Matrutva no rang in Gujarati Motivational Stories by Het Bhatt Mahek books and stories PDF | માતૃત્વનો રંગ

Featured Books
Categories
Share

માતૃત્વનો રંગ

મા તે મા બીજા બધા વગડા ના વા,".... "ગોળ વિનાનો મોરો કંસાર મા વિવાનો સુનો સંસાર".... મીઠા મધુરને મીઠા મોરલા રે લોલ... એથી મધરું મોરી માત જો... જનની ની જોડ સખી નઈ મળે રે લોલ...

પૈરાણિક કથન છે કે ‘મા’ શબ્દમાં સ્વયં આખી દુનિયા સમાયેલી છે. વિશ્વભરમાં ‘મા’, ‘મધર’, ‘અમ્મા’, ‘મમ્મી’ કે ‘માતા’ મોમ, મમ્મા એમ બધી જ ભાષાઓમાં ‘મા’ શબ્દ તો ક્યાંક ને ક્યાંક આવે જ છે. આજે અહીં ‘મા’ સાથે સંકળાયેલી એક નાની પણ હૃદયસ્પર્શી વાર્તા છે

ભગવાન જયારે પહોંચી ના શક્યો ત્યારે પૃથ્વી પર અકલ્પીય તત્વ નું સર્જન કર્યું. એનું નામ છે "મા "

રોમાનિયાના વતની, ફ્રાંસમાં રહેતો એડવર્ડ ક્લીંચ પોતાની જિંદગીના અનુભવનું વર્ણન કરતાં કહે છેઃ
‘ મારી માતાને ફક્ત એક જ આંખ હતી. તેના કારણે તે કદરૂપી દેખાતી હતી. મારી સાથે સ્કૂલમાં ભણતા મારા મિત્રો એ કારણે મારી મજાક ઉડાવતા હતા. એ કારણે મારી મા થી દૂર રહેવા માટે મેં મારા વતનથી દૂર ફ્રાંસમાં જઈ ભણવાનો નિર્ણય કર્યો, જેથી કોઈ મારી માતાને જોઈ ના શકે. હું ખૂબ ભણ્યો. ફ્રાંસમાં હું ધનવાન અને જાણીતો વ્યક્તિ બની ગયો. તે પછી ફ્રાંસમાં જ મેં લગ્ન કરી લીધું. લગ્ન પછી હું બે બાળકોનો પિતા બન્યો. અમારું પરિવાર ખુશ હતું. વળી અમે બધા મારી મા થી દૂર હતા.મારી મા પાસે મારું ટપાલનું સરનામું હતું. એક દિવસ અચાનક મારી મા મને મળવા અગાઉથી જાણ કર્યા વિના મારા ઘેર આવી ગઈ. મારા બાળકોએ પહેલી જ વાર મારી મા ને જોઈ. મારી મા ની એક આંખની જગ્યાએ કાણું જોઈ મારા બાળકો ડરી ગયા. હું પણ આમ કહ્યા વગર અચાનક આવી ગયેલી મારી મા પર ગુસ્સે થઈ ગયો. મેં એને ઘરમાંથી તાત્કાલિક ચાલ્યા જવા કહ્યું. તે ચૂપચાપ ચાલી ગઈ.

એક દિવસ હું મારી બચપણની સ્કૂલના એક કાર્યક્રમમાં હાજરી આપવા મારા વતન રોમાનિયા ગયો. આ સ્કૂલમાં ભણીને બહાર શ્રેષ્ઠતાને પામેલા ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું અહીં સન્માન થવાનું હતું. તેમાં હું પણ એક હતો. અહીં મારી સાથે ભણતા કેટલાક સિનિયર્સ મને મળ્યા. એ કાર્યક્રમ પૂરો થયા બાદ હું મારી મા જ્યાં રહેતી હતી તે મહોલ્લામાં ગયો. મેં જોયું તો અમારું ઘર બંધ હતું. મેં પડોશી મહિલાને પૂછયું તો તેમણે કહ્યું કે ‘તમારી ‘મા’ છ મહિના પહેલા મૃત્યુ પામી છે, પરંતુ તેમણે મૃત્યુ પામતાં પહેલાં અમને એક પત્ર આપ્યો હતો અને કહ્યું હતું કે જો મારો દીકરો કદીક અહીં આવે તો તેને મારો આ પત્ર આપજો.’ અમારા એ પડોશીએ મારી મા એ મને ઉદ્દેશીને લખેલો એ પત્ર મને આપ્યો, જેમા એણે એના મૃત્યુ પહેલાં લખ્યો હતો. એ પત્રમાં મારી મા એ લખ્યું હતું: ‘બેટા! તું ખૂબ નાનો હતો ત્યારે તું લપસી પડયો હતો. તારી એક આંખમાં ખીલો ઘુસી ગયો હતો. તારી આંખ જતી રહી હતી. હું એ હાલત જોઈ શકી નહીં. ડોક્ટરોએ કહ્યું: ‘આ બાળકને હમણાં જ કોઈની આંખ મળી જાય તો તે બંને આંખે જોતો થઈ શકશે.’ તારી હાલત જોઈને એ જ વખતે મારી એક આંખ મેં તને આપી દીધી હતી, બેટા. ડોક્ટરોએ કામયાબીથી એ શસ્ત્રક્રિયા પાર પાડી હતી. મને આજે એ વાતની ખુશી છે કે તું મારી આંખથી દુનિયા જોઈ શકે છે…’ તારી મા.
અને એ પત્ર વાંચીને તે સ્તબ્ધ બની ગયો. જે કારણસર એ પોતાની માને ધિક્કારતો હતો, એને તરછોડી હતી, એ બાબત તો તેના માટે માતાનું શ્રેષ્ઠ બલિદાન હતું.
✍️હેત