Icchhashakti thi safalta - 4 in Gujarati Motivational Stories by Amit R Parmar books and stories PDF | ઈચ્છાશક્તિથી સફળતા - 4

Featured Books
Categories
Share

ઈચ્છાશક્તિથી સફળતા - 4

ટીપ્સ
૧) રોલમોડેલ નક્કી કરો.
ઇચ્છાશક્તીને બૂસ્ટ કરવા માટે સૌપ્રથમતો તમારે જેવા બનવુ છે અથવાતો તમને જે વ્યક્તીના કાર્યોથી વધારે પોત્સાહન મળતુ હોય તેમનો રોલમોડેલ તરીકે સ્વીકાર કરો, તેમની કાર્યપધ્ધતી, સુટેવો, ગુણ-આવળતોનો અભ્યાસ કરો અને તેમની સુચનાઓનુ પાલન કરો. તે વ્યક્તીના સતત સંપર્કમા રહો અથવાતો તેઓની વાતો, વ્યાખ્યાનો કે ચર્ચાઓ સાંભળતા રહો જેથી ઉત્સાહનો અનુભવ કરી શકાશે, કંઇક નવાજ સ્પીરીટનો અનુભવ કરી શકાશે જે તમારી ઇચ્છાશક્તીને બૂસ્ટ કરશે, તેમા વધારો કરશે તેમજ તમને નવી રાહ ચીંધી માર્ગદર્શન પણ આપતા રહેશે.

૨) ઇચ્છા જાગૃત કરવા માટે એમ વિચારો કે હુજ શા માટે ગરીબ રહુ ? હુજ શા માટે નિષ્ફળ થાવ ? મારો જન્મ દુનિયાભરના સુખ, સમ્માન પ્રાપ્ત કરવા માટે થયો છે તો પછી હુ શા માટે તેમ ન કરુ ? મે એવા ક્યા પાપ કર્યા છે તે હુજ મારી શક્તીઓને ઓછી આંકી ગુલામી કર્યે જાવ ? જો હુ ધારુ તો મારી શક્તીઓનો વિકાસ કરીને સારામા સારુ જીવન વ્યતીત કરી શકુ એમ છુ તો પછી શા માટે મારે એમ ના કરવુ જોઈએ? જો બધાજ લોકો મહેનત કરીને આગળ આવતા હોય તો પછી હુજ શા માટે પાછળ રહુ ? શુ હુ મારી જાતને આગળ પણ ન લાવી શકુ ? શુ હુ મારી જીંદગીને બદલી પણ ના શકુ ? તો આવા વિચારો રગોમા જોશ ઉત્પન્ન કરશે કે જે તમને કંઇક મહાન કામ કરી બતાવવાની પ્રેરણા પુરી પાળશે.
આ રીતે જો ગરીબ, નિરાશ કે નિષ્ફળ વ્યક્તી પ્રામાણિકતાથી પોતાની ખરાબ પરીસ્થીતિના કારણોની વિચારણા કરે અને ઇમાનદારીથી તેનો ઇલાજ શોધી પ્રયત્નો કરે તો ચોક્કસથી તે પોતાની જીંદગી સુધારી શકતા હોય છે.

૩) ઉત્સાહી વાતાવરણમા રહો.
વ્યક્તીને સૌથી વધારે જો કોઇ બાહ્ય પરીબળ અસર કરતુ હોય તો તે છે વાતાવરણ જેમા આસપાસના વ્યક્તીઓના વિચારો, વાણી, વર્તન અને મુલ્યોનો સમાવેશ થાય છે. આવા વાતાવરણને આધારે વ્યક્તીના વિચારોનુ સર્જન થતુ હોય છે. જો પ્રોત્સાહક વાતાવરણ હોય તો વ્યક્તીને સારા અને પ્રોત્સાહક વિચારો આવતા હોય છે જ્યારે મેલા, દુશીત કે ઉશ્કેરાટ ભર્યા વાતાવારણમા સારો વિચાર આવતો હોય તો પણ તે જલ્દી નશ્ટ થઇ જતો હોય છે, સારા વાતાવરણમા કામ કરવાની ઇચ્છામા વધારો થતો હોય છે જ્યારે ઉશ્કેરાટ ભર્યા વાતાવરણમાતો કામ કરવાની ઇચ્છા હોય તો તે પણ મરી પરવળતી હોય છે. આવા કારણોને લીધેજ સારા વાતાવરણમા રહો, આસપાસ સ્વચ્છતા જાળવો, સારા મીત્રો કે વ્યક્તીઓ સાથે સંગાથ રાખો, મહેનતુ અને વિદ્વાન વ્યક્તીઓનો સંગ કરો, તેઓના અથાક પરીશ્રમનો અભ્યાસ કરો અને તમે પણ તેમના જેવા બનવાના પ્રયત્ન કરો. જ્યાં દરેક વ્યક્તીઓને કંઇક કરી બતાવવાનો તરવરાટ છે, જ્યા લોકો સતત પ્રયત્નશીલ અને પ્રગતીશીલ રહે છે અને જ્યાં લોકોમાથી કંઇકને કંઈક નવુ, જીવન ઉપયોગી શીખવા મળે છે તેવા સ્થળે રહેવાથી ઇચ્છા, મહત્વકાંક્ષાઓમા ૧૦૦ % વધારો કરી શકાતો હોય છે.
૪) ઉચ્ચકક્ષાનો હેતુ નક્કી કરો, તે હેતુ તમારા જીવનમા કેટલુ મહત્વ ધરાવે છે, તેનાથી તમને પોતાને, તમારા પરીવારને કે સમાજને કેટલો ફાયદો થવાનો છે તે સમજવાનો પ્રયત્ન કરો, તેઓના કેટલા દુખ કે સમસ્યાઓ હળવા થવાના છે તેને અનુભવવાનો પ્રયત્ન કરો. જ્યારે આપણા હેતુથી સમાજને મોટો લાભ થઇ શકે તેમ હોય છે ત્યારે તેવા હેતુઓ પ્રાપ્ત કરવા માટે મહેનત કરવાની એક અલગ મજા આવતી હોય છે, સારુ કામ કરવાનો અંતરમા છુપો આનંદ અનુભવી શકાતો હોય છે, પછીતો આવો આનંદજ આપણને તે કામ ગમે તે ભોગે પુરુ કરી બતાવવાનુ બળ પ્રદાન કરતો હોય છે.

૫) પોતાને નવા–નવા ચેલેન્જીસ આપતા રહો, એક કાર્ય કે ટાર્ગેટ પુરો થાય કે તરતજ બીજો ટાર્ગેટ આપી દો અને પોતાને કહો કે હવે તુ આ ચેલેંજ પુરો કરી બતાવ. આ રીતે પોતાની સાથેજ રેસ લગાવો, સ્પર્ધા કરો, પોતાના કાર્યમા ઉત્તરોત્તર વધારો કરતા જાવ, તેને ચેલેંજીસનુ સ્વરૂપ આપતા જાવ અને એન્જોય પણ કરતા જાવ. આ રીતે તમે શ્રેષ્ટમા શ્રેષ્ઠ કક્ષા પર પહોચી શકતા હોવ છો.

૬) જો તમને કોઇ પણ પ્રકારના કાર્ય કરવાની ઇચ્છાજ ન થતી હોય કે મોટી ઇચ્છાઓ કરવાથીજ ડર લાગતો હોય તો સૌ પ્રથમ તો નાના કાર્યો કરવાની પ્રેક્ટીસ કરો જેમકે આસપાસ સ્વચ્છતા રાખવી, ઘરના નાના મોટા કામ કામ કરવા તેમજ વસ્તુઓને વ્યવસ્થીત ગોઠવવી અથવાતો તમે જે ક્ષેત્રમા છો તેને લગતા પાયારૂપ નાના નાના કાર્યો કરવાની પ્રેક્ટીસ કરો. આવા નાના મોટા કાર્યો બાદ તમને ન ગમતા કાર્યો કરવાની પણ પ્રેક્ટીસ કરો. આ રીતે તમારા મન, શરીર અને વિચારોમા સુઘળતા આવશે, તેને કોઇ એક શરુઆતી બીંદુ મળશે, કન્સેપ્ટ ક્લીર થશે અને એક નવાજ પ્રકારની અનુભુતી થશે કે જે તમને આગળ વધવાની તેમજ મોટા કાર્યો કરવાની પ્રેરણા પુરી પાળશે.

૭) પોઝિટીવ એટીટ્યુડ કેળવો.
જીવનની દરેક બાબતોને હકારાત્મકતાથી જોતા આવળતુ હોય તો તમામ પ્રકારના દુઃખ, નિરાશાઓનો નિડરતાથી સામનો કરી શકાતો હોય છે, તેમાથી બચી શકાતુ હોય છે. માત્ર ઘટનાઓને જોવાનો એક દ્રષ્ટીકોણ અનેક મુશ્કેલીઓમાથી બચાવી શકે છે જે તમને નકારાત્મક વિચારોના વિષચક્રોમા ફસાતા બચાવે છે. આવા નકારાત્મક વિચારોજ ઘણી વખત અનીચ્છાનુ કારણ બનતા હોય છે કારણ કે તે સમયે વ્યક્તી આગળ ડગલુ ભરતા ડર અનુભવતા હોય છે. ઇચ્છાશક્તી જાગૃત કરવા માટે આવા ડર ઉપજાવે તેવા વિચારો પર કાબુ રાખવો જરુરી છે જેનો ઇલાજ પોઝીટીવ વિચારો દ્વારા શક્ય બનતો હોય છે.

૮) મનમા ને મનમા પ્રોત્સાહક વાક્યો રીપીટ કરતા રહો, તેની તમારા વિચારો પર ઘણી ઉંડી અસર પળશે, આવા વાક્યો જોઇએ તો
“ હા હુ તેમ કરી શકુ છુ “
“મારામા તે કાર્ય કરવાની ભરપૂર શક્તી રહેલી છે “
“ હુ તે કાર્ય પ્રત્યે આકર્ષાઇ રહ્યો છુ, તેના માટે હુ આગળ વધી રહ્યો છુ “
“ આ દુનિયામા મારા માટે અશક્ય જેવુ કશુ છે જ નહી “
“મને કોઇ કાર્યામા કંટાળો આવતોજ નથી “
“ ચાલો આજેતો તે કાર્ય કરીજ બતાવવુ છે “
“ હા મારે તે કામ કરવવુજ છે અને તેમ હુ કરી પણ બતાવીશ .”
“ ચાલો શક્તીઓની થોડી ધાર કાઢીએ અને તેનો મહત્તમ ઉપયોગ કરી બતાવીએ”વગેરે
આવા વાક્યો સતત મનમા પુનરાવર્તીત કરતા રહેવાથી વિચારો વધુ મજબુત બનતા હોય છે અને પછીતો એવુ કોઇ કાર્ય કરવાનુ બચતુ હોતુ નથી કે જે તમને કરવાનુ મન ન થાય.
૯) ઘણી વખત કોઇ કામ કરવાનો એટલા માટે ડર લાગતો હોય છે કે આપણા મનમા તેવો ડર હોય છે કે તે કાર્ય આપણાથી વ્યવસ્થીત રીતે પુરૂ થઇ શકશે નહી. તો આવા ડરને લીધે કોઇ નવા કામ કરવાથી વ્યક્તી દૂર ભાગતો હોય છે. આવા ડરને દૂર કરવા માટે પોતાના દરેક કાર્યો વ્યવસ્થીત રીતે પુરા થાય તેની વ્યવસ્થા કરો, કાર્યને લગતા તમામ પ્રશ્નોનુ નિવારણ કરો, તેને પુરા કરવાના સ્ટેપ, રીત નક્કી કરો અને જરૂરી તમામ સુવિધાઓ પુરી પાડી ક્યુ કાર્ય કોણે, ક્યા, ક્યારે, કેવી રીતે, કેવુ, કેટલુ વગેરે જેવા તમામ પ્રશ્નોના ઉપાય વિચારી મજબુત આયોજન કરતા શીખી લ્યો તેમજ દિશા અને ફોકસીંગ પોઇન્ટ પણ નકી કરતા શીખી લ્યો જેથી ગુચવણો ઓછી ઉભી થાય. આ રીતે પર્ફેક્ટ આયોજન કરતા આવળતુ હશે તો કોઇ કામ પ્રત્યે અનીચ્છા કે અણગમો થશે નહી, ઉલટાનુ સામેથી તેવા કાર્યો કરી બતાવવાનો થનગનાટ અનુભવાશે.

૧૦) ઇચ્છાશક્તીને વધુ પ્રબળ કરવા મૌન રહો, ગમતી ન ગમતી બાબતો કે એવી તમામ ઘટનાઓ કે જે તમને કંઈક કરવા મજબુર કરતી હોય તેને મનમા રાખો, તેના દર્દને જોષમા ફેરવતા શીખી લ્યો. રોદણા રોવા કે ફર્યાદો કરવાનુ છોળી દો. જેને જે સમજવુ હોય તે સમજવા દો પણ એક દિવસ એવો આવશે કે હુ લાવી બતાવીશ કે જેમા બધુજ સ્પષ્ટ થઇ જશે તો પછી મારે વધારે ચીંતા કરવા કરતા તે સમયની રાહ જોવી જોઇએ, તેની વ્યવસ્થા કરવા લાગી જવુ જોઇએ. આ રીતે અમુક બાબતો પ્રત્યે મૌન સેવવાથી તમારો તે કાર્ય પ્રત્યેનો જોષ વધુને વધુ બેવળાતો જશે.

૧૧) પરીસ્થીતિઓ કે નુક્શાનીઓ પ્રત્યે સજાગ રહો, તેની ગંભીરતાને સમજો જેથી નિષ્ક્રિય રહેવાનુ મન ન થાય.

૧૨) તમારા કામ કરવાની બેસ્ટ રીત, ટ્રીક, ફોર્મુલા ગોતી લ્યો, એવી પધ્ધતી વિકસાવી લ્યો કે જેના દ્વારા તમે તમામ પ્રકારના કાર્ય કુશળતા પુર્વક પૂરા કરી શકો.

૧૩) આળસ, વધુ પળતો આરામ, કાર્યને મુલતવી રાખવાના વલણને બીલકુલ જાકારો આપો.

૧૪) કોઇ સારુ કામ કર્યુ હોય કે સફળતા મેળવી હોય તો તેને યાદ કરી પોતાને રીવોર્ડ આપો, શાબાશી આપી વખાણ કરો જે તમને વધુ આગળ વધવાની પ્રેરણા આપશે.

૧૫) તમને સૌથી વધારે પ્રોત્સાહન આપતા પુસ્તકો, વ્યખ્યાનો, પ્રવચનો સાંભળો, તેવી ઘટનાઓ જીવનપ્રસંગોનો અભ્યાસ કરો તેમજ તેવા વિડિયો સતત જોવાનુ રાખો.

૧૬) વધુ પડતા મોજશોખથી દુર રહો કારણકે તે વ્યક્તીની વિચાર શક્તીને કાટ લગાવી દે છે. આવા કટાયેલા વિચારો ધરાવતી વ્યક્તીને મોજશોખ સીવાય કશુ સુજતુજ ન હોવાથી આવી વ્યક્તીઓ પોતાની ઇચ્છાશક્તીને એમ માનીને કમજોર પાળી દેતા હોય છે કે જીવનમા મૃત્યુનુ કશુજ નક્કી નથી તેમજ જીવન એકજ વખત મળવાનુ છે માટે બાકી બધીજ ચીંતાઓ મુકીને મોજ શોખ કરી લેવા જોઇએ પરંતુ હકીકતમાતો તેઓ પોતાની એકને એક અમુલ્ય જીંદગી બર્બાદ કરી રહ્યા હોય છે, તેનુ અવમુલ્યન કરી રહ્યા હોય છે. માટે મોજશોખનુ પ્રમાણ ઘટાળીને પોતાના જીવનનો ઉદ્દેશ સમજવાનો પ્રયત્ન કરો અને તે ઉદ્દેશનેજ પોતાનુ જીવન બનાવી દો.

૧૭) કુટેવો, આળસ, મુલતવીપણુ કે વધુ પડતા મોજશોખની પ્રવૃતીને દુર કરી દો કારણકે આવી બાબતો તમારા જીવનને કોઇ હેતુ મળવાજ નહી દે. જો તમારા જીવનમા કોઇ હેતુજ નહી રહે તો તમે ઇચ્છા કરશો શેની ?

૧૮) ઇચ્છાશક્તી મજબુત કરવા માટે અડગ નિશ્ચય કરવો જોઇએ કારણકે ઇચ્છા અને નિશ્ચય એ બન્ને એક બીજાના પૂરક છે. ઇચ્છા વગરનો નિશ્ચય અને નિશ્ચય વગરની ઇચ્છા બહુ વધારે ટકી શકે નહી.

૧૯) સેવાના હેતુથી કામ કરો કારણકે જ્યારે વ્યક્તી આ રીતે કામ કરતો હોય છે ત્યારે અબજો રૂપીયા પણ ઓછા પડી જતા હોય છે જેથી વ્યક્તી વધુને વધુ મહેનત કરવા પ્રેરાતો હોય છે. આ રીતે તેના પૈસા, સમ્માન અને ટેકેદારોમા હંમેશા વધારો થતો હોય છે. જો વ્યક્તી માત્ર પોતાના માટેજ કામ કરે તો ઘણી વખત તેને નાની એવી સફળતાથીજ સંતોષ થઈ જતો હોય છે. તેના માટે વધારે પૈસા કમાવા એ નકામી બાબત બની જતી હોય છે જેથી તે વધારે મહેનત કરતો હોતો નથી અને આજીવન જ્યા છે ત્યાને ત્યાજ રહી જતો હોય છે. પણ જો તે લોકોની સુખાકારીને ધ્યાનમા રાખીને કામ કરે તો તેઓ આખી જીદગી તેમા ખપાવી શકતા હોય છે. આમ શુભ આશયથી કરવામા આવતી સેવાથી શ્રેષ્ઠ અને ટકાઉ પ્રેરણા પ્રાપ્ત કરી મહાન સફળતા મેળવી શકાતી હોય છે.

૨૦) વેક અપ એન્ડ ટેક કન્ટ્રોલ યૌર લાઇફ.
જ્યારે વ્યકતી ગહેરી ઉંઘમા હોય છે, તેના જીવનની દોર તેના હાથમા નથી હોતી ત્યારેજ તેને કશુ મેળવવાની ઇચ્છા થતી હોતી નથી પણ જે દિવસે તેને એમ થઈ જતુ હોય છે કે નહી હવે બહુ થયુ, હવે તો હુ આમ નહીજ થવા દઉ, હવે તો હુ બધુ મેળવીજ બતાવીશ કે તેમ કરીનેજ રહીશ ત્યારે તમારે સમજી જવુ કે હવે તે વ્યક્તી ઉંઘમાથી ઉઠી ગયા છો અને તેની ઇચ્છાઓ જાગૃત થવા લાગી છે. જ્યા સુધી આપણે આ રીતે ઉંઘમાથી ઉઠી નથી જતા હોતા ત્યા સુધી આપણે પોતાના જીવનને કાબુમા નથી કરી શકતા હોતા પણ જેવા જાગૃત થઈ જતા હોઈએ છીએ કે તરતજ સવારે વહેલા ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધીની તમામ બાબતો પર આપણો કાબુ વધવા લાગતો હોય છે અને આમ આપણુ જીવન આપણા કાબુમા આવી જતુ હોય છે. જો તમે આ રીતે તમારા જીવન પર કાબુ વધારતા શીખી જાવ તો તમે તમારા જીવનમા જે ધારો તે કરી શકતા હોવ કે જે દિશામા ધારો તે દિશામા વળી શકતા હોવ છો. પછી સફળતા મેળતા બહુ વાર લાગતી હોતી નથી.

૨૧) નીચેની ત્રણ બાબતો બંધ કરી દો.
- બહાનાબાજી કરી પોતાની જવાબદારીઓમાથી છટકી જવાનુ બંધ કરો.
- બીજાઓ પર આરોપો નાખવાનુ બંધ કરો
- અન્યો પર આધાર રાખી જીવવાનુ બંધ કરો.
આ ત્રણેય બાબતો પર જ્યારે તમારો કાબુ આવી જશે ત્યારે તમારી ઈચ્છાશક્તી પ્રબળ બનવા લાગશે.