ગાડી શરૂં થઈને બધાં બેસીને એક હાશકારો અનુભવવા લાગ્યા... ફાઈનલી ઘરે જશું તો લીપીને સારૂં થઈ જશે...એ આશા બધાનાં મનમાં રમી રહી છે...પણ અન્વયને હજું પણ જાણે ચેન નથી પડતું...તે પાછળની સીટ પર લીપી સાથે બેઠો છે...રાતનો સમય છે...થોડી ચિંતા તો થોડાં અજાણ્યા રસ્તા પર બધાને છે ને વળી લીપીની આવી સ્થિતિને કારણે મુસીબતના વાદળો ગમે ત્યારે આવી શકે છે એ માટે બધાં માનસિક રીતે તૈયાર રહેવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.....
અન્વય લીપીના કપાળ પર ધીમેથી હાથ ફેરવતો એ રાતના અંધારાને કારણે ગાડીમાં ચાલુ નાની લાઈટ ના અજવાળે તે આગળ ડ્રાઈવર કોણ છે એ જોવાની કોશિષ કરી રહ્યો છે.
આટલાં અનુભવો પરથી અન્વય,અપુર્વ અને પ્રિતીબેન તો એ ડ્રાઈવરની હાજરીને કારણે કંઈ પણ વાત કરવી ટાળી રહ્યાં છે..... પરેશભાઈ અને દીપાબેનની વચ્ચે વચ્ચે પુછાતાં અમુક પ્રશ્નોના જવાબ ટુંકાણમાં આપીને અન્વય અને અપુર્વને ચુપ રાખવાં માટે પ્રયત્ન કરી રહ્યાં છે....
ડ્રાઈવરની બાજુમાં નિમેષભાઈ બેઠા છે...એમને તો બીજી કંઈ ખબર ન હોવાથી તેમણે ડ્રાઈવરને બહું ઝીણવટભરી નજરે જોવાની કોશિશ પણ ન કરી.....તેણે મોંઢા આગળ મફલર જેવું એક કપડું વીટાળ્યુ છે એટલે જેથી એનો ચહેરો બહું સારી રીતે જોઈ શકાતું નથી....
રાતનો સમય હોવાથી જ બધાંને ઝોકાં પણ આવવાં લાગ્યાં છે. રાતનો સમય, ચિંતાનો માહોલ કે જેને કારણે બધાંની ઉંઘ હરામ થઈ ગઈ છે....આથી એક એક કરતાં બધાં સુવા લાગ્યાં...લીપી હજું ભાનમાં નથી પણ અત્યારે કદાચ લીપી સુતી રહે એવું જ બધાં ઈચ્છી રહ્યાં છે...પણ હજું અન્વયની આંખોમાં ઊંઘનું નામોનિશાન નહોતું...તેની આગળની સીટમાં હજું સુધી કાનમાં ઈયરફોન લગાવીને સોન્ગ સાંભળીને જાગવા માટે પ્રયત્ન કરી રહેલો અપુર્વ પણ હવે એમ જ સુઈ ગયો છે...
આગળ નિમેષભાઈ ઝોકાં ખાતાં ખાતાં જાણે જાગવાનો પ્રયત્ન કરતાં બોલ્યાં, ભાઈ અડધી રાત થઈ ગઈ છે તમારે ચા પાણી કરવાં હોય તો હાઈવે પર કોઈ હોટેલ દેખાય એટલે ઉભી રાખી દેજો....
ડ્રાઈવરે વધારે કંઈ પણ બોલ્યા વિના એક વાક્યમાં કહીં દીધું એની કોઈ જરૂર નથી...આ તો અમારે રોજનું છે...બસ અમારૂં કામ થાય એ જ અમારૂં ધ્યેય છે.
નિમેષભાઈ : અરે ભાઈ આ તો પેટ માટે બધું કરવું પડે ને... આખું પરિવાર આખરે તમારા પર નિર્ભર હશે.... પૈસા છે તો બધું છે આ જમાનામાં તો...
ડ્રાઈવર : ના કાકા હવે તો પૈસાનો કોઈ મોહ નથી રહ્યો... કોનાં માટે કમાઉં હવે ?? બસ જિંદગી પુરી કરવાની છે...
ડ્રાઈવરની આવી વાત સાંભળીને નિમેષભાઈની ઉંઘ જાણે ઉડવા લાગી...તે બોલ્યાં, કેમ ભાઈ આવી નિરાશાજનક વાતો કરો છો?? જિંદગી તો ભગવાને જીવવા માટે આપી છે... પોતાનાં લોકો સાથે સરસ રીતે જીવન જીવવું જોઈએ.
ડ્રાઈવર : એનાં માટે હવે પરિવાર પણ હોવો જોઈએ ને...પણ હવે જવાં દો એ બધાંનો હવે કોઈ મતલબ નથી.
નિમેષભાઈને લાગ્યું કે હું કદાચ વધારે ઊંડાણમાં ઉતરી રહ્યો છું એટલે એમણે આગળ કંઈ પુછવાનું ટાળ્યું...પણ આ બધી જ વાત અન્વય ધ્યાનપુર્વક સાંભળી રહ્યો છે. પણ ચર્ચા વચ્ચેથી જ બંધ થઈ જતાં અન્વય પણ ફરી લીપીનો કોમળ હાથ પોતાનાં હાથમાં લઈને બંનેનાં લગ્ન સમયની મીઠી મધુરી યાદોમાં ખોવાઈ ગયો...
*. *. *. *. *.
લીપી અને અન્વયના લગ્નની તૈયારીઓ થવા લાગી છે. બધાં શોપિંગની તૈયારી કરી રહ્યાં છે. આખાં લગ્ન રજવાડી સ્ટાઈલથી થાય એવી અન્વય અને લીપીની ઇચ્છા છે...અને પૈસાની તો કોઈ કમી નથી...એટલે બધી સરસ રીતે તૈયારી થવા લાગી છે...
પણ અન્વય જેવો નસીબદાર જીવનસાથી કોઈને જ મળે...તેણે લગ્નની વાત થતાં જ બંનેનાં પરિવારોની હાજરીમાં સ્પષ્ટ જણાવી દીધું કે લગ્નનો જે પણ ખર્ચો થશે બંને પરિવાર અડધો અડધો કરશે.... એમાં લીપીના એકનાં પરિવાર પર કોઈ જ ભાર નહીં આવે....
પરેશભાઈ એ કહ્યું, બેટા એની કોઈ જરૂર નથી...અમે કરશું... કંઈ વાંધો નથી.
અન્વય : લગ્ન તો બંનેનાં છે ને...તો તમે દીકરી વાળાં એટલે તમારાં પર ભાર ન આવવો જોઈએ...
પરેશભાઈ ગળગળા થઈને બોલ્યાં, આવો જમાઈ તો નસીબદાર ને જ મળે...
*********
આખરે લગ્નનાં દિવસો આવી ગયાં... બધું જ એકદમ રજવાડી...ને રાસગરબાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે...એ સમયે જે અન્વય લીપી અને પરિવારજનોની એન્ટ્રી હતી કોઇ બોલિવુડની હસ્તીઓના લગ્નથી કમ ન હતી... તેમનાં દરેકનાં ડ્રેસિંગ અને મેચિંગ બધું જ લીપી પોતે બહું સારી ફેશન ડિઝાઈનર હોવાથી તેણે પોતે બધું તૈયાર કર્યું છે.
બધું બહું સરસ રીતે પતી ગયું છે આગલા દિવસે અને લગ્નનાં
દિવસે અન્વય બ્રાઈડલ બનેલી લીપી ને એકીટશે જોઈ જ રહ્યો છે...આજે તેને દુનિયાની બધી જ ખુશી મળી ગઈ હોય એવો એને અહેસાસ થઈ રહ્યો છે...કારણ કે આટલો સરસ, સુખી સંસ્કારી પરિવાર , અને વળી તેની લાઈફમાં લીપી જેવી એજ્યુકેટેડ, સંસ્કારી, સુંદર છોકરી આજે એની જીવનસાથી બનવાની છે એ જોઈને એ પોતાની જાતને બહું ખુશનસીબ માનવાં લાગે છે....
ને એ સાથે જ અન્વય વિચારોનાં મીઠા અહેસાસમાંથી બહાર આવતાં મનમાં બોલ્યો, કદાચ અમારાં આ પ્રેમાળ સંબંધમાં મારી પોતાની જ નજર લાગી ગઈ છે...ને એને આંખો ભરાઈ આવી..તેણે લીપીને ચુમી લીધી...ને એક નાનાં બાળકની જેમ તેને પકડીને બેસી ગયો...
*. *. *. *. *.
સવારનાં આઠ વાગી ગયાં છે.. બધાં જ ઉઠી ગયાં છે... બધાં એક જગ્યાએ ઉતરીને થોડો ચા નાસ્તો કરે છે...લીપી થોડી આંખો ખોલીને પાછી સુઈ જાય છે. અન્વય ગાડીમાં બેસી રહે છે એની સાથે....તેની આંખો પર ઉજાગરાનો ભાર સ્પષ્ટ વર્તાઈ રહ્યોં છે.
પ્રિતીબેન બરોડા નજીક હોવાથી બધાંને ઘરે આવવા કહે છે, પણ નિમેષભાઈ કહે છે, પછી આવીશું શાંતિથી અત્યારે તમે પણ ચાલો અમદાવાદ લીપીને તમારા લોકોની બહું જરૂર છે.
ને બધાં જ સાડા દસ આસપાસ અમદાવાદ આવી પહોંચે છે...નીચે ઉતરીને નિમેષભાઈ ડ્રાઈવરને પૈસા આપવા ગયાં તો અપુર્વ એ કહ્યું, પપ્પા હું આપી દઉં છું...તમે જાવ...અને તે ત્યાં ગાડી પાસે પહોંચ્યો. લીપીને ગાડીમાંથી નીચે ઉતારવાં ગયાં તો એની આંખો ખુલી ગઈ...તે બોલી, અરે અનુ..આપણે તો ઘરે આવી ગયાં...વાહ હવે તો બહું મજા આવશે...મને હવે બહું સારૂં ફીલ થાય છે....આખરે ધરતીનો છેડો ઘર...એમ કહીને એ એકદમ નોર્મલ થઈને નીચે ઊતરવા લાગી.
બધાંએ લીપીને આમ ખુશ થતી અને નોર્મલ જોઈ એટલે થોડી શાંતિ થઈ...પણ અચાનક એ ડ્રાઈવર ત્યાં આવ્યો જ્યાં લીપી ઉતરી રહી છે... અચાનક શું થયું કે તે એકદમ લીપીને અથડાયો...ને પછી તરત સોરી બોલ્યો...ને પાછો સાઈડમાં જતો રહ્યો...અને અપુર્વ જેવો પૈસા આપવા પહોંચ્યો ત્યારે એ સમયે જ તે ડ્રાઈવરે તેનાં ચહેરા પરનાં કપડાંને ખસેડયું ને એને અચાનક ચક્કર આવી ગયાં....એનો શક ફરી સાચો પડ્યો....તેણે અન્વયને બુમ પાડી પણ એ લીપીને લઈને અંદર પહોંચી ગયો હતો....
હવે ફક્ત એ એકલો જ બહાર છે...એણે કહ્યું, ભાઈ તમે ??
ડ્રાઈવર : હા કેમ શું થયું ભાઈ ?? ના ગમ્યું ??
અપુર્વ : ભાઈ તમે શું કામ અમારો પીછો કરી રહ્યાં છો?? અમે તમારું શું બગાડ્યું છે ?? અમે તો તમને ઓળખતાં પણ નથી ?? પ્લીઝ જે પૈસા થતાં હોય એ લઈ લો અને મહેરબાની કરીને અમને અમારી રીતે જીવવા દો. તમને કંઈ મદદ જોઈતી હોય તો હું તૈયાર છું. તમારે વધારે પૈસા જોઈએ તો પણ આપી દઉં....
ડ્રાઈવર : હજું પૈસા લેવાનો સમય નથી આવ્યો.... હું આપને ફરી મળીશ ભાઈ....બાકી પૈસાનો હવે કોઈ મોહ નથી...એમ કહીને એ જોરજોરથી હસવા લાગ્યો...
અપુર્વ એનો હાથ પકડવા ગયો ત્યાં જ એ ત્યાંથી પહેલાંની જેમ જ સરકી ગયો...ને ગાડી ચાલુ કરીને ત્યાંથી નીકળી ગયો....અપુર્વને બીજો ઝાટકો લાગ્યો કે એણે પાછળથી એ ગાડીનો નંબર નોટ કરવા જોયું...ના તો કોઈ ગાડીનું નામ કે ના નંબર.....
અપુર્વ ત્યાં બંગલાના ગ્રાઉન્ડમાં રહેલી બેન્ચ પર એ એમ જ ફસડાઈ પડ્યો.....
શું લીપી અમદાવાદમાં આવીને ફરી પહેલાં જેવી નોર્મલ બની શકશે ?? શું હશે એ ડ્રાઈવર નું રહસ્ય ?? અન્વય ફરી લીપી તેનું પ્રેમાળ લગ્નજીવન શરૂ કરી શકશે ખરાં ?? લીપીની આવી તફલીકો શરૂં રહેશે તો અન્વય અને તેનો પરિવાર તેને અપનાવી શકશે ખરાં??
જાણવા માટે વાચતા રહો, પ્રિત એક પડછાયાની - ૧૬
મળીએ બહું જલ્દીથી એક નવાં ભાગ સાથે.....