Truth Behind Love - 39 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ટ્રુથ બિહાઇન્ડ લવ - 39

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ટ્રુથ બિહાઇન્ડ લવ - 39

ટ્રુથ બિહાઇન્ડ લવ
પ્રકરણ-39
સ્તુતિ બતાવેલાં એડ્રેસ પર પહોંચી અને એણે પ્રવેશ કરતાં પહેલા ફોન સ્વીચ ઓફ કર્યો અને એણે પંચતારક હોટલનાં વિશાળ પોર્ચમાંથી કાચનાં મોટા પ્રવેશદ્વારમાં પ્રેવશ કર્યો. સીક્યુરીટીએ પૂરા આદરથી દરવાજો ખોલ્યો અને સ્તુતિએ ઠંડો વાતાનુકુલિત વાતાવરણવાળાં મોટાં હોલમાં પ્રવેશ કર્યો.
મોટાં હોલમાં ઝળહળાટ હતો. ખૂબ જ વિવેક સાથે રિશેપનિસ્ટને સ્તુતિને પૂછ્યું "યસ મેમ.. સ્તુતિએ કહ્યું મારે આ વ્યક્તિને મળવાનું છે. સ્તુતિએ આપેલી ડીટેલ્સ પ્રમાણે એણે કહ્યું "મેમ પ્લીઝ બી સીટેડ એન્ડ વેઇટ.. અને પેલી રીસેન્પીસ્ટ કંઇ આગળ બોલે પહેલાં એક શુટબુટવાળો માણસ ત્યાં ડેસ્ક પાસે આવી ગયો અને રીસેપ્નીસ્ટને કહ્યું "યસ મેમ મારાં ગેસ્ટ છે એમ કહીને સ્તુતિને કહ્યું "પ્લીઝ કમ વીથ મી અને રીશેપ્નીસ્ટ પણ કંઇ બોલી નહીં અને એ બંન્નેને જતાં જોઇ રહી.
***************
સ્તુતિ પેલા એક્ઝીક્યુટીવ જેવાં લાગતાં માણસને થોડું ફોલો કર્યા પછી કહ્યું "હેલ્લો તમે મને મેસેજ કર્યો છે ? પેલાએ એકદમ નમ્રતાથી કહ્યું "મેમ આર યુ શ્રૃતિ મેમ ? સ્તુતિએ કહ્યું "હાં મારાં પર કંપનીમાંથી મેસેજ છે મારે મારા કલાયન્ટ સાથે મીટીંગ કરીને હોલીડે પ્લાન કરવાની છે.. મારે કોને મળવાનું છે ? પેલાએ કહ્યું "મેમ અમને પણ કંપની તરફથી મેસેજ મળ્યો છે તમારાં ફોટાં સાથે એમ કહીને એણે શ્રૃતિનાં ફોટો અને એને મળવાનો મેસેજ બાતવ્યો.
પેલાએ કહ્યું "મારું નામ બાલું છે અને આપની પ્રતિક્ષા મારાં બોસ કરી રહ્યા છે અમારે આખાં ગ્રુપને ફરવા માટે જવાનું છે તો તમે ડીટેલ્સ ડીસ્કસ કરી લો એટલે.. સ્તુતિએ કહ્યું "પણ આ કામ તો હું ફોન પર પણ કરી શકત અથવા અમારી ઓફીસે આવીને પણ કરીજ શકાય છે. એટલે પેલાએ થોડાં સાવચેત થતાં કહ્યું યસ મેમ યુ આર રાઇટ પણ અમને એવું કહેવામાં આવેલું કે અમારાં રીપ્રેઝન્ટેટીવ રૂબરૃ આવીને પ્લાન સમજીને તમારાં બુકીંગ કરી આપશે. મેમ અમારાં બોસ બહુ મોટી હસ્તી છે મુંબઇની એટલે તમારી કંપનીએ આવી સર્વિસ આપી હશે અને બોસ નો આગ્રહ હતો કે અમારી જે ટુર છે એની નાની નાની ડીટેઇલ્સ તમે ચર્ચા કરી સમજીને પ્લાન કરી આપો બસ એજ કારણ છે આઇ એમ સોરી આપે રૂબરૂ આવીને કરવાની જહેમત લેવી પડી. બટ મેમ આપની ઇચ્છા ના હોય તો આપ જઇ શકો છો અમે બીજા પાસે કરાવી લઇશું. એવું નથી કે ધર્મેશ સર જ આ કામ કરી શકે.. તમારી પર કોઇ દબાણ નથીજ આપ જઇ શકો છો.
સ્તુતિએ વિચાર્યુ ઠીક છે આટલે આવી છું બિટ્ટુને ખૂબ મોટું જ કામ શરૂઆતથી મળ્યું છે અને મોટી પાર્ટી છે અને બોસનેજ મળવાનું હશે એટલે રૂબરૂ કીધું હતું. જઇ આવું શું થવાનું છે.. એમ વિચારીને એણે કહ્યું ઠીક છે ચાલો..
બાલું અંદરને અંદર ખુશ થઇ ગયો એને થયું મારો આઇડીયા કામ કરી ગયો મુર્ગી ફસી જ છે. એણે વિનય સાથે કહ્યું ઓહ થેંક્સ મેમ.. કમ વીથ મી એમ કહીને એણે લીફ્ટ તરફ લઇ ગયો અને બંન્ને જણાં લીફ્ટમાં બેસીને 15મે માળે આવ્યા. લીફ્ટમાંથી ઉતરીને બાસુએ સ્તુતિ કહ્યું "મેમ ગો સ્ટ્રેટ એન લેફ્ટ સાઇડ રૂમ નં. 103.. અને એ નિર્દેશ કરીને ત્યાંજ અટકી ગયો.
સ્તુતિ થોડી ગભરામણ સાથે આગળ બધી અને બાલુંએ કહ્યું હતું એ તરફ ગઇ અને એ પહેલાં ફોન પાછો ઓન કર્યો અને પર્સમાં મૂક્યો અને રૂમ નંબર 103 પહોંચીને બેલ માર્યો અને અંદરથી અવાજ આવ્યો પ્લીઝ કમ ઇન.
**************
સ્તવન પાછો સીટીમાં આવ્યો આજે રવિવારે કોલેજ, હોટેલ બધુ જ બંધ જેવું હતું એણે બજારમાં તપાસ કરવા માંડી ત્યાં એક ઝેરોક્ષ-લીગલ ડોક્યુમેન્ટ વાળાની ઓફીસ અડધા શટરે ચાલુ હતી એણે કંઇક આશા સાથે એમાં ડોકીયું કર્યું. સ્તવને પૂછ્યું "એક્સયુઝ મી કેન યુ હેલ્પ મી ? મારો મોબાઇલ બગડ્યો છે અને મારે ઇમરજન્સીમાં ફોન કરવો છે તમે હેલ્પ કરી શકો ? તમે જે કહેશો એ ચાર્જ ચૂકવી દઇશ. પેલાએ શટર આખુ ખોલી નાખ્યું અને કહ્યું "ઠીક છે આવો અંદર અને એણે ટેલીફોન બતાવીને કહ્યું કે લો આનાથી કરી લો પણ એક કોલનાં 30 ₹ થશે. સ્તવને કહ્યું ઇટ્સ ઓકે થેંક્સ કરીને એણે સ્તુતિનો યાદ રાખેલો નંબર પહેલાં જ ડાયલ કર્યો લો સ્વીચ ઓફ આવ્યો. એણે ફરી ટ્રાંય કર્યો એને નવાઇ લાગી કે સ્તુતિનો ફોન સ્વીચ ઓફ ? કેમ ?
એણે પાપાનો મોબાઇલ નંબર ટ્રાય કરવા નંબર યાદ કરવા માંડ્યો પણ નંબર યાદ નહોતો આવી રહ્યો એ કનફ્યુઝ હતો કે છેલ્લે 15 છે 51 અને એણે બંન્ને રીતે ટ્રાય કર્યો પણ રોંગ નંબર જ આવ્યાં છેવટે એને થયુ સનડે છે પાપા ઘરે જ હશે. એણે ઘરે ફોન કર્યો લેન્ડલાઇન પર પણ રીંગ જ વાગ્યા કરી.. કોઇએ ફોન જ ના ઉપાડ્યો.. એમ બીજા કોઇનાં મોબાઇલ નંબર યાદ નહોતાં છેવટે સ્તુતિનાં ઘરે લેન્ડલાઇન પર ફોન કર્યો ત્યાં પણ સતત રીંગ વાગી કોઇએ ઉપાડ્યો નહીં.
સ્તવને ખૂબ જ આશ્ચર્ય થયું એને થયું મારાં ઘરે સ્તુતિનાં ઘરે લેન્ડલાઇન કોઇ ઉપાડતું નથી.. ? બધાં ગયા ક્યાં ? શું થયું ? સ્તુતિનો ફોન સ્વીચ ઓફ આવે છે. શ્રૃતિનો યાદ નથી આખો નંબર શું કરવું ? ખબરજ ના પડી એણે છેવટે સ્તુતિનાં નંબર પર ફરીથી ફોન કર્યો.. સ્વીચ ઓફ જ ચાલ્યો એણે છેવટે કંટાળીને ફોન મૂક્યો. દુકાનવાળાનો આભાર માનીને ત્યાંથી રૂમ પર આવવા નીકળ્યો.
**************
સ્તુતિએ કમ ઇન સાંભળ્યુ અને થોડીક જીજ્ઞાસા થોડાં ડર સાથે એણે દરવાજો ખોલીને અંદર ગઇ તો ફાઇવસ્ટાર હોટલનો વિશાળ શ્યુટ હતો. એમાં બે વ્યક્તિ સોફા અને ચેર પર બેરેલી હતી અને બેઠાં બેઠાં સીગરેટ પી રહેલાં... સાથે સાથે ટીવી પર કોઇ ગીતોની ચેનલ ચાલુ હતી એમાં હિન્દી પાર્ટી સોગ્સ આવી રહેલાં.
સ્તુતિને જોઇને વ્હાઇટ પેન્ટ અને વ્હાઇટ શર્ટ અને આછી દાઢીવાળો માણસ ઉભો થઇ ગયો અને પૂરી મેનર્સ સાથે સ્તુતિને કહ્યું "પ્લીઝ કમ.. બેસો..
બીજો માણસ સામે બેઠેલો જીન્સનું પેન્ટ -કાબરચિતરું ટીશર્ટ-લાંબાવાળ- ગોગલ્સ પહેરીને બેઠેલો એની નજર કઇ તરફ છે ખબર જ નહોતી પડતી એ એનાં ફોનમાં કંઇક જોઇ રહેલો સ્તુતિ આવી એટલે એ ઉભો થઇને બાલ્કની તરફ જતો રહ્યો.
વ્હાઇટ કપડાંમાં બેઠેલાં માણસે સ્તુતિને ચહેરાથી પગ સુધી જોઇ અને પછી ખૂબ જ ડીસીપ્લીન બતાવતો બોલ્યો "હેલો શ્રૃતિ આઇ એમ વિશ્વનાથ ફ્રોમ આઇ.બી.કોન્મ્યુટર્સ બેંગ્લોર. અમારી અહીં પણ બ્રાંચ છે અને તમારાં ધર્મેશ સર સાથે વરસોથી સંબંધ છે. અમારે અમારી કંપનીમાં લગભગ 60 માણસો માટે ટુરનું પ્લાનીંગ કરવાનું છે એમાં ત્રણ ગ્રુપમાં જવાનાં છે. પહેલાં 30, પછી 20 અને છેલ્લે અમે 10 જણાં અમારે બધાને અમારાં સ્પેશીયલ ફંકશન માટે સીંગાપુર જવાનું છે એમાં બધી ઘણી એકટીવીટીઝ સામેલ કરવાની છે અને દરેક વ્યક્તિમાં સ્ટેટસ પ્રમાણે હોટલનો ઉતારો આવ્યો. છે અને 10 જણાં ડીરેક્ટર્સને સ્પેશીયલ પ્લાનીગમાં લેવાનાં છે અમારા સિવાયનાં 50 જણાંને બે ગ્રુપમાં સીધા સીંગાપોર મોકલવાનાં છે અને બાકીનાં અમે દસ..
બાય ધ વે તમે કંઇ લેશો ? સોરી હું તમે આવ્યાં ત્યારથી સીધી કામની વાત પર જ ચઢી ગયો શું લેશો ?
સ્તુતિએ કહ્યું "ઓહ નો થેંક્સ.. બટ આઇ ડોન્ટ વોન્ટ એનીથીંગ આઇ એમ ઓકે. બટ આઇ લાઇક ઘેટ યુ આર કન્સર્ન વીથ મોર.. હજી પુરુ બોલે પહેલાં વિશ્વનાથે કહયું મારી સાથેનો જાંબાન ડીસોઝા બધા સ્ટાફની ડીટેલ્સ આપશે એનાં પેપર્સ જ આપીં દઇશુ આમ તો કેટલું યાદ રહે ? અને અમારો આઇડીયા તમે સમજી લો પછી તમારી ઓફીસે કે ઘરે બેસીને પણ અમને ડીટેલ્સ મોકલી શકશો હું તમને મારી બધી ડીટેલ્સ આપું છું.
સ્તુતિ અંદરથી થોડીક સ્વસ્થ થઇ કે હાંશ બધુ જ ઓકે છે... બીઝનેસ ડીલ જ છે હું ખોટી ગભરાતી હતી અને ત્યાંજ બાલ્કનીમાંથી જાબાને આવીને સ્તુતિને કહ્યું "મેમ કંઇક તો લેશોને.. બોસ પણ લેશે એમ કહીને બે ગ્લાસ લાવ્યો..
વધુ આવતા અંકે -- પ્રકરણ -40