[ આગળના પાર્ટ માં દીપ ને રિધમ , હર્ષને દીપાલી , કુશને મન અને કિશનને એક સ્ત્રી દેખાય છે. ]
કિશનની પાસે આવતી હતી તેમ જોઈ કિશને તેની આંખો બંધ કરી દીધી. " મારે મદદની જરૂર છે. " સ્ત્રી તેના કાન પાસે મોઢું રાખીને ધીમે થી બોલી. અચાનક પાણી પડવાનો અવાજ આવ્યો. કિશન ને તરત ગ્લાસ યાદ આવ્યો. કિશને આંખો ખોલી. સામે કોઈ ન હતું. કિશન રૂમ ખોલી. પાણી બંધ કર્યું. પાણી પી તે તરત ગોદડું ઓઢીને સુઈ ગયો.
*
" ચાલને રમવા. " નિરજે નિલ ને રમવા બોલાવ્યો. " નથી આવવું. " નિલ નિરાશ આવજે બોલ્યો. " ચાલ ને કેમ મોઢું લટકાવી ને બેઠો છે ? " નિરજે તેના માથા પર ટપલી મારતા બોલ્યો. " ના પાડી ને નથી આવવું. સમજાતું નથી. " નિલ ગુસ્સે થઈ ને બોલ્યો. " હા હા ઓકે. ના આવવું હોય તો કઈ વાંધો નહી. " નિરજ બોલ્યો. " સોરી યાર. થોડું ટેન્શન છે. " નિલ એટલું કઈ ત્યાંથી નીકળી ગયો. " અરે શેનું ટેન્શન છે ? " નીરજ બોલ્યો. નિલ જવાબ દીધા વગર ચાલતો જ રહ્યો.
*
" આજે આવવું છે ને મુવી માં " ઋતુ કવિતાને બોલી. " એ ક્યાં ધ્યાન છે ? આવવાની છો ને ? " ઋતુએ કવિતાને મૂર્તિ બનેલી જોઈ, હચમચાવી બોલી. " હઅ. ના મૂડ નથી. " કવિતા નિંદર માંથી ઉઠી હોય તેવી રીતે બોલી. " ચાલ ને મૂડ બની જશે. " ઋતુ બોલી. " ના. અત્યારે મગજ નથી ચાલતું. આજે નઇ પછી આવીશ. " કવિતા થોડા ઉદાસ ચહેરે બોલી. " શું થયું ? " ઋતુ તેની સામે જોતા બોલી. " કઈ નહિ. તું જાને. હું મોબાઇલ માં જોઈ લઈશ." કવિતા બોલી. " સારું. એમ બોલી ઋતુ કવિતાના ઘરેથી નીકળી ગઈ.
*
" હૈ નીરવ, તું ક્યાં અપને સાથ મુવી મેં ચલેગા ?" ક્રિસ થોડા તોતડીયા અવાજ માં બોલ્યો. સ્કૂલ માંથી છૂટીને ક્રિશ, દર્શક અને મિતુલ , નીરવ સાથે થયા. " ના નઇ આવવું. " નીરવ નીચું મોઢું રાખીને બોલ્યો. " ઋતુ પણ આવવાની છે. " ક્રિશ નિરવને કોણી મારતા બોલ્યો. " તો પણ નથી આવવું. " નીરવ બોલ્યો. " એય શું થયું ? કેમ સન્યાસ લઈ લીધો કે શું ? " ક્રિશ બોલ્યો. " આગળની બધી વખતે ઋતુ આવી એટલી વાર તું આવ્યો છો. આજે કેમ આમ ? " મિતુલ બોલ્યો. " મજા નથી. " નીરવ બોલ્યો. " તને ને મજા ને શું! તારે આવવાનું છે. " ક્રિશ બોલ્યો. " ના પાડી નઇ સમજાતું. " નીરવ થોડા ઉંચા અવાજે બોલ્યો. ક્રિશ ત્યાં જ ઉભો રહી ગયો. " કઈક તો ગરબદડ લાગે છે. " ક્રિશ મનમાં બોલ્યો.
*
" આજે કેમ તારું મોઢું ઉતરી ગયું છે ? " હર્ષે કુશને પૂછ્યું. " કઈ નઇ. " કુશ દીવાલ સામે એકી નજરે જોતા બોલ્યો. હર્ષ કુશ ના ઘરે હતો. કુશ ના મમ્મી બહાર ખરીદી માટે ગયા હતા. " તને શું લાગે છે ? તારા મોઢા ઉપર બધું દેખાય છે. " હર્ષ બોલ્યો. " કઈ નથી. " કુશ બોલ્યો. " એવું તો નથી. શું વાંધો છે બોલ ? " હર્ષ બોલ્યો. " હું કવ પણ તું દાંત કાઢીશ. " કુશ બોલ્યો. " નઇ કાઢું બસ. " હર્ષ મોઢા પર આંગળી મુકતા બોલ્યો. " રે'વા દે ને . " કુશ બોલ્યો. " મને નઇ કે તો કોને કહીશ! બોલ ઝડપથી." હર્ષ બોલ્યો. " મને જુની કરેલી ભૂલ મને આંખો સામે દેખાય છે. " કુશ બોલ્યો. " શું ? " હર્ષ ચોકીને બોલ્યો. " હા. તને મન યાદ છે. " " હા. " " એને રમવા માટે મેં જ બોલાવ્યો હતો. તેને એલર્જી હતી એ મને ખબર ન હતી. તેને રમતા રમતા શ્વાસનળી બંધ થઈ ગઈ. એનું મને દુઃખ છે. પણ હવે તે મને સામે દેખાય છે. " કુશ થોડા ડરેલા આવે બોલ્યો. " શું તને મન દેખાયો ? " હર્ષે પૂછ્યું. " હા. યાર મને બહુ ડર લાગે છે. તું કઈક કરને. " કુશ બોલ્યો. " મને પણ એવું જ છે. " હર્ષ બોલ્યો. " શું ? " " હા. હું ભૂકંપ માં બધાની મદદ કરતો હતો. તેમાં દીપાલી ને મેં એક જગ્યાએ બેસાડી. તેને કહ્યું હું તારી સાથે આવું. પણ મેં ના પાડી. પછી બીજો આંચકો આવ્યો અને તેની પાસે ની દીવાલ તેના પર પડી ગઈ. એ મને દેખાઈ હતી. " હર્ષ બોલ્યો. " શું ? મને કઈક ગરબડ લાગે છે. આટલા દિવસો પછી ! કોઈક નો મજાક હોવો જોઈએ." કુશ બોલ્યો. " સાચીવાત છે. પણ આવું બધું એરેન્જમેન્ટ કોણ કરી શકે ? " હર્ષ બોલ્યો. " નિલ શિવાય આવું કોઈ કરી જ ન શકે. " કુશ બોલ્યો. " પણ મને તો ક'યે ને. " હર્ષ બોલ્યો. " કદાચ એને બીજા સાથે મળીને આવું કર્યું હોય. બાકી આવું પ્લાનિંગ અઘરું છે. " કુશ બોલ્યો. " પૂછી લઈએ આપણે. " હર્ષ બોલ્યો. " પૂછીને કહે એવો ડાયો નથી. આપણે તેની જાસૂસી કરવી પડશે. " કુશ બોલ્યો. " પે'લા આપણે પૂછી લઈએ. જો હા પાડે તો ઠીક છે બાકી નજર રાખશું. ખોટે ખોટું શું હેરાન થવું !" હર્ષ બોલ્યો. " હા ભલે. તું પૂછી લેજે. " કુશ બોલ્યો.
પ્રતિભાવ આપશો.