Aloneness in Gujarati Motivational Stories by Jinil Patel books and stories PDF | એકાંત

Featured Books
Categories
Share

એકાંત

હું અને મારું મન, હું એકલો હોઉ ત્યારે મારા ચંચળ મન સાથે કેટલીક વાતો કરતો હોઉ છું. એટલે એકાંત માં જ પોતે અને પોતાના ચંચળ મન સાથે સ્પષ્ટ ચર્ચા શક્ય બને છે. એકાંત ઍક એવી જગ્યા છે જ્યાંની મુલાકાત દરેકે અવશ્ય લીધી હશે. એકાંત માં બેઠેલા મનુષ્ય નું મન સતત વિચારો થી છલકાતું હોય છે.
એકાંત મા લીધેલો નિર્ણય સાચો અને સ્પષ્ટ હોય છે, કેમ કે ટોળા મા આપણે આપણો નિર્ણય કહીયે ત્યા બીજો કહે કે ' તું આમ કર તો સારુ રહેશે '. પછી એના બાજુ વાળો ટકોળે કે મિત્રો આમા થોડો ફેરફાર કરવા જેવો છે, આમ ને આમ આપનો નિર્ણય સ્પષ્ટ નથી હોતો. મન પણ પેલા નિર્ણય થી સંતુષ્ટ નથી હોતુ છતાય આપણે માની લઈએ છીએ.
અમુક લોકો ને તો એકાંત જરાય પસંદ ના હોય જેમ કે,
Elvis Presley ખુબ જ પ્રસિદ્ધ ગાયક કલાકાર જેણે એકલતા ના કરણે આપઘાત કાર્યો. તેણે 'The King Of RockNRol' નું ટાઈટલ અપાયુ હતું ;તેણી કમાણી 50 કરોડ ડોલર , તે રોજ સાંજે હજારો લોકો ની સામે પોતાની કલાકારી બતાવે, છતાય તેણે ઍક દિવસ પુછવામાં આવ્યુ કે તમને કેવો અનુભવ થાય છે? તો Elvis કહ્યું કે હું બહુજ ઍકલાપણું અનુભવું છું.અને ૧૫ ઓગસ્ટ ૧૯૭૭ ના દિવસે તેમણે આપઘાત કાર્યો. કરોડો ના માલિકે એકાંત ના કારણે આપઘાત કાર્યો આપણને તો આવો વિચાર પણ ના આવે
આવો જ બીજો ઍક કોમેડિયન 'Charles Spencer Chaplin' (ચાર્લ્સે ચેપ્લિન) તે એકાંત ના કરણે દુ:ખી હતો. તમે વિચાર તો કરો જે માણસ આખી દુનિયાને હસાવતો હોય તે દુ:ખી કેવી રીતે. પેલો Adolf Hitler જે ક્યારે હસ્યો ન હતો તેને આ ચાર્લ્સે ચેપ્લિને હસાવ્યો હતો.
કરોડો નો માલિક Elvis આપઘાત કરતો હોય અને પેલા Hitler જેવા ને હસાવી શકતો Charlie Chaplin દુ:ખી થતો હોય તો આ એકાંત મા કંઈક તો હશે ને.
અમુક લોકો ને તો એકાંત જ પસંદ હોય છે. જેમ કે લેખક , કવિ સાહિત્યકાર , આ બધા કુદરત ની સાથે એકાંત માં બેસી પોતાના મન ના વિચારો પુસ્તક મા કંડારતા હોય છે. કોઇકે સરસ કહ્યું છે કે, " તમે દિવસ મા ઍક વાર તો પોતાના સાથે વાતો કરજો , નહિ તો તમે આ દુનિયા ના શ્રેષ્ઠ વક્તિ સાથે વાત કરવાની તક ગુમાવી દેશો."
એકાંત ની મજા તો કુદરત ના ખોળે જ છે, નહિ કે બંધ ઓરડામાં બેઠાં બેઠાં મોબાઇલ સાથેની મજા.
ઍક વાર ખેતરમાં આંબા ના વૃક્ષ નીચે આહલાદક વાતાવરણ ના ઠંડા વાતા પવન સાથે અને પંખીઓ ના કિલ્કિલટ માં એકાંત સાથે ભોજને બેસજો તો ખરા, સાહેબ મન પ્રફુલ્લિત થઈ જસૅ અને કામ કરેલા નો થાક ઉતરી જશે, આમ કહીયે તો સ્વર્ગ જેવો અનુભવ થશે.
આજના જમાના માં તો લોકો પોતાનો એકાંત ખોઇ બેઠાં છે, તેમની પાસે તેમનો આજીવન મિત્ર મોબાઇલ અવી ગયો છે. આ બધા લોકો એકલા બેઠાં હોય પરંતુ પોતની એકલતા માણ્યા વગર આ મોબાઇલ માં જ વળગી રહ્યા હોય છે. મેં કેટલીક જગ્યાએ જોયું છે કે ઘર માં આખું પરીવાર એકસાથે બેઠું હોય પણ દરેક વ્યક્તિ પોત પોતાના મોબાઇલ માં જ વળગી રહ્યા હોય છે.
ઍક વાત કહું તો આજના જમાનામાં એકાંત નો સારા મા સારો મિત્ર પુસ્તક છે. જો તમને કંટાળો આવતો હોય તો એકાંત માં બેસીને તમારાં મનપસંદ વિષય પરનું પુસ્તક વાંચો , મન પ્રફુલ્લિત થઈ જશે. ઍક વાક્ય છે કે ' ઍક સારા મા સારુ પુસ્તક ૧૦૦ મિત્રો બરોબર છે.' એટલે જ કહું છું કે એકલા બેઠાં હોઇએ ત્યારે મોબાઇલ માં વળગી રહેવા કરતા સરા પુસ્તક નું વાંચન કરવું સારુ.
હવે મને અને મારા મન ને પણ એકાંત ને માણવાનો મોકો આપીએ......

- JP સાહબ