Canvas of a Broken Heart - 1 in Gujarati Love Stories by Denis Christian books and stories PDF | તૂટેલા હ્ર્દય નું કેનવાસ - 1

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

તૂટેલા હ્ર્દય નું કેનવાસ - 1

"આઓ હુઝુર તુમકો, સિતારો મેં લે ચલું,

દિલ ઝુમ જાયે ઐસી, બહારો મેં લે ચલું..

આઓ હુઝુર તુમકો, સિતારો મેં લે ચલું,

દિલ ઝુમ જાયે ઐસી, બહારો મેં લે ચલું..

આઓ હુઝુર... આઓ..."

સાગર નગ્ન હાલતે પલંગ માં સૂતો હતો. તેણે ગીત સાંભળી બાજુ માં જોયું. તેની બાહો માં તાન્યા સૂતી હતી. તેનો હાથ તાન્યા ની નગ્ન પીઠ પર ફરી રહ્યો હતો. પોતાની નગ્નતા જાણે સાગર ના નગ્ન દેહ ને ઓઢી છુપાવા માંગતી હોય તેમ તાન્યા સાગર ને ભેટી ને સૂતી હતી. સાગર બસ તાન્યા ના હાસ્ય માં ખોવાઈ રહ્યો હતો. તાન્યા ના ગાલ પર રહેલી આ લાલ શરમ તેને પાગલ બનાવી રહી હતી. સાગર ની આંગળીઓજે તાન્યા ની પીઠ ફરી રહી હતી તે ફરી ને ફરી એ જ ચિત્ર બનાવી રહી હતી જે એ આંગળીઓ એ 2 કલાક પહેલા એ પીઠ બનાવ્યું હતું. એક લાલ ગુલાબ નું ચિત્ર, લાલ કાશ્મીરી ગુલાબ, લીલી દાંડી, ખીલેલા પાન અને અણીદાર કાંટા.. તાન્યા ની સુડોળ પીઠ આ ગુલાબ રસ ના મદ્યપાન થી અમૃત બની ચુકી હતી. સાગર એ ચિત્રો તો બહુ બનાવ્યા હશે પણ એણે કદી વિચાર્યું નોહતું કે એ કદી પોતાનું master piece.. કોઈ ની પીઠ ની સુંવાળી ચામડી પર બનાવી બેસશે. આમ તો 2 કલાક પેહલા એના મગજ માં આ ગુલાબ બનવાની કલ્પના પણ નોહતી આવી. ના એને ત્રણ દિવસ પહેલાં ખબર હતી કે એનો વર્ષો નો છુપાયેલો પ્રેમ એને આમ "રંગીન હાથો" માં પકડી પાડશે. બે કલાક પેહલા ના આ ચિત્ર હતું, ના ત્રણ દિવસ પહેલા શરમ ની તૂટી પડેલી દિવાલ, હતો તો બસ ચૂપ ચાપ કરાયેલો પ્રેમ.

ચાલો તો હું શરૂઆત થી માંડીને વાત કરું... વાત શરૂ થાય છે આજથી 3 દિવસ પહેલાં થી...

ત્રણ દિવસ પહેલા સાગર અને તાન્યા ત્યાં જ હતા જ્યાં એમને હોવું જોઈએ: એક બીજા થી દૂર, સમાજ એ નક્કી કરી આપેલા નિશ્ચિત અંતરે. સાગર હતો પોતાના કેનવાસ પાછળ , જ્યાં એક ચિત્રકાર એ હોવું જોઈએ, પીંછી ઘુમાવતો, એક ધોળા કેનવાસ ને પોતાના લાલ, ભૂરા, પીળા, લીલા રંગ થી ભરી દેતો, પોતાની આંખો માત્ર થી દુર લાલ સાડી માં ઉભેલી તાન્યા ના શરીર ને છેડતો, નિખારતો, પીતો ફરી ને ફરી એ જ વળાંક પર પીંછી ફેરવી તાન્યા ના પ્રેમ ના સાગર માં ફરી ડૂબી જતો, સાગર.

અને તાન્યા પણ ત્યાં જ હતી જ્યાં સમાજે એ ગાય ને બાંધી રાખી હતી. બાલ્કની માં એક ખુડશી પર, પોતાના પ્રેમી ની સામે પણ પ્રેમી ના પ્રેમ ની રાહ જોતી, આજુબાજુ ના ગુલાબના ફુલ થી પોતાની ગાલ ની લાલી match કરતી, લાલ સાડી માં પોતાનું યૌવન છુપાવતી કે પછી એમ કહીએ કે પ્રેમી માટે સુંદર થાળી માં પરોસ્તી.. કોઈ ની નજારો ની છેડતી ને આવકાર આપતી, કોઈ ના દિલ માં પોતાની છબી ને કોતરતી.. કોઈને પોતાના પ્રેમ સાગર માં સમાવી લેવા આતુર... પણ આ બધી ઊર્મિયો ને પોતાના દાંત થી લાલ લિપસ્ટિક વાળા હોઠ માં દબાવી દેતી. તાન્યાનું તન તેના કાબુ માં રહે તેમ નોહતું, શ્વાસો ની ધમણ થી આ દિલ માં લાગેલી આગ ને સીના માં છુપાવી રાખવી અઘરી હતી, છાતી નું શ્વાસથી ફુલવું અનાવશ્યક હતું, ક્યાંક એ જે પ્રેમી માટે એક object (વસ્તુ)/model બની હતી તેના ચિત્ર માં એનો પ્રેમ ભૂલ ના પાડી દે એનો ડર હતો.

વાતાવરણ માં રહેલું આ silence, પ્રેમ ના spark ને ફરી ને ફરી હવા આપી રહ્યું હતું, આજે દાવાનળ ફાટવો આવશ્યક હતો. એવું નોહતું કે આજે પેહલી વાર સાગર તાન્યા નું ચિત્ર બનાવી રહ્યો હતો, એવું પણ નોહતું કે એણે બીજી છોકરીઓ ના ચિત્રો નોહતા બનાવ્યા પણ વારે ને વારે એને લાગતું કે તાન્યા જે ચિત્રો માં હોય તે સારા જ બને છે. તાન્યા પણ કાંઈ પેહલી વાર સાગર સામે પોતાનું ચિત્ર બનાવા નહોતી બેઠી, સાગર એના ચિત્રો ઘણી વાર બનાવતો.. એ સાગર માટે pose આપી ને ઉભી રહેતી, જેમ એ બીજા ચિત્રકારો માટે કરતી પણ દર વખતે એને એવું લાગતું કે સાગર પોતાના ચિત્રો માં એની સુંદરતા ને જે ઉભાર આપતો તે બીજું કોઈ નોહતું આપી શકતું.

એવું નોહતું કે બન્ને એક બીજા ના પ્રેમ થી અનજાન હતા, પ્રેમ તો બંને ને એક બીજા નો દેખાતો હતો. પણ સવાલ હતો આ પ્રેમ નો પહેલો અક્ષર કોણ ઉચ્ચારે...?

"Done, perfect." છેલ્લો પીંછી નો લસરકો મારતાં સાગર એ કહ્યું.

"હાશ..." તાન્યા એ relax થતાં એક લાંબો શ્વાસ છાતી માંથી બહાર કાઢ્યો.

"જોઇશ નહીં તું??" સાગર એ તાન્યા ને આંખ થી ઈશારો કરતા પૂછ્યું.

"Obviously, મારુ ચિત્ર છે , હું તો જોઇશ જ ને" તાન્યા સાગર એ પોતાની સુંદરતા ને આપેલી નવી ઊંચાઈ જોવા એમ પણ આતુર હતી. એ ઝડપથી ખુડશી પર થી ઉભી થઇ સાડી સરખી કરતી, સાગર પાસે દોડી ગઈ.

ચિત્ર અધભૂત બન્યું હતું. લાલ, લીલા, ગુલાબી રંગ ના combination થી કેનવાસ પર વસંત ઉતરી આવી હતી. ઈશ્વરે તાન્યા સુંદર તો બનાવી હતી પણ સાગર ની બનાવેલી તાન્યા તો ઈશ્વર ને પણ complex આપે એવી હતી. તાન્યા ના ગળા પર નો તલ જે આમ તો તેને નોહતો ગમતો પણ સાગર એ એને પણ એવી ખૂબસૂરતી થી કંડાર્યો હતો કે, તાન્યા ને એ તલ પણ હવે વાહલો લાગવા લાગ્યો હતો. શુ કોઈક કોઈ ને એટલો પ્રેમ કરી શકે કે તેને બીજા વ્યક્તિ ની ખોડખાંપણ પણ એની આગવી ખૂબસૂરતી લાગે. કોઈ પણ છોકરી ને આવો જ પ્રેમ જોઈતો હોય અને તાન્યા ને એવો પ્રેમ મળ્યો હતો, પણ હજુ પામવાનો બાકી હતો. હવે તાન્યા માટે ભાવનાઓ દબાવી દેવી અઘરી નહીં, ના મુનકીન હતી.

"Woooow" તાન્યા ના મોહ માંથી શબ્દો સરી પડ્યા. "તું કેમ ની મને આટલી સુંદર બનાવી દે છે???"

સાગર પણ આજે તાન્યા માં ખોવાયેલો હતો તેના મોઢા માંથી પણ અનાયાસે નીકળી ગયું, "હું કશું જ નથી કરતો, તું છું જ એવી સુંદર.."

સાગર તરત સમજી ગયો કે ખોટું બોલાઇ ગયું છે, પણ તાન્યા ને તો ક્યાં ખોટું લાગવાનું હતું. આજ સુધી સાગર એની ખૂબસૂરતી ની તારીફ માત્ર પોતાની પીંછી થી કરતો હતો આજે પેહલી વાર એના હોઠો એ સ્વીકાર કર્યો હતો. તાન્યા ને આજ સુધી ઘણા લોકો એ સુંદર કહી હતી પણ તાન્યા ને લાગ્યું જાણે આજે જ, અરે સાગરના કેહવાથી જ સુંદર બની હતી. સાગર પોતાની ચોરી પકડાઈ ગયા બાદ એક બાળક ની જેમ એને છુપાવના નિરર્થક પ્રયાસ કરી રહ્યો હતો. સાગર ના ગાલ પર ગુલાબી શરમનો સમુદ્ર પોતાના ઉફાન પર હતો.

તાન્યા ને પોતાના હોઠ ની નાવડીથી એ શરમ ના સમુદ્ર ને ખેડવાની તીવ્ર ઇચ્છા હતી. પણ શરમ નું વાવાઝોડું તો તેના મગજ માં પણ હતું.. 'સાગરને ગમશે? એને નહીં ગમે તો? એ મને ખોટી સમજશે તો?? થોડું વધારે નહીં થઈ જાય?? પોતાની જાત ને control કર તાન્યા.. પણ હું કેમ control કરું?? આવી તક મને ફરી કદી ના મળી તો?? કદાચ એની પણ ઈચ્છા હોય તો? અને એને શરમ આવતી હોય તો? આમતો ક્યાં સુધી ચાલશે...? આજે એણે અજાણતા પહેલ તો કરી.. મારે જવાબ આપવો જોઈએ??? હા, હા,.. બસ આજે.. આજે નહીં તો ક્યારેય.... '

અને તાન્યા એ સાહસ કરી જ નાખ્યું. એકદમ થી એણે સાગર ની નજીક જઈ, પોતાના પગના આંગળા પર થોડા ઉભા થઇ ને સાગર ના ગાલ પર પોતાની લિપસ્ટિક ની શાહી થી પોતાનો autograph આપી દીધો.

સાગર તાન્યા ના આ આક્રમણથી થોડો હેબતાઈ ગયો. સાગર ના મન માં હજારો ઊર્મિઓ અને પ્રશ્નો એ એક સાથે જન્મ લીધો. 'શુ તાન્યા એ મારા ગાલ પર...??? હા, હા... એ જ.. એણે મારા ગાલ પર.. તો શું એને પણ હું ગમું છું??? હવે મારે શું કરવું જોઈએ?? શુ મારે એનો જવાબ આપવો જોઈએ??? તો હું પણ એના ગાલ ને ચૂમી લઉં?? એને ખોટું શું કામ લાગે...એણે તો.. શરૂ... તો શુ મારે એના થી આગળ વધવું જોઈએ...? શુ હું એના હોઠ ચુમું? ક્યારનાં એના હોઠ મને... પણ શું એ મને એટલી છૂટ આપશે.. શુ એકદમથી વધારે નહીં થઈ જાય??'

સાગર ગાલ પર ના ચુંબનને માણી રહ્યો હતો. ગાલ પર ચુંબનનો સ્પર્શ ઓછો લાગતો હોય એમાં પોતાના હાથની આંગળીઓ ને પણ એના ફેરવી ને એના અનુભવને બેવડાવી રહ્યો હતો. હવે એ કહેવું અઘરું હતું કે ગાલ માત્ર લિપસ્ટિક થી ગુલાબી થયો હતો કે ગાલની લોહીવાહીનીઓમાં થીજી ગયેલી શરમ પણ એનું કારણ હતી???

સામે પક્ષે તાન્યા જવાબ માટે બેબાકળી બની હતી.. જાણે ચૂંટણી માં ઉભેલો ઉમેદવાર.. ચૂંટણી ના પરિણામ ની રાહ જોતો હોય. તાન્યા ના હોઠ સાગર ના સ્પર્શ થી પાવન થઈ ચૂક્યા હતાં. નશો તો એવો ચડ્યો હતો કે રોકવો અઘરો હતો... પણ આ દિમાગ તો અલગ વંટોળે ચડ્યું હતું: ' બે યાર, મેં આ શું કરી નાખ્યું... નોહતું કરવાનું.. એ શુ સમજશે?? એને સહેજ બી નથી ગમ્યું લાગતું... એટલેજ ક્યારનો આમ મને જોયા કરે છે.. કશું બોલતો કેમ નથી..?? એ મને પ્રેમ નહીં કરતો હોય તો...?? આ આમ મને જોયા કરશે તો.. મારા થી એની સામે આમ નહીં ઉભું રહેવાય... બે આને કોઈ કોહ કે કાંઈ બોલ.. કાઈ કર.. હું 5 ગણીસ.. એ નહીં બોલે તો હું.. ચાલી જઈશ... 5...4....3... please God please...2...1. સત્યનાશ જાય આ સાગર નું.'

તાન્યા એ આંખો નો પુલ તોડ્યો અને ઝડપ થી પોતાની વસ્તુઓ ભેગી કરવા લાગી. પર્સ સમેટાઈ ગયું, પણ સાગર હજુ ત્યાં જ ઉભો હતો. તાન્યા અંદર ને અંદર guilt અનુભવી રહી હતી. "Sorry, તેં મારી તારીફ કરી એમાં... હું જરા... હું જાઉં છું.. બાય...". સાગર થંભી ગયો હતો, તાન્યા પોતાની સાડી સરખી કરતી, પોતાને કોસ્તી ચાલી નીકળી... 'shit, મેં બધું બગાડી નાખ્યું.. દર વખતે હું જ કેમ આમ કરું છું. મારી જોડે જ કેમ આમ થાય છે કે હું જેને પ્રેમ કરું એ.... મને કદી પ્રેમ કરે જ નહીં.. શુ ખબર મારાં માં જ શુ ખરાબી છે?? આજ પછી હું ભૂલથી પણ કોઈ ને પ્રેમ નહીં કરું..... Love, just go to hell.."

વધું આવતાં અંકે....

#######################

શું આ બંને જણા એક બીજા ને પોતાની દિલ ની વાત કહી શકશે?? અને કહેશે તો કેવી રીતે કહેશે...? આ વખતે તો તાન્યા એ પહેલ કરી પણ શું હવે સાગર તાન્યા ને સમજશે..? અરે તમને જવાબો ખબર તો છે.. પણ જોવાનું એ છે કે આ બંન્ને 3 દિવસ માં આટલા પ્રેમ માં કેમના પડશે.. કે પછી કાંઈક ગરબડ છે? કોઈક ટ્વિસ્ટ??

બધું next time...

*************
દરેક વ્યક્તિ ની જિંદગી માં કાંઈક તો એવું થયું જ હોય જે એની જિંદગી ની વાર્તા ને બીજા ની વાર્તા કરતાં કંઈક હટકે બનાવે. હું એવી વાર્તાઓ શોધતો હોઉં છું. તો જો તમને મારું લખાણ ગમ્યું છે અને તમે જો ઈચ્છા રાખો છો કે તમારી જિંદગી ની વાર્તા હું મારા લેખન દ્વારા દુનિયા આગળ મુકું તો please ખુલ્લા મને તમે મને 8460894224 પર call કે whatsapp થી contact કરી શકો છો.કારણકે દરેક જિંદગી એક વાર્તા છે અને દરેક વાર્તા ને દુનિયા આગળ પ્રગટ થવાનો હક છે.
.
Thank you, પુરી વાર્તા વાંચવા માટે અને હવે મને ખબર છે તમે તરત બીજી વાર્તા પર jump કરવા તૈયાર છો. પણ એ પેહલા, જો આ વાર્તા એ તમને touch કર્યા હોય, entertain કર્યા હોય કે bore કર્યા હોય તો please તમારી life ની ૨ સેકન્ડ આપજો, તમારા પ્રતિભાવ અને રેટિંગ આપીને. જેથી હું તમારી અને ગુજરાતી સાહિત્ય ની વધુ સારી સેવા કરી શકું. આભાર.