આમ તો "માં" ઉપર ખૂબ લખાયું છે.....
છતાં હું પણ મારા વિચારો અહીં મુકું છુ.
આપ ને સારા લાગે તો યોગ્ય મંતવ્યો આપશો જી...🙏
"માં" કેેેવો હુંફાળો શબ્દ છે.....
"માં"માટે જેટલું પણ લખાયું છે તે દરેક વાત માં હંમેેશા નવીન્યતા ભળે છે. "માં" પોતાના બાળક માટે શુંં શુંં કરી શકે છે તેની કલ્પના પણ આપણે કરી શકતા નથી ....પરંતુ જ્યારે એવા કિસ્સાઓ જોવા કે સાંંભળવા મળે છે ત્યારે આંખો માંથી આશ્ચર્ય ટપકવા લાગે છે, અને દરેક સ્વીકારેે પણ છે....આ " માં " જ કરી શકે . જ્યારે પણ સ્ત્રી ને ખ્યાલ આવે કે તેે "માં" બનવાની છે તે જ ક્ષણ થી તેના દિલ માંં અનુકંપા ના અંકુરો ફૂટે છે.....અને કોઈ જ અનુભવ નથી હોતો છતાં તેના ઉદરપટલ માં જ સંભાળ લેવાની ચાલુ થઈ જાય છે. આ કુદરત નો કરિશ્મા છે કે મન પુલકિત થઈ ઉઠે છે . સ્ત્રી માંથી "માં" રૂપાંતરિત થાય છે ત્યારે તે પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે અને માત્ર પોતાના બાળકમય બની જાય છે. તેની સંભાળ , આળ પંપાળ , તેનો ગમો અણગમો , તેના માટેનું અનેરું વાત્સલ્ય, તેની દરેકેદરેક ક્ષણ ની દરકાર જાણે કે તેનો પોતાનો શ્વાસ પણ બાળક માટે જ હોય છે..... જ્યાર થી "માં"
બને છે ત્યારથી જીવે ત્યાં સુધી તે પોતાના બાળક માટે જ જીવે છે. પણ બાળક યુવાન બને છે ત્યારે "મા" દ્વારા થયેલ આળ પંપાળ બધા સમજી નથી શકતા .....
પોતાના બાળક માટે કંઈ પણ કરવા નું હોય તો....."માં" પોતે ગમે તેટલી બિમાર હોય , થાકી હોય, કે પછી ઘડપણ પણ ભૂલી જાય છે અને " યુવાન માં " ની જેમ ભાવતી વસ્તુ બનાવવા લાગે છે.
એક નવા જ હર્ષ-ઉલ્લાસ સાથે બાળક માટે બધું જ કરી છૂટે છે.... જો કોઈ વસ્તુ ઓછી બની હશે તો
કહેશે , " મને નથી ભાવતી તું ખા , મને નહિ પચે તું ખા , મારુ પેટ ભરેલું છે તું ખા " આવા તો અનેક બહાના ના પડીકા ખોલવા લાગશે.....અને બાળક ને ખવડાવી ને ખુશ થશે.
"માં" બાળક માટે દરેક સમયે એક શક્તિરૂપે ખડે પગે રહે છે.તેને હિંમત આપવા માટે , તેને દુનિયા બતાવવા માટે , તેને આગળ વધારવા માટે......જીવનની કોઈપણ પડકાર ભરેલી પરિસ્થિતિ બાળક પર આવી પડે તો તે પોતાની સંપૂર્ણ શક્તિ ન્યોછાવર કરી દે છે. એવું કહેવાય છે કે .....જો પોતાનું બાળક તકલીફ માં હોય અને " માં " ભગવાન ને પ્રાર્થના કરવા બેસે તો ભગવાને પણ તેની પ્રાર્થના સાંભળવી પડે છે......
આવી " શક્તિરૂપી માં " માટે તો જેટલું કરવામાં આવે તેટલું ઓછું પડે...... " મા " ક્યારેય કોઈ અપેક્ષાઓ રાખતી નથી , માંગતી પણ નથી બસ તેને તો માત્ર પોતાના બાળક નો પ્રેમ જોઈએ છે
જો આ પ્રેમ ના તાણા વાણા સમજાય તો દુનિયાની ઘણી તકલીફો દૂર થઈ શકે...."મા" ના જીવવાનું વજૂદ બાળક હોય છે....." માં " ની સંજીવની બાળક હોય છે......" મા " નું હાસ્ય પણ બાળક હોય છે..
" માં " નું કારણ પણ બાળક હોય છે....." માં " નું સર્વસ્વ બાળક જ હોય છે.....
બસ આ ગુઢતા જો સમજાય તો આજે ઘણા " માબાપ " અનાથ ની જેમ વૃદ્ધાશ્રમ માં રહે છે તે બંધ થઈ જાય. બાકી તો જે સંસ્કાર આપણે બતાવીશું તે જ આગળ ની પેઢી ગ્રહણ કરશે...અને એક ગતિચક્ર માં બધા પીસાયા કરશે......