ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - 3
ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - ૨ માં વાચકો એ "દહેજ" અને "DOMESTIC વીયોલેન્સ" જેવા સામાજિક ગુનાહો નો સહારો લઇ દુરપયોગ કરતી સ્ત્રીઓ નું બીજું પાસું જોયું. અને ભાઉ એ ઘટના ને કઈ રીતે ઓળખી એનો સામનો કરી અને એને સરળતા થી સમજાવી ને દૂર કરી. ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - ૩ માં પણ સમાજ નો એક એવા જ અણગમતા ભાગ નો ભાઉ પોતાની અનોખી સોચ થી દૂર કરશે એ વાંચકો ને જાણવા મળશે.
ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - ૩ - (ભાઉ નો ન્યાય - ભાગ 2)
સવાર નો સમય હતો. બધા પોત પોતાની દિનચર્યા શરુ કરવાની તૈયારી માં હતા. દિનચર્યા શરુ કરવામાં મોડું ના પડે એટલે ઉતાવળે ઉતાવળે નાશ્તો કરી રહ્યા હતા. ત્યાંજ એક ઘાયલ સ્ત્રી લથડાતી આશ્રમ ને દ્વારે આવી પહોંચી. એના વાળ વિખરાયેલા હતા. હોઠો પર ઘાવ હતો અને હલકું લોહી વહી રહ્યું હતું. કપાળ પર જમણી તરફ કાળી સુજન હતી. એ આશ્રમ ના બારણા નો સહારો લેતા ત્યાંજ ઉભી રહી. ત્યાંજ એ બાળક ની નજર એની પર પડી કે એને એના સાથે રહેલા મીરા બા ને જણાવ્યું. મીરા બા એ આશ્રમ ના કર્મચારીઓ ને બોલાવ્યા અને સ્ત્રી મદત કરવા દોડ્યા. બાળક પણ બા ની પાછળ પાછળ ગયું. બા એ ઘાયલ સ્ત્રી ને પશ્ન કર્યો.
"દીકરી ક્યાંથી આવી છો? તારી આવી હાલત કોને કરી? તું ચિંતા ના કરીશ" અમે છીએ ને કહેતા એનો હાથ પકડ્યો.
સ્ત્રી એ ઉત્તર આપ્યો, "હું બાજુ ના ગામ માં રહેલ કોઠી માંથી ભાગી ને આવી છું."
સાંભળતા જ બા એ ઘાયલ સ્ત્રી નો હાથ જટકે છોડ્યો અને ઉતાવળે બાળક ને લઇ ત્યાંથી પાછા આશ્રમ ની અંદર ગયા.
એક કર્મચારી એ ભાઉ ને ઘાયલ સ્ત્રી ના આવ્યા નું સૂચન કર્યું હતું. તેથી ભાઉ ત્યાં પહોંચ્યા જ હતા અને આ વાર્તાલાપ સાંભળી પણ લીધો હતો. ભાઉ એ એમના કર્મચારીઓ ને સ્ત્રી ને માનભેર અંદર લઇ આવવાનું સૂચન કર્યું.અને એની FIRST AID કરી નાશ્તો કરાવાનું કહ્યું.
આ જોતા મીરા બા એ ભાઉ ને પ્રશ્ન કર્યો,
મીરા બા: "તમને તો ખબર છે ને આ સ્ત્રી કોઠી માંથી આવી છે તો કોણ હશે? આપણે અહીં નાના બાળકો પણ છે."
ભાઉ એ બા ને કોઈપણ પ્રકાર નો કોઈ પ્રતિભાવ ના આપ્યો.
આશ્રમ ના બધા જ સભ્યો એક વાત તો સમજી ગયા હતા કે એ સ્ત્રી એક "વેશ્યા" હતી.
મુકુંદ દાક્તર ને લઈને આવ્યો.અને મનોમન સમજી ગયો હતો કે ભાઉ આ વેશ્યા ને પણ સહારો તો આપશે જ કારણ એ ભાઉ ના ઉદાર અને નિરપેક્ષ સ્વભાવ ને ખુબ સારી રીતે જાણતો હતો. બસ એને મૂંઝવણ એ વાત ની હતી કે ભાઉ આશ્રમ ના બીજા બધા સભ્યો ને કેવી રીતે મનાવશે? કારણ સ્ત્રી એ એક વેશ્યા હોવાથી લોકોના મન માં એના પ્રત્યે ક્યાંક ને ક્યાંક ઘૃણા ભાવના આવી હતી.
મુકુંદ: આલા રે આલા દાક્તર આલા, દવાઈ દેને દાક્તર આલા.
મુકુંદ આ ગીત મઝાક રૂપે ગાઈ સ્થિતી ને હળવી કરવા પ્રયત્ન કરવા લાગ્યો. એના આ મઝાક પર એ વખતે કોઈને જ હસવું ના આવતા એણે આગળ મૌન રહેવાનું નક્કી કર્યું.
ભાઉ: બહેન તમારી આવી હાલત કેવી રીતે થઇ? તમારી એવી કેવી મજબૂરી હતી જેથી તમને આ કામ કરવા પર મજબુર કરી દીધા? તમારું સાચું નામ શું છે?
સ્ત્રી: ઈશા, મારુ સાચું નામ ઈશા છે, હું ફકત ૭ વર્ષ ની હતી ત્યારે મારા માતા પિતા ગુજરી ગયા. મારા કાકા અને કાકી ને હું બોજ જેવી લાગવા લાગી. એટલે એમણે મને આ કોઠી માં મૂકી ગયા. એ વખતે એમણે મને જણાવ્યું કે મારા માતા પિતા નું સપનું હતું કે હું એક સુપ્રસિદ્ધ DANCER બનું, જેથી તેઓ મને અહીં લઇ આવ્યા છે. આ એક ન્રીત્ય ACADEMY છે. અને મારે અહીં જ રેહવું પડશે. હું ફકત ૭ વર્ષ ની હોવાથી મને બીજું કશુંય ખબર ન હતી, મને તો અહીં કથક ની જ ટ્રેનિંગ મળવાની શુરુ થઇ. પણ જેમ દિવસો ગયા અને હું મોટી થઇ, ન્રીત્ય માં પણ પરિપૂર્ણ થઇ ત્યારે મારો સોદો કરવા માં આવ્યો. એ વખતે મને સમજ પડી કે આ કોઈ DANCE ACADEMY નહિ પણ એક વેશ્યા ઓ ની કોઠી છે. ભાન પડતા કેમ પણ કરી હું ત્યાંથી નાસી. રસ્તા માં એક ભાઈ એ મને આ આશ્રમ વિષે જણાવ્યું અને કહ્યું અહીં મને આશરો મળશે. આશ્રય ની આશા એ હું અહીં આવી છું. પ્રભુ ની સોગંધ ખાઈ ને કહી શકું કે હું પવિત્ર છું. બસ મારુ નસીબ પથ્થર જેવું કઠોળ નીકળ્યું. માતા પિતા સમાન મારા કાકા કાકી એ સંપત્તિ ની લાલચ માં મને બાળપણ માં જ વેંચી નાખી.
ઈશા પોતાની વાત કહેતા કહેતા રડી પડી. એનું આખા જીવન નું દુઃખ એણે આજે ભાઉ પાસે ખાલી કરી દીધું.
ભાઉ: બહેન જે વીત્યું એ આપણે કશું બદલી શકવાના નથી, અને નબળા પડવાથી જિંદગી જીવાતી નથી. તમને જાણ થતા તમે ત્યાંથી ભાગી આવ્યા એજ તમારું પવિત્ર ચરિત્ર દર્શાવે છે. અને આવી હિમંત ને તો સલામ છે. પછી હવે કેમ નબળા પડો છો? હું છું ને તમારો ભાઈ?
ઈશા ના આંખ માંથી દડ દડ આંશુ વહેવા લાગ્યા. ભાઉ એ ના તો એમના પર કોઈ શક ના કર્યો અને ના એને ધુત્કારી. પરંતુ એની આ હિમંત ને વખાણી સ્વાભિમાન થી એને સ્વીકારી પ્રોત્સાહિત કરી.
ત્યાં ઉભેલા મીરા બા ના આંખ માં પણ આંશુ આવી ગયા. અને પોતાની ભૂલ નો અહેસાસ પણ થયો.
મુકુંદ: આંખ હે ભરી ભરી ઓર તુમ, ઈન્જેકશન મારને કી બાત કરતે હો.
મુકુંદ આ દુઃખ ભર્યા માહોલ ને હળવો કરવા, ઈશા ની વાતો માં ખોવાયેલા દાક્તર ને ઠપકો આપતા ગાવા લાગ્યો. જોકે આ વખતે પણ એના આવા ખરાબ joke થી કોઈ વધારે હસ્યું નહીં. પણ એની લોકોને હસાવવાની કોશિશ ને માન આપતા લોકો એ રડવાનું જરૂર બંધ કર્યું.
ભાઉ એ ઈશા ને આ આશ્રમ માં એક DANCE ટીચર તરીકે રેહવાની સગવડ કરી. અને એની કલા ને મન થી સ્વીકારી માન ભેર રહેવાનું આદેશ આપ્યું..અને લોકો ને સમજાવતા કહ્યું કે બીજી વાર જો કોઈ આ આશ્રમ ના દ્વારે વેશ્યા આવે તો પહેલા એને એની પરિસ્થિતી પૂછજો અને પછી એને તીરષ્કાર આપજો. એટલું બોલતા જ લોકો ની નજર નીચી અને શરમ નું ઘર કરી કરી ગઈ.
મીરા બા એ ઈશા ની વાત સાંભળ્યા પછી એમની ભૂલ નો એહસાસ તો થયો. પણ મન માં પ્રશ્ન મૂંઝવવા લાગ્યો. ઈશા તો પરિસ્થિતિ ની મારી હતી, પણ જો કોઈ સાચે જ વેશ્યા હોય તો? તો પણ શું ભાઉ આમજ એને સહારો આપશે? એટલે એમણે ખુબ જ શાંતિ પૂર્વક પણ આતુર તા થી ભાઉ ને પ્રશ્ન પૂછ્યો," આ સ્ત્રી તો મજબૂરી થી વેશ્યા બની હતી પરંતુ જો એવી સ્ત્રી જે પોતાના મરજી થી આ ધંધા માં હોય એમને પણ અહીં આશરો મળશે?"
ભાઉ જવાબ આપે છે, "હા"
“કારણકે વેશ્યા ઓ તો મજબૂરી થી પોતાનું શરીર વેહચીને પેટ ભરે છે,
પણ ત્યાં જનાર પુરુષ ‘શોખ’ થી પોતાની આત્મા વેંચે છે,
કહેવાય છે કે મીઠું અને સાકર એક સફેદ ઝેર છે જે રોજ ધીરે ધીરે શરીર પિંગાડે છે
તોય લોકો ખાય છે ને?
પરંતુ ત્યાં જનાર પુરુષ નો નશો તો પુરા સમાજ ને પિંગાડે છે
અને ‘બદનામ’ થાય છે ‘વેશ્યા’.”
નોંધ: આ વાર્તા નો હેતુ સમાજ ની કોઈપણ કુરીતી ને પ્રોત્સાહિત કરવાનો નથી. ફકત સિક્કા નો બીજું પહેલું બતાડવા નો અને અલગ અનોખી સોચ ને શેર કરવાનો છે. જો "વેશ્યાકૃત્ય" એ એક સમાજ અહિત છે તો એના માટે ની સજા બંનેવ માટે હોવી જોઈએ ના કે ફકત એ સ્ત્રી માટે. એવા પુરુષો નો બહિષ્કાર પણ થવો જોઈએ જે એમાં ભાગીદાર બને છે. તોજ આ કુરીતી ને આપણે બંદ કરી શકીશું.
continued....
ભાઉ રહ્શ્ય અસ્તિત્વ નું - ૪ (ભાઉ નો ન્યાય - ભાગ ૩)