વહેલી સવારે એક પોસ્ટ ઘરે આવી , પહેલાના સમયમાં કોણો સઁદેશ હશે? , શું સમાચાર હશે? તેવી ઉત્સુકતા રહેતી અને ટપાલી આવે કે તરત બધું કામ બાજુ પર મૂકીને કાગળ વાંચવામાં આવતો હતો. જયારે આજે પોસ્ટ આવે એ પહેલા તો તેને મોકલનારનો મેસેજ પહેલા આવી જાય છે કે " આ કામનું કાગળ આવશે “ તેમાં પણ તમે સમય સાથે તેને ટ્રેક પણ કરી શકો છો. એટલે કોઈ ઊત્સુકતા રહેતી નથી. આદિત્યનો ફોને હતો જ કે કંકોત્રી મોકલાવી છે અને ફોને પર જ સમય તારીખ જાણી લીધી છે તેમ છતાં કંકોત્રી જૉઈ લીધી, તેના કલર, ટહુકો , આર્ટ જોવાની પણ એક અલગ મજા છે.
આદિત્ય વેડ્સ સુરભી
અને , હું આદિત્યની મિત્ર માહી.
કંકોત્રી ટેબલ પર મૂકીને પાછું ધ્યાન Nz vs Indiaની મેચ પર લગાવ્યું.
ક્રિકેટ જોતા જોતા વિચાર આવ્યો કે , ટીમમાં ઓપનિંગ બેટ્સમેનની જોડી કેટલી કમાલ અને મહત્વની રહી છે. દા. ત. વીરેન્દ્ર સહેવાગ - ગૌતમ ગંભીરની શ્રેષ્ઠ જોડી. આ જોડીમાં કેટલી સામ્યતા છે , જેમ કે બન્ને ક્રિકેટર, બન્ને બેટ્સમેન, એમાંય ઓપનિંગ કરવાવાળા , પાક્કા મિત્રો, છતાં એક વસ્તુ તેઓને અલગ કરે છે, તેમની રમવાની સ્ટાઇલ. વીરેન્દ્ર સહેવાગ આક્રમકઃ અને ગૌતમ ગંભીર સમય લઈને રમવા વાળાખેલાડી છે. તેઓની આજ ખાસિયત તેમની જોડીને શ્રેઠ બનાવે છે. વીરેન્દ્ર સહેવાગ ચિંતા મુક્ત થઈને બોલરને ડરાવે , રિસ્ક લઈને રમે , કારણકે એમને ખબર હોય કે સામે છેડે ગૌતમ ગંભીર શાંત ઉભા છે. ગૌતમ ગંભીર પણ રન કરવાના કામથી થોડા ચિંતામુક્ત થઈને ગ્રાઉન્ડ પર સેટ થવાનું કામ કરે, જેથી ટીમને રનની સાથે સાથે મજબૂત શરૂઆત મળે છે.
અહીં સમજવાની વાત છે કે , એક જોડી જેમાં બન્ને વ્યક્તિ એક જેવા હોવા છતાં અલગ છે અને એ જ વાત તેમને એકબીજાના પૂરક બનાવે છે.
આવો , બીજું ઉદાહરણ જોઈએ.
એક દિવસ પ્લાન્ટમાં એક મશીન બઁધ થઈ જાય છે, ઈલેકટ્રીકલ ટીમવાળા મશીન સ્ટાર્ટ કરવામાં અસફળ રહ્યા , પછી મેકેનિકેલ ટીમવાળાએ પ્રયાશ કર્યો પરંતુ પરિણામ સરખું આવે છે. બન્ને પક્ષમાં મશીન સ્ટાર્ટ કરવાની હોડ જામી ગઈ હતી, ત્યારબાદ એક અનુભવીએ પોતાના એક ઈલેકટ્રીકલ ફીલ્ર્ડના માણસને અને એક મિકેનિકલ ફીલ્ર્ડના માણસને ટીમ બનાવી મોકલ્યા , પરિણામ પોઝિટિવ આવ્યું અને મશીન સ્ટાર્ટ થઈ ગઈ, મિકેનિકેલવાળાએ હાઇડ્રોલીક સિસ્ટમ કંટ્રોલ કરી અને ઈલેકટ્રીકલવાળાએ જે તે પ્રોબ્લેમ સુધાર્યો હતો.
આદિત્ય અને સુરભી, બન્ને ની જોડી ઉપરના ઉદાહરણ જેવી છે.
આદિત્ય એક હોશિયાર વિધાર્થી હતો. ટીચરનો માનીતો વિધાર્થી કારણકે તે ટીચરની દરેક વાત માનતો હતો. એનું ધૈય , સમજણ , અને લક્ષ્ય પ્રત્યે તે એકદમ સ્પષ્ટ હતો. આજે વારસામાં મળેલી નાની કંપનીને આગળ લઈ જવા માટે મહેનત કરે છે. આપણને પહેલી નઝરમાં આદિ પરફેક્ટ લાગશે , પરંતુ એક મિત્રની નઝરથી હું જોવું તો તેનું જીવન કૅલ્ક્યુલેટિવ રહ્યું છે. સારો વિદ્યાર્થી, સારો પુત્ર , સફળ બોસ, એક ઉમદા કોમ્પિટિટર.
તેની સામે સુરભી એકદમ અલગ, તેણીને ભણવામાં રસ તો ખરો પરંતુ બાકી દરેક એકટીવીટીમાં આગળ રહે, તે આગળ જે થશે જૉઈ લઈશુ તેવું વલણ ધરાવતી આજમાં જીવતી ચંચળ છે. કંઈક મોટું કરવાની તેને ચિંતા ન હતી કારણ કે તેને નાની નાની વાતમાં ખુશ થતા આવડતું હતું. પરંતુ ક્યારેક આવું વલણ મુશ્કેલીમાં મૂકી દે છે, આ સ્વભાવ જીવન પ્રત્યે ગંભીર થવા દેતું નથી.
અમારા ગ્રુપમાં આદિત્ય અને સુરભીના વિચારો એક થાય તે દિવસે ચાંદ ઉગવા જેવી વાત હતી.
છતાં બન્ને મળ્યા , આદિએ સુરભીને જીવનમાં અનુભવ અને નિર્ણયનો પ્રભાવ સમજાવ્યો, જ્યાંરે સુરભીએ આદિના જીવનમાં પોતાની ચંચળતાથી નવા રંગ પૂર્યા, સુરભી ગુસ્સો કરે તો આદિ તેને સાંભળી લે છે, આદિ નારાઝ થાય તો સુરભી આંખના પલકારે તેને મનાવી લે છે. એક દિવસ આદિ તેને ફિટનેસ ટ્રેનિંગ આપે તો બીજા દિવસે સુરભી જીદ કરીને તેને સમોસા ખવડાવે , મુશ્કેલીમાં સુરભી પાછું ફરીને જુએ તો આદિ હમેશા હોય અને હતાશામાં આદિની આસપાસ તેને હસાવતી સુરભી જોવા મળે છે.
આદિત્યના શબ્દો માં કહ્યે તો ,
" હું ગંભીર એક સવાર ,
મને નખરાળી સાંજ મળી છે..
જાણે સ્થિર મનના સાગરમાં,
સરિતા આવી ભળી છે..
હું અહીં ઉભો ધરા પર
એ સતત વહેતુ મારુ ગગન છે..
ભિન્ન એનાથી હું , અનોખી મારાથી એ
ભિન્ન એનાથી હું , અનોખી મારાથી એ
મારી સંગિની, મારી પૂરક બની છે.. "
- આદિત્ય
અહીં કહેવું ખોટું નથી નથી કે ,
એક જોડીમાં ૨ વ્યક્તિએ એકબીજાના પૂરક હોવું જરૂરી છે.
જીવન, કામ , કળા કે રમત દરેકમાં કોઈ એવું સાથીદાર મળે, જે આપણાથી ભલે અલગ હોય પરંતુ આપણને પૂર્ણ કરે છે, તો વ્યક્તિ આપણા માટે બેહદ ખાસ છે.
© દીપ્તિ ઠક્કર " માહી "