેટલી જવાબદારી લો છો તેટલાં જ તમેં ફસાતા-જકડાતા જોઓ છો, પરંતુ હકીકતમાં વધારેમાં વધારે લોકોની જવાબદારી લેવાથી જીવન વધારે સરળ અને આઝાદ બને છે કારણ કે વધુ ને વધુ વિકલ્પો ઉપલબ્ધ થતાં હોય છે.કોન્સ્ટેબલો પાસે ભોલારામનો ઓર્ડર માનવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. ભોલારામને પણ ચતુરસિંહનો ઓડૅર માનવો પડતો પણ પેટ્રોલીંગ વાહન તેની પાસે જ રહેતું તે થોડો વધુ આઝાદ હતો.ચતુરસિંહને પણ ડ્યુટી તો કરવાની હતી જ પણ તે દરમિયાન ગમે ત્યાં ફરી શકતો.જ્યારે કમિશનરને બધાંનો માત્ર રીપોર્ટ લેવાનો હતો.
રાત્રે જ કામગીરી આવી પડતાં ઇન્સ્પેક્ટર ચતુરસિંહની અકળામણ જોવા જેવી હતી.તે ઘટના સ્થળે પહોચી ગયો.લાશોની સ્થિતિ જોઈને તેને પણ અરેરાટી વ્યાપી ગઇ.તેણે ઝડપથી કમિશનરને ફોન જોડ્યો અને બધી સ્થિતિ કહી.
ઇન્સ્પેક્ટર ચતુરસિંહ" હાં સાહેબ, સોરી સાહેબ, મારે તમારી ઊંઘ બગાડવાની જરાય ઈચ્છા નહોતી, પણ જો આજે હુ આમ નાં કરત તો. આ મિડિયા શાળાઓ આવતા મહિના સુધી તમારી ઉંઘ હરામ કરી દેત."
કમિશનર"હું જાણું છું. ઇસ્પેક્ટર આપણો બધો જ સ્ટાફ મારો ખૂબ જ ખ્યાલ રાખે છે જે વાત હોય તે શાંતિ અને વિસ્તારથી કહો."
ઇન્સ્પેક્ટર ચતુરસિંહ"થેન્ક્યુ સર કહી તેણે બધી વાત કહી."
કમિશનર"જુઓ ચતુર આપણી વર્દી પર રાજ્યની પોલીસનો લોગો. લખ્યું છે કે "સેવા સુરક્ષા શાંતિ", સંપુર્ણ સુરક્ષા આપી શકાય એટલો સ્ટાફ આપણી પાસે તો શું આખાં દેશમાં નથી ૨૦૧૭ નાં ડેટા મુજબ અંદાજીત ૨૮ લાખ પોલીસ ઓફિસરની જરૂરીયાત છે.પરંતુ હકીકતમાં ૧૯ લાખથી પણ ઓછાં ઓફિસરો છે. યુનાઇટેડ નેશન્સની ગાઈડ લાઈન મુજબ એક લાખ લોકોની સુરક્ષા માટે અંદાજીત ૨૦૦ પોલીસવાળાની જરૂરિયાત હોય છે. પણ આપણા દેશમાં એક લાખ લોકોની સામે માત્ર ૧૪૪ પોલીસવાળાઓ જ છે.આ બે લુખ્ખાઓનાં મડૅરનાં ન્યુઝથી શહેરનાં ૫૫ લાખ લોકોની શાંતિ હણાઇ જશે.આમ આપણે સંપૂર્ણ સુરક્ષાનાં આપી શકિએ તો કાંઈ નહિ. પરંતુ ૫૫ લાખની વસ્તી ધરાવતા આપણા શહેરની શાંતિ જાળવી રાખવી એજ આપણાં માટે મોટી સેવા છે.તમે મારી વાતનો મર્મ સમજી ગયા હશો. આવતીકાલ સુધીમાં આ ટુંકું ઇન્વેસ્ટીગેશન પતાવીને સાંજે પાંચ વાગ્યે મળો.
ઇન્સ્પેક્ટર ચતુર "ઓફ કોર્સ સર, આખો કેસ સામાન્ય એક્સીડન્ટ મુજબ સેટ કરી મેં ફાઈલ બંધ કરી દઈશ આઈ વિલ રીપોર્ટ યુ ટુમોરો ફાઈવ ઓ ક્લોક,ઓકે બાય સર"
કમિશનર સાહેબ સાથે વાત કરીને ઇસ્પેક્ટર ચતુરસિંહ પોતાના ખિસ્સામાંથી સિગરેટ કાઢીને સળગાવી ઉંડા કસ લેવા માંડ્યો. પછી અચાનક તાબડતોબ કોન્સ્ટેબલ રમણ-રાઘવને બોલાવ્યા.બન્ને સલામ મારીને ઉભાં રહ્યાં. ઇન્સ્પેક્ટરે રમણની નજીક જઈને તેનાં તરફ એકદમ કરડાકી નજરે જોયું અને ઝાટકો મારી તેનો હાથ મરડી દીધો.
રમણ દૅદથી બોલ્યો"સાહેબ સાહેબ આલો આના પાસેથી રોકડ તો કંઈ નહીં પરંતુ એક-બે ઘરેણા મળ્યા છે."
ઇન્સ્પેક્ટર ચતુર સિંગ ઘરેણા હાથમાં લઈને રાઘવની તરફ ભૈયા રાઘવ એ તે કૈચ કરી લીધાં.
ઇન્સ્પેક્ટર ચતુરસિંહ "સાંજ સુધીમાં આ ઘરેણા વેચીને તેની રકમ મારી સમક્ષ હાજર કર.ક્યા વેચવાના છે એ તું જાણે જ છે."

વિરામ
ભુત બંગલાની આગળ ની યાત્રા શું છે ? રાજુની બહેન આગળ શું કરશે? આસ્થા અને રાજેન્દ્ર વચ્ચે શું વાત થઈ? ઇન્સ્પેક્ટર ચતુર ની ભુમીકા શું રહેશે ?
આ બધા જ રહસ્યો જાણવા માટે વાંચતા રહો અધુરી આસ્થા સીરીઝ.
વાચકમિત્રો, તમારા સજેશન મારા માટે હીરા-મોતી સમાન છે.તમારા સજેશન મને માતૃભારતી એપ પર મેસેજ કરો.