છઠ્ઠો દિવસ સવારે 6:30----------------
આજે રેગીસ્તાનમાં છઠ્ઠો દિવસ હતો બધાને ગમે તે રીતે આ રેગીસ્તાનમાંથી હવે બહાર નીકળવું હતું.મિલન આપણે હવે જલ્દી અહીંથી નીકળવું જોઈએ.હા,મહેશ આજે આપણા શરીરમાં પણ થોડી શક્તિ પણ છે.આપણે જલ્દી નીકળી જવું જોઈએ.
સિસકારા મારી રીતે ના અવાજ હજુ પણ સંભળાઇ રહ્યા હતા મહેશ અને જીગર જમણી બાજુ જવાનું ટાળ્યું જે તરફ અવાજ આવી રહ્યા હતા એ જ તરફ થોડી ડાબી બાજુ ચાલવાનું નક્કી કર્યું હજી તો ચાલવાનું શરુ જ કર્યું હતું ત્યાં જ સોનલે બૂમ પાડી.
બધા જ એક સાથે ત્યાં દોડી ગયા મહેશ અને સોનલ સૌથી આગળ ચાલી રહ્યા હતા જેવી સોનલે બૂમ પાડી ત્યાં જ બધા જ એક સાથે જીગર,મિલન, કીશન,કવિતા,માધવી,અવની બધા ભેગા થઈ ગયા શું થયું મહેશને?
મિલને મહેશના શરીરની તપાસ કરી તો શરીરમાં તાવ આવતો હોઈ એવું લાગી રહ્યું હતું.મહેશનું શરીર લાલ લાલ થઇ ગયું હતું.શરીર બળબળતા તાપથી બળતું હોય એવું લાગી રહ્યુ હતું.મિલને મહેશને પાણી આપ્યું.મહેશ થોડીજવારમાં ઠીક થઇ ગયો.મહેશને પણ જલ્દી કોઈને કોઈ ગામની શોધ કરવી હતી.
થોડે દુર રેતીના થર જામી ગયા હતા.આગળ કંઈ દેખાય રહ્યું ન હતું.તો પણ બધાએ એ જ રસ્તો પસંદ કર્યો.કિશન મારા પગ આ રેતીમાં નહિ ચાલી શકે.
ચેક ગોઠણ સુધી રેતી આવી જાય છે.કેવી રીતે ચાલવું.અવની આગળ રેતીનો થર છે.એની પાછળ કોઈ ગામ હોઈ એવું અમને લાગી રહયું છે.થોડી મુશ્કેલીઓ થશે પણ જો ત્યાં ગામ હશે તો આપણે બધા જ આપણા પોતાના ઘર જોઈ શકીશું.લાવ તારો હાથ હું તને આગળ ચાલવામાં થોડી મદદ કરું.
સિસકારા મારતી રેતીની આંધીથી બનેલા થરને પાછળ કોઈ ગામ હોઈ તેવી આશા બધાને હતી.
પણ એ આશા કેવી ભયાનક હશે તે કોઈને ખ્યાલ ન હતો.મહેશના શરીરમાં તાવ હતો તો પણ તે આગળ ચાલી રહ્યો હતો.
થોડીજવારમાં બધા રેતીના થરની ટોચ પર પહોંચી ગયા.રેતીની ટોચ પરથી બધાએ ચારેય તરફ જોયું પણ દૂર દૂર સુધી કઈ દેખાય રહ્યું ન હતું.એક આશા હતી તે પણ નિષ્ફળ ગઈ.માધવી અને સોનલ હવે મનથી હારી ગયા હતા.હવે અમે અહીંથી આગળ જવા નથી માંગતા.ભલે અમારું મુત્યું આ રેગીસ્તાનમાં જ થઈ જાય.
જીગરે આગળ જવાનો પ્રયત્ન કર્યો.પણ મિલને તેને રોક્યો.કેમ તું મને રોકી રહ્યો છે.જીગર તું નીચી રેતી તરફ જો.રેતીના થરની રેતી ધીમે ધીમે નીચેની તરફ
જતી હતી.હવે ગમે તેમ કરીને નીચે ઉતરવું પડે તેમ હતું.પણ નીચે ઉતરતા જ સિસકારા મારતી રેતી ઉપર આવી ચડે તો.એ પણ સવાલ થઈ રહ્યા હતા.કોઈને કઈ સમજાતું ન હતું.
મિલન મને લાગે છે કે અહીં રેતીની આંધી ગમે ત્યારે આવી શકે છે.જો અત્યારે જ આવશે તો આપણે બધા આ રેતીના થર નીચે દબાય જશું.આપડે જલ્દી
નીકળું પડશે.રેતીનો પ્રવાહ વહેતા પાણીની જેમ વધેજ જતો હતો.હજુ તો વાત કરી રહ્યા હતા ત્યાં જ બળબળતા તાપની રેતી બધાના ચહેરા પર આવી.રેતીની આંધી બાજુમાં જ આવી ગઈ હતી.
આજુબાજુ કઈ દેખાતું ન હતું.મિલન મોટે મોટેથી કહી રહ્યો હતો એકબીજાના હાથ પકડી રાખજો.બધા જ ડરી રહ્યા હતા.જીગરે કહ્યું રેતીની આંધી ભયાનક છે આપડે એકબીજાના હાથ પકડી નીચે જવું પડશે.બધા એ એકસાથે હાથ પકડીને આગળ ચાલવાનું નક્કી કર્યુ.જેવા આગળ ચાલવા ગયા ત્યાં જ પુર જોશમાં પવન ફૂંકાયો સિસકારા મારતી રેતીમાં કવિતા અને મહેશનો હાથ છૂટી ગયો.તે રેતીની આંધી સાથે ઘણા દૂર વહી ગયા.તે દેખાય પણ રહ્યાં ન હતા.
સોનલ અને જીગર બંને મોટે મોટેથી સાદ પાડી રહ્યા હતા.પણ સવાલનો જવાબ કોઈ આપી રહ્યું ન હતું.જીગર અને સોનલ ત્યાં જ પડી ગયા.આગળ ચાલવાની હવે તેનામાં હિંમત પણ રહી ન હતી.રેતીની આંધી હજુ પણ બંધ થઈ ન હતી.આજુબાજુ કઈ દેખાય રહ્યું ન હતું.
મિલન કહી રહ્યો હતો કે તમે ડરો નહિ એ જ્યાં પણ હશે ત્યાં સલામત હશે.આપણે બધા તેને ગમે તેમ કરીને આપડી સાથે લઈ આવશું.જ્યાં સુધી આ રેતીની આંધી બંધ ન થાય ત્યાં સુધી આપડે સૌ એકબીજાનો હાથ પકડી રાખીશું.
બધાને ચિંતા એ હતી કે કવિતા અને મહેશને કઈ થયું તો નહીં હોઈ ને.નહીં તો આ રેગીસ્તાનમાં આભ ફાટી જાય તેવી ગર્જના સોનલ અને જીગર કરશે.ઈશ્વરને બધા પ્રાર્થના કરી રહ્યા હતા કે તે અહીં આસપાસ જ હોઈ.
થોડીજવારમાં રેતીની આંધી શાંત પડી ગઈ.પણ કવિતા અને મહેશ કોઈ જગ્યા પર દેખાય રહ્યા ન હતા.બધા જ મોટે મોટેથી સાદ પાડી રહ્યા હતા સોનલ સોનલ ..!!! મહેશ મહેશ...!!!!પણ સામેથી કોઈનો અવાજ આવી રહ્યો ન હતો.
સોનલ મિલનની થોડી નજીક આવી તેને પકડીને રડવા લાગી.મિલન મેં તને કહ્યું હતું ને કે આ રેગીસ્તાનમાં એક પછી એક બધા જ મુત્યું પામશું.આપણા માંથી કોઈ પણ જીવતું અહીંથી બહાર નહીં નીકળે.ક્યાં છે મારો મહેશ...??
બોલ ને મિલન ક્યાં છે?જો તું નહીં શોધી આપે તો હું અહીંથી એક ડગલું પણ આગળ નથી વધું હવે.
***********ક્રમશ**************
રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.
લેખક -કલ્પેશ દિયોરા.
આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup)