Chaal jivi laiye - 4 in Gujarati Moral Stories by Dhaval Limbani books and stories PDF | ચાલ જીવી લઈએ - ૪

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

ચાલ જીવી લઈએ - ૪





😊 ચાલ જીવી લઈએ - 4 😊


ધવલ - મમ્મી ...

ધવલના મમ્મી - અરે જા સુઈ જા........
ગુડ નાઈટ બેટા..
આરામ કરજે..મોબાઈલ સાઈડ માં મૂકીને સુઈ જજે...

ધવલ - હા માતુશ્રી હા...

ધવલ હજી પોતાના રૂમના દરવાજે પહોંચ્યો ત્યાંજ ધવલના મમ્મી બોલે છે..
" ધવલ બેટા સુઈ જજે હો.. પેલી છોકરીના સપના ન જોતો.
આપણે કાલે સવારે રૂબરૂમાં જઈ આવીશું એની ઘરે."
હવે ધવલ ખારો થાય છે અને જોરથી બુમ પાડે છે..
એ પપ્પા...................ઓ પપ્પા.....

ધવલના મમ્મી - ઉભો રે તું ...પપ્પા વાળી.....

ધવલ પોતાના રૂમમાં જતો રહે છે. મસ્ત મજાનો લાંબો થઈ બેડ પર પડે છે. હાથમાં મોબાઈલ લઈને આખા દિવસના મેસેજ જુએ છે, મેઈલ ચેક કરે છે. વોટ્સએપ ચેક કરતા કરતા લખન ઓનલાઇન દેખાય છે અને લખન ને મેસેજ કરે છે.

ધવલ - ઓ મારા ભાઈ ..
બસ કર..... હવે સુઈ જા અને ભાભી ને પણ સુવા દે....
આખો દિવસ બસ મેસેજ ને કોલ.
બીજો કાઈ ધંધો છે કે નહીં..

લખન - ઓ ભઈ ...
તું ચૂપ રે ભઇ. ....
આવી ગયો મોટો...
અને હે......કોણ ભાભી હે..???
મને તો કહે ...કે મારા માટે તે કઈ છોકરી ફાઇન્ડ કરી..?

ધવલ - તારા માટે તો એટલી મસ્ત છોકરી ફાઇન્ડ કરવી છે ને...!!!
તું બસ જો....

ખાલી તારી સામે ડોળા કાઢે ને ત્યાં તું સીધો બેસી જાવો જોઈએ.... હા હા હા..
મારો ભાઈ બિચારો...
તું બધુ પૂછી પૂછી ને કરવો જોઈએ......
એની પરવાનગી વગર તો જે પાણી પીધું હોય ને તો પણ તારો વારો પાડવી જોઈએ.....હા હા..

લખન - ઓ ભાઇ.....
તું મારો ભાઈ છે કે દુશ્મન.....???😢😢😢

ધવલ - અરે એ કહી પૂછવાની વાત છે...
ખરેખર..... હું તારો પાક્કો દુશ્મન છુ....
હા હા હા હા......

લખન - બસ બસ .... કઇ વાંધો નહીં..ચાલ Gn
કાલે કોલેજ એ મળ્યા....

ધવલ - હા ભાઈ..... શુભરાત્રી...
સુઈ જજે...... મારા ભાભીને બોવ યાદ ન કરતો હો.....

લખન - ધવલા કાલે તું કોલેજ આવ....
તારો વારો પાડી દેવાનો છુ જોજે....

ધવલ - બસ બસ રહેવા દે.....
શાંતિ થી સુઇ જા.... Gn.....

બંને મિત્રો પોતપોતાની ઘરે શાંતિથી સુઈ જાય છે.

સોનેરી સવારની પહેલી કિરણના દર્શન સીધા ધવલના મોં પર થાય છે..

ધવલ - મમ્મી .... યાર સુવા દો ને યાર....
આ દરરોજ મારા રૂમમાં આવીને પડદો શા માટે ખોલો છો ??
એક તો અહીં નાનું એવું જીવ સૂતું હોય એમાં પણ તમેં સુવા ના દો યાર....

ધવલ ના મમ્મી - હા બેટા કઈ વાંધો નહીં હો.......
અને સુવા દે વાળી.... પેલો લખન તારી રાહ જુએ છે નીચે..
ક્યારનો રાહ જોવે છે તારી....
તને કેટલા તો ફોન કર્યા.... પણ મહારાજા તમે તો ફોન ઉપાડો નહીં કેમ... મોબાઈલ તો તમારો સાઈલન્ટમાં હોય નહીં....

ધવલ - લખન્યો અત્યારમાં....????
શુ કામ હશે....આને અત્યારમાં....??

ધવલના મમ્મી - ઓ ભાઈ...
એક વાર દીવાલ માં જે ઘડિયાળ ટાંગેલી છે ને એમાં જુઓ..
એટલે ખબર પડશે કે અત્યારે છે કે બપોર....

ધવલનુ ધ્યાન સીધુ ઘડિયાળ પર જાય છે...

ધવલ - બાપ રે સાડા નવ થઈ ગયા...
શુ મમ્મી .......વહેલા જાગી જતા હોય તો યાર...
છોકરાને છેક સાડા નવ વાગે જગાડવા આવે બોલો...
એમ નહીં કે આપણે છોકરાને વહેલાસર જગાડીયે , નાસ્તો કરાવીએ અને કોલેજે મોકલીયે...

જો મારી જેમ આમ દેશના નાગરિક સુતા રહ્યા..તો શું થશે આ દેશનું......

ધવલના મમ્મી - ધવલા... અત્યારમાં ખોટી મગજમારી રેવા દે...
ફટાફટ બાથરૂમમાં જા અને તૈયાર થા..અને પછી ફટાફટ નીચે આવ...તારા અને લખન માટે નાસ્તો બનાવી આપુ છુ ચાલ...
અને હવે કશું કઈ બોલ્યો ને તો અત્યારના પહોંરમાં નાસ્તા ને બદલે મેથીપાક ચખાડીશ...

ધવલ - અરે જવ છુ યાર....
તમને તો બસ મોકો જોઈએ મને ઢીબી નાખવાનો નહીં....?

ધવલના મમ્મી - ધવલા..............
તું જાય છે કે પેલા લખન ને અહીં ઉપર બોલવું ???

ધવલ - એ ના હો.... એ અડીયલ મગજ ને નહીં....
હું જાવ છુ....

ધવલ ફટાફટ બાથરૂમમાં જાય છે અને તૈયાર થઈ ને નીચે આવે છે.. ત્યાં જ લખન એની સામે કતરાઈ ને જુએ છે અને કહે છે.....

આવો આવો...... ધવલેશ્વર મહારાજ....
સારું થયું આજે તમારા દર્શન તો થયા... એ પણ બોવ વહેલા...

ધવલ - અરે સુખી થા સુખી.... ભગવાન કરે તારા સો વાર લગ્ન થાય એ પણ એક જ કન્યા સાથે.... હા હા હા...

ધવલના મમ્મી - ઓ ..... પરમમિત્રો...તમારી ભાગવત પુરી થઈ ગઈ હોય તો હવે નાસ્તો કરવા ચાલો...

લખન - અરે આંટી ... હું તો આવુ જ છુ. આ તમારો છોકરો જુઓ ને.....અને હા આંટી મારે નાસ્તો નથી કરવો...
હું ઘરે થી કરીને આવ્યો છુ..

ધવલ - લખન... ખોટું ના બોલ.. મને ખબર છે તારી....
અને મમ્મી જ્યારે લખન એમ કહે ને કે હું નાસ્તો કરીને આવ્યો ત્યારે એમ માનવાનું કે લખન એ નાસ્તો નથી કર્યો..

ધવલના મમ્મી - બેટા લખન... નાસ્તો કરવા બેસી જા..
મેં આમ પણ તારો નાસ્તો બનાવી નાખ્યો છે...

ધવલ - ચાલ ભાઈ ઓયે...
કઈ પણ બોલ્યા વગર નાસ્તો કરવા બેસી જા.....

ધવલ અને લખન નાસ્તો કરવા બેસે છે અને સાથે મસ્તી કરતા જાય છે.. ત્યાં જ ઘવલની બહેન માનસી નીચે આવે છે...

માનસી - વાહ વાહ.... મમ્મી .... શુ પ્રેમ છે...
એક જ થાળી માં બંને ભાઈ નાસ્તો કરે છે.....
વાહ મિત્રો હોય તો આવા .....

ધવલ - બસ બસ હો... ખબર છે શા માટે વખાણ કરે ને એ....
બોલ આજે કઇ ચોકલેટ ખાવાની ઇચ્છા થઈ છે ???

લખન - ઓહ હો..
વાહ ભાઈ.....તે તારા નાના ભાઈ ને તો ના પૂછ્યું અને સીધુ બિલાડીને પૂછી લીધું..

( બિલાડી - માનસી ને રમત માં ખીજવતું નામ )

માનસી - ઓ હેલો ..... એની બહેન છું તો પૂછે જ ને...!!!!!

ધવલના મમ્મી - હવે તમે ત્રણેય શાંતિ રાખો..
માનસી એ લોકો ને મોડુ થાય છે તો હવે એને નાસ્તો કરવા દે.
અને ઓ વિરલાઓ .. કોલેજ નો ટાઈમ થઈ ગયો છે તો હવે ચૂપચાપ નાસ્તો કરો અને કોલેજ જાવ....

લખન અને ધવલ - હા....

બંને જણા નાસ્તો કરી ને કોલેજ જવા માટે નીકળી જાય છે.. રસ્તામાં બંને વાતો , મસ્તી કરતા જાય છે અને મોજ માણતાં જાય છે.. બંને જણા કોલેજ પહોંચી જાય છે. અને એમાં પણ આજે થાય છે એવું કે બંને ને કોલેજ પહોંચવામાં લેઈટ થઈ જાય છે. બંને કોલેજમાં પ્રવેશ કરે છે અને પ્રાર્થનાખંડમાં જાય છે ત્યાં જતા જ ખબર પડે છે કે પ્રિન્સિપાલ બધા વિદ્યાર્થીઓને કશીક સૂચનાઓ આપતા હોય છે..જ્યારે બંને અંદર આવતા હોય છે ત્યારે પ્રિન્સિપાલ આ બંનેને જોઈ જાય છે.....

પ્રિન્સિપાલ - આપણા દેશમાં ઘણા લોકો એવા છે જે સવારના ચાર વાગ્યામાં ઉઠીને પોતાનું કામ કરે છે..
ઘણા વિદ્યાર્થીઓ એવા છે જે વહેલા ઉઠીને વાંચે છે , કસરત કરે છે.. પણ મને એ કહેતા ગર્વ થાય છે કે આપણી કોલેજમાં ભણતા બાળકો અગિયાર વાગ્યે તો કોલેજ આવે છે, દસ વાગ્યે ઉઠે છે અને મસ્ત પોતાની લાઈફમાં રહે છે..

એટલું સાંભળતા જ લખન અને ધવલ બંને સમજી જાય છે કે આજે તો બોસ વારો પાડવાનો છે..થોડી વાર પછી બંને કલાસરૂમમાં જાય છે.

લખન - આ જો ધવલીના ...
તારા કારણે આજે પેલું સાંભળવું પડ્યુ... તારા કામ જ આવા હોય...પોતે તો.શૂળી એ ચડે અને બીજને પણ ચડાવે.....

ધવલ - જો ભાઈ આપડે સાંભળવુ ન હોય ને કોઈ નું તો વહેલા અવાય..... મોડા મોડા ન અવાય ....

લખન - એ ભાઈ હું વહેલા જ આવ્યો હતો હો...તારા ઘરે....
મોડો નહીં...

ધવલ - હા પણ...
હું એ જ કહું છું કે મને લેવા માટે ઘરે વહેલુ અવાય...
હા હા હા...

એટલી જ વારમાં લખન ધવલની પાછળ દોડે છે અને પકડે છે બસ ધવલને મસ્તીમાં મારે અને આમ જ મસ્તી કરતા કરતા બંને હસી પડે છે.....

બંને મિત્રો ક્લાસરૂમમાં એન્ટર થાય છે અને બંને
પોત પોતાની સીટ પર બેસે છે અને અલકમલક ની વાતો કરે છે. એટલામાં જ એક છોકરી એ કલાસરૂમમાં એન્ટર થાય છે.
એન્ટર થતા જ............

આગળ .........ક્રમશઃ...

Dear Readers.........
very very Sorry For Late Publishing.....
there is something Reason Behind that...

પણ હવે ચિંતા ન કરતા....
હવે બધા પાર્ટ સમયસર publish થશે.....

ખૂબ ખૂબ આભાર...
અને હા મેં એક નવો concept સ્ટાર્ટ કર્યો છે તો એક વાર જરૂરથી ઇન્સ્ટાગ્રામ પર આવી ચેક કરજો....

જે વ્યક્તિ લખે છે એમના માટે ખૂબ જ સારો Concept છે...

જે લોકો insta પર મેસેજ ન કરી શકતા હોય એ મને પ્રતિલિપિ પર મેસેજ કરી શકે છે....