Nasib na Khel - 27 in Gujarati Fiction Stories by પારૂલ ઠક્કર... યાદ books and stories PDF | નસીબ ના ખેલ... - 27

Featured Books
Categories
Share

નસીબ ના ખેલ... - 27

ધરા ત્યારથી જ નિશા ને ભાભી કહેવા લાગી અને મનોજ જે એના બનેવી થતાં હતાં એને ભાઈ કહીને એનું માથે પણ ઓઢવા લાગી, આશ્ચર્ય ની વાત એ હતી કે નિશા આ બાબત માં મનોજ ને કાંઈ કીધુ નહિ અને કેવલે પણ કોઈને કાંઈ પણ ન કીધુ , પણ મનોજ આ વાત નોટિસ કરતો હતો કે ધરા હવે એની હાજરીમાં માથે ઓઢીને જ ફરે છે , પહેલા કરતા વાત પણ ઓછી કરે છે , એણે નિશા ને ધરા ના આ બદલાવ વિશે પૂછ્યું પણ ખરું તો નિશા સાવ અજાણી બની ને કહી દીધું કે એને આ બારામાં કાઈ ખબર જ નથી .જોંકે નિશા હવે ધરા ને ઓળખી ગઈ હતી કે ઘરમાં પોતે ધરા ને કંઈપણ કહેશે તો ધરા ઘરના પુરુષો સુધી વાત નહિ પહોંચાડે, ધરા ની આ કમજોરી નો હવે નિશા બરોબર નો ફાયદો ઉઠાવવાની હતી.
દિવસો પસાર થવા લાગ્યા, ત્યાં ધરા ને સારા દિવસો રહ્યા, ધરા એ આ વાત કેવલ ને કરી અને કેવલ એ આ વાત નિશા ને કરી, ઘરમાં બીજા કોઈ ને કહેવાના બદલે નિશા એ સીધું એમ જ કીધું કે લગ્ન ના એક વર્ષ માં 3 માથા ન થવા જોઈએ, મતલબ બાળક ન આવવું જોઈએ, પિતાના માથે ભાર આવે....
અને કેવલે પણ નિશા ની વાત માં સુર પુરાવ્યો , અને ઘરમાં મનોજ ને કે ધરા ના મમ્મી પપ્પા ને કાઈ સમાચાર આપ્યા વગર નિશા ધરા ને એક ડોક્ટર પાસે લઈ ગઈ અને એક ઇન્જેક્શન અપાવી ને ધરા ને ગર્ભપાત કરાવી દીધો, એ સમયે ધરા એટલી મજબૂત નોહતી કે કેવલ કે નિશા ની સામી થઇ શકે કે પોતે કાંઈ પણ નિર્ણય લઇ શકે, એ બસ જોતી જ રહી ગઈ કે કેવલે એનો નહિ પણ નિશા નો સાથ દીધો,
ને દિવસ બાદ ધરા ની તબિયત બગાડતા ન છૂટકે નિશા એ ઘરમાં બધા ને વાત કરી કે ધરા ની તબિયત હકીકત માં પેલા ઈન્જેકશન ને કારણે બગડી છે, ત્યારે નિશા ના પતિ એ નિશા પર ખુબ ગુસ્સો કર્યો, આ પગલું ભરવા બદલ નિશા ને ખુબ ઠપકો આપ્યો, પણ હવે જે થઇ ગયું હતું એ બદલી શકાયઃ એમ ન હતું,
પણ ભગવાને કાંઈક બીજું જ વિચાર્યું હતું ધરા માટે, આ ગર્ભ -પાત બાદ તરત જ પછી ના મહિને ફરી ધરા ને સારા દિવસ નો અણસાર આવી ગયો , આ વખતે એણે કોઈ ને કાંઈ જ ન કીધુ , જો કે ચાલક નિશા ના ધ્યાન માં એ વાત આવી ગઈ કે ધરા આ મહિને માસિક ધર્મમાં નથી આવી, એણે ધરા ને પૂછ્યું પણ ખરું કે કેમ હજી તારા પીરીયડ નો ટાઇમ નથી થયો ? ધરા એ કહી દીધું કે પેલું ઇન્જેક્શન લીધા પછી કદાચ કાઈ ફેર થયો હોય એમ પણ બને , નિશા એ ઘણું આડું અવળું પૂછી જોયું, પણ ધરા એ કાઈ જણાવ્યું નહિ એટલે નિશાએ કેવલ ને પૂછ્યું, પણ કેવલ એ પણ પોતે કાઈ ન જાણતા હોવાનું કહ્યું , અને પ્રભુ કૃપા થી ધરા ના દિવસો ચડવા લાગ્યા ,
પણ બીજો મહિનો બેસતા જ ધરા ની તબિયત થોડી બગડવા લાગી અને ધરા ને હોસ્પિટલ માં દાખલ કરવી પડી ,ધરા ને દાખલ કરતા જ મનોજે ધરા ના પપ્પા ને જાણ કરી કે ધરા બીમાર છે અને એને દાખલ કરી છે, અને પળ નો ય વિલંબ કર્યા વગર ધરા ના મમ્મી ને ભાવનગર જવા રવાના કર્યા ધરા ના પપ્પા એ.....