4 X 13 Micro Horror - 3 in Gujarati Horror Stories by Denis Christian books and stories PDF | 4 X 13 Micro Horror - 3

Featured Books
Categories
Share

4 X 13 Micro Horror - 3

4 X 13 Micro Horror ૩:

4 જ વાક્યોની એક વાર્તા, એવી 13 હોરર વાર્તા, હોરર અને ટ્વિસ્ટ થી ભરેલી. પ્રતિલિપિ પર મારો એક નવો જ પ્રયોગ. ફાસ્ટ ટ્રેક જમાના ની ફાસ્ટ ટ્રેક વાર્તાઓ.
Concept: 13 હોરર વાર્તાઓ અને દરેક વાર્તા ની લંબાઈ માત્ર વધુ માં વધુ 4 વાક્ય: માઈક્રોફિક્શન (અતિ ટુંક વાર્તા). ફાસ્ટ ટ્રેક જમાના ની ફાસ્ટ ટ્રેક વાર્તાઓ. જેમાં હોરર પણ છે, સસ્પેન્સ છે અને છેલ્લે એક ટ્વિસ્ટ પણ છે અને આ બધી વાર્તાઓ એક બીજા થી સાવ અલગ છે. અના પેહલા નો પ્રયોગ મારો હિટ રહ્યો હતો અને લોકો ને બહુ ગમ્યો હતો એટલે હવે એનો બીજો ભાગ, બીજી 13 નવી વાર્તાઓ. હોરર એવું જે રુવાડા ઉભા કરે, ટ્વિસ્ટ એવું જે આખી વાર્તા નો અર્થ જ બદલી નાખે. એક વાંચક તરીકે બની શકે બે ત્રણ વાર વાર્તા વાંચવી પડે તો સમજ પડે. ના સમજ પડે તો કોમેન્ટ માં પ્રશ્ન પૂછજો. અને જલ્દી થી કોમેન્ટમાં કહો કે તમને કઈ વાર્તા સૌથી વધુ ગમી કે કઈ વાર્તા માં સૌથી વધારે બીક લાગી.

યાદ રાખો: દરેક વાર્તા અલગ છે એને આગળ પાછળ ની કોઈ વાર્તા જોડે લેવા દેવા નથી.

%%%%%%%%%%%%%%%%%

૧. ઈંડુ

"હા, બોલો. શું થયું છે તમને??", ડોક્ટરે મને પૂછ્યું.
"પેટ માં...", મેં પેટ પર હાથ રાખી કંઇક બોલવા પ્રયત્ન કર્યો.
"શું ખાધું તું કાલે.. ??" ડોક્ટરે સામાન્ય પ્રશ્ન કર્યો.
" ઈંડુ, પણ ડોક્ટર સાહેબ એ મરઘી નું નહતું.. કંઇક વિચિત્ર હતું, અને આજ સવાર થી એવું લાગે છે જાણે પેટ માં કંઇક ફરી રહ્યું છે.", મેં મારું હલનચલન થતું પેટ બતાવતા કહ્યું.

###################

૨. ઉંદર

અમારાં ઘર માં ઉંદરો નો બહુ આતંક, જે હોય તે ખાઈ જાય, કોત્રી નાખે, રાતે બચકું ભરી જાય.

દર વખતે હું ઘર માં ઉંદર આવે એટલે ઉંદર પકડવાનું પાંજરું લઈ આવું અને મૂકી દઉં એક ખૂણા માં.

આ વખતે પણ બે ત્રણ દિવસ થી ઘર માં કંઇક હલન ચલન થતી હોય એવું લાગતું હતું, એક ખૂણા થી બીજા ખૂણામાં કંઇક જતું હોય, રસોડામાં વાસણો ખખડતા હોય એટલે મેં ઉંદર પકડવાનું પાંજરું લઈ ને મૂકી દીધું ખૂણા માં.

' ફટાક' અવાજ આવ્યો રાતે, ઉંદર પકડાયો હશે એમ વિચારી મેં ખૂણા માંથી પાંજરું બહાર કાઢ્યું, પણ.. આ વખતે પાંજરામાં ઉંદર નહિ એક હાલતો ચાલતો માનવી હાથ હતો.

####################

૩. રૂમ માં કરોળિયો

" ભાઈ, ભાઈ.. રૂમ માં કરોળ્યો છે.", નવા ઘર માં પ્રવેશીને તરત એક પછી એક બધા રૂમ જોઈ રહેલી મારી બહેને મને બૂમ પાડી.

"ઘર ઘણાં સમય થી બંધ છે; કીધું તો હતું તને મેં, પણ તમને છોકરીઓ ને બધું ફામફોસ વાની બહુ જૂની આદત હોય છે.છોકરી ઓ ની આ બહુ જફા... આમ ચંડિકા બની ને ફરે અને એક કરોળિયો જોઈ ને પાણી મા બેસી જાય.", હું ગુસ્સામાં બ્બડતો એની પાસે આવ્યો.

એ હજુ રૂમ ની બહાર ઊભી હતી, મેં એને બાજુ માં કરી ને પૂછ્યું, "ક્યાં છે કરોળિયો??"

એણે રૂમ તરફ ઈશારો કર્યો પણ મને એણે એ ના કીધું કે એ કરોળિયો રૂમ જેટલો મોટો હતો, અને આખા રૂમ માં એ જ હતો.

###################

૪. મેક અપ

આજ કાલ ની છોકરીઓ ની જેમ મને પણ મેકઅપ કરવાનો બહુ શોખ.

આજે હું એક નવો મેકઅપ લઈ આવી છું, જરા લગાડી ને try તો કરી લઉ.

હમમ.. ગાલ ગુલાબી લાગે છે, કપાળ પર પણ રેખાઓ ઓછી દેખાય છે, નાક પણ નમણું લાગે છે, એટલે કે મને આ મેક અપ ગમ્યો, મને યુવાન બનાવે છે.

જ્યાં સુધી આ ચેહરા ની ચામડી સાડવા ના લાગે ત્યાં સુધી આ ચામડી ને હું પહેરી શકીશ, પછી નવી ચામડી, નવો મેકઅપ.

###############

૫. ભૂખ

ભૂખ, લાખો લોકો આ દુનિયા માં દરરોજ ભૂખયા રહેવાના લીધે મરી જતા હોય છે.

આફ્રિકા અને ભારત ના કંગાળ લોકો ના બાળકો ના ભૂખ્યા ચહેરાઓ તમે ઘણી વાર tv માં અને છાપા માં જોયા હશે.

આજે હું પણ મારી સામે એક ભૂખ્યો માણસ જોઉં છું, પણ એના ચહેરા પર મરણ માટે ની ભૂખ છે; એને મારવાની કેમ ભૂખ છે??

કદાચ એનું કારણ મારી ભૂખ હોય, જીવતા માનવ નું માસ ખાવા ની મારી આ ભૂખ કેમ કરી ને પણ સંતોષાતી નથી.

##################

૬. દસ્તક
"ખોલ, ખોલ, કૂતરા, હરામી, ખોલ!", બારણું પીટતા એણે મને ગાળો આપી.

હું બારણું ખોલવા નોહતો માંગતો પણ એને કોઈ ધારદાર હથિયાર વડે બારણાં પર ઘા કરી નાનું બાકોરું પાડ્યું.

"ખોલ દરવાજો ખોલ. હું મારી નાખીશ તને.", બકોરા માં થી જોઈ એ સ્ત્રીએ મને ગુસ્સા માં કીધું પણ સારી વાત એ હતી કે એ બારણું ખોલી શકે એમ નોહતી.

એટલે હું નિશ્ચિન્ત થઈ ને ખડખડાટ હસ્યો, મારી બાજુ માં ઉભેલી એ સ્ત્રી ની છોકરી એની માઁ ને એક રૂમ માં મારા દ્વારા ફસાવેલી જોઈને રડી રહી હતી, પણ હવે એ છોકરી નું શિયળ લૂંટવું મારા માટે સહેલુ હતું.

%%%%%%%%%%%%%%%%%%%
બીજી 7 વાર્તા પહેલા એક વિરામ:
ચાલો એક રમત રમીએ; તમે કોમેન્ટ માં પોતે આવી 4 વાક્યની હોરર સ્ટોરી લખી શકો, જોઈએ કોણ સારી લખે છે. અથવા.. પહેલા "challenge:" લખી પછી તમારો idea લાખો, idea કોઈ પણ subject પર હોઈ શકે, હું એના પર ત્યાંજ ખાસ તમારા માટે નાની 4 લીટી ની વાર્તા લખીશ. કારણકે એક લેખક તરીકે મને challenge લેવું બહુ ગમે છે.
હવે આગળ.
%%%%%%%%%%%%%%%%%%%%

૭. વિજ્ઞાનિક

એક અંધારા ઓરડા માં વિજ્ઞાનિક પ્રકાશ પર શનશોધન કરી રહ્યો હતો.

એ એક પ્રકાશ ના કિરણ પર પ્રયોગો કરી કયારેક તેનું વક્રીભવન કરતો, તો ઘણીવાર પ્રકાશ નું પરાગમન કરતો.

એણે એક શોધ કરી હતી પણ એ શોધ એટલી અકલ્પનિય હતી કે એ ફરી ને ફરી પ્રયોગ દોહરાવતો, એની એ હલચલ જોઈ ને તો એનો પડછાયો પણ દોડાદોડ કરી રહ્યો હતો.

એણે શોધ માત્ર એટલી કરી હતી કે, પ્રકાશ ને લીધે જીવતી વ્યક્તિ નો પડછાયો પડવો અશક્ય છે, એટલે એ વિજ્ઞાનિક ત્યાંજ ઊભો રહી ગયો અને એનો પડછાયો એને જોઈ રહ્યો.

####################

૮. બેધ્યાન

આજના લોકો આખો દિવસ મોબાઈલ માં ખોવાયેલા હોય કોઈ કોઈના પર ધ્યાન જ નહિ આપે ને.

પણ મને, મારા પર કોઈ ધ્યાન ના આપે એ સહેજ પણ ના ગમે.

એટલે મેં આ દુનિયા થી કંટાળી ને આત્મહત્યા કરી લીધી.

પણ હવે જ્યારે હું કોઈ ની પાછળ ઊભા રહી ને એમની નજીક આવીને એક ઊંડો શ્વાસ એમના ગળા કે ખભા પર છોડું છું ને તો બધા નું ધ્યાન મારા પર આવી જાય છે.

############

૯. આકાશ

એ દિવસ પછી એક અજીબ રાત આવી.

એ રાત બહુ ઠંડી અને લાંબી નીકળી.

એ રાતે ના ચાંદો ઊગ્યો, ના એક પણ તારા દેખાયા.

પણ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે બીજા દિવસે સૂરજ પણ ના ઊગ્યો, બસ એ દિવસ થી આ પૃથ્વી પર એક ખાલી એક કાળું આકાશ છે.

############

૧૦. ઓફિસ નો પેહલો દિવસ

આજે હું બહુ ખુશ છું, મારો આ ઓફિસ માં આજે પેહલો દિવસ છે.

નવા લોકો, નવી જોબ, નવું ટેબલ, નવું કમ્પ્યૂટર, નવું ટિફિન, નવું નામ; નવી ઓફિસ બેગ પણ હું સ્પેશ્યલ આજે ઓફિસ જવા ખરીદી લાવી.

આજે પેહલા દિવસે મારા બોસ એ મને વહેલી ઘરે જવા દીધી, પણ હું મારું બેગ ઓફિસ માં ભૂલી આવી, મારી ઓફિસ નો પેહલા દિવસ પૂરો થયો.

સાચું કહું તો ભૂલી નથી આવી, મૂકી આવી છું; એ બેગ માં એક બોમ્બ છે, હમણાં થોડી મિનિટો માં... મારો આ પેહલો દિવસ એ ઓફિસ માં કમકરતા દરેક વ્યક્તિનો છેલ્લો દિવસ બની જશે.

##############

૧૧. એન્ટી વાયરસ

દુનિયા માં એક વાયરસ ના લીધે મહામારી ફેલાઈ છે, એક પછી એક એમ કરી ને કરોડો લોકો મૃત્યુ પામ્યાં છે અને તો માંડ થોડા લાખ માં લોકો બચ્યાં છે.

જે લોકો બચ્યા છે એમના માં પણ મોટા ભાગે માં માંદગી ના શરુઆત ના લક્ષણ દેખાઈ રહ્યા છે, પણ હું ઈશ્વર ની દયા થી સ્વસ્થ છું.

મારું સ્વાસ્થ્ય જોઈ મારા લોહી માં થી દવા બનાવવામાં આવી છે, જેથી બચેલા લોકો જેઓ નિરોગી છે તેઓ ને રસી આપી શકાય.

વિજ્ઞાનિકો મને એન્ટી વાયરસ કહે છે, પણ સત્ય એ છે કે એ વાયરસ હું પોતે છું.

#################

૧૨ . ખંજવાળ

ખંજવાળ એવી વસ્તુ છે જેને એમનેમ રોકી ના શકાય.

ખંજવાળ આવે એટલે ખનજવળવું જ પડે, લોકો તો ખંજવાળી ને લોહી નીકળી દેતા હોય છે.

હું પણ છેલ્લા ૨ દિવસ થી ખંજવાળુ છું એટલે લોહી નીકળે છે.

મને આંખ માં ખંજવાળ આવે છે.

૧૩. વર્લ્ડ રેકૉર્ડ

મારા મિત્રને વર્લ્ડ રેકૉર્ડ બનાવો હતો.

હું સારો મિત્ર છું, હું એની મદદ કરીશ.

એને પાણી ની અંદર સૌથી લાંબો સમય શ્વાસ રોકવાનો રોકડ બનાવો હતો.

કાલથી હું એનું મોઢું, એના પાણી ભરેલા બાથટબ માં દબાવી ને બેઠો છું; એણે પેહલા હિમ્મત છોડી દઈ મોઢું બહાર કાઢવાના બહુ પ્રયત્ન કર્યા પણ મે હિમ્મત ન છોડી.

The End

%%%%%%%%%%%%%%%%%%%%%%

ફરી એક વાર આપનો આભાર, કોઈ વાર્તા સમજ ના પડી હોય તો કૉમેન્ટ્સ માં પૂછી શકો છો. એ સિવાય, ચાલો એક રમત રમીએ; તમે કોમેન્ટ માં પોતે આવી 4 વાક્યની હોરર સ્ટોરી લખી શકો, જોઈએ કોણ સારી લખે છે. અથવા.. પહેલા "challenge:" લખી પછી તમારો idea લાખો, idea કોઈ પણ subject પર હોઈ શકે, હું એના પર ત્યાંજ ખાસ તમારા માટે નાની 4 લીટી ની વાર્તા લખીશ. કારણકે એક લેખક તરીકે મને challenge લેવું બહુ ગમે છે.

*************
દરેક વ્યક્તિ ની જિંદગી માં કાંઈક તો એવું થયું જ હોય જે એની જિંદગી ની વાર્તા ને બીજા ની વાર્તા કરતાં કંઈક હટકે બનાવે. હું એવી વાર્તાઓ શોધતો હોઉં છું. તો જો તમને મારું લખાણ ગમ્યું છે અને તમે જો ઈચ્છા રાખો છો કે તમારી જિંદગી ની વાર્તા હું મારા લેખન દ્વારા દુનિયા આગળ મુકું તો please ખુલ્લા મને તમે મને 8460894224 પર call કે whatsapp થી contact કરી શકો છો.કારણકે દરેક જિંદગી એક વાર્તા છે અને દરેક વાર્તા ને દુનિયા આગળ પ્રગટ થવાનો હક છે.

Thank you, પુરી વાર્તા વાંચવા માટે અને હવે મને ખબર છે તમે તરત બીજી વાર્તા પર jump કરવા તૈયાર છો. પણ એ પેહલા, જો આ વાર્તા એ તમને touch કર્યા હોય, entertain કર્યા હોય કે bore કર્યા હોય તો please તમારી life ની ૨ સેકન્ડ આપજો, તમારા પ્રતિભાવ અને રેટિંગ આપીને. જેથી હું તમારી અને ગુજરાતી સાહિત્ય ની વધુ સારી સેવા કરી શકું. આભાર.