“સાહિત્ય સરિતા—૨૦૨૦” સમારોહ અંગે નો અહેવાલ
અમદાવાદ ની પ્રતિષ્ઠિત એલ.ડી. ઇજનેરી કોલેજ માં તારીખ ૭—૮ ફેબ્રુઆરી ૨૦૨૦ નાં રોજ “સાહિત્ય સરિતા” નાં ચોથા સોપાન નો કાર્યક્રમ યોજાયો હતો. જેમા અમદાવાદ શહેર નાં માનનીય મેયરશ્રી બિજલબેન પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહી તુલસી નાં છોડ પર જળ સિંચન કરી આ કાર્યક્રમ નું ઉદ્ધાટન કરેલ તથા સર્વશ્રી કવિ ભાગ્યેશ જહા, એલ.ડી. ઇજનેરી કોલેજ નાં આચાર્ય ડો. રાજુલ ગજજર, ડો. ચૈતન્ય સંઘવી, ડો. પંકજ રાઠોડ અને સાહિત્ય સરિતા નાં સંસ્થાપક એવા એલ.ડી. ઇજનેરી કોલેજ નાં મિકેનીકલ વિભાગ નાં ભૂતર્પૂવ વિદ્યાર્થી ધનિક ગોહેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ બેદિવસીય કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ માટે ટહુકો, ક્વિઝ, મોનો એક્ટ, ડિબેટ, કવિતા લેખન, શોર્ટ ફિલ્મ અને ફોટોગ્રાફી જેવી જુદી—જુદી રાજયકક્ષા નીે સ્પર્દ્યાઓ નું આયોજન થયુ હતું. તથા ગુજરાતી સાહિત્યકારો નાં વિવિધ સેશનો નું આયોજન કરવામા આવ્યું હતું. જેમા પ્રથમ દિવસે તારીખ ૭નાં રોજ સવારે સમારોહ નું વિધિવત ઉદ્ધાટન થયા બાદ ભાગ્યેશ જહા અને રાધા મહેતા દ્રારા આપણી સંસ્કૃતિ નો પાયો એવી સંસ્કૃત ભાષા ની સાહિત્ય રચનાઓ, મહાકવિ કાલીદાસ નાં શાકુંતલ નાટક તથા ભગવદ્ગીતા નાં મહત્વ નું રસપાન કરાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ દિપક પંડયા એ લ્ફિે ૈનગનિેેરનિગ વિષય પર મોટીવેશનલ સેમિનાર આપ્યો હતો અને વિદ્યાર્થીઓ ને જીવન નાં સંઘર્ષો અને મુશ્કેલીઓ નું નિવારણ કઇ રીતે ભગવદ્ગીતા લાવી શકે તેના વિષે વાત કરી. સાંજે વિનય દવે અને અમિત ખુવા એ હાસ્ય ની સરવાણી વહાવી હતી અને પ્રથમ દિવસ નો અંત ભવ્ય મુશાયરા દ્રારા થયો હતો.
બીજા દિવસે સવારે ગુજરાતી ફિલ્મો નાં દિગ્દર્શકો ની ગોષ્ઠિ નું આયોજન થયું, બપોરે જીવન માં હાસ્ય ની જરૂર અને તેની તાકાત વિષે શ્રી રતિલાલ બોરીસાગરે ચર્ચા કરી તથા જય વસાવડા દ્રારા પર્યાવરણ—પુસ્તક પ્રેમ વિષય પર ખુબજ રસપ્રદ વાતો કરવામાં આવી. સમગ્ર સમારોહ નું સમાપન બીજા દિવસ નાં અંતે ધ તાપી બેન્ડ નાં સુરીલા સંગીત સાથે થયુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ટેકનીકલ ક્ષેત્રે આપણા ગુજરાતી સાહિત્ય ને સમર્પિત અને તેના પ્રસાર—પ્રચાર માટે એલ.ડી. એન્જિનિયરિંગ નાં વિદ્યાર્થીઓ દ્રારા ખાસ કરી ને એન્જિનિયરિંગ નાં વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્ય તરફ આગળ વધે તે માટે વર્ષ ૨૦૧૬ થી દરવર્ષે “સાહિત્ય સરિતા” નામે ભવ્ય સાહિત્યોત્સવ નું આયોજન કરવામાં આવે છે.
આ સમારોહ નાં પ્રણેતા અને સંસ્થાપક ધનિક ગોહેલ પોતે મિકેનીકલ એન્જિનિયરિંગ નો વિદ્યાર્થી હોવા છતા નાનપણ થી જ શિક્ષક માતા—પિતા તરફ થી મળેલા માતૃભાષા ગુજરાતી અને ગુજરાતી સાહિત્ય પ્રત્યે નાં પોતાના પ્રેમ ને લીધે ટેકનીકલ ક્ષેત્રે ગુજરાતી સાહિત્ય ને આગળ વધારવા અને ખાસ કરી ને એન્જિનિયરિંગ નાં વિદ્યાર્થીઓ માં છુપાયેલી સર્જન શકિત ને બહાર લાવવા સંકલ્પ બધ્ધ થયો. ટેકનીકલ ક્ષેત્ર માં સાહિત્ય સાંભળતા જ કંઇક અજુગતુ લાગે પણ લગભગ પાંચેક વર્ષ નાં અથાગ પ્રયત્નો બાદ તેને જોયેલા વિચાર અને કરેલા સંકલ્પ નું પરિણામ સાહિત્ય સરિતા નાં રૂપે ૨જી સપ્ટેમ્બર, ૨૦૧૬ ના રોજ ગુજરાત રાજય નાં ટેકનીકલ ક્ષેત્ર નાં વિદ્યાર્થીઓ ને પ્રાપ્ત થયું. જે સમારોહ “સાહિત્ય સરિતા” નામે દરવર્ષે એલ.ડી. ઇજનેરી કોલેજ માં અવિરત પણે યોજાઇ રહ્યો છે.
આ સમારોહ ની ખાસીયત એ છે કે ટેકનીકલ ક્ષેત્રે, ટેકનીકલ સંસ્થા ના સહયોગ થી, ટેકનીકલ વિચારધારા ધરાવતા વિદ્યાર્થીઓ દ્રારા આપણી માતૃભાષા ગુજરાતી અને ગુજરાતી સાહિત્ય નાં સાહિત્યોત્સવ કે જેમા રાજયકક્ષા એ સ્પર્દ્યાઓ નું આયોજન તથા વિવિધ સાહિત્યકારો નાં સેશન નું દરવર્ષે આયોજન થતું હોય એવો સંયોગ ગુજરાત નાં ઇતિહાસ માં કદાચ પ્રથમ વાર જ બન્યો છે. ઉપરાંત આ ઐતિહાસિક સમારોહ ની સરાહના આપણા દેશ ના તત્કાલિન મહામહિમ રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખર્જી સાહેબ, માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબ, આપણા રાજય નાં તત્કાલિન માનનીય રાજયપાલશ્રી ઓ.પી. કોહલી સાહેબ,મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી સાહેબ, શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તથા પરમ પૂજય શ્રી મોરારિબાપુ એ એમના આર્શીવાદ રૂપી શુંભેચ્છા સંદેશ પાઠવી ને પણ કરેલી છે.
— લીલાવંતી વાઘેલા
(ભૂતર્પૂવ આચાર્ય, સરકારી પ્રાથમિક શાળા, ઊમટવાડા)